મુશ્કેલીથી ડરો નહીં - (લાઇફ કા ફન્ડા)

એક સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટમાં દોડવાની હરીફાઈ માટે ઍથ્લીટ્સને કોચિંગ આપવા નવો કોચ આવ્યો.

(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

નવો કોચ પોતાના અતરંગી પ્રયોગો તથા સાવ જુદી જ રીત અને શિસ્ત માટે જાણીતો હતો. દોડવીરોમાં બધા તેમની પાસે તાલીમ મેળવવા ઇચ્છતા પણ ખરા અને વળી પાછા તેમના અતરંગી પ્રયોગોથી ડરતા પણ ખરા.

નવા કોચનો પહેલો દિવસ હતો. બધા દોડવીરો મેદાનમાં વહેલા આવી ગયા હતા. જોકે સૌથી પહેલાં જ કોચે સવારના ઊઠવાનો સમય છને બદલે પાંચ વાગ્યાનો કરી નાખ્યો અને કસરતનો સમય પણ એક કલાકને બદલે બે કલાક કરી નાખ્યો. પહેલા જ દિવસના આ ફેરફારથી બધા ફફડી ગયા. કોચે એકદમ કડક વલણ દાખવવાનું શરૂ કરી દીધું. અમુક નિષ્ઠાવાન દોડવીરો કોચની બધી જ સૂચનાઓનું પાલન કરતા અને અમુક દોડવીરો આટલી કડક તાલીમથી એકદમ કંટાળી ગયા હતા. તેઓ કોચ વિરુદ્ધ વાતો કરવા લાગ્યા કે આ કોચ તો વધુ પડતા કડક થઈને ઊગતા દોડવીરોને આગળ જ નહીં આવવા દે, તેમની પ્રતિભાને ખીલવા નહીં દે વગેરે-વગેરે. 

કોચ ચૂપ રહ્યા અને પોતાની સફાઈમાં કંઈ ન બોલ્યા. કોચની બધી સૂચનાઓનું પાલન કરવાવાળા ઍથ્લીટ્સ બોલ્યા, ‘સર, તમે ચૂપ કેમ છો?’

કોચ બોલ્યા, ‘વાંધો નહીં, સમય આવ્યે બધાને જવાબ મળી જશે.’

પછી કોચ પોતાનું કામ કરતા હતા. જેમ-જેમ હરીફાઈનો દિવસ નજીક આવતો ગયો એમ-એમ કોચની ટ્રેઇનિંગ વધુ અઘરી થતી ગઈ. કોઈના પગમાં વજન બાંધીને દોડાવતા અને આખો દિવસ વજન બાંધી રાખવા કહેતા. પગ સૂજી જતા. કોઈના પગમાં ભારે ઝાંઝર બાંધીને દોરડા કુદાવતા. પગ છોલાઈ જતા, લોહી નીકળતું. ક્યારેક બધા વચ્ચે નહીં, માત્ર બે જણ વચ્ચે સ્પર્ધા કરાવતા. કોઈ પણ ભૂલ થાય કે પછી દેખાવ જરાક ખરાબ થાય તો ચિત્ર-વિચિત્ર સજા આપતા. પોતે સવારથી રાત સાથે જ રહેતા. હા, ખાવા-પીવામાં કોઈ દોડવીર લાપરવાહી ન કરે એનું પોતે ધ્યાન રાખતા. આટલી બધી કડક ટ્રેઇનિંગનું ફળ મળ્યું. સ્ટેટ અને નૅશનલ લેવલ સુધીની બધી સ્પર્ધામાં તેમના દોડવીરો વિજેતા બન્યા અને ઇન્ટરનૅશનલ માટે પણ સિલેક્ટ થયા. બધાએ એકઅવાજે સફળતા માટે તેમના કોચનો આભાર માન્યો.

કોચ જેટલા કડક હોય એટલું પરિણામ સારું જ આવે છે. ભગવાન પણ આપણા લાઇફ-કોચ છે અને તે આપણા જીવનમાં જુદી-જુદી અને અઘરી-અઘરી જે પણ તકલીફો આપે છે એ આપણો વિકાસ અટકાવવા માટે નહીં પણ આપણામાં છુપાયેલી શક્તિઓને બહાર કાઢવા માટે હોય છે. મુશ્કેલીઓ આવે તો ડરો નહીં, પાછળ હટો નહીં. આગળ વધો.

લાઇફ-કોચે આપેલી મુશ્કેલી સ્વીકારો અને મુશ્કેલીને હરાવી દો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy