દરેકમાં શ્રેષ્ઠ શોધ (લાઇફ કા ફન્ડા)

ઈશ્વરે માણસનું સર્જન કર્યું. મન, હૃદય, મગજ, બુદ્ધિ આપ્યાં; વિચારો આપ્યા; ઘણાં કાર્યો કરવાની તક અને તાકાત આપી.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)


માણસ ધરતી પર આવ્યો અને પ્રકૃતિનાં દર્શન કર્યા.

ઊગતા સૂરજને જોઈને માણસ બોલ્યો, ‘અરે સૂરજ, તું પ્રકાશ અને ગરમી આપે છે; પરંતુ જો તારી ગરમી થોડી ઓછી હોત તો સારું થાત. તારી બળબળતી ગરમીને કારણે કોઈ તારી નજીક નથી આવતું.’

ત્યાંથી આગળ વધીને માણસ સાગર પાસે પહોંચ્યો. દરિયાને કહેવા લાગ્યો, ‘દરિયા, તારી પાસે અફાટ જળરાશિ છે; પરંતુ આ પાણી ખારું ન હોત તો સારું થાત. તારું ખારું પાણી કોઈ પી શકતું નથી.’

બધામાં કંઈક ખામી ગોતતો માણસ આગળ વધ્યો. માણસે આંબાવાડિયામાં કોયલના ટહુકા સાંભળ્યા. કોયલની પાસે જઈને તે કહેવા લાગ્યો, ‘કોયલ, તારો મધમીઠો અવાજ; પણ તું તો સાવ કાળી. કાળી ન હોત તો સારું થાત. કાળી હોવાથી તું કોઈને ગમતી નથી.’

માણસ પોતે સર્વશ્રેષ્ઠ છે એના ગુમાનમાં આગળ વધતો ગયો. આગળ જતાં બાગમાં ખીલેલા ગુલાબને જોઈને બોલ્યો, ‘ગુલાબ, શું સુંદર તારું રૂપ, એકદમ મીઠી તારી સુગંધ; પણ તારામાં કાંટા ન હોત તો સારું થાત. તને તોડવા જતાં તારી પાસે આવનારને તું ઘાયલ કરે છે.’

પ્રકૃતિના દરેક રૂપમાંથી કંઈક ખામી શોધતો માણસ એક વૃક્ષ નીચે બેઠો.

કંઈક બોલવા જતો હતો ત્યાં વૃક્ષે કહ્યું, ‘હે માણસ... તારી પાસે મગજ, બુદ્ધિ, મન, હૃદય... તારી પાસે બુદ્ધિશક્તિ, વિચારશક્તિ બધું બધા કરતાં અધિક; પરંતુ કાશ, તારામાં બીજાની ખામીઓ કાઢવાની, બીજાની કમીઓ ગોતીને એને વધુ ને વધુ ઉજાગર કરવાની ખરાબ આદત ન હોત તો માણસ તું કેટલો સારો હોત. તું પ્રકૃતિને; દરેક પ્રાણી, પશુ, પંખી, જીવજંતુને પ્રેમ કરતાં શીખ. સર્વશ્રેષ્ઠ હોવાનું અભિમાન છોડીને દરેકમાં કંઈક શ્રેષ્ઠ શોધીને એ શીખવાનું શરૂ કર.’

માણસ વૃક્ષની વાત સમજી જાય તો કેટલું સારું?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy