સતત પ્રાર્થના – (લાઇફ કા ફન્ડા)

મમ્મીને હવે રાજના મનની વાત સમજાઈ


(લાઇફ કા ફન્ડા – હેતા ભૂષણ)

નાનકડો રાજ તેનાં મમ્મી-પપ્પા સાથે રહે. ઘરમાં રોજ પૂજાપાઠ, આરતી થાય. ધર્મિક વાતાવરણ અને રાજને પણ મમ્મી-પપ્પાએ ઘણા fલોક શીખવાડેલા. રાજનાં મમ્મી અને પપ્પા બન્ને ખૂબ મહેનત કરે અને રાજને રાજકુંવરની જેમ રાખે. મમ્મી શીખવાડે કે રોજ ભગવાન પાસે એક શ્લોક બોલી પ્રભુ મને ખૂબ વિદ્યા આપજોની પ્રાર્થના કરી સ્કૂલમાં જવાનું. રાજ રોજ એમ કરે.

રોજ સાંજે મંદિરમાં દીવો કરી મમ્મી પ્રાર્થના કરે અને ભગવાનને પ્રાર્થના કરતાં કહે, મારા પતિને ધંધામાં ખૂબ પ્રગતિ આપજો, રાજને ખૂબ વિદ્યા આપજો અને અમારું એક સુંદર ઘરનું સપનું સાકાર કરજો પ્રભુ.

રાજ રોજ આ જુએ કે મમ્મી રોજ સવાર-સાંજ એક જ પ્રાર્થના અને અરજી ભગવાનને કરે છે અને મને પણ રોજ પ્રાર્થના કરવા કહે છે. આમ કેમ? રાજનું નાનકડું જિજ્ઞાસુ મન વિચારવા લાગ્યું કે ભગવાનને એકની એક પ્રાર્થના શું કામ કરવાની? શું ભગવાન પણ મારી જેમ ભુલકણા છે... જેમ હું કાલે શીખેલો આન્સર આજે ભૂલી જાઉં છું એમ શું ભગવાન પણ ભૂલી જાય કે મેં તેમને ગઈ કાલે શું પ્રાર્થના કરી હતી?

રાજ મમ્મી પાસે ગયો અને પોતાના મનની વાત પૂછવા લાગ્યો, શું મમ્મી, ભગવાન ભુલકણા છે? મમ્મીને કંઈ સમજાયું નહીં કે આ શું બોલે છે; રાજે ફરીથી પૂછ્યું... હવે મમ્મીએ આંખો કાઢી કે રાજ, ભગવાન માટે આમ ન બોલાય, પણ રાજ કેડો મૂકતો નહોતો. તેણે કહ્યું, મમ્મી, જો ભગવાન ભુલકણા ન હોય તો પછી આપણે તેમને રોજ એકની એક, એની એ જ પ્રાર્થના શું કામ કરીએ છીએ?

મમ્મીને હવે રાજના મનની વાત સમજાઈ. તે રાજને મંદિરમાં લઈ ગઈ અને ફરી એ જ પ્રાર્થના કરાવી અને પોતે પણ કરી. પછી રાજને સમજાય એવી રીતે સમજાવતાં કહ્યું, બેટા, ભગવાન તો શક્તિમાન છે. બધું જ એક વારમાં યાદ રાખી લે અને ક્યારેય ન ભૂલે. જો આપણે તેને સાચા મનથી પ્રાર્થના કરી હોય તો તે આપણી પ્રાર્થના, આપણી ઇચ્છા, આપણાં સપનાં એક વારમાં યાદ રાખી લે છે... પણ રોજ-રોજ પ્રાર્થના કરવી એટલે જરૂરી છે કે આપણને આપણાં સપનાં યાદ રહે, આપણી ઇચ્છાઓ પૂરી કરવા આપણે કેટલી મહેનત કરવાની છે એ યાદ રહે અને ભગવાનને આપણા મનનો દૃઢ નિય દેખાય. રાજ થોડું સમજ્યો અને ‘મને ખૂબ વિદ્યા આપો’ની પ્રાર્થના રોજ સવાર-સાંજ ભગવાનને કરવા લાગ્યો.  

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK