પરિવર્તન માટે પ્રયાસ - (લાઇફ કા ફન્ડા)

એક માણસ પોતાના એકધારા જીવનથી કંટાળી ગયો હતો અને જીવનને વધુ સારું બનાવવા માટે તે કંઈ ને કંઈ પ્રયત્ન કરતો રહેતો.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

એક જ્ઞાની સ્વામીજી પાસે તે ગયો અને તેમને પોતાની પરિવર્તન લાવવાની ઇચ્છા જણાવી અને પૂછ્યું, ‘સ્વામીજી, જીવનમાં પરિવર્તન લાવવા માટે શું કરવું જોઈએ?’

સ્વામીજીએ કહ્યું, ‘સૌથી પહેલાં પરિવર્તન લાવવા માટેની તૈયારી જોઈએ અને પછી પરિવર્તન આવે એ માટે મૂળમાંથી નાના-નાના પ્રયાસો પોતે કરવા પડે. અહીં સારી વાત એ છે કે તું તારા જીવનમાં પરિવર્તન લાવવા ઇચ્છે છે અને એ માટે પ્રયત્નો પણ કરવા તૈયાર છે તો બસ, પ્રયાસો ચાલુ રાખ, પરિવર્તન આવશે.’

પેલા માણસે નોકરીમાં પ્રમોશન માટે નવો કોર્સ કરવાનું વિચાર્યું. પરંતુ શરૂ કર્યો પણ અઘરો લગતાં વચ્ચેથી છોડી દીધો. તબિયત સુધારવા કસરત શરૂ કરી, પણ બે મહિના પછી એમાં નિયમિતતા ઓછી થઈ ગઈ. મનની શાંતિ માટે યોગ-ધ્યાન કરવા લાગ્યો, પણ ચિત્ત એક જગ્યાએ રહેતું નહીં. આવા તે ઘણા પ્રયત્નો કરતો રહેતો, પણ પરિવર્તન ન આવ્યું.

થોડા દિવસ પછી પેલો માણસ પાછો સ્વામીજી પાસે આવ્યો અને બોલ્યો, ‘સ્વામીજી, કોઈ પણ બાબતમાં જોઈએ એવું પરિવર્તન આવ્યું નથી.’

સ્વામીજીએ તેને તેણે જીવનમાં બદલાવ લાવવા માટે શું-શું કર્યું એ વિશે પૂછ્યું. તેણે બધા પ્રયાસો વિશે કહ્યું. તેની વાત પરથી સ્વામીજી સમજી ગયા કે તે પ્રયત્નો કરે છે, પણ સતત નથી કરતો અને સીધા મોટા બદલાવ લાવવાની કોશિશ કરે છે; જેથી લાંબા સમય સુધી એનું પાલન કરી શકતો નથી.

જ્યારે તે માણસ આ વાત કરી રહ્યો હતો ત્યારે બહાર વરસાદ પડી રહ્યો હતો. સ્વામીજીએ કહ્યું, ‘જો આ બહાર વરસાદ પડી રહ્યો છે એનું એક-એક ટીપું નાનું હોય છે, પણ જો એ વરસાદનાં ટીપાં લગાતાર સતત એકધારાં વરસે તો નદીનો પ્રવાહ બની જાય અને નદીનો સ્તર પણ ઊંચો લાવી દે, બરાબર?’

પેલા માણસે કહ્યું, ‘હા.’

સ્વામીજીએ આગળ કહ્યું, ‘ભાઈ, જો બરાબર સમજ. પરિવર્તન એક લાંબી સતત ચાલતી પ્રક્રિયા છે. એક દિવસ કે થોડા દિવસમાં પરિવર્તન ન આવે. એને માટે સતત કાર્યરત રહી પ્રયાસો કરવા પડે. નાના-નાના પણ લગાતાર અટક્યા વિનાના પ્રયત્નો કોઈ પણ પરિવર્તન લાવવા માટે શક્ય હોય છે. તું તારા જીવનમાં નાના બદલાવ લાવ અને સતત એ પ્રયાસો ચાલુ રાખ તો પરિવર્તન ચોક્કસ આવશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy