દુગુર્ણોની દુર્ગંધ - (લાઇફ કા ફન્ડા)

સંતશ્રીએ કહ્યું, ‘કૂવામાં દસ બાલદી ગંગાજળ પધરાવો.’

(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

એક ગામમાં ત્રણ કૂતરા લડતા-લડતા કૂવામાં પડી ગયા અને મરી ગયા. હવે આ કૂવાનું પાણી દુર્ગંધ મારવા લાગ્યું અને પીવાલાયક રહ્યું નહીં એટલે શું કરવું એનો ઉપાય શોધવા બધા ભેગા થયા, પણ કંઈ સૂઝ્યું નહીં. ગામના બધા લોકો એક સંત પાસે ગયા અને વાત કરી.

સંતશ્રીએ કહ્યું, ‘કૂવામાં દસ બાલદી ગંગાજળ પધરાવો.’

ગામલોકોએ એમ કર્યું, પણ દુર્ગંધમાં કોઈ ફરક પડ્યો નહીં.

બધા ફરી સંત પાસે ગયા કે ગંગાજળ નાખ્યું તો પણ કંઈ ફરક નથી પડ્યો એટલે કોઈ બીજો ઉપાય બતાવો.

સંતે કહ્યું, ‘રોજ રાત્રે ભજન કરો.’

ગામલોકોએ એમ કર્યું, પણ કૂવામાંથી દુર્ગંધ ઓછી ન થઈ.

સંતે કહ્યું, ‘પ્રભુની કથા કરો.’

કૂવાનું પાણી દિવસે-દિવસે વધુ દુર્ગંધ મારતું હતું.

સંતે કહ્યું, ‘રોજ સુગંધી દ્રવ્યો નાખો.’

સુગંધી દ્રવ્યો કૂવામાં નખાયાં, પણ દુર્ગંધ દૂર ન થઈ.

ગામલોકો ફરી સંત પાસે ગયા અને ફરિયાદ કરી, ‘બાપજી, તમારો કીધેલો કોઈ ઉપાય કારગત નથી નીવડતો. હવે શું કરીએ?’

સંત પણ મૂંઝાયા કે હવે શું કરવું? તેમણે કહ્યું,

‘ચાલો, હું તમારી સાથે કૂવા પાસે આવું. પછી નવો ઉપાય શોધીએ.’

સંત ગામલોકો સાથે કૂવા પાસે ગયા અને કૂવામાં ઝૂકીને જોયું તો કૂવામાં પેલા ત્રણ મરી ગયેલા કૂતરાનાં શબ હજી સડીને તરી રહ્યાં હતાં.

સંતે કહ્યું, ‘અરે, આ શબ તો હજી અહીં જ છે.

એ કેમ બહાર કાઢ્યાં નથી? આ શબમાંથી જ દુર્ગંધ આવે છે. જ્યાં સુધી એ દૂર નહીં થાય ત્યાં સુધી ગમે એટલા ઉપાય હું બતાવું અને તમે કરો છતાં દુર્ગંધ દૂર નહીં થાય.’

ગામલોકોએ કહ્યું, ‘પણ તમે શબ કાઢવાનું તો કહ્યું જ નહોતું.’

સંતે શબ બહાર કઢાવ્યાં અને પછી અનેક ઉપાય કર્યા. થોડા વખતમાં જ દુર્ગંધ દૂર થઈ.

આવી જ કંઈક આપણા જીવનની કહાણી છે. આપણા મનના કૂવામાં કામ-ક્રોધ-લોભના કૂતરાઓ લડતા-લડતા પડ્યા છે અને મનને દૂષિત કરે છે અને એ આપણાં દુ:ખોનું કારણ બને છે. આપણે બહાર ઉપાય ગોતીએ છીએ. ર્તીથયાત્રા, કથા, વþત, જપ, પૂજાપાઠ વગેરે કરીએ છીએ; પણ દુ:ખ દૂર થતાં નથી, મન પવિત્ર થતું નથી કારણ કે આ મનમાં પડેલા દુગુર્‍ણો દુર્ગંધ ફેલાવે છે. જીવનમાં સુખ-શાંતિની સુગંધ મેળવવા આ દુગુર્‍ણોને મનમાંથી દૂર કરો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK