એક મુલાકાત સ્વર્ગના કાર્યાલયની – (લાઇફ કા ફન્ડા)

માણસ તો સ્વર્ગનો ભવ્ય દરવાજો અને આહ્લાદક વાતાવરણ જોઈને મોહિત થઈ ગયો

(લાઇફ કા ફન્ડા – હેતા ભૂષણ)

એક માણસને રાતે ઊંઘમાં સપનું આવ્યું. દિવસમાં સ્વર્ગ-નરકની વાતો કરી હશે એટલે સપનામાં પણ સ્વર્ગ આવ્યું. સ્વર્ગના દ્વાર પર એક દેવદૂતે આવકાર આપ્યો અને કહ્યું, ‘પધારો, સ્વર્ગમાં આપનું સ્વાગત છે અને સંપૂર્ણ સ્વર્ગની સિટી-ટૂર કરાવવા માટે હું આપનો ગાઇડ છું.’

માણસ તો સ્વર્ગનો ભવ્ય દરવાજો અને આહ્લાદક વાતાવરણ જોઈને મોહિત થઈ ગયો. તે સ્વર્ગમાં અંદર ગયો. સુંદર બાગબગીચા, મહેલો અને અપ્સરાઓ જોઈને તે અવાચક થઈ ગયો. આગળ જતાં ચિત્રગુપ્તનું કાર્યાલય આવ્યું. અહીં દુનિયાભરના દરેક જીવના નામના ચોપડા હતા અને તેમના દ્વારા મન-વચન-કર્મથી થતાં પાપ અને પુણ્યનો હિસાબ રાખવામાં આવી રહ્યો હતો. વિશાલ કાર્યાલય અને કામ કરતા દેવદૂતોને જોઈને માણસ પ્રભાવિત થયો અને થોડો ભયભીત પણ કે નાનામાં નાના જીવનું નાનામાં નાનું કર્મ અહીં નોંધાય જ છે, કોઈ પાપ છૂપું રહેતું નથી અને એટલે કર્મનું ફળ ભોગવવું જ પડે છે.

આગળ ગયો ત્યાં ઈશ્વર-પ્રાર્થનાનું કાર્યાલય આવ્યું. અહીં પ્રવેશતાં જ પહેલાં અતિ વિશાળ હૉલ આવ્યો જ્યાં દુનિયાભરમાંથી ભગવાન પર ભરોસો રાખીને ભગવાન પાસે કંઈક માગનારા જીવોની પ્રાર્થનાઓ નોંધવામાં આવી રહી હતી અને ફટાફટ એની ફાઇલ બનીને પ્રાર્થના પૂરી કરવાના કાર્યાલયમાં પહોંચાડી દેવામાં આવતી હતી. અસંખ્ય દેવદૂતો પોતાની પૂરી ક્ષમતા લગાડી, સમયનો વેડફાટ કર્યા વિના સતત કામ કરી રહ્યા હતા. માણસ પ્રભાવિત થયો. આગળ ચાલ્યો. બીજો એટલો જ વિશાળ હૉલ આવ્યો. સાથે રહેલા ગાઇડ દેવદૂતે કહ્યું, ‘દુનિયાભરમાંથી જેટલી પ્રાર્થનાઓ આવે છે એની ફાઇલ અહીં આવે છે અને બધી પ્રાર્થનાઓ કર્મફળ પ્રમાણે તરત પૂરી કરવામાં આવે છે.’

અહીં પણ અસંખ્ય દેવદૂતો સતત ઝડપથી કામ કરી રહ્યા હતા અને એક પછી એક પ્રતિ ક્ષણ અનેક લોકોની પ્રાર્થનાઓ પૂરી કરવામાં આવી રહી હતી. માણસ પ્રભાવિત થયો. તે આગળ ગયો. એક નાનકડો હૉલ હતો અને માત્ર બે જ દેવદૂતો અહીં બેઠા હતા. તેમની પાસે કોઈ કામ નહોતું. માણસે પૂછ્યું, ‘આ કયું કાર્યાલય છે જેમાં કોઈ કામ થતું નથી?’

દેવદૂતે કહ્યું, ‘આ પૂરી કરાતી પ્રાર્થનાઓ બાદ માણસ તરફથી આવતા આભાર અને ધન્યવાદને નોંધવાનું કાર્યાલય છે અને અહીં દિવસમાં માત્ર થોડા જ પ્રતિભાવ આવે છે. પોતાની પ્રાર્થનાનો સ્વીકાર થઈ પૂરી થાય પછી તમે માણસો લગભગ આભાર કે ધન્યવાદ પાઠવતા નથી એથી અહીં બહુ કામ હોતું નથી.’ આ સાંભળીને માણસ શરમાઈને નીચું જોઈ ગયો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK