પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહ નર્કના દરવાજા ખોલી રહ્યા છે. રાહુલ ગાંધી સાંભળે છે?

ળમાં આ સત્તા માટેનો ખેલ છે અને ધર્મનો દુરુપયોગ કરવામાં આવે છે. ધર્મનું અપમાન, દ્વેષ, દુરુપયોગ શાસકો અને રાજકારણીઓ કરે છે; પ્રજા નથી કરતી. પ્રજા તો બિચારી એટલી ભોળી છે કે તે ક્યારે ટોળામાં ફેરવાઈ જાય છે એનું તેને ભાન પણ નથી રહેતું

amrinderકારણ-તારણ - રમેશ ઓઝા


ભારતનું પાકિસ્તાનીકરણ થઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ પણ પાકિસ્તાનીકરણની પ્રક્રિયામાં જોડાય એને તો દુર્ભાગ્ય જ કહેવું જોઈએ. એક તરફ રાહુલ ગાંધી દેશના સેક્યુલર ઢાંચા વિશે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે પંજાબમાં તેમની જ સરકાર ધર્મના અપમાનને લગતા ભારતીય દંડસંહિતામાંના કાયદાને વધારે વ્યાપક બનાવી રહી છે. દેશમાં ધાર્મિક દુર્ભાવના રોકવા અંગ્રેજ સરકારે ૧૯૨૦ના દાયકામાં ભારતીય દંડ સંહિતામાં સેક્શન ૨૯૫નો કાયદો ઘડ્યો હતો. સેક્શન ૨૯૫ મુજબ સમાજમાં કોમી વિખવાદ પેદા કરવાના ઇરાદે જો કોઈ ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડે તો એ ફોજદારી ગુનો બને છે અને એ ગુના માટે બે વરસની જેલની સજા અને દંડ બન્ને થઈ શકે છે. આ કાયદો અસ્તિત્વમાં આવ્યો એ પછી એમાં સેક્શન ૨૯૫ (A)નો ઉમેરો કરવામાં આવ્યો હતો જે મુજબ જાણીબૂજીને કોઈની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવી એ પણ ગુનો બને છે.

હવે પંજાબ સરકારે હજી વધુ ઉમેરો કરીને ૨૯૫ (AA)નો કાયદો ઘડવાનો નિર્ણય લીધો છે જે મુજબ ધર્મગ્રંથ સાથે છેડછાડ કે અપમાન ફોજદારી ગુનો બનશે. પહેલાં ધર્મસ્થળ, એ પછી ધાર્મિક લાગણી અને હવે ધર્મગ્રંથ. એમ લાગે છે કે ઈશ્વર અને ધર્મ આ જગતમાં એટલા નર્બિળ છે કે એમને ટકી રહેવા માટે દુન્યવી કાયદાઓની અને પોલીસની મદદની જરૂર પડે છે. ના, એટલી મદદ પણ પૂરતી નથી. હવે તો તેમની આણ ટકી રહે એ માટે કોમી ટોળાંઓની પણ જરૂર પડે છે. ટોળાંઓ સવર્‍શક્તિમાન અંતર્યામી ઈશ્વરને રક્ષણ પૂરું પાડે છે. વિનોબા ભાવેએ કહ્યું હતું કે સંગઠિત ધર્મના ઠેકેદારો અને રાજકારણીઓ મળીને બન્ïને સંસ્થાનો વિનાશ નોતરશે અને એ પછી શુદ્ધ અધ્યાત્મ પાછળ રહેશે. અત્યારે આની શરૂઆત થઈ ગઈ છે. ભારત થોડું પાછળ હતું, પણ હવે એ પણ પહેલી હરોળમાં આવી રહ્યું છે. બહુ ઝડપથી ભારતનું પાકિસ્તાનીકરણ થઈ રહ્યું છે.

પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહને જાણ હોવી જોઈએ કે ધર્મ અને રાજકારણની સાઠગાંઠને કારણે પંજાબ કેવા દોજખમાંથી પસાર થયું છે. અલગ ખાલિસ્તાન માટેનું આંદોલન શરૂ થયું અને એમાં હજારો યુવાનો હોમાઈ ગયા એ હજી ત્રણ દાયકા જૂની ઘટના છે. વાત એમ હતી કે ૧૯૭૨માં પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં અકાલી દલનો કારમો પરાજય થયો હતો જે રીતે ૧૯૮૪માં લોકસભાની ચૂંટણીમાં ગ્થ્ભ્નો કારમો પરાજય થયો હતો. એ પછી ૧૯૭૩માં અકાલી દલે આનંદપુર સાહિબ ખાતે પક્ષનું અધિવેશન બોલાવીને કેટલાક કોમી ઠરાવ કર્યા હતા જેના પરિણામે ખાલિસ્તાનનું આંદોલન શરૂ થયું હતું. ડિટ્ટો ગ્થ્ભ્એ ૧૯૮૭માં પાલમપુર ખાતે અધિવેશન બોલાવીને અયોધ્યાને સળગાવવાનો ઠરાવ કર્યો હતો. અલગ ખાલિસ્તાન માટેનું આંદોલન અને રામજન્મભૂમિ આંદોલન બન્ને કોમી આંદોલન હતાં જેમાં હજારો લોકોએ પ્રાણ ગુમાવ્યા છે.

મૂળમાં આ સત્તા માટેનો ખેલ છે અને ધર્મનો દુરુપયોગ કરવામાં આવે છે. ધર્મનું અપમાન, દ્વેષ, દુરુપયોગ શાસકો અને રાજકારણીઓ કરે છે; પ્રજા નથી કરતી. પ્રજા તો બિચારી એટલી ભોળી છે કે તે ક્યારે ટોળામાં ફેરવાઈ જાય છે એનું તેને ભાન પણ નથી રહેતું. આ તો તેમને જોઈએ છે; પ્રજાને ટોળામાં ફેરવો એટલે બાકીનો રસ્તો ખૂલી જશે. અકાલી દલે ૨૦૧૬માં પંજાબ વિધાનસભાની ચૂંટણીની પૂવર્‍સંધ્યાએ ફરી એક વાર સિખોને ધાર્મિક ટોળામાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો કે જેથી અકાલી દલની ડૂબતી નૌકા ઊગરી જાય. ભારતીય દંડસંહિતાના સેક્શન ૨૯૫ (AA)માં હજી એક ખ્ ઉમેરવા પાછળનો નિર્ણય અકાલી દલની સરકારનો હતો. ઇન્ડિયન પીનલ કોડ (પંજાબ અમેન્ડમેન્ટ બિલ) ૨૦૧૬ અકાલી દલે વિધાનસભામાં રજૂ કર્યું હતું. એ સમયે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સત્તા મેળવવા માટે વિન્ગમાં ઊભાં હતાં. કૉન્ગ્રેસે શીખોના મત ગુમાવવા ન પડે એ સારું ખરડાને ટેકો આપ્યો હતો અને આમ આદમી પાર્ટીએ ચુપકીદી સેવી હતી.

સેક્શન ૨૯૫ (AA) મુજબ ગુરુ ગ્રંથ સાહિબનો અનાદર કે અપમાન એ ગુનો બનતો હતો. એ ખરડો ત્યારે પસાર થઈ શક્યો નહોતો અને જો ખરડો પસાર થયો પણ હોત તો પણ અકાલી દલનો પરાજય નિશ્ચિત હતો. બાદલપરિવારનો ભ્રષ્ટાચાર અને કેફી દ્રવ્યોના કોપને કારણે અકાલી સરકાર ઊગરી શકે એમ નહોતી. હવે કોંગ્રેસ સરકારે એ ખરડામાં સુધારો કરીને ગુરુ ગ્રંથ સાહિબ ઉપરાંત ભગવદ્ ગીતા, કુરાન અને બાઇબલનો પણ ઉમેરો કર્યો છે. કોંગ્રેસ ધાર્મિક ભેદભાવ નહીં કરનારો સર્વ સમાવેશક પક્ષ ખરોને! પંજાબમાં કોંગ્રેસની સરકાર આવ્યે દોઢ વરસ થવા આવ્યું છે, પરંતુ પંજાબમાં કેફી દ્રવ્યોના વપરાશનો અંત નથી આવ્યો. ગામડાંઓમાં નવયુવાનો એમાં હોમાઈ રહ્યા છે. પંજાબમાં કૃષિવિકાસ ઠપ થયેલો છે અને યુવાનોમાં બેરોજગારી વધી રહી છે. પ્રકાશ સિંહ બાદલની માફક ધર્મના અફીણની કૉન્ગ્રેસી મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહને પણ જરૂર છે.
આગળ કહ્યું એમ કૅપ્ટન અમરિન્દર સિહે ખાલિસ્તાન આંદોલનના યાતનામય દિવસો જોયા છે. તેમણે પોતે ઑપરેશન બ્લુ સ્ટાર પછી વિરોધના ભાગરૂપે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને અકાલી દલમાં જોડાયા હતા. અકાલી દલમાં તેમણે ધર્મની ગૂંગળામણ અને ધર્મનું વરવું રાજકારણ જોયું હતું અને એ સહન નહીં થતાં તેઓ કોંગ્રેસમાં પાછા ફર્યા હતા. ધર્મનિંદા (બ્લેસ્ફેમી)ના કાયદાએ અને હુદૂદના કાયદાએ પાકિસ્તાનની જે હાલત કરી છે એ આખું જગત જોઈ રહ્યું છે. ધાર્મિક લાગણીઓને બહુ પંપાળવાની ન હોય, કારણ કે લાગણીઓ ઘવાવાનો કોઈ અંત જ નથી. જેટલી રાજકીય જરૂરિયાત વધુ એટલો ધર્મનો દુરુપયોગ વધુ. કૅપ્ટન અમરિન્દર સિંહ પંજાબમાં નર્કના દરવાજા ખોલી રહ્યા છે. રાહુલ ગાંધી સાંભળે છે?

કાયદાશાસ્ત્રમાં સ્લિપરી સ્લોપ આર્ગ્યુમેન્ટ્સ વિશે સતત ઊહાપોહ થતો રહે છે, કારણ કે ર્શીષક સૂચવે છે એમ એમાં લપસી પડવાનો હંમેશાં ભય રહે છે. કેટલીક દલીલો પહેલી નજરે ગળે ઊતરી જાય એવી હોય છે, પરંતુ વાસ્તવમાં એ લપસણી દલીલો હોય છે. ધાર્મિક સૌહાદર્‍, અમન, દેશપ્રેમ, મૂલ્યરક્ષણ, દેશની સુરક્ષા, કાયદાનું રાજ વગેરે આવા લપસણા પ્રદેશ છે. ભાવનાથી પ્રેરાઈને લોકો ડંડાશાહીને સ્વીકૃતિ આપે છે અને અદાલતો એને કાયદાકીય માન્યતા આપે છે. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ સિનેમાઘરોમાં ફરજિયાત રાષ્ટ્રગીત ગાવાનો અને એને આદર આપવાનો ચુકાદો આપ્યો હતો એનું કારણ સ્લિપરી સ્લોપ આર્ગ્યુમેન્ટ્સ અર્થાત્ મનને ભાવે એવી લપસણી દલીલો હતી. પાછળથી રિવ્યુ પિટિશન સાંભળતી વખતે સાથી જજિઝે મુખ્ય ન્યાયમૂર્તિનું ધ્યાન દોર્યું હતું કે મનભાવક દલીલો લપસણી હોય છે અને દેશને અરાજકતાની ખાઈમાં ધકેલી શકે છે.

પાકિસ્તાન અને બીજા મુસ્લિમ દેશો આજે દોજખમાં ધકેલાઈ ગયા છે તો એનું મુખ્ય કારણ ધર્મઘેલછાથી પ્રેરાઈને શાસકોની મનભાવક દલીલોને આપેલી માન્યતા છે. અહીં વાચકોને એટલી જ વિનંતી કે આંખ-કાન ખુલ્લાં રાખીને તમારાં સંતાનોનું ભવિષ્ય સુરક્ષિત કરતા જાઓ.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK