સિગ્નલ પર... - (લાઇફ કા ફન્ડા)

એક બાપ-દીકરો પોતાની ગાડીમાં બેસી ઑફિસેથી ઘરે જતા હતા.

(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

દીકરો ગાડી ચલાવી રહ્યો હતો અને પિતા બાજુમાં બેઠા હતા. તેમનો વેપાર હમણાં ચારે બાજુથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો. નવા ઑર્ડર મળતા નહોતા, ઑર્ડર મળે તો કાચો માલસામાન મોંઘો મળતો હતો, બધું બરાબર ચાલે તો કામદારોની માગણી વધતી જતી હતી. ખર્ચા માંડ નીકળતા હતા. દીકરો ગાડી ચલાવતાં-ચલાવતાં સતત એક પછી એક મુશ્કેલીઓ અત્યારે છે એ ગણાવી રહ્યો હતો અને પછી તે બોલ્યો, પિતાજી, આમ ને આમ ચાલ્યું તો તકલીફ વધતી જશે અને આપણે બૅન્કની લોનનું વ્યાજ પણ નહીં ભરી શકીએ. કંઈક માર્ગ કાઢવો પડશે, નહીં તો વેપાર પડી ભાંગશે અને આપણે અને આપણી પેઢી ડૂબી જશે.

પિતા હજી રિટાયર નહોતા થયા. રોજ પેઢી પર આવતા, ફૅક્ટરી પર પણ જતા એટલે બધી પરિસ્થિતિથી વાકેફ હતા. તેમને બધી જ તકલીફોની ખબર હતી, પણ જમાનાના વર્ષોના અનુભવી હોવાથી તેઓ શાંત હતા અને તેમણે ધીરજ નહોતી ગુમાવી. તેમણે નોંધ્યું હતુ કે તકલીફો ઘણીબધી હતી, પણ બધી તકલીફોનાં કારણ જુદાં-જુદાં હતાં... પણ છેલ્લે વેપારને નુકસાન કરતાં હતાં. તેમણે જોયું હતું કે દીકરાનો વ્યવહાર ઉતાવળિયો હતો, સ્વભાવ થોડો ગુસ્સાવાળો હતો, કામદાર યુનિયનનો નેતા લાલચુ હતો અને કામ કરનારા મૅનેજરોમાંથી અમુક ભ્રષ્ટ હતા. તેઓ બધું જ જાણતા હતા, પરંતુ એક પિતા તરીકે તેમને ચિંતા દીકરાના ઉતાવળિયા અને ધીરજની કમીવાળા સ્વભાવની હતી.

દીકરાએ બધી વાત કરી ત્યારે તેઓ ગાડીમાં ઘરે જતા હતા અને રસ્તામાં સિગ્નલ પડ્યું. લાલ લાઇટ થઈ એટલે દીકરાએ ગાડી ઊભી રાખી અને મોડું થાય છે, કેટલાં કામ છે વગેરે બડબડ શરૂ કરી. હવે પિતાજી બોલ્યા, ભાઈ, શાંત થા. આ રેડ સિગ્નલ માત્ર ૪૫ સેકન્ડનું છે અને એમાંથી પણ ૧૦ સેકન્ડ તો પસાર થઈ ગઈ. હમણાં ગ્રીન લાઇટ થશે અને તું ગાડી આગળ ધપાવી શકીશ. દીકરો થોડો કંટાળાથી બોલ્યો, મને ખબર છે. હજી કંઈ બોલવા જાય એ પહેલાં તેના પિતા બોલ્યા, મારી એક વાત સાંભળ, જીવનમાં કે વેપારમાં આવતી દરેક મુશ્કેલી પણ આ સિગ્નલની રેડ લાઇટ જેવી છે. તકલીફો આવે એટલે થોડા થોભી જવું પડે, પણ ધીરજ ન ગુમાવો અને શાંતિથી પ્રતીક્ષા કરો... તો માર્ગ નીકળે જ અને આગળ વધવાનું ગ્રીન સિગ્નલ મળી જ જાય. પિતાની વાત સાંભળી દીકરાના મગજમાં પણ બત્તી થઈ, સિગ્નલમાં પણ ગ્રીન લાઇટ થઈ અને દીકરાએ નવી સમજ સાથે ગાડી આગળ વધારી.     

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK