લાંબા જીવનનું રહસ્ય - (લાઇફ કા ફન્ડા)

તિબેટનાં એક માજીની ઉંમર ૧૦૨ વર્ષની હતી છતાં તેઓ ખડેખા હતાં. રોજ વહેલાં ઊઠતાં.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

પોતાનું કામ પોતાની જાતે કરતાં અને ઘરમાં પણ બધાને મદદ કરતાં. જ્યાં જવું હોય ત્યાં ચાલીને જતાં અને બપોરે આખા મહોલ્લાના છોકરાઓને ભેગા કરી પોતાના જીવનના અનુભવો પરથી વાર્તાઓ કહેતા. મહોલ્લાની સ્ત્રીઓને જીવન અને ઘર વ્યવહારની સાચી સમજ આપતાં.

એક દિવસ એક અખબારની રિપોર્ટર તેમનો ઇન્ટરવ્યુ લેવા આવી અને તેમના ફોટો પાડ્યા અને પછી તેમની સાથે વાતો શરૂ કરી. રિપોર્ટરે તેમને તેમના ઘરપરિવાર વિશે પ્રશ્નો પૂછ્યા અને પછી સૌથી જરૂરી એવો સવાલ પૂછuો કે તમારા આટલા લાંબા આયુષ્યનું રહસ્ય શું છે અને આ ૧૦૨ વર્ષની ઉંમરે પણ તમારી તંદુરસ્તી અને યાદïશક્તિ સારી છે એનો રાઝ શું છે?

માજીના જૂના બધા દાંત પડી ગયા હતા, પણ બે-ત્રણ નવા દાંત પણ ફરી ફૂટuા હતા. તેમણે બોખા મોઢે

હસતાં-હસતાં કહ્યું, ‘આપણી તિબેટની એક કહેવત છે જે મેં સ્કૂલમાં વાંચી હતી અને મને એ કહેવત એટલી ગમી ગયેલી કે મેં કાગળ પર લખી લીધી અને હજી એ કાગળ મેં સાચવી રાખ્યો છે. હું તો વધુ કંઈ જ નથી કરતી. બસ, એ કહેવતમાં જણાવ્યા પ્રમાણે જીવન જીવું છું.’

રિપોર્ટરે તરત પૂછ્યું, ‘માજી કઈ કહેવત?’

તેમણે જવાબ આપ્યો, ‘એ કહેવત છે કે લાંબું અને સારું જીવવા માટે ભૂખ કરતાં અડધું ખાઓ, જરૂર કરતાં બમણું ચાલો, ત્રણગણું હસો, ચારગણી ખુશી વહેંચો અને માપ્યા વિના અમાપ પ્રેમ કરો. બધાને પ્રેમ કરો. બસ, જે દિવસથી મેં આ કહેવત વાંચી છે એ દિવસથી લગભગ સ્કૂલમાં ૧૨ વર્ષની હોઈશ ત્યારથી હું ચારને બદલે બે જ રોટલી ખાઉં છું. બીજું બધું પણ ઇચ્છા હોય એના કરતાં અડધું જ ભાણામાં લઉં છું. રોજ સવાર-સાંજ ચાલવા જાઉં છું અને જ્યાં જાઉં ત્યાં ચાલીને જ જાઉં છું. નાનાં બાળકો સાથે હજી પણ મજાક કરી હસું છું. તેમને વાર્તાઓ કહી ખુશી આપું છું. ઘરમાં ક્યારેય કોઈ સાથે મેં ઝઘડો કર્યો નથી, કોઈને ગુસ્સો કર્યો નથી. અને માત્ર મારા સ્વજનોને જ નહીં, આખી દુનિયાને બધાને સજીવ-નિર્જીવ પ્રાણીમાત્રને હું પ્રેમ કરું છું.’

આટલું બોલી તેમણે રિપોર્ટરને સ્નેહભર્યું સ્મિત આપ્યું. પોતે જાતે ભરતકામ કરેલો રૂમાલ ભેટ આપ્યો અને એક-એક પાંદડીને વહાલ કરતાં-કરતાં છોડને પાણી પીવડાવવા લાગ્યાં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK