ત્રણ પ્રશ્ન - (લાઇફ કા ફન્ડા)

આશ્રમમાં એક નિયમ હતો.

(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)


દરરોજ સાંજે ગુરુજી પ્રવચન આપતા અને ગુરુજીના પ્રવચન બાદ પ્રશ્નોત્તરીનો દોર શરૂ થતો. બધા શિષ્યો પોતાના મનને મૂંઝવતા પ્રશ્નો ગુરુજીને પૂછી માર્ગદર્શન મેળવતા. એક નવા-નવા આવેલા શિષ્યએ ગુરુજીને કહ્યું, ‘ગુરુજી, મારે તમને ત્રણ પ્રશ્ન પૂછવા છે. આપની આજ્ઞા હોય તો પૂછું? ગુરુજીએ માથું ધુણાવી હા પાડી.

શિષ્યએ પહેલો પ્રશ્ન પૂછ્યો, ‘ગુરુજી મારો પહેલો પ્રશ્ન છે, કોઈની પણ પાસેથી શું લેવું જોઈએ?’

ગુરુજીએ જવાબ આપ્યો, ‘વત્સ, સૌથી લેવા યોગ્ય કોઈ ચીજ હોય તો એ છે જ્ઞાન. કોઈની પણ પાસેથી કંઈક લેવું હોય તો જ્ઞાન લો. જેને મળો એ બધા પાસેથી કંઈ ને કંઈ શીખતા રહો. દરેક પાસેથી તમે નવું જાણી અને શીખી શકો છો... માત્ર જ્ઞાન મેળવવાની લગન અને શીખવાની ધગશ હોવી જોઈએ. મન અને મગજની આંખો ખુલ્લી રાખીએ તો પ્રકૃતિનાં દરેક સજીવ અને નિર્જીવ તkવો કંઈક જાણવા જેવું શીખવાડે છે.’

શિષ્યએ બીજો પ્રશ્ન પૂછ્યો, ‘ગુરુજી કોઈને પણ શું આપવું જોઈએ?’

ગુરુજીએ કહ્યું, ‘વત્સ, આપવા યોગ્ય છે દાન. કોઈને પણ તમે દાન આપો, દાન માત્ર પૈસાનું જ હોય એવું નથી. તમારી પાસે પૈસા ખપ પૂરતા હોય તો તમારી પાસે જે હોય એ આપો. કોઈને સાથ આપો, મદદ કરો, પૈસા, જ્ઞાન, અન્ન, વસ્ત્રદાન કરો અને તમારી પાસે કંઈ ન હોય તો પણ તમે બીમાર વૃદ્ધની સેવા કરી; સેવા દાન કરી શકો. એ પણ ન કરી શકો તો માત્ર તમારી પ્રાર્થનામાં અન્ય માટે પ્રાર્થના કરી દુઆનું દાન આપી શકો.’

શિષ્યએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો, ‘ગુરુજી, જીવનમાં સૌથી નકામું અને ત્યાગવા જેવું શું છે?’

ગુરુજીએ જવાબ આપ્યો, ‘વત્સ, સૌથી નકામું અને ત્યાગવા જેવું આપનું પોતાનું અભિમાન છે. ઘમંડ સૌથી ખરાબ વસ્તુ છે, એનો સદા માટે ત્યાગ કરવો જોઈએ. ધનનું, રૂપનું, જ્ઞાનનું, શક્તિનું, અભિમાન કોઈ પણ વાતનું હોય નુકસાનકારક છે. જીવનમાં દરેક વસ્તુ ક્ષણભંગુર છે અને અભિમાન, અભિમાન કરનારને એક દિવસ નીચે પાડે છે માટે અભિમાનનો સદા ત્યાગ કરવો. મનમાં અભિમાનનો અંકુર ફૂટે એવો જ કાપી નાખવો જોઈએ.’

જવાબ આપ્યા બાદ ગરુજીએ કહ્યું, ‘વત્સ, તારા સવાલથી આજે તમને બધાને સુંદર જીવન માટે જરૂરી વાત જાણવા મળી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK