જીવનની ઠક-ઠક - (લાઇફ કા ફન્ડા)

એક મુસાફર પોતાના ઘોડા પર બેસીને એક ગામથી બીજે ગામ જઈ રહ્યો હતો.

(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

ગરમીના દિવસો હતા અને ઘણું લાંબું અંતર કાપ્યા બાદ ઘોડો થાક્યો હતો અને તરસ્યો પણ થયો હતો. થોડે આગળ જતાં એક કૂવા પર રહેંટ ચલાવીને એક ખેડૂત પોતાના ખેતરમાં પાણી પાઈ રહ્યો હતો. મુસાફર ત્યાં આવ્યો અને ખેડૂત પાસે પાણી પીવાની પરવાનગી માગી. ખેડૂતે કહ્યું, હા ભાઈ, પ્રેમથી પીઓ અને તમારા ઘોડાને પણ પીવડાવો. પેલા મુસાફરે ચાલુ રહેંટમાંથી પાણી બહાર આવતું હતું એમાંથી પાણી લઈ પીધું અને પછી ઘોડાને પણ રહેંટમાંથી પાણી પીવડાવવા લાગ્યો. ઘોડો પાણી જોઈ પાણી પીવા આગળ આવ્યો, પણ જેવો મોઢું નીચું કરી પાણી પીવા જાય ત્યાં ફરતા રહેંટનો ઠક-ઠક અવાજ આવે અને ઘોડો ડરીને પાછળ હટી જાય. ફરી પાછો ઘોડો પાણી પીવાની કોશિશ કરે અને ફરી રહેંટના ઠક- ઠક અવાજથી ડરીને પાછળ હટી જાય.

મુસાફરે ઘોડાને પાણી પીવડાવવાના ઘણા પ્રયત્ન કર્યા, પણ ઘોડો રહેંટના અવાજથી ડરીને પાછળ હટી જાય. બિચારો પાણી સામે હોવા છતાં પી ન શકે. હવે મુસાફરે ખેડૂતને વિનંતી કરી કે થોડી વાર માટે તારા બળદોને રોકી લે જેથી રહેંટની ઠક-ઠક બંધ થાય તો મારો ઘોડો પાણી પી શકે, કારણ કે એ રહેંટના ઠક-ઠક અવાજથી ડરે છે અને પાણી પી શકતો નથી. ખેડૂતે કહ્યું, ‘ભાઈ, એ શક્ય નથી, કારણ કે જો બળદને ઊભા રાખીશ તો રહેંટ ફરતો અટકી જશે અને કૂવામાંથી પાણી ઉપર રહેંટમાં આવતું પણ અટકી જશે. એટલે તમારે ઘોડાને ઠક-ઠક અવાજની વચ્ચે જ પાણી પીવડાવવું પડશે અને એણે ડર્યા વિના ઠક-ઠક અવાજ વચ્ચે જ પાણી પીવું પડશે.’

બરાબર આવી રીતે જ આપણે વિચારીએ કે જીવનમાં બધી ઠક-ઠક પૂરી થાય, જીવનની બધી જવાબદારીઓ, બધાં કામ પૂરાં થાય પછી શાંતિથી હરિભજન કરીશું. પૂજાપાઠ-ધ્યાન કરીશું. પણ આ આપણી ભૂલ છે; આપણે જીવનની ઠક-ઠક, જીવનની જંજાળની વચ્ચેથી જ સમય કાઢવો પડશે અને પ્રભુભક્તિ કરવી પડશે. ત્યારે જ જીવન સાર્થક કરી શકીશું નહીં તો ઘોડાની જેમ સામે પાણી હોવા છતાં તરસ્યા રહેવું પડશે. મનુષ્યજન્મ મYયો હોવા છતાં હરિભક્તિ કરી શકીશું નહીં.

જીવનમાં બધાં કામ કરતાં-કરતાં, બધી જવાબદારીઓ નિભાવતાં-નિભાવતાં હરિ સુમિરન પણ કરતાં શીખવું પડશે. જીવનની ઠક-ઠક તો ચાલતી જ રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK