...અને હું વેન્ટિલેટર પર આવી ગયો

ગુજરાતી ફિલ્મોથી હું હંમેશાં દૂર રહ્યો છું અને એનું કારણ છે ઑડિયન્સનું ઇગ્નૉરન્સ, પણ વેન્ટિલેટરમાં મેં સામેથી કામ માગવા માટે ફોન કર્યો. એનું કારણ હતું ફિલ્મનો સબ્જેક્ટ

sanjay goradiaજે જીવ્યું એ લખ્યું – સંજય ગોરડિયા


થોડા મહિના પહેલાંની વાત છે. એક સવારે મને મારાં નાટકોના ડિરેક્ટર વિપુલ મહેતાએ ઑફિસ આવીને કહ્યું કે મરાઠી ‘વેન્ટિલેટર’ પરથી ગુજરાતી ફિલ્મ બને છે અને ઉમંગ વ્યાસ એ ડિરેક્ટ કરવાના છે. વિપુલે જ મને ઉમંગનો નંબર આપ્યો અને મેં તરત જ ફોન કરી દીધો. છેલ્લાં લગભગ પંદર-વીસ વર્ષથી એવી પરિસ્થિતિ છે કે મારે કામ માગવા ક્યાંય જવું નથી પડતું. ઈશ્વરની મહેરબાનીથી બહુ સરસ કામ છે અને પ્રોડ્યુસર બન્યા પછી તો કામ આપોઆપ નીકYયા જ કરે છે, પણ ઉમંગને ફોન મેં કામ માગવા માટે કર્યો હતો અને મને આ કહેવામાં કોઈ સંકોચ નથી. ઉમંગને ફોન કરીને મેં કહ્યું હતું કે મરાઠી ‘વેન્ટિલેટર’ ફિલ્મમાં જે કૅરૅક્ટર નિખિલ રત્નપારખીએ કર્યું હતું એ ‘કૅરૅક્ટર મારે ગુજરાતી ફિલ્મમાં કરવું છે. અફર્કોસ, જો તને એવું લાગતું હોય કે હું એ કૅરૅક્ટર માટે ફિટ છું અને એ કૅરૅક્ટર કરવાને સમર્થ હોઉં તો.’


બે દિવસ પછી મને ઉમંગનો ફોન આવ્યો. ઉમંગે ગ્રીન લાઇટ આપતાં કહ્યું કે એ રોલ તમારે જ કરવાનો છે અને તમે જ એના માટે પર્ફેક્ટ છો. આમ હું ‘વેન્ટિલેટર’ના ર્બોડ પર આવ્યો. આપણે તો ભાઈ રાજીના રેડ થઈ ગયા, પણ મારો રાજીપો ત્યારે અનેકગણો વધી ગયો જ્યારે ઉમંગે મને કહ્યું કે ફિલ્મમાં જૅકી શ્રોફ મૂખ્ય ભૂમિકા કરે છે.

વેન્ટિલેટર. આ ફિલ્મે મરાઠી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને હચમચાવી નાખી હતી. મરાઠી ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર રાજેશ માપુસકર, જેણે અગાઉ ‘ફરારી કી સવારી’ બનાવી હતી અને મરાઠી ‘વેન્ટિલેટર’ની પ્રોડ્યુસર હતી પ્રિયંકા ચોપડા. ગુજરાતીમાં જે કૅરૅક્ટર જૅકી શ્રોફ કરે છે એ કૅરૅક્ટર મરાઠીમાં આશુતોષ ગોવારીકરે કર્યું હતું અને આશુતોષ સાથે મરાઠી રંગભૂમિના અનેક ઉત્કૃષ્ટ કલાકારો પણ હતા. હું ‘વેન્ટિલેટર’ના પ્રેમમાં. મેં એનું મેકિંગ જોયું છે. ફિલ્મ વિશેના આર્ટિકલ કે પછી આર્ટિસ્ટના ઇન્ટરવ્યુ વાંચ્યા છે અને મેં આ ફિલ્મ એક નહીં, બે વખત થિયેટરમાં જઈને જોઈ છે. ફિલ્મમાં ગામડાના એક ભલાભોળા માણસનું કૅરૅક્ટર મરાઠી ઍક્ટર નિખિલ રત્નપારખીએ કર્યું હતું એ મને એવું તે ગમી ગયું હતું કે એ કૅરૅક્ટર માગવા માટે મને સામેથી ફોન કરવામાં પણ કોઈ ખચકાટ નહોતો નડ્યો.

છાશ લેવા જવી ને દોણી શું સંતાડવી?


જૅકી શ્રોફની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. જૅકી શ્રોફ આમ તો ગુજરાતી છે. તેના પપ્પા કાકુભાઈ ગુજરાતી અને મમ્મી કઝાખસ્તાની. કાકુભાઈ શ્રોફ અવ્વલ દરજ્જાના જ્યોતિષી. ધીરુભાઈ અંબાણી પણ તેમના જ્યોતિષના જ્ઞાનનો લાભ લઈ ચૂક્યા છે. જૅકીના આવવાથી આ ગુજરાતી ફિલ્મને એક નવું જ વેઇટેજ મળી ગયું તો આ વેઇટેજમાં સાãkવકતા ઉમેરવાનું કામ આપણી ગુજરાતી રંગભૂમિના કલાકારોએ કર્યું અને પ્રતીક ગાંધી, ઉત્કર્ષ મઝુમદાર, મેહુલ બૂચ, મીનળ પટેલ, અલ્પના બૂચ, અમિત દિવેટિયા, ભૈરવી વૈદ્ય, કુણાલ પંડિત, તેજલ વ્યાસ, પદ્મેશ પંડિત, સુચેતા ત્રિવેદી, મેઘના સોલંકી ‘વેન્ટિલેટર’ના ર્બોડ પર આવ્યાં તો અમદાવાદથી પ્રવીણ શુક્લ, મિત્ર ગઢવી, મનન દેસાઈ, અર્ચન ત્રિવેદી જેવા અનેક કલાકારો આવ્યા અને ઉમંગે પાંત્રીસ તોતિંગ કલાકારોનો કાફલો ઊભો કરી દીધો. ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં હતું અને એની શરૂઆત અમદાવાદથી થવાની હતી. અમદાવાદ પહોંચ્યા પછી અમને બીજી મોટી સરપ્રાઇઝ મળી.

‘વેન્ટિલેટર’માં ડૉક્ટર મુનશીનું એક કૅરૅક્ટર છે, જે ખૂબ જ મહત્વનું છે. એક જ સીન, પણ અદ્ભુત સીન. અમને બધાને હતું કે આ કૅરૅક્ટર કોણ કરતું હશે? એક સવારે અમારે આ સીન શૂટ કરવાનો આવ્યો. અમને બધાને મનમાં પ્રfન હતો કે આવું સુપર્બ કૅરૅક્ટર કોના ભાગમાં આવ્યું હશે અને અમારા આ પ્રfન વચ્ચે જુહી ચાવલા દૂરથી કૉસ્ચ્યુમ અને મેકઅપ સાથે ડાયલૉગ પાકા કરતાં-કરતાં આવતી દેખાઈ. મિત્રો, જુહી ચાવલા વિશે પણ તમને ખબર જ હશે કે તે પણ અડધી ગુજરાતી જ છે. જુહીનાં મૅરેજ ગુજરાતી પરિવારમાં થયાં છે. જાણીતા ગુજરાતી રત્ન નાનજી કાલિદાસ મહેતાના પૌત્ર જય મહેતા જુહી ચાવલાના હસબન્ડ છે. તેમના અમદાવાદ અને પોરબંદરમાં બંગલો છે અને આજના સમયે પણ યુગાન્ડામાં બહુ મોટું કામ છે.


પાંત્રીસ કલાકારોનો કાફલો અને એકધારું પચીસ દિવસનું શૂટિંગ. ‘વેન્ટિલેટર’નું શૂટિંગ કંઈ ખાવાનો ખેલ નહોતો. ગુજરાતી ફિલ્મોમાં આટલા મોટા બજેટની ફિલ્મ અગાઉ ક્યારેય આવી નથી અને ભવિષ્યમાં આવશે કે કેમ એ વાતે મારા મનમાં તો શંકા જ છે. ફિલ્મનું મેકિંગ ખરા અર્થમાં હિન્દી ફિલ્મ જેવું જ અને એ સ્ટાઇલથી જ થયું છે અને એનો બધો જશ ડિરેક્ટર ઉમંગ વ્યાસને જાય છે. ઉમંગ આશુતોષ ગોવારીકરનો ચીફ અસિસ્ટન્ટ ડિરેક્ટર હતો. ઉમંગની બીજી એક નાનકડી ઓળખ. તેણે ‘મોહેંજોદરો’માં હૃતિકના ફ્રેન્ડનું કૅરૅક્ટર કર્યું હતું. સ્વભાવનો એકદમ શાંત અને સેટ પર હાજર હોય તો પણ લાગે નહીં કે ડિરેક્ટર હાજર છે.

અમદાવાદમાં બે શેડ્યુલ કર્યા પછી ત્રીજું શેડ્યુલ અમે ચોરવાડમાં કર્યું. ફિલ્મની વાર્તા જ એવી વ્યક્તિની છે જે કુટુંબનો મોભી છે. પંચોતેર વર્ષની તેની ઉંમર છે અને હવે તેમને વેન્ટિલેટર પર લેવા પડ્યા છે. દાદાનો આખો પરિવાર સો-દોઢસો જણનો છે, જે ગુજરાત અને મુંબઈમાં પથરાયેલો છે. દરેક ગુજરાતી ઘરમાં બને છે એવું જ અહીં પણ બને છે અને બધેબધા દાદાને મળવા અમદાવાદની હૉસ્પિટલમાં દોડી આવે છે. ચોરવાડ બહુ નાનું ગામ છે અને દાદાના અમુક કુટુંબીઓ ત્યાં પણ રહે છે. ચોરવાડની વાત એટલે ધીરુભાઈ અંબાણી યાદ આવે જ આવે. આ ગામ ધીરુભાઈનું વતન છે. ચોરવાડ જવું સરળ નથી. મુંબઈથી રાજકોટ જવાનું અને ત્યાંથી ચોરવાડ બાય રોડ જવું પડે. ચોરવાડ એટલું નાનું ગામ છે કે અમારા ફિલ્મના યુનિટનો સમાવેશ થાય એવી હોટેલ ગામમાં છે જ નહીં. ચોરવાડથી ચાલીસ કિલોમીટર દૂર અમે બધા એક રિસૉર્ટમાં રહ્યા હતા. ત્યાંથી રોજ સવારે કારમાં અમને શૂટિંગ પર લઈ જવામાં આવતા. ચોરવાડમાં અમે પાંચ દિવસ શૂટિંગ કર્યું અને ગામ જોઈને હું આભો બની ગયો. ચારે બાજુ લીલોતરી જ લીલોતરી. ચારે બાજુ નારિયેળીનાં ઝાડ. અગાઉ આપણે આ કૉલમમાં વાત કરી છે કે ચોરવાડનાં સોનેરી રંગનાં કેળાં ખૂબ વખણાય છે. ચોરવાડની આ આખી પટ્ટીને લીલી નાઘેર કહેવામાં આવે છે. આકાશમાંથી જુઓ તો લીલોતરી જ દેખાય. ફિલ્મ માટે અમને ટોળાની જરૂર હતી, જે ચોરવાડમાંથી મળવું અશક્ય એટલે રાજકોટ અને જૂનાગઢથી બસમાં આર્ટિસ્ટ લાવવામાં આવતા. આખો દિવસ શૂટિંગ કરે, રાત્રે જમીને નીકળી જાય. બીજે દિવસે સવારે પાછા આવે. ચોરવાડમાં ગરબાના ડાન્સની સીક્વન્સ પણ શૂટ કરવાની હતી, જે માટે ડાન્સરનું ગ્રુપ જૂનાગઢથી આવ્યું હતું.


અમે ચોરવાડમાં મે મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે શૂટિંગ કર્યું હતું; પણ કામ કરવામાં એવી તે મજા આવતી હતી કે ગરમીનો, તાપનો કોઈ અનુભવ જ ન થયો. ગૅરન્ટી આપું છું કે અમને ફિલ્મ કરવામાં જે મજા આવી છે એના કરતાં ડબલ મજા તમને આ ફિલ્મ જોવામાં આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK