અટલજી મારો પહેલો પ્રેમ હતા

આખું ઘર કૉન્ગ્રેસી અને અટલજીને સાંભળીને મેં આઠ-નવ વર્ષની ઉંમરે જ ઘરમાં બળવો કરતાં કહ્યું, ‘આપણે હવે અટલજીની સાથે છીએ’

vajpeyeeઇમોશન્સનું ઇકૉનૉમિક્સ – અપરા મહેતા

અટલ બિહારી વાજપેયી માટે દેશ આખાનાં મીડિયા અને ટીવી-ચૅનલોએ વાત કરી લીધી છે અને વિપક્ષોએ પણ નતમસ્તકે તેમને વંદન કરી લીધાં છે. ૧૬ ઑગસ્ટે આપણે તેમને ગુમાવ્યા અને એ વાતને આજે ઑલમોસ્ટ પંદર દિવસ થઈ ગયા અને એમ છતાં અટલજી અત્યારે પણ મારી આંખો સામે છે. અટલજી દેશની જ નહીં,  વિશ્વની વિભૂતિ હતી અને આ વાત એ સૌકોઈ સ્વીકારશે જે તેમને નજીકથી ઓળખતા હતા.

મેં અગાઉ તમને સૌને કહ્યું હતું કે હું એક પૉલિટિકલી ખૂબ જ જાણકાર કહેવાય એવા ફૅમિલી-બૅકગ્રાઉન્ડમાંથી આવું છું. મને ગર્વ છે કે મારા પેરન્ટ્સે મને આપણા દેશનો ઇતિહાસ ખૂબ જ વિગતવાર કહ્યો છે અને તેમને લીધે જ હું આ દેશના મૂળ સાથે જોડાયેલી રહી છું.

આઝાદીની લડત ગાંધીજીએ શરૂ કરી હતી અને ગાંધીજી કૉન્ગ્રેસ સાથે હતા એટલે એ સમયના મોટા ભાગના લોકો કૉન્ગ્રેસ સાથે જ હતા. દેશ આખાની જેમ મારી ફૅમિલી પણ કટ્ટર ખાદીધારી કૉન્ગ્રેસી, જે છેક ૧૯૬૮ સુધી અકબંધ રહ્યું, પણ ઈસવી સન ૧૯૬૯માં જ્યારે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કૉન્ગ્રેસના બે ભાગ કર્યા ત્યારે મારો પરિવાર જૂની કૉન્ગ્રેસ સાથે એટલે કે કૉન્ગ્રેસ સિન્ડિકેટ સાથે રહ્યો. આ મારું નાનપણ અને આ જ મારું બૅકગ્રાઉન્ડ. અમારા ઘરમાં આ પ્રકારની વાતો ચાલતી હોય અને એ વાતો હું પણ સાંભળતી હોઉં. અમારે ત્યાં રાષ્ટ્રજોગ સંદેશ આવવાનો હોય ત્યારે ઘરની મહિલાઓ સહિત બધા એ સાંભળવા બેસી જાય અને એ માટે જરૂરી ટીકા પણ કરી શકે. આટલી આઝાદી પણ હતી અને એ આઝાદી ઉપરાંત અમારા ઘરની મહિલાઓનું એ બૌદ્ધિક સ્તર પણ હતું એવું કહું તો પણ કંઈ ખોટું નથી.

હું આઠ-નવ વર્ષની હતી ત્યારે અમારા ભાવનગરમાં મોરારજી દેસાઈની જાહેર સભા હતી અને એ સભામાં મને મારાં મમ્મી-પપ્પા લઈ ગયાં હતાં. મારે એ સમયે મોરારજીભાઈ દેસાઈને સૂતરનો હાર પહેરાવવાનો હતો. એ પ્રક્રિયા પૂરી કરીને અમે તેમની સ્પીચ સાંભળી અને મને તેમના વિચારોની સ્પષ્ટતા ખૂબ ગમી ગઈ હતી. મને હજી પણ યાદ છે કે તેમણે એ સ્પીચ હિન્દી અને ગુજરાતી એમ બન્ને લૅન્ગ્વેજમાં આપી હતી. એના થોડા જ દિવસ પછી ભાવનગરમાં અટલ બિહારી વાજપેયીની સભા હતી. એ સમયે તે જનસંઘમાં હતા. ઘરમાં મારા પપ્પાએ કહ્યું હતું કે વાજપેયીજી ખૂબ જ સારા વક્તા છે, આપણે તેમને ઍટ લીસ્ટ સાંભળવા તો જવું જ જોઈએ. જુઓ, અમારા ઘરની માનસિકતા. કટ્ટર કૉન્ગ્રેસી હોવા છતાં પણ જનસંઘના સારા વક્તાને સાંભળવા જવાની તૈયારી સૌમાં હતી અને સૌ ગયા પણ ખરા. મેં પણ કહ્યું હતું કે મારે આવવું છે એટલે મને પણ સાથે લઈ લીધી હતી.

મેં એ આઠ-નવ વર્ષની ઉંમરે પહેલી વાર વાજપેયીજીને સાંભળ્યાયા અને હું સાંભળીને તેમનાથી ખૂબ ઇમ્પ્રેસ થઈ. એ સ્તર પર મારા પર તેમણે પ્રભાવ છોડ્યો હતો કે ઘરે જઈને મેં જાહેર કર્યું કે હું આજથી મારી પાર્ટી બદલું છું, હવેથી જ્યાં અટલજી હશે ત્યાં જ હું હોઈશ અને મારી પાર્ટી એ જ રહેશે.

ટીનેજ પણ ન કહેવાય એવી મારી એજ હતી. આ ઉંમરની છોકરી આવું કહે એ બધા માટે આર્યજનક હતું અને હાસ્યાસ્પદ પણ ખરું, પણ આ બાબતમાં હું ખૂબ સિરિયસ હતી. આઠ-નવ વર્ષની એ ઉંમરે હું તેમના પ્રેમમાં પડી ગઈ હતી, પહેલા પુરુષ હતા તે મારા જેમની સાથે મારો પ્રેમ થયો હતો. આગળ જતાં તો ૧૯૭૫માં ઇમર્જન્સી આવી અને દેશમાં હાહાકાર મચી ગયો. ઇન્દિરા ગાંધી બહુ મજબૂત વડાં પ્રધાન હતાં, પણ ઇમર્જન્સી સુધીમાં તે ડિક્ટેટર થઈ ગયાં હતાં. જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, અટલજી, અડવાણીજી જેવા અનેક દિગ્ગ્જ નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા અને છેલ્લે દુનિયા સામે પોતાનું નામ ખરાબ ન થાય એટલે ઇલેક્શન ડિક્લેર કર્યું. ઇલેક્શનના બે મહિના પહેલાં જેલમાં હતા એ નેતાઓને છોડવામાં આવ્યા એમાં ઇન્દિરા ગાંધીની કૂટનીતિ હતી, જેની સામે બહાર આવીને આ નેતાઓમાંથી કેટલાકે મળીને જનતા પાર્ટીની સ્થાપના કરી અને ૧૯૭૭માં ભારે બહુમતી સાથે જનતા પાર્ટી જીતી અને કૉન્ગ્રેસ તથા ઇન્દિરા ગાંધીની કારમી હાર થઈ. આ એ દિવસોની વાત છે જેમાં મેં અટલજીને વધુ ને વધુ સાંભળવાનું કામ કર્યું. રેડિયો પર અને જો ભાવનગર કે આજુબાજુમાં ક્યાંય આવ્યા હોય તો રૂબરૂ તેમની જાહેર સભા સાંભળવા અચૂક જવાની. ટીવીનું બહુ ચલણ નહોતું એટલે ટીવી પર તો તેમને સાંભળી શકાય એમ હતા નહીં, પણ પછી સમય જતાં ટીવી પર પણ તેમને સાંભળવાના શરૂ કર્યા એ જુદી વાત છે.

અટલજીએ મારી વિચારધારા બદલી અને અટલજીને કારણે જ મારી સોચને એક નવી દિશા મળી એ પણ એટલું જ સાચું છે. ચુસ્ત કૉન્ગ્રેસી ઘરમાં મોટી થનારી દીકરીના વિચારો પર જનસંઘની છાપ છોડવાનું કામ ખૂબ અઘરું હોય પણ એ અઘરું કામ માત્ર પોતાના ભાષણથી અટલજી કરી ગયા હતા. હું એ સમયે તો એવું પણ કહેતી કે અમારા બન્ïને વચ્ચે માત્ર કાન અને જીભનો જ સંબંધ છે. તે બોલે અને હું સાંભળું, એનાથી વિશેષ અમારી કોઈ ઓળખ હતી પણ નહીં અને મને હતું પણ નહીં કે હું ક્યારેય તેમને રૂબરૂ મળી શકીશ કે તેમની સાથે વાતો કરવા વિશે વિચારી પણ શકીશ, પણ એવું બન્યું અને એ જે કંઈ બન્યું એની પાછળની પણ એક લાંબી સ્ટોરી છે. એ સ્ટોરી કહેતાં પહેલાં હજી મને અટલજીની પોએટ્રી અને તેમનાં રાજકીય ભાષણો વિશે વાત કરવી છે.

કવિ હતા, પત્રકાર હતા અને એટલે જ અટલજી પોતાના વિચારોમાં ખૂબ સ્પષ્ટ હતા. તે જે બોલતા એ જ કરતા અને જે કરતા એ જ દર્શાવતા. અટલ બિહારી વાજપેયીએ પોતાની પાછળ જે રાજકીય વારસો છોડ્યો છે એ અકલ્પનીય છે. એક વિચારધારા સાથે આગળ વધવું અને પછી ધીમે-ધીમે પોતાની વિચારધારા માટે સૌકોઈને કન્વિન્સ કરવા. આ કામ સરળ નથી, ખૂબ અઘરું છે અને એ માટે અત્યંત ધીરજની આવશ્યકતા છે. આ ધીરજ તેમનામાં હતી. જનસંઘ અને એ પછી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં તેમણે તનતોડ મહેનત કરી. આ મહેનત એ સમયગાળામાં હતી જે સમયે કૉન્ગ્રેસનો સિતારો મધ્યાહ્ને હતો અને એની સામે ફાઇટ આપવાની હતી. આ ફાઇટ કરવા નીકળેલાને પણ એ સમયે દુનિયા ગાંડો ગણતી, પણ અટલજીની ર્દીઘદૃષ્ટિ વચ્ચે તેમણે જે જોયું હતું એ આજના સમયમાં શક્ય બન્યું અને આ દેશને ગ્થ્ભ્નું શાસન મYયું.

હું મારી જાત માટે એવું કહી શકું કે મારો ઉછેર કૉન્ગ્રેસી વાતાવરણ વચ્ચે થયો, પણ મને પોષણ ભાજપે આપ્યું, જેનો મને ગર્વ છે. આજની ભાજપની વિચારધારા એ અટલજીની વિચારધારા છે અને અટલજીના સપનાનું ભારત નિર્મિત થઈ રહ્યું છે. જરા વિચાર તો કરો કે એક સમય હતો જ્યારે જનસંઘને માત્ર બે બેઠક મળી હતી અને એ પછી આજે દેશભરમાં સ્પષ્ટ બહુમતી સાથે તેમની જ પાર્ટી આવી, જેણે જનસંઘ માટે પણ લોહી-પાણી એક કયાર઼્ અને પરસેવો પાડ્યો. આનાથી મોટી વાત બીજી કઈ હોય. જે નિષ્ઠાથી તેમણે પાર્ટીનું કામ કર્યું, દેશની સેવા કરી અને દેશ કાજે આખી જિંદગી આપી દીધી એ જ દેખાડે છે કે સાચા વીરપુરુષો આજે પણ આ દેશમાં છે જ અને આ દેશ એ વીરપુરુષ અને સંતાત્માને લીધે જ ટકી રહ્યો છે.

બે જણની પાર્ટી જનસંઘમાંથી ૨૮૨ની મૅજોરિટીની ભાજપ સરકાર હોય ત્યારે અટલજીએ વિદાય લીધી આનાથી મોટી કઈ વાત હોઈ શકે. જે નિષ્ઠાથી તેમણે દેશની સેવા કરી આખી જિંદગી આપી દીધી એટલે ભગવાને પણ ન્યાય કર્યો અને પોતાની મૅજોરિટી સરકાર વખતે વિદાય લઈ તેમને માન-સન્માન મળ્યું. ૐ શાંતિ.

(મારા પહેલા પ્રેમને હું પહેલી વાર,  ક્યાં અને કેવી રીતે મળી એની વાતો આવતા વીકમાં કરીશું)


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK