વી આર સ્પેશ્યલ - (લાઇફ કા ફન્ડા)

બાળકો સ્કૂલમાં ગયાં.

(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

પતિ ઑફિસ ગયા. ઘરનું અડધું કામ પણ થઈ ગયું. પછી મોટિવેશનલ સ્પીકર મીરા પોતાની ફેવરિટ કૉફીનો મગ લઈને ગૅલરીમાં આવીને ઊભી. નીચેની ગૅલરીમાં ચાર વર્ષની નાનકડી જિયા રમતાં-રમતાં પ્લેગ્રુપમાં શીખવાડેલી કવિતા ગાઈ રહી હતી. કવિતાના શબ્દો હતા : આઇ ઍમ સ્પેશ્યલ... આઇ ઍમ સ્પેશ્યલ... યસ આઇ ઍમ સ્પેશ્યલ... આઇ ઍ...મ....

કવિતાના શબ્દો સાંભળીને મીરાના મનમાં વિચાર આવ્યો કે આ કવિતા તો હું પણ શીખી હતી સ્કૂલમાં કે આપણે માણસો સાચે જ સ્પેશ્યલ છીએ. નાનપણમાં આપણને ઘણીબધી જુદી-જુદી સરસ વાતો શીખવવામાં આવે છે, પણ જેમ-જેમ આપણે મોટા થઈએ છીએ એમ-એમ જીવનની ઘટમાળમાં એવા ખોવાઈ જઈએ છીએ કે જાતને યાદ કરાવવાનું જ ભૂલી જઈએ છીએ કે વી આર સ્પેશ્યલ. આપણે આપણી જાતમાં જ વિશ્વાસ નથી રાખતા. આપણે પોતે જ નથી માનતા કે વી આર સ્પેશ્યલ અથવા તો આ રોજની બધાથી આગળ નીકળી જવાની રૅટ-રેસમાં આપણે બધા જ એકસરખા ઉંદર બની દોડીએ છીએ અને ભૂલી જઈએ છીએ કે વી આર સ્પેશ્યલ.

મીરાને આ વિચાર પોતાની આજની સ્પીચ માટે ગમી ગયો. તેણે ફટાફટ કૉફી પૂરી કરીને લૅપટૉપ ખોલ્યું અને કંઈક લખવા લાગી. ઘણા પૉઇન્ટ્સ તેણે નોંધી લીધા. સાંજે મીરાની સ્પીચ મોટી કૉર્પોરેટ કંપનીમાં હતી. તેણે સ્પીચ શરૂ કરતાં પહેલાં ‘આઇ ઍમ સ્પેશ્યલ...’ નર્સરી રાઇમ વગાડી. સંભાળનાર બધાને થયું કે નક્કી કંઈક ભૂલ છે. પછી મીરાએ સ્પીચ શરૂ કરતાં કહ્યું, ‘આજનો વિષય છે વી આર સ્પેશ્યલ. આ વાત આપણે ભૂલી ગયા છીએ એને હું આજે તમને યાદ કરાવીશ. તમે કંપનીમાં નાના પદ પર હો કે પછી ઘ્ચ્બ્ - આ વાત યાદ રાખવી જરૂરી છે. રોજ જાત સાથે વાત કરવી અને એ પણ સકારાત્મક. તમે જાત સાથે તમારી રોજની ઘટમાળની કે તમારી ભૂલોની વાત કરશો તો તમે પાછળ રહી જશો. આગળ વધવું હોય તો જાત સાથેની વાત આ નર્સરી રાઇમથી જ કરવી. પોતાની જાતમાં વિશ્વાસ રાખો અને તમારી પોતાની જાતને વિશ્વાસ આપો કે આ કામ અઘરું છે, પણ તું કરી શકીશ. જાતને કહો કે તું સારું જ બોલીશ કે સારું જ લખીશ. જાતને એમ સમજાવી દો કે તમારામાં દરેક કામ પાર પડવાની શક્તિ છે અને પછી જુઓ કે તમે કોઈ પણ અઘરું કામ કરી શકશો. બસ, આમ રોજ જાતને યાદ કરાવતા રહો કે યુ આર સ્પેશ્યલ અને રોજ જીતતા રહો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK