મનુષ્યના પ્રકાર - (લાઇફ કા ફન્ડા)

રામકૃષ્ણ પરમહંસ વહેલી સવારે પોતાના શિષ્યો સાથે હુગલી નદીના કિનારે બેઠા હતા.

(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

રામકૃષ્ણ પરમહંસ વહેલી સવારે પોતાના શિષ્યો સાથે હુગલી નદીના કિનારે બેઠા હતા. ત્યાં અમુક માછીમારો માછલી પકડી રહ્યા હતા. માછીમારો નદીમાં જાળ બિછાવીને થોડી વાર રાહ જોતા અને પછી જાળ ઉપર ખેંચી લઈને પોતાની નાવમાં મૂકી દેતા અને વળી બીજી જાળ બિછાવતા.

જે માછલીઓ જાળમાં ફસાઈને આવતી એ બધી જાળમાંથી છૂટવા છટપટતી. અમુક માછલીઓ થોડી ક્ષણોમાં જ હવે આ જાળમાંથી નહીં છૂટી શકાય એ સ્વીકારીને મનથી હિંમત હારી જતી અને બેભાન થઈ જતી. અમુક હિંમત ન હારતી અને જાળમાંથી છૂટવાના સતત પ્રયત્નો કરતી રહેતી, પણ એમના પ્રયત્નો પૂરતા અને સાચી દિશામાં ન હોવાથી તેઓ છૂટી શકતી નહીં. અમુક માછલીઓ જાળની કિનારી શોધી સતત પ્રયત્ન કરી જાળમાંથી નીકળીને ફરી પાણીમાં કૂદી જવામાં સફળ થતી.

ગુરુ રામકૃષ્ણ પરમહંસે પોતાના શિષ્યોને જાળમાં પકડાયેલી આ માછલીઓનું દૃશ્ય ધ્યાનથી જોવા કહ્યું અને પછી પ્રશ્ન પૂછ્યો, ‘આ માછલીઓ પરથી મને મનુષ્યના પ્રકાર જણાવો?’

એકદમ ધ્યાનથી માછલીઓનું વર્તન જોઈને અમુક શિષ્યોને કંઈક સમજાયું. ચર્ચા કર્યા બાદ એમાંથી એક શિષ્યે જવાબ આપ્યો, ‘ગુરુજી, આ માછલીઓના વર્તન પરથી અમને ત્રણ પ્રકારના મનુષ્યો સમજાય છે. પહેલો પ્રકાર છે જે છે એ પરિસ્થિતિ સ્વીકારી લઈને આગળ વધવાના કોઈ પ્રયત્નો ન કરતા મનુષ્યો. તેઓ આ થોડી ક્ષણોમાં બેભાન થઈ જતી માછલીઓ જેવા છે. મનુષ્યોનો બીજો પ્રકાર છે વિચાર્યા વિના ખોટી દિશામાં પ્રયત્નો કરતા અને તેથી ઘણા પ્રયત્નો છતાં મુશ્કેલીથી બચવામાં સફળ ન થતા મનુષ્યો. તેઓ આ જાળમાંથી બહાર નીકળવાની કોશિશ સતત કરતી, હિંમત ન હારતી માછલીઓ જેવા છે જે સાચી જગ્યાએ કોશિશ કરતી નથી તેથી બહાર નીકળી શકતી નથી. ત્રીજા પ્રકારના મનુષ્યો સતત પ્રયત્નો કરે છે અને સાચી દિશામાં કરે છે તેથી તેઓ જીવનમાં મુશ્કેલીમાંથી બહાર નીકળવામાં સફળ થાય છે. તેઓ આ જાળની કિનારી શોધી ત્યાં પહોંચી પછી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે એ માછલી જેવા છે જે જાળમાંથી છૂટી ફરી બહાર પાણીમાં પહોચવામાં સફળ રહે છે.’

શિષ્યની વાતને ગુરુજીએ સમર્થન આપ્યું અને પછી બોલ્યા, ‘મનુષ્યો અને માછલીઓનો હજી એક ચોથો પ્રકાર છે. એ છે એવી માછલીઓ જે હોશિયાર છે. નદીમાં છે પણ પરિસ્થિતિ પામીને કોઈ ખોરાકની લાલચમાં આવતી નથી અને જાળની નજીક જ નથી જતી. એવી જ રીતે હોશિયાર મનુષ્યો કોઈ લાલચ અને લોભ મોહમાં ફસાતા નથી અને મુશ્કેલીથી દૂર રહે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK