પાપ અને પાણી - (લાઇફ કા ફન્ડા)

એક દિવસ એક સંત પોતાનું પ્રવચન આપી રહ્યા હતા.



(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)


એક દિવસ એક સંત પોતાનું પ્રવચન આપી રહ્યા હતા. તેમણે પાપ અને પાપમાંથી મુક્તિની વાતો કરતાં કહ્યું, ‘ભૂતકાળમાં તમારાથી જે કંઈ પણ પાપ થયાં છે એને યાદ કરી એની માફી માગી પ્રાયશ્ચિત્ત કરો અને હવે પછી ભવિષ્યમાં ક્યારેય પાપ નહીં કરો એવો સંકલ્પ કરો. જીવનમાં પાપમાંથી મુક્તિ મેળવવાનો આ એક જ રસ્તો છે. પ્રવચન પૂરું થયા બાદ એક વ્યક્તિ સંત પાસે ગયો અને થોડા સંકોચ સાથે કહ્યું, સંતશ્રી મારા મનમાં એક જિજ્ઞાસા છે કે શું પ્રાયશ્ચિત્ત કરવાથી પાપોમાંથી છુટકારો કઈ રીતે મળે અને પ્રાયશ્ચિત્તથી શું સાચે બધાં પાપમાંથી છુટકારો મળી જાય?

સંતે તેને કહ્યું, હું તારા પ્રશ્નનો જવાબ કાલે આપીશ, તું કાલે આવજે. પેલો માણસ બીજે દિવસે આવ્યો ત્યારે સંત નદીકિનારે ટહેલવા જતા હતા અને પેલા માણસને પણ પોતાની સાથે લઈ ગયા. નદીના કિનારા નજીક નદીથી થોડે દૂર એક ખાડામાં પાણી ભરાયેલું હતું અને એ પાણી કાદવ બની ગયું હતું. એમાં લીલ બાઝી ગઈ હતી અને દુર્ગંધ પણ આવતી હતી. સંતે પેલી વ્યક્તિને પૂછ્યું, ભાઈ, આ પાણીમાંથી દુર્ગંધ શું કામ આવી રહી છે?

પેલા માણસે કહ્યું, સંતશ્રી આ પાણી વહેતું પાણી નથી, એનો પ્રવાહ રોકાઈ ગયો છે એથી ખાડા ભરાઈ રહેવાને કારણે એમાંથી દુર્ગંધ આવી રહી છે. સંત બોલ્યા, બરાબર... આ જ તારા કાલના પ્રશ્નનો જવાબ છે. તેણે બે હાથ જોડી સંતને કહ્યું, સંતશ્રી, મને સમજાયું નહીં.

સંતે સમજાવતાં કહ્યું, આ પાણી ખાડામાં ભરાઈ રહ્યું એથી એમાં દુર્ગંધ આવે છે બરાબર, એમ તારા કે કોઈ પણ વ્યક્તિના મનમાં પાપ ભરાયેલાં રહે તો એ પાપનો ભાર તને અને અન્ય કોઈ પણ જણને પોતાના ભાર હેઠળ કચડી નાખે એટલું સમજાયું? પેલા માણસે હા પાડી... સંતે આગળ સમજાવ્યું, પાપીનાં મન-હૃદયમાં પાપ ભરાયેલાં રહે તો એ નાના કે મોટા પાપનો ભાર તેને ખૂબ જ કષ્ટ પહોંચાડે છે. જેમ વરસાદનું પાણી આ કાદવવાળા, દુર્ગંધવાળા પાણી પર પડશે અને એને પોતાની જોડે વહાવીને લઈ જશે અને નદીના પ્રવાહમાં ભેળવી દેશે અને સતત વહેતી નદીના પ્રવાહને પવિત્ર  રાખશે એવી જ રીતે સાચામાંથી કરવામાં આવેલા પ્રાયશ્ચિત્ત અને પસ્તાવાનાં આંસુની અમૃતવર્ષા મનમાં રહેલા પાપના ભારને વહાવી દેવા સક્ષમ છે. વર્તમાનમાં કરવામાં આવેલા સાચા પ્રાયશ્ચિત્તથી વ્યક્તિનો ભૂતકાળ અને ભવિષ્ય બન્ને પવિત્ર થાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK