ક્ષમા એટલે શું? - (લાઇફ કા ફન્ડા)

એક દિવસ ગુરુજીએ પ્રવચન બાદ પૂછ્યું, ‘ક્ષમા એટલે શું?’
(લાઇફ કા ફન્ડા – હેતા ભૂષણ)

એક દિવસ ગુરુજીએ પ્રવચન બાદ પૂછ્યું, ‘ક્ષમા એટલે શું?’

તરત જ એક શિષ્યે જવાબ આપ્યો, ‘ગુરુજી, કોઈની ભૂલને ભૂલી જવી એને ક્ષમા કહેવાય.’
ગુરુજીએ કહ્યું, ‘બરાબર, કોઈની ભૂલને ભૂલી જવી એને ક્ષમાનું એક સ્વરૂપ જરૂર કહેવાય. જોકે શું આપણે ભૂલને ભૂલી જવાની વાત કરીએ છીએ, પરંતુ સાચે જ ભૂલીએ છીએ ખરા? આ પ્રfનનો જવાબ છે ના. આપણે ભૂલને ભૂલી જવાની વાત કરીએ છીએ, પણ મનના કોઈક છાના ખૂણે એ ભૂલ યાદ રહે છે અને વખત આવે ત્યારે એ ભૂલ વિશે આપણે તે વ્યક્તિને કંઈક ટોણો મારીએ છીએ અથવા આડકતરી રીતે કંઈક સંભળાવી દઈએ છીએ. જ્યારે આ થાય છે ત્યારે સાચી ક્ષમા નથી હોતી, માત્ર ઢોંગ હોય છે.’

બધા શ્રોતાજનો ગુરુજીની વાત સાથે સંમત થયા. એક જણે પૂછ્યું, ‘તો પછી ગુરુજી, આપ જ સમજાવો કે સાચી ક્ષમા કોને કહેવાય?’

ગુરુજી બોલ્યા, ‘હમણાં જે વાક્ય કહ્યું કે કોઈની ભૂલને ભૂલી જવી એ ક્ષમા છે એમાં બે વસ્તુ સમજવાની છે કે ભૂલને ભૂલવી એટલે કઈ રીતે ભૂલવી? ક્ષમા આપી દીધા બાદ કેવું વર્તન કરવું? જુઓ, સૌથી પહેલાં ભૂલને ભૂલવી એટલે સદા માટે એ ભૂલને મન-મગજમાંથી કાઢી નાખવી એ અને હા, એ ભૂલને લીધે સહન કરવા પડેલા આઘાત-પ્રત્યાઘાતને પણ ભૂલી જવા. કોઈક છાને ખૂણે કોઈ નાનું બીજ પણ સાચવી ન રાખવું. જો ક્ષમા આપી દીધા બાદ કેવું વર્તન કરવું એ પ્રfનની વાત કરું તો જે-તે વ્યક્તિની ભૂલને ભૂલવાની છે, તે વ્યક્તિને નહીં. તે વ્યક્તિની ભૂલ તમે ત્યારે જ માફ કરી કહેવાય જ્યારે તમે તે વ્યક્તિ તરફની તમારી કોઈ ફરજ ન ભૂલો અને કદાચ કોઈ ફરજ ન હોય તો જ્યારે તે વ્યક્તિને સાથ-સહકારની જરૂર પડે તો પહેલો હાથ લંબાવો.’

ગુરુજીની વાત સાંભળીને બધા શ્રોતાજનોના મનમાં પ્રfન થયો કે આ સાચા દિલથી ક્ષમા આપવી સાચે જ ખૂબ અઘરી છે. જાણે બધાના મનની વાત પામી ગયા હોય એમ ગુરુજી આગળ બોલ્યા, ‘આ સાચી ક્ષમા આપવી ખૂબ અઘરી છે. સાચી ક્ષમા આપવી એ એક સુગંધી ફૂલને છોડ પરથી ચૂંટી લેવામાં આવે, પાણીમાં પલાળવામાં આવે, ઉકાળવામાં આવે કે પછી વાટીને અર્ક કાઢવામાં આવે અને આ બધું કરનારના હાથમાં સુગંધ રહી જાય. ફૂલ અર્ક બનીને મહેક ફેલાવે એવું કામ છે. ફૂલ જાતે વટાઈને જે સુગંધ ફેલાવે છે એ સુગંધ, એ સાચી ક્ષમા છે.’ 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK