ખુશીઓને આવકારવા - (લાઇફ કા ફન્ડા)

એક એકદમ નિરાશાવાદી માણસ હતો.

(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)


એક એકદમ નિરાશાવાદી માણસ હતો. એમ નહોતું કે દુનિયા આખીનાં દુ:ખ તેના પર જ હતાં, પણ જાણે તેને દુ:ખી રહેવાની ટેવ પડી હતી. તેના મોઢા પર હંમેશાં નિરાશા જ હોય, ફરિયાદ જ હોય. હંમેશાં મગજનો પારો ચડેલો જ હોય. કોઈ ને કોઈ સાથે તેને વાંકું જ પડ્યું હોય.

સવારે ચા મળે તો કૉફી કેમ નથી? આજે નાસ્તો ઠંડો શું કામ છે? સાવ નકામા કારણસર તે ઝઘડા કરે. પોતે દુ:ખી થાય અને ઘરનાને દુ:ખી કરે. હંમેશાં કડક ભાવ વિનાનો ચહેરો અને આખી દુનિયાનો ભાર પોતાના પર લઈને ફર્યા કરે. જોરથી મન ભરીને હસ્યાને તો જાણે તેને વર્ષો થયાં હશે. તેના મોઢા પર ક્યારેય એક નાનકડી હાસ્યની રેખા પણ ન ફરકે અને સામેથી કોઈ સ્મિત આપી દે તો પણ તે ન હસે. ભૂલથી પણ સ્મિત આપી ન દેવાય એ માટે જાણે હોઠ ભીડેલા અને ભાવ કડક જ રાખે. વળી સતત ફરિયાદ ચાલુ જ હોય કે ભગવાન મને હસવાનો, ખુશ થવાનો એક મોકો પણ આપતો નથી.

રોજ ભગવાન વિરુદ્ધ તેની ફરિયાદ ચાલુ જ હોય. એક દિવસ ખુશીઓની રાણી ભગવાન પાસે ગઈ અને ભગવાનને પૂછવા લાગી, ‘ભગવાન, આ માણસને પોતાને ખોટેખોટા દુ:ખી રહેવાની ટેવ પડી છે. જીવનમાં ખાધે-પીધે સુખી છે, કુટુંબ છે, માથે છત છે, હાથમાં કામ છે. રોજ નાના-મોટા ખુશ થવાના અનેક મોકા હું તેને આપું છું પણ તે ખુશ થતો જ નથી અને વળી તમને ફરિયાદ કરે છે. આવું કેમ?’

ભગવાન હસ્યા અને બોલ્યા, ‘તું ચિંતા ન કર. આપણો નિયમ છે કે જે હસે તેને ત્યાં તું બમણી માત્રામાં પહોંચી જાય. આ માણસ કે પછી તેના જેવા નિરાશાવાદી માણસો હસતા જ નથી એટલે ખુશી મેળવી શકતા નથી. ખુશી મેળવવા માટે પહેલાં હસવું પડે, ખુશ થવું પડે. ખુશીને સ્મિતભર્યા ચહેરે જ આવકારી શકાય. માણસો એમ વિચારે છે કે ખુશીઓ મળે એટલે હસું અને આપણો નિયમ છે કે જે બધા સંજોગોમાં હસતો રહે તેને ખુશીઓ મળે. માટે તું જા, નિયમ પ્રમાણે સદા હસતા રહેતા સકારાત્મક લોકોમાં ખુશીઓ વહેંચ. તારું કામ કર.’

આ નિયમ જાણી લો અને ખુશીઓને આવકારવા બધા સંજોગોમાં હસતા રહો. યાદ રાખો કે પરિસ્થિતિ કેવી પણ વિકટ હોય, ગમે એટલા સંજોગો ખરાબ હોય; મુખ પરનું સ્મિત ભૂંસાય નહીં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK