ફેંકી દીધેલા દાણા – (લાઇફ કા ફન્ડા)

જીવનમાં ઘણી વાર આવું થાય છે. એટલે જ્યારે કોઈ તમને નકામા ગણીને ફેંકી દે તો રડો નહીં
(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

રસીલાબહેન રસોઈમાં નિષ્ણાત. જાત-જાતની રસોઈ જાતે ચીવટથી બનાવે. જોકે તેમને એક આદત. રસોઈ કરતાં પહેલાં દાળ, ચોખા, કઠોળ વીણે. ખરાબ કે થોડા બગડેલા-તૂટેલા દાણા પાછળ વાડામાં ફેંકી દે અને સારાં દાળ, ચોખા, કઠોળ રાંધે.

વાડામાં ફેંકેલા દાણા માટી અને પાણીનો સાથ મળતાં બીમાં રૂપાંતરિત થઈને અંકુર ફૂંટતા. જે રસીલાબહેને આ દાણા ફેંકી દીધાં હતાં તે જ હવે આ તાજા ફૂટેલા અંકુર અને ઊગતા છોડની સારસંભાળ લેતાં. જે વ્યક્તિએ આ દાણાને થોડા વખત પહેલાં નકામા ગણીને ફેંકી દીધા હતા તે જ વ્યક્તિ હવે એ જ નકામા દાણામાંથી ઊગેલા છોડની સંભાળ લેતી થઈ ગઈ.

જીવનમાં ઘણી વાર આવું થાય છે. એટલે જ્યારે કોઈ તમને નકામા ગણીને ફેંકી દે તો રડો નહીં અથવા જ્યારે કોઈ તમારો તિરસ્કાર કરે ત્યારે રડો નહીં. જ્યારે કોઈ તમારું અપમાન કરે તો નિરાશ ન થાઓ. કોઈ તમારા પર વિશ્વાસ ન રાખે તો અફસોસ ન કરવો. કોઈ તમારી પ્રતિભા પર શંકા કરે તો દુ:ખી ન થાઓ. કોઈ તમારી ભૂતકાળની એક ભૂલને ગણાવીને તમારી સતત અવગણના કરે તો એ વાત મન પર ન લો.

જ્યારે-જ્યારે જીવનમાં પાછળ પડેલી અને અવગણના પામેલી વ્યક્તિઓને - પેલા બીને પાણી અને માટીનો સાથ મYયો અને અંકુર ફૂટીને છોડ બન્યો એમ - સાચી રાહ, એક તક, ઈશ્વરકૃપા અને તકદીરનો સાથ મળે તો તે વ્યક્તિ પણ જીવનમાં આગળ વધે છે, સફળતા પામે છે. ત્યારે અવગણના કરનાર, અપમાન કરનાર, તિરસ્કાર કરનાર જ સામે આવકારવા અને માન આપવા આવે છે.

આ વાત બે સમજ આપે છે કે જ્યારે-જ્યારે કોઈ અપમાન કરે, અવગણના કરે, તિરસ્કાર કરે ત્યારે નાસીપાસ અને હતાશ ન થાઓ. પ્રભુ કોઈની અવગણના અને તિરસ્કાર કરતો નથી. પ્રભુ સમાજમાં પાછળ રહી જનારને, હડધૂત થનારને પણ એકસરખું જ ચાહે છે. તેથી ક્યારેય દુ:ખી થવું નહીં અને ભગવાનમાંથી વિશ્વાસ ગુમાવવો નહીં. તેની સાથે શ્રદ્ધાથી જોડાયેલા રહેવું. પછી તમને સમજાશે કે તમે પણ ખાસ છો.

બીજી સમજ એ કે દરેક વ્યક્તિ ઈશ્વરનું સંતાન અને સર્જન છે. દરેકમાં કંઈક ખાસ વિશેષતા રહેલી છે એટલે કોઈની એક નાની ભૂલ પર તેનું અપમાન અને તિરસ્કાર ન કરો. કોઈનું અપમાન કે અવગણના કરવાને બદલે તેને હિંમત અને પ્રેરણા આપો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK