મહેનતથી જ્ઞાન - (લાઇફ કા ફન્ડા)

એક મુસ્લિમ સંત હતા.

(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)


એક મુસ્લિમ સંત હતા. નામ ઇમામ ધિઝાલી. ખુદાના નેક બંદા હતા. આખો દિવસ કામ કરતા, ત્રણ વાર નમાઝ અદા કરતા, રાત્રે ભોજન બાદ ખુદાની બંદગી કરી ધન્યવાદ કરતા અને ત્યાર બાદ ખુદાને વધુ નજીકથી જાણવા, મુસ્લિમ ધર્મનું તાãત્વક અધ્યયન કરવા તેઓ મોડી રાત સુધી એક નાનકડો દીવો બાળીને એના પ્રકાશમાં વાંચતા રહેતા. બહુ ઓછી ઊંઘ લેતા. આ નિયમ તેમનો ક્યારેય ન તૂટતો.

એક રાત્રે મોડી રાત સુધી વાંચન કર્યા બાદ સંત ઇમામ ધિઝાલી પોતાની ચટાઈ પાથરી સૂતા. ખુદાનું નામ લેતાં-લેતાં ઊંઘ આવી ગઈ અને ઊંઘમાં સ્વપ્નમાં ખુદાના ફરિશ્તા આવ્યા. ખુદાના ફરિશ્તાએ સંતને કહ્યું, ‘સંત, તમે આટલું કામ કરો છો, ખુદાની બંદગી કરો છો અને પછી મોડી રાત સુધી સુધી વાંચન કરો છો તો આજે અમે તમારા પર ખુશ થઈને તમને કહીએ છીએ કે આજથી તમારે મોડે સુધી વાંચન નહીં કરવું પડે. કાલે સવારે તમે ખુદાનું નામ લઈને તમને આ એક ચપટી દવા આપું છું એ પાણીમાં નાખીને પી જજો. પાણી પીતાં જ તમને બધી વિદ્યાઓ તરત જ આવડી જશે.’

આટલું બોલીને સ્વપ્નમાં ફરિશ્તા અંર્તધ્યાન થઈ ગયા.

બીજા દિવસે સવારે સંત ઊઠ્યા. સ્વપ્ન સાચું હતું. તેમની ચટાઈની બાજુમાં એક પડીકી પડી હતી. સંતે એ પડીકી જોઈ, ફરિશ્તાનો આભાર માન્યો; પણ પડીકી પાણીમાં નાખીને પીધી નહીં અને પોતાના રોજના કામે લાગી ગયા. દિવસભર કામ કર્યું, નમાઝ અદા કરી, બંદગી કરી ફરી વાંચન કરવા બેઠા. સંત દીવાના અજવાળે વાંચન કરી રહ્યા હતા ત્યારે ખુદાના ફરિશ્તા આવ્યા અને આવતાંની સાથે જ પૂછ્યું, ‘સંત, આપને સ્વપ્ન યાદ નથી? મેં એક પડીકી આપી તમને પાણીમાં નાખી પી જવા કહ્યું હતું. એમ કરવાથી તમારે કોઈ વાંચનની જરૂર રહેશે નહીં. આજથી મોડી રાત સુધી વાંચન નહીં કરવું પડે. ચાલો, આ પડીકી પાણીમાં નાખીને પી જાઓ.’

સંતે પડીકી સાચવી રાખી હતી એ ફરિશ્તાને પાછી આપી અને કહ્યું, ‘મારે મહેનત વિના કંઈ જોઈતું નથી અને સાચું જ્ઞાન તો જાતમહેનતથી જ મળે એટલે આ તમારી પડીકી પાછી લઈ જાઓ. તમારે મારા પર મહેર કરવી જ હોય તો એટલી દુઆ કરો કે વાંચન કરતાં અને કામ કરતાં હું ક્યારેય થાકું નહીં અને મારા આ નાનકડા દીવામાંથી વધુ ને વધુ તેજ મળે અને મારો કોઈ નિયમ ક્યારેય ન તૂટે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK