આપણું ભાગ્ય - (લાઇફ કા ફન્ડા)

એક દિવસ એક માણસે નારદજીને પૂછ્યું, ‘મારા ભાગ્યમાં કેટલું ધન છે?’

(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)


નારદજીએ કહ્યું, ‘કાલે ભગવાન નારાયણને પૂછીને કહીશ.’

બીજા દિવસે નારદમુનિએ પેલા માણસને કહ્યું, ‘ભાઈ, તારા ભાગ્યમાં રોજનો એક રૂપિયો જ છે.’

પેલા માણસે હકીકત સ્વીકારી લીધી. તે એકદમ સાદું જીવન જીવવા લાગ્યો. જીવનની જરૂરતો એકદમ ઓછી કરી નાખી અને રોજના એક રૂપિયામાં તે ખુશ રહેવા લાગ્યો. તેની બધી જરૂરતો એક રૂપિયામાં જ પૂરી થઈ જતી.

એક દિવસ તેના મિત્રે કહ્યું, ‘દોસ્ત, તારું આ સાદગીસભર જીવન અને સદા ચહેરા પર રમતી ખુશી જોઈને હું હંમેશાં પ્રભાવિત થાઉં છું. હું ઇચ્છું છું કે તું મારી બહેન સાથે લગ્ન કરે.’

પેલા માણસે કહ્યું, દોસ્ત, તને તો ખબર છે કે મારી કમાણી રોજનો એક જ રૂપિયો છે છતાં તું તારી બહેન મને પરણાવવાની વાત કરે છે. તેણે માત્ર એક રૂપિયામાં ગુજરાન ચલાવવું પડશે.’

મિત્રે કહ્યું, ‘વાંધો નહીં.’

લગ્ન થયાં અને બીજા જ દિવસથી પેલા માણસની રોજની કમાણી ૧૧ રૂપિયા થઈ ગઈ. પેલા માણસે ફરી નારદજીને પૂછ્યું, ‘નારદજી, જો મારા ભાગ્યમાં રોજનો એક જ રૂપિયો છે તો પછી આ ૧૧ રૂપિયા કેમ મળી રહ્યા છે?’

નારદજીએ કહ્યું, ‘ભાઈ, તારાં લગ્ન થયાં છે અને આ ૧૦ રૂપિયા તારી પત્નીના ભાગ્યના તને મળી રહ્યા છે.’

થોડા વખત બાદ પત્ની ગર્ભવતી થઈ અને પેલા માણસની રોજની કમાણી એ દિવસથી ૩૧ રૂપિયા થવા લાગી. ફરીથી તેણે નારદમુનિને પ્રશ્ન કર્યો, ‘નારદજી, આમ કેમ થયું? હવે મને ૧૧ને બદલે સીધા ૩૧ રૂપિયા કેમ મળવા લાગ્યા?’

નારદજીએ કહ્યું, ‘તું ટૂંક સમયમાં પિતા બનવાનો છે. આ ૨૦ રૂપિયા તારા બાળકના ભાગ્યના છે. આજથી જ તેને માટે જમા કરવા લાગ.’

આપણું ભાગ્ય નિશ્ચિત છે. દરેક માણસનું ભાગ્ય લખેલું હોય છે અને જીવનમાં કોના ભાગ્યથી ધનદોલત મળે છે એની કોઈને ખબર હોતી નથી છતાં આ દુનિયામાં માણસ અહંકાર કરે છે કે આ મેં બનાવ્યું, આ કામ મેં કર્યું, આ બધું ધન હું કમાયો, આ બધું કામ મારા કારણે જ થઈ રહ્યું છે, આ કામ મારા સિવાય કોઈ કરી જ ન શકે વગેરે-વગેરે. જોકે માણસ જાણતો નથી કે તે કોના ભાગ્યનું ખાઈ રહ્યો છે, કોના ભાગ્યને લીધે કમાઈ રહ્યો છે અને બસ, ખોટું અભિમાન કરે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK