ઘમંડ ન કરો - (લાઇફ કા ફન્ડા)

નારિયેળનાં વૃક્ષો ખૂબ ઊંચાં અને બહુ જ સુંદર હોય છે તથા મીઠા પાણીવાળાં ફળ પણ.
(લાઇફ કા ફન્ડા – હેતા ભૂષણ)

નારિયેળનાં વૃક્ષો ખૂબ ઊંચાં અને બહુ જ સુંદર હોય છે તથા મીઠા પાણીવાળાં ફળ પણ.

નદીના કાંઠે નારિયેળનું એક વૃક્ષ હતું. નારિયેળીનાં ફળ માટે નારિયેળને બહુ જ ગર્વ હતો. સૌથી ઊંચાઈ પર હોવાનું પણ એને અભિમાન હતું. ઘમંડમાં અંધ નારિયેળ નદીના વહેણ સાથે ઘસડાઈને કાંઠે આવેલા અને નીચે રહેલા પથ્થરને હંમેશાં નીચે પડેલો, નકામો કહીને સતત અપમાન કરતું. પથ્થર કંઈ બોલતો નહીં.

એક વાર શિલ્પકાર નદીના કાંઠે આવ્યો અને પેલો સતત નદીના વહેણથી ઘસાઈને લિસ્સો, ચમકતો પથ્થર ખૂબ ગમતાં એને સાફ કરીને કોતરવા માટે હથોડીના પ્રહાર કરવા લાગ્યો. આ જોઈને નારિયેળને વધારે આનંદ આવી ગયો. બોલ્યું, ‘એ નકામા પથ્થર, તારું પણ શું જીવન છે. પહેલાં નદીમાં રહીને અહીં-તહીં ઘસાયો, બહાર આવતાં માણસોના પગ નીચે રગદોળાયો અને આજે તો આ શિલ્પી આવીને તારા પર ઘા કરી રહ્યો છે. મને જો, હું કેવી રીતે શાનથી આ ઊંચા વૃક્ષ પર બેઠો છું.’

પથ્થરે આ વાત પર ધ્યાન ન આપ્યું. નારિયેળ રોજ આવી જ રીતે પથ્થરને અપમાનિત કરતું રહ્યું.

થોડા દિવસ પછી એ શિલ્પકારે પથ્થરને તરાશીને ભગવાનની સુંદર મૂર્તિ બનાવી અને પૂર્ણ આદર સાથે એની સ્થાપના મંદિરમાં કરી. પૂજા માટે નારિયેળને પેલા પથ્થરમાંથી બનેલી ભગવાનની સુંદર મૂર્તિનાં ચરણોમાં ચડાવ્યું. પથ્થરની સતત મજાક કરનાર અને પોતાના ઊંચા સ્થાન માટે ઘમંડ કરનાર નારિયેળ અત્યારે એ જ પથ્થરની નીચે ભગવાનની મૂર્તિ બનેલા પથ્થરનાં ચરણોમાં હતું

હવે પથ્થર બોલ્યો, ‘નારિયેળભાઈ, મને જીવનમાં ભલે કક્ટ મળ્યાં. બધાં કક્ટ સહીને આજે મને ઈશ્વરની પ્રતિમા બનવાનું માન મળ્યું. હથોડાના ઘા સહન કરી, ધીરજ ધરી તો હવે હું એક ઘસાતો, રગદોળાતો પથ્થર નહીં પરંતુ ભગવાનની સુંદર મૂર્તિ બનતાં ઈશ્વરના સમતુલ્ય ગણાયો છું.’

જે સદૈવ, હંમેશાં પોતાનું કર્મ કોઈ પણ ફરિયાદ કર્યા વિના કરે છે એ આદરને પાત્ર બને છે, પણ જે અહંકાર-ઘમંડનો ભાર લઈ ફરે છે એ નીચે આવીને પડે છે. ઈશ્વર માટે સમર્પણનું મહત્વ છે, ઘમંડનું નહીં.

પૂરી વાત નારિયેળે માથું નમાવીને સ્વીકાર કરી. એને પોતાના વર્તનનો પસ્તાવો થયો. એણે પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ બનેલા પથ્થરની માફી માગી અને મનોમન ક્યારેય અભિમાન ન કરવાનું નક્કી કર્યું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK