સફરનું છેલ્લું સ્ટેશન આવતાં પહેલાં – (લાઇફ કા ફન્ડા)

બિઝનેસમાં એમ. કુમારને પોતાના ફ્રેન્ડ, ફિલોસૉફર અને ગાઇડ માનતા યુવાન અભિનવે હિંમત કરીને પૂછ્યું

(લાઇફ કા ફન્ડા – હેતા ભૂષણ)

એક અત્યંત સફળ બિઝનેસમૅન એમ. કુમાર જાતમહેનતે સતત ૪૦ વર્ષ સુધી પોતાનું લોહી સીંચીને બિઝનેસને આગળ લઈ ગયા અને એવું શિસ્તબદ્ધ કામ કર્યું કે કરોડો રૂપિયાના કારોબારમાં ક્યાંય કોઈ ભૂલ નહીં, કોઈ દેવું નહીં. નાની કે મોટી કડક ઉઘરાણી અને નાની કે મોટી સમય પર ચુકવણી. બજારમાં તેમની કંપનીની શાખ એકદમ ઊંચી. પરિવારમાં પણ બધાને પોતે છત્ર બનીને સાચવ્યા. મિત્રવતુર્‍ળમાં પણ સાથ-સહકાર આપ્યો. વર્ષોથી બધું ભૂલીને જે બિઝનેસને જીવન આપ્યું હતું એ નફો કરતી કંપની તેમણે અન્યને વેચી નાખવાનો નિર્ણય કર્યો. જેને પણ આ વાતની ખબર પડી તે બધાને નવાઈ લાગી કે આટલો સારો બિઝનેસ કરતી કંપની તેઓ શું કામ વેચી રહ્યા છે? જોકે આટલા મોટા બિઝનેસમૅનને સામો પ્રfન કરવાની હિંમત કરે કોણ?

બિઝનેસમાં એમ. કુમારને પોતાના ફ્રેન્ડ, ફિલોસૉફર અને ગાઇડ માનતા યુવાન અભિનવે હિંમત કરીને પૂછ્યું, ‘સર, તમે કેમ આટલો સફળ બિઝનેસ વેચવાનો નિર્ણય લીધો છે?’
એમ. કુમાર હસ્યા અને બોલ્યા,

‘ચાલ બેસ, ચા પીએ.’

બન્ને જણ માટે ચા આવી. ચા પીતાં-પીતાં એમ. કુમાર બોલ્યા, ‘અભિનવ, તેં ટ્રેનની મુસાફરી તો કરી હશે? મુસાફરીએ જવા માટે આપણે પહેલાં કેટલી મહેનત કરીએ? રજા મળે એ માટે ઓવરટાઇમ કરી કામ કરીએ. ટિકિટ બુક કરાવીએ. સફર માટે તૈયારી કરીએ. સમયસર સ્ટેશને પહોંચીને ટ્રેનમાં નક્કી કરેલી સીટ પર બેસી જઈએ પછી હાશકારો લઈએ. સામાન ગોઠવીને આરામથી વાતો કરતાં-કરતાં તથા

નાસ્તો-પાણી કરતાં-કરતાં સફરનો આનંદ માણીએ, બરાબર.’ અભિનવે હકારમાં ડોકું ધુણાવ્યું. પછી એમ. કુમાર આગળ બોલ્યા, ‘ભાઈ, હવે વિચાર કે આપણું ઊતરવાનું સ્ટેશન બરાબર ક્યારે આવશે, મોડું થશે, સિગ્નલ નડશે એની આપણને ખબર નથી હોતી છતાં હવે એ આવશે એટલી ખબર હોવાથી સ્ટેશન નજીક આવે એ પહેલાં આપણે બધો સામાન વીંટી લઈએ અને બધું બરાબર ગોઠવીને કંઈ રહી નથી જતું એ બે વાર તપાસી આગોતરા ઊતરવા માટે સામાન લાઇનમાં ગોઠવીને તૈયાર થઈ જઈએ ખરુંને? તો ભાઈ, આપણા જીવનની સફરનું છેલ્લું સ્ટેશન મૃત્યુ ક્યારે આવશે એ ખબર નથી, પણ સજાગ બિઝનેસમૅન તરીકેની આ મારી મૃત્યુ આવે એ પહેલાંની આગોતરી તૈયારી છે. મારી મહેનતની મૂડીનો વેડફાટ ન થાય એ માટે હું સજાગ છું. જીવનમાં કરવા જેવાં ઘણાં કામ કયાર઼્ અને હજી સ્ટેશન આવવા પહેલાં જેટલાં થાય એટલાં કામ કરી લેવાં છે એટલે એની તૈયારી કરી રહ્યો છું.’ અભિનવને એમ. કુમાર પાસેથી વધુ એક સબક શીખવા મYયો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK