વાસ્તવિકતા તો આ જ છે તો પછી નાટક શા માટે?

કેટલાક કેસમાં પોલીસે FIR દાખલ કરવાની જગ્યાએ ઇન્ફર્મેશન ફૉર યુઝ, ઇન્ફર્મેશન ફૉર સેકન્ડ યુઝ, થર્ડ યુઝ એવા કેસ  કરવા જોઈએ. વાસ્તવિકતા તો આ જ છે તો પછી નાટક શા માટે? wadraકારણ-તારણ - રમેશ ઓઝાહરિયાણાની પોલીસે સોનિયા ગાંધીના જમાઈ રૉબર્ટ વાડ્રા, હરિયાણાના ભૂતપૂવર્‍ મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હૂડા, DLF નામની કન્સ્ટ્રક્શન કંપનીના તેમ જ ઓમકારેશ્વર પ્રૉપર્ટીઝના માલિકો સામે જમીનનું કૌભાંડ કરવાને લગતો ફોજદારી કેસ નોંધ્યો છે જેને અંગ્રેજીમાં ફસ્ર્ટ ઇન્ફર્મેશન રર્પિોટ (FIR) કહેવામાં આવે છે. પોલીસને જ્યારે કોઈ ગુનાની તાજી-તાજી જાણકારી મળે ત્યારે પોલીસ એને દાખલ કરતી હોય છે. એ પછી એની પ્રાથમિક તપાસ કરવામાં આવે છે. જો ફરિયાદમાં પહેલી નજરે તથ્ય નજરે પડે અને ગુનો ધરપકડ કરવી પડે એ રીતનો ફોજદારી હોય તો કહેવાતા આરોપીની ધરપકડ કરવામાં આવે છે.

ગુનાઓ બે પ્રકારના હોય છે; જામીનપાત્ર અને બિનજામીનપાત્ર. બિનજામીનપાત્ર ગુનામાં આરોપીને અદાલતમાં રજૂ કરવામાં આવે છે. મોટા ભાગે પોલીસ વધુ તપાસ કરવા માટે અને આરોપી પુરાવાઓનો નાશ ન કરી શકે કે સાક્ષીઓને પ્રભાવિત ન કરી શકે એ માટે રિમાન્ડની માગણી કરતી હોય છે. અદાલત કેસની ગંભીરતાના આધારે રિમાન્ડ આપે છે. જામીનપાત્ર અને બિનજામીનપાત્ર એમ બન્ïને પ્રકારના ગુનાઓ માટે તપાસ કરવામાં આવે છે અને આરોપનામું ઘડવામાં આવે છે. અદાલતમાં ખટલો ચાલે છે અને અદાલત જો ગુનો સાબિત થાય તો આરોપીને ગુનેગાર ઠેરવીને સજા કરે છે.

આ સભ્યદેશોમાં કાયદાના રાજની રીતરસમ છે. રીતરસમ પણ નહીં, કાયદાકીય જરૂરિયાત છે. હવે રૉબર્ટ વાડ્રાના પ્રકરણની વાત કરીએ. હરિયાણા સરકારમાં અશોક ખેમકા નામના નીડર અને પ્રામાણિક સનદી અધિકારી છે. અશોક ખેમકા જ્યારે ગુડગાંવમાં લૅન્ડ રજિસ્ટ્રેશન વિભાગના વડા હતા ત્યારે તેમણે રૉબર્ટ વાડ્રાના લૅન્ડ ડીલની વિગતો ઉઘાડી પાડી હતી. એ વિગતો જ્યારે ઉઘાડી પાડવામાં આવી ત્યારે પહેલી નજરે આખી દુનિયાને એમ લાગ્યું હતું કે આ કૌભાંડ છે. રૉબર્ટ વાડ્રાએ ખેડૂતોની જમીન સસ્તા ભાવે ખરીદી હતી અને એ પછી વગનો ઉપયોગ કરીને એ જમીન બિનખેતીકીય કરાવડાવીને ઊંચા ભાવે ડીએલએફ વેચી હતી. રૉબર્ટ વાડ્રાએ લગભગ ૬૦ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. એ સમયે મેં પણ લખ્યું હતું કે આ પહેલી નજરે કૌભાંડ છે અને વાડ્રાને સજા થવી જોઈએ.

એ સમયે એટલે ક્યારે? ૨૦૧૨ના ઑક્ટોબર મહિનામાં, જ્યારે ઈશ્વરી અવતાર હજી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવામાં વ્યસ્ત હતા અને દિલ્હી જવાની તૈયારી કરતા હતા. શું પ્રામાણિકતાની તેમ જ પારદર્શકતાની સફેદ રૂ જેવી પૂણીઓએ કૉન્ગ્રેસ પર માછલાં ધોયાં હતાં. દેશ પર કંસ અને દુર્યોધનો રાજ કરી રહ્યા છે અને હવે તો બસ કૃષ્ણાવતાર જ દેશને ઉગારી શકે એમ છે. આપણા સદ્ભાગ્યે દેશમાં કૃષ્ણાવતાર થયો પણ ખરો અને રામરાજ્ય સ્થપાઈ પણ ગયું. એ રામરાજ્યનું સ્વરૂપ આ રહ્યું.

રૉબર્ટ વાડ્રાનું જમીનકૌભાંડ ૨૦૦૮નું છે. ૨૦૧૨માં એ કૌભાંડ બહાર આવ્યું. ૨૦૧૩માં દેશમાં અવતરી રહેલા ભગવાને એનો ભરપૂર રાજકીય ઉપયોગ કર્યો. એમ લાગતું હતું કે બસ નરેન્દ્ર મોદી વડા પ્રધાન બને એટલી વાર છે, દેશના બની બેઠેલા પ્રથમ પરિવારના જમાઈ જેલમાં જવાના છે. સોનિયા ગાંધીની પુત્રી પ્રિયંકા જેલના દરવાજે ગુનેગારોના સ્વજનોની ભીડમાં ટિફિન લઈને ઊભી હશે અને પતિનું મોઢું જોવા કરગરતી હશે એવાં દૃશ્યોની ભક્તો મનોમન કલ્પના કરીને પોરસાતા હતા. શું એ ક્રાન્તિના મનોરથ હતા!

૨૦૧૩માં હરિયાણાની કૉન્ગ્રેસ સરકારે અશોક ખેમકાની સંગ્રહાલયમાં બદલી કરી હતી અને તેમની સામે ખોટા કેસ દાખલ કર્યા હતા. સફેદ પૂણી જેવા પવિત્ર માણસોએ હજી એ નર્દિોષ સનદી અધિકારી સામેના ખોટા કેસ પાછા ખેંચવાના બાકી છે. હરિયાણાની કૉન્ગ્રેસ સરકારે જાંબાઝ અને પ્રામાણિક અધિકારીને જ્યાં સાફસૂફી માટે કોઈ અવકાશ જ ન હોય એવી જગ્યાએ ટ્રાન્સફર કર્યા હતા એ ટ્રાન્સફર નવી ભાજપ સરકારે રદ કરી નહોતી. આ તો હજી ઠીક છે, અશોક ખેમકાને ગયા વરસે હજી એક વાર ટ્રાન્સફર આપીને સ્પોટ્ર્સ ઍન્ડ યુથ અફેરમાં ધકેલી દેવામાં આવ્યા છે. એ તેમની ૫૧મી ટ્રાન્સફર હતી. ૫૩ વરસના અધિકારીની ૫૧મી ટ્રાન્સફર. જો પારદર્શકતા અને પ્રામાણિકતાની આટલી બધી ખેવના છે તો અશોક ખેમકાને જ્યાં મોટા પ્રમાણમાં સાફસૂફી કરવી પડે એમ છે ત્યાં કેમ મૂકવામાં નથી આવતા?

હદ હવે થાય છે. મૂળમાં ૨૦૦૮નો કેસ. પ્રકાશમાં આવ્યો ૨૦૧૨માં. કૌભાંડની આખા જગતને જાણ થઈ એને છ વરસ થવા આવ્યાં છે. છ વરસ પછી હરિયાણા સરકારની પોલીસ કૌભાંડની પ્રાથમિક જાણકારી (ફસ્ર્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ-FIR) દાખલ કરે છે. તો શું ૨૦૧૪માં હરિયાણામાં ભાજપની સરકાર આવી એ પછી તરત FIR દાખલ કરવામાં નહોતો આવ્યો? ના, નહોતો કરવામાં આવ્યો. શા માટે નહોતો કરવામાં આવ્યો? ભક્તોને છોડીને બાકીના વાચકોને આનું રહસ્ય સમજાઈ જશે. હમામમાં એટલે સ્નાનાગારમાં બધા જ નાગા છે. બધા એકબીજાને ગાળો આપે છે, હાથ કોઈ કોઈને નથી લગાડતું. ભારતના રાજકારણમાં આ વણલખી સમજૂતી છે. જો કોઈ નેતાને જેલની સજા થઈ છે તો એ નાગરિકોએ પૂંઠ પકડી એના કારણે, સરકારના કારણે નહીં.

તો પછી હવે રહી-રહીને છ વરસે FIR શા માટે દાખલ કરવામાં આવ્યો? લોકસભાની ચૂંટણી નજીક છે અને ભગવાનનું તેજ ઝાંખું પડ્યું છે એટલે એને ફરી વાર ચમકાવવા માટે. સફેદ પૂણી જેવા પવિત્ર અને પારદર્શક માણસની દેશને જરૂર છે એ બતાવવા માટે. ઘેટાંઓ વાડામાંથી નાસી ન જાય એટલા માટે. ચૂંટણી પતી જવા દો, FIR ભુલાઈ જશે. અદાલતે હરિયાણાના શાસકોને અને અવતારપુરુષને પૂછવું જોઈએ કે જેની આખા જગતને ૨૦૧૨માં જાણ થઈ એની તમને ૨૦૧૮માં જાણ થઈ? ૨૦૧૩માં અને ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વાડ્રા અને ગાંધીપરિવાર સામે આક્ષેપો કરતા હતા એ પ્રાથમિક જાણકારી વિના કરતા હતા? શેનો FIR? કેટલાક કેસમાં પોલીસે FIR દાખલ કરવાની જગ્યાએ ઇન્ફર્મેશન ફૉર યુઝ, ઇન્ફર્મેશન ફૉર સેકન્ડ યુઝ, થર્ડ યુઝ એવા કેસ દાખલ કરવા જોઈએ. વાસ્તવિકતા તો આ જ છે તો પછી નાટક શા માટે?

હરિયાણાની પોલીસે રૉબર્ટ વાડ્રા સામે જે FIR દાખલ કર્યો છે એ વાસ્તવમાં ઇન્ફોર્મેશનન ફૉર થર્ડ યુઝ માટેનો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK