સાચો પ્રેમ - (લાઇફ કા ફન્ડા)

કૉલેજમાં સંસ્કૃતના વર્ગમાં પ્રોફેસરે આજે કવિ કાલીદાસ કૃત મેઘદૂત સમજાવવાની શરૂઆત કરી.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

પ્રેમ નામની લાગણીનું સુંદર વર્ણન કવિએ એમાં કર્યું છે એ પ્રોફેસરે સરસ રીતે સમજાવ્યું. દરેક યુવાન હૈયામાં પ્રેમ નામના રેશમને અનુભવવાની ચાહ જાગી ગઈ. રેશમા અને તેની સહેલીઓ ઘરે પણ મેઘદૂત અને પ્રેમ વિશે વાતો કરી રહી હતી. દાદીએ યુવાન પૌત્રી અને તેની સહેલીઓની આ વાતો સાંભળી અને પછી ધીમેથી તેઓ વાતો કરતી બંધ ન થઈ જાય એ રીતે પોતે પણ પોતાના પ્રેમના અનુભવની વાતો કરતાં એમાં જોડાયાં. બધાને દાદી જોડે વાતો કરવાની મજા આવી. દાદીએ સરસ વાત કરી કે પ્રેમ આપવો અને મેળવવો બધાને ગમે અને આપણે વાતો પણ કરી કે પ્રેમ કરવો સહેલો છે, પણ નિભાવવો અઘરો તથા જાળવવો પણ અઘરો.

પછી દાદીએ રેશમા અને તેની યુવાન સહેલીઓને ચેતવણીના સૂરમાં કહ્યું, ‘દીકરીઓ, સૌથી પહેલાં સાચો પ્રેમ ઓળખવો જરૂરી છે. યુવાનીના જોશમાં તમે ખોટા આકર્ષણને પ્રેમ માની બેસો નહીં એનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો જિંદગીભર પસ્તાવું પડશે.

રેશમાએ પૂછ્યું, ‘દાદી, કયા પ્રેમને સાચો પ્રેમ કહેવાય?’

દાદીએ કહ્યું, ‘હું તમને બે ઉદાહરણ આપીને સમજવું. એક નાનું તળાવ હતું. કાંઠા પર સરસ વૃક્ષો હતાં અને એના પર ઘણાં પંખીઓ રહેતાં હતાં. તેઓ ઘણા આનંદથી રહેતાં અને વૃક્ષ પર માળો બાંધતાં, ખોરાક શોધવા જતાં, તળાવમાંથી પાણી પીતાં અને આરામથી જીવન જીવતાં. થોડો વખત પસાર થયો. ઉનાળો આવ્યો. ધીમે-ધીમે નાનું તળાવ સુકાવા લાગ્યું અને તરત બધાં પંખીઓએ ત્યાંથી બીજે રહેવા જતા રહેવાનું નક્કી કર્યું અને તળાવ સુકાતાં જ એના કાંઠે રહેતાં બધાં પંખીઓ ઊડી ગયાં.’

બીજું ઉદાહરણ ઉપરના ઉદાહરણમાં જે નાનું તળાવ હતું એમાં નાની-નાની ઘણી માછલીઓ રહેતી હતી. ઉનાળામાં તળાવ સુકાવા લાગ્યું ત્યારે માછલીઓ પાણી વગર તરફડીને ધીમે-ધીમે મારવા લાગી, પણ તળાવનો સાથ ન છોડ્યો. આ બે ઉદાહરણ પરથી સમજાય કે સાચો પ્રેમ માછલી જેવો હોય જે પાણી સુકાતાં પોતે પણ મરી જાય અને ફટકિયા મોતી જેવો ખોટો પ્રેમ આ પંખીઓનો કે પાણી સુકાતાં તરત પોતાનો સ્વાર્થ જોતાં સાથ છોડીને ઊડી જાય. બે ઉદાહરણ આપી દાદીએ કહ્યું, ‘પ્રેમ સમજી-વિચારીને કરજો. સાચો પ્રેમ આપજો તો સાચો પ્રેમ મળશે અને જો પ્રેમમાં સ્વાર્થની ભેળસેળ થશે તો પછી એ પ્રેમ પ્રેમ નહીં.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK