દિલ્હીમાં સમાધાન : કૂણા સનદી અધિકારીઓ નથી પડ્યા, કેન્દ્ર સરકાર પડી છે

દિલ્હીના મામલાને બહુ ખેંચવામાં સાર નથી એનું ભાન કેન્દ્ર સરકારને થઈ ગયું હોય એમ લાગે છે.

arvind


કારણ-તારણ - રમેશ ઓઝા

મંગળવારે દિલ્હીના સનદી અધિકારીઓના અસોસિએશને નિવેદન બહાર પાડ્યું છે કે દિલ્હી સરકારના સનદી અધિકારીઓ હડતાળ પર નથી અને તેઓ કેજરીવાલ સરકાર સાથે ચર્ચા કરવા તૈયાર છે.

એ પછી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મળવા બોલાવ્યા હતા અને તેમને કહ્યું હતું કે હવે પછી જે-તે મંત્રાલયના સચિવો પ્રધાનોએ બોલાવેલી બેઠકોમાં હાજરી આપશે. તરત જ પરિણામ જોવા દિલ્હી સરકારના ત્રણ પ્રધાનોએ બેઠક બોલાવી હતી જેમાં સનદી અધિકારીઓ હાજર રહ્યા હતા. ૧૧ જૂનથી લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલયનો કબજો કરીને બેઠેલા અરવિંદ કેજરીવાલ અને તેમના પ્રધાનોએ આંદોલન પાછું ખેંચ્યું હતું.

આ પહેલાં છેલ્લા એક અઠવાડિયાથી તેઓ એકનો એક રાગ આલાપતા હતા કે તેઓ હડતાળ પર ગયા નથી, તેમણે કોઈ ફરજ બજાવવાનું અટકાવ્યું નથી, માત્ર દિલ્હીના પ્રધાનોની રાબેતાની બેઠકોમાં હાજરી આપતા નથી. તેમનો પ્રતિકાર મર્યાદિત સ્વરૂપનો છે અને એ આત્મગૌરવ માટેનો છે.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આ પહેલાં જ સનદી અધિકારીઓને આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિત કોઈની પણ સામે રક્ષણ આપવાની જવાબદારી લીધી હતી. તેમણે અધિકારીઓનું સન્માન જળવાય એની બાંયધરી આપી હતી. આના પ્રતિસાદમાં એ સમયે અધિકારીઓ કહેતા હતા કે સમાધાનનો કે બાંયધરીનો સવાલ જ ક્યાં છે જ્યારે અમે હડતાળ પર જ નથી. હંમેશ મુજબ વડા પ્રધાન ચૂપ હતા, પણ આર્યની વાત એ છે કે દિલ્હીના ન્ઞ્ અનિલ બૈજલ પણ ચૂપ હતા. જ્યારે કે તઓ દાવો કરતા હતા કે દિલ્હીમાં શાસનનો ખરો અધિકાર તેઓ ધરાવે છે. વડા પ્રધાન તો નિ:શંક સત્તા ધરાવે છે અને ન્ઞ્ સત્તા ધરાવતા હોવાનો દાવો કરે છે, પણ એમ છતાં તેમને તેમની ફરજની યાદ અપાવવામાં આવે ત્યારે તેઓ બન્ને શાહુડીની જેમ રેતીમાં મોં છુપાવી દે છે.

કૂણા સનદી અધિકારીઓ નથી પડ્યા, કેન્દ્ર સરકાર પડી છે. તેમને સમજાઈ ગયું છે કે હવે બહુ ખેંચવામાં લાભ કરતાં નુકસાન વધુ છે. એક તો દિલ્હીની પ્રજાનો મૂડ રવિવારના આમ આદમી પાર્ટીના મોરચામાં નજરે પડ્યો હતો. ટૂંકી નોટિસ હોવા છતાં મોટી સંખ્યામાં લોકો મોરચામાં જોડાયા હતા. મોરચો મંડી હાઉસથી વડા પ્રધાનના નિવાસસ્થાને જવા નીકળ્યો હતો અને એમાં ક્રમશ: સંખ્યા વધતી જતી હતી. મોરચો જ્યારે સંસદ માર્ગ પર પહોંચ્યો ત્યારે મોરચો કાઢવા માટે પોલીસની મંજૂરી લેવામાં આવી નથી એમ કહીને પોલીસે મોરચાને અટકાવી દીધો હતો. અરવિંદ કેજરીવાલે પણ અથડામણમાં ઊતરવાની જગ્યાએ હવે પછી જરૂર પડ્યે ફરી મોરચાનું આયોજન કરવામાં આવશે એમ કહીને મોરચો આટોપી લીધો હતો. આ એક ઘટના પરથી કેન્દ્ર સરકારને સમજાઈ ગયું હતું કે દિલ્હીની પ્રજા કેવો મૂડ ધરાવે છે.

બીજી ઘટના વિરોધ પક્ષોની દિવસોદિવસ મજબૂત થઈ રહેલી એકતા છે. ચારે બાજુથી દિલ્હી સરકારને ટેકો મળી રહ્યો છે. નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા દિલ્હી ગયેલા પિમ બંગાળ, કેરળ, આંધþ પ્રદેશ અને કર્ણાટકના મુખ્ય પ્રધાનો અલગથી વડા પ્રધાનને મળ્યા હતા અને તેમણે વડા પ્રધાનને વિનંતી કરી હતી કે દિલ્હી સરકાર ચૂંટાયેલી સરકાર છે અને એને કામ કરવાની તક આપવામાં આવે. દિલ્હી સરકાર માટે સહાનુભૂતિનું મોજું એટલું તીવ્ર છે કે દિલ્હી સરકારનાં ધરણાંનો વિરોધ કરી રહેલી કૉન્ગ્રેસે પણ વલણ બદલવું પડ્યું છે. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ મમતા બૅનરજીને મળ્યા હતા અને કૉન્ગ્રેસ પક્ષ એની ભૂમિકાની પુન:સમીક્ષા કરશે એવી ખાતરી આપી હતી.

આ ઉપરાંત તામિલનાડુના DMKના નેતા સ્ટૅલિને, તાજાતાજા રાજકારણમાં પ્રવેશેલા કમલ હાસને, BJPના સંસદસભ્ય શત્રુઘ્ન સિંહાએ ટેકો આપ્યો છે. કેન્દ્ર સરકારને એક વાતની ખાતરી થઈ ગઈ હોય એમ લાગે છે કે દાદાગીરી કરીને અને વિરોધ પક્ષો સાથે ચારે બાજુ બાખડીને BJP એમની એકતા માટે મજબૂત કારણ આપી રહી છે. આને કારણે એમની વચ્ચે એકતા નહીં થવાની હોય તો પણ થશે. જો એમ ન હોય તો સર્વોચ્ચ અદાલતના બે જજોએ કેજરીવાલ સરકાર વિરુદ્ધ નુક્તેચીની કરવા છતાં સનદી અધિકારીઓ કૂણા શા માટે પડ્યા? સર્વોચ્ચ અદાલતે સોમવારે દિલ્હી સરકારને પૂછ્યું હતું કે કોઈના ઘરમાં કે ઑફિસમાં ઘૂસીને ધરણાં કરવાનો અને કબજો જમાવવાનો અધિકાર તમને કોણે આપ્યો? સર્વોચ્ચ અદાલતનું વલણ જોતા એવી શક્યતા ખરી કે સર્વોચ્ચ અદાલત ન્ઞ્ની ઑફિસ ખાલી કરવાનો અરવિંદ કેજરીવાલ અને તેમના સાથીઓને આદેશ આપે, પરંતુ અદાલત હવે આવો આદેશ આપે ત્યાં સુધીમાં કેન્દ્ર સરકારને અને BJPને ઘણું નુકસાન થઈ શકે એમ છે.

અરવિંદ કેજરીવાલે બે વાત સાબિત કરી આપી છે. યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને પક્ષમાંથી તગેડી મૂકીને તેમણે સાબિત કરી આપ્યું છે કે તેઓ મોટા નેતા નથી, પરંતુ એ સાથે જ દિલ્હીમાં અનેક વિઘ્નો વચ્ચે દિલ્હીની જનતા યાદ રાખે એવું કામ કરીને સાબિત કરી આપ્યું છે કે તેઓ મોટા શાસક છે. કેરળ સહિત ભારતનું કોઈ પણ રાજ્ય ધડો લઈ શકે એવું નેત્રદીપક કામ કેજરીવાલ અને તેમના સાથીઓએ શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે દિલ્હીમાં કરી બતાવ્યું છે. વડા પ્રધાન અને BJPના નેતાઓને આ વાત કઠે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK