જેવા આપણે એવી દુનિયા - (લાઇફ કા ફન્ડા)

એક માણસ જીવનથી કંટાળી ગયો હતો.

(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

એક માણસ જીવનથી કંટાળી ગયો હતો. એટલો કંટાળી ગયો હતો કે જ્યારે બોલતો ત્યારે તેના મોઢામાંથી ફરિયાદ જ નીકળતી. હંમેશાં ગુસ્સામાં અને અકળાયેલો જ રહેતો. કોઈ કંઈ પણ પૂછે તેની ફરિયાદો શરૂ થઈ જતી. આખી દુનિયા સ્વાર્થી છે. મારા કર્મચારી ખોટું બોલે છે, બહાનાં કાઢે છે. મારો નોકર કામચોર છે. મારાં પત્ની અને બાળકો પણ મારાં નથી. બધા લાલચુ છે. બધા પૈસાનાં સગાં છે. આ દુનિયામાં કંઈ બરાબર નથી વગેરે-વગેરે.

માણસના કાકા બહુ અનુભવી હતા. એક રવિવારે સવારે માણસ કાકાના ઘરે ગયો અને ચા પીતાં-પીતાં બસ આ બધી જ ફરિયાદો કરવા લાગ્યો. કાકા બોલ્યા, ભાઈ તારું આ કાયમનું ફરિયાદ પુરાણ બંધ કર અને મારી વાત સાંભળ. કાકા આટલું બોલ્યા ત્યાં તો પેલો માણસ ગુસ્સે થઈ ગયો અને તરત બોલ્યો, ‘જોયું, તમે પણ સ્વાર્થી છો. તમે પણ મારી વાત સાંભળતા નથી.’

કાકા બોલ્યા, ‘ભાઈ, એમ નથી. હું તને સાચો અરીસો બતાવું છું. જો સમજ, આપણે સવારે ઊઠીએ અને મોઢા પર ડાઘ હોય તો અરીસામાં એ જ દેખાય બરાબર? તારા વાળ વિખરાયેલા હોય તો એવા જ લાગે. તારી આંખો સૂજેલી હોય તો અરીસામાં એવી જ લાગે બરાબર?’

કાકાના આવા સવાલોથી પેલો માણસ કંટાYયો. બોલ્યો, ‘હાસ્તો વળી, એ તો જેવા હાલ હોય એવું જ દેખાયને...’

કાકા બોલ્યા, ‘તું નાહીધોઈને તૈયાર થઈ જાય પછી?’

પેલા માણસે કહ્યું, ‘પછી શું? પછી તૈયાર થયેલા તો સારા જ લાગીએને.’

કાકા પેલા માણસને બોલ્યા, ‘બસ, એક વાર તારા મનને તારે નવડાવવાની જરૂર છે.’

હવે પેલો માણસ ગુસ્સે થઈ ઊભો થઈ ગયો. બોલ્યો, ‘એટલે તમે કહેવા શું માગો છો?’ કાકાએ કહ્યું, ‘ભાઈ સમજ, તારું મન સાફ કર. તારા મનમાંથી નફરત અને તિરસ્કાર કાઢ. અને દરેક વ્યક્તિ અને ચીજને પ્રેમ કર અને દિલથી સ્વીકાર કર. આ દુનિયા એક આઈનો છે. તું જેવી પરિસ્થિતિમાં એને જોઈશ તને એવું જ દેખાશે. તારા મનમાં સારા વિચાર, લાગણી, પ્રેમ હશે તો દુનિયા પણ એવી જ લાગશે. તારી અંદરથી મન-હૃદય સાફ હશે, તારું ભીતર ખુશ હશે તો... તો તને દુનિયા પણ એવી જ લાગશે. ભાઈ, જેવા આપણે એવી દુનિયા.’

પેલા માણસને કાકાની વાત ગળે ઊતરી. તેણે મનને સાફ કરવાનો નિર્ણય લીધો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK