એ નિર્દોષ સ્મિત અને અમીભાવ ભરેલી એ નજર

ડાઇનિંગ ટેબલ પર ભાવતાં ભોજનો પડ્યાં હતાં, પણ એ રાતે ડિનરમાં મેં કશું ખાધું નહોતું. ઍક્ચ્યુઅલી અટલજીના લેટર સાથે જ મારું તો પેટ ભરાઈ ગયું હતું

pm letterઇમોશન્સનું ઇકૉનૉમિક્સ – અપરા મહેતા

માત્ર બે જ વ્યક્તિઓને જનસંઘમાં બેઠક મળી હતી, જે હવે સ્પષ્ટ બહુમતી પર પહોંચી ગઈ. આ અટલજીનું પ્રદાન હતું. આજે વીસ જેટલાં સ્ટેટમાં ગ્થ્ભ્ની સરકાર છે. એક સમય હતો કે ભાજપ વિરોધ પક્ષમાં બેસવાલાયક બેઠકો પણ નહોતી જીતતી, પણ હવે એવું નથી રહ્યું. આ અટલજીની મહેનતનું પરિણામ છે. આજે ભાજપ વિશ્વની સૌથી મોટી પૉલિટિકલ પાર્ટી છે, પણ એક સમય હતો કે જનસંઘ સાથે જોડાવા કોઈ રાજી નહોતું. ઘણાંબધાં કારણો હતાં એના માટે પણ અટલજીએ પાર્ટીની વિચારધારા ઘર-ઘર સુધી પહોંચાડી અને ગ્થ્ભ્ને દુનિયાની સૌથી મોટી પૉલિટિકલ પાર્ટી બનાવી. આ અટલજીની વિચારધારાનું પરિણામ છે.

હું તેમને ક્યારેય મળી નહોતી અને એવું મારા મનમાં પણ નહોતું કે હું તેમને પર્સનલી મળું. કેટલીક લાગણીઓ અને પ્રેમ પોતાના સુધી સીમિત રાખવાનાં હોય છે અને મેં પણ એવું જ કર્યું હતું. પણ હા, મારા પક્ષે આવતી હતી એ વ્યક્તિગત જવાબદારી મેં ક્યારેય છોડી નહોતી, ભૂલી નહોતી.

કટ ટુ ૨૦૦૪.

‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ સિરિયલ જબરદસ્ત પૉપ્યુલર થઈ ગઈ હતી અને અમે દેશના એકેક ઘરના સભ્યો બની ગયા હતા. શૂટિંગ દરમ્યાન એક દિવસ મને સ્મૃતિ (ઈરાની)એ કહ્યું કે હું આવતી કાલે શૂટિંગ પર નથી આવવાની. આવું બનતું ન હોય એટલે મેં સહજ રીતે કારણ પુછ્યું તો મને કહે કે ‘હું એવું કામ કરવા જઈ રહી છું જે તમને ગમશે.’

‘તું ભાજપમાં જૉઇન થવાની છે?’

મેં સીધું આવું જ પુછ્યું હતું. તેને બિલકુલ નવાઈ લાગી હતી. અમે વષોર્થી એકબીજા સાથે કામ કરતાં હતાં, એકબીજાને ઓળખતાં હતાં અને એ પછી પણ અમારા વચ્ચે કોઈ દિવસ પૉલિટિકલ મૅટર પર ચર્ચા નહોતી થતી અને તો પણ મારા મોઢેથી અનાયાસે આ જ વાત નીકળી ગઈ. હા, મારા વિચારો અને મારી ભાવના ભાજપ સાથે જોડાયેલી છે એ તેને ખબર હતી અને મેં પણ અનાયાસે જ સાચો તુક્કો માર્યો હતો. સ્મૃતિ પાર્ટીમાં જૉઇન થઈ અને એ પછી આજે તો કેન્દ્રીય પ્રધાન પણ બની, પણ અમારા વચ્ચે દોસ્તી અને સંબંધ આજે પણ પહેલાં જેવાં જ અકબંધ છે.

સ્મૃતિ જૉઇન થઈ ગઈ એ પછી થોડા મહિના પછી મને જૂનાગઢનાં સંસદસભ્ય એવાં ભાવના ચીખલિયાનો ફોન આવ્યો અને તેમણે મને પાર્ટી જૉઇન કરવા આમંત્રણ આપ્યું. ભાવનાબહેન આજે હયાત નથી, પણ મને એ દિવસ અને એ કન્વર્ઝેશન હજી પણ યાદ છે. તેમણે મારી કોઈ સ્પીચ સાંભળી હતી અને એ સાંભળ્યા પછી તેમણે કૉર કમિટીને પૂછીને મને આ ઑફર આપી હતી. એ દિવસે પણ હું ક્લિયર હતી અને આજે પણ હું ક્લિયર છું કે હું ઓપનલી ભાજપ સાથે રહીશ, પણ મારે ઍક્ટિવ પૉલિટિક્સમાં કોઈ રસ નથી લેવો. ઍની વે, ફોન પર વાત થયા પછી મને ભાવનાબહેન અડવાણીજીને મળવા માટે દિલ્હી લઈ ગયાં. અડવાણીજી એ સમયે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા એટલે નૅચરલી તેમને મળવાની ખુશી સાવ જુદી હોય.

ત્રણ કલાક અડવાણીજી મળ્યા અને એ પછી મેં ૮ માર્ચના વિમેન્સ ડેના દિવસે ઑફિશ્યલ ભાજપ જૉઇન કરી. એ ત્રણ કલાકની મીટિંગમાં તેમની સાથે ઇમર્જન્સી વખતની ઘણી વાતો થઈ. નીકળતી વખતે અડવાણીજીએ મને તેમના જેલના દિવસોના અનુભવ પરથી લખેલી બુક ભેટ આપી, જે આજે પણ મારી પાસે છે. પાર્ટી જૉઇન કર્યા પછી તો શૂટિંગ અને નાટકોના શો વચ્ચે આખા દેશમાં પાર્ટીના કૅમ્પેન માટે ગઈ અને દેશભરમાં હું ફરી. દેશને આ રીતે જોવાનો અનુભવ બહુ જ અલગ હતો. દેશને આટલો અંદરથી અને નજીકથી જોવાનો અનુભવ અમુક અંશે મારા માટે શૉકિંગ પણ હતો. મુંબઈમાં રહીને આપણને દેશની ઘણી સમસ્યાનો ખ્યાલ નથી હોતો. પોતાનું જીવન દેશને આપી દેતા કાર્યકરો અને નેતાઓને મળતી ગઈ, જાણતી ગઈ એમ તેમના માટેનું માન અનેકગણું વધી ગયું.

ઇલેક્શન પૂરું થયા પછીની વાત છે. જરા અમસ્તી શાંતિ થઈ અને હું મારા રૂટીનમાં ગોઠવાઈ ગઈ ત્યાં મને પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસમાંથી એક લેટર આવ્યો, જેમાં લખ્યું હતું કે ૧૧મીના દિવસે ભ્પ્ હાઉસમાં મને ડિનર માટે આમંત્રિત કરવામાં આવી છે. કલાકો સુધી હું આ વાત માની નહોતી શકી અને સૌથી મોટી વાત તો એ હતી કે મને આ લેટર ૧૦મી મેના એટલે કે ડિનરની એક દિવસ પહેલાં જ મળ્યો હતો. બીજા દિવસનું શૂટિંગ હતું, પણ એ બધું કૅન્સલ થઈ શકે એમ પણ નહોતું એટલે માંડ મને વહેલી છોડવાની વાત પર બધા સહમત થયા અને બીજા દિવસે પાંચ વાગ્યાની ફ્લાઇટમાં હું દિલ્હી જવા રવાના થઈ. કહોને, મારા પહેલા પ્રેમ એવા અટલજીને મળવા માટે રવાના થઈ.

જનરલી લોકો મારી સાથે ફોટો પડાવતા હોય, પણ અડવાણીજીને મળવા જવાનું હતું એ દિવસે હું નાના બાળકની જેમ ઉત્સાહિત હતી. જે કોઈ મને ઍરપોર્ટ પર મળે તેમને મેં સામેથી કહ્યું હતું કે હું પીએમ હાઉસ જાઉં છું. મારું એક્સાઇટમેન્ટ એ સ્તર પર હતું જેને હું વર્ણવી નથી શકતી, પણ એટલું કહીશ કે અત્યારે લખતી વખતે પણ મારા હાથ ધ્રુજે છે અને હું પ્રૉપર ટાઇપ નથી કરી શકતી.

દિલ્હી લૅન્ડ થતાં જ મને સેન્ટ્રલ ગવર્નમેન્ટની વાઇટ કલરની ઍમ્બૅસૅડર લેવા આવી હતી. એ ડિનરની એકેક ક્ષણ મને યાદ છે. અઢળક વરાઇટી હતી જમવામાં અને હું કંઈ જમી નહોતી શકી. મારું તો પેટ જ ભરાઈ ગયું હતું. અટલજીને મળવાની વાત વાંચી ત્યારથી મારા પેટમાં પતંગિયાં ઊડતાં હતાં. એ ડિનરમાં ગ્થ્ભ્ના બધા જ મોટા અને દિગ્ગજ નેતાઓ હાજર હતા. અટલજી અને અડવાણીજી ઉપરાંત સુષમા સ્વરાજ, અરુણ જેટલી, જ્યૉર્જ ફર્નાન્ડિસ, જસવંત સિંહ, યશવંત સિંહ, વેન્કૈયા નાયડુ, રાજનાથ સિંહ અને અન્ય નેતાઓ પણ. હા, એ સમયે પ્રમોદ મહાજન પણ હયાત હતા અને તે પણ હાજર હતા. મને યાદ છે કે મારી જમણી બાજુએ અટલજી બેઠા હતા અને તેમની બાજુમાં સુષમા સ્વરાજ. મારી સામે અડવાણીજી હતા.


આ પણ વાંચોઃ અટલજી મારો પહેલો પ્રેમ હતાઃઅપરા મહેતા


કૅમ્પેનના અનુભવોની વાત થઈ અને એ પછી મેં પહેલી મુલાકાત વિશે વાત કરતાં અડવાણીજીને કહ્યું હતું કે હું નાનપણમાં અટલજીની સ્પીચ સાંભળીને તેમને ફૉલો કરું છું અને સાચું કહું તો હું તેમના વિચારોથી એટલી પ્રભાવિત થઈ હતી કે તેમના પ્રેમમાં પડી ગઈ હતી. મેં કહ્યું હતું કે મારા માટે આનાથી મોટી સુખદ કે મોટી વાત બીજી કોઈ છે જ નહીં કે હું અત્યારે તેમની બાજુમાં બેસીને ડિનર લઉં છું. અટલજીએ શાંતિથી મારી આ વાત સાંભળી હતી અને તેમના ચહેરા પર સ્માઇલ આવી ગયું હતું. તેમને નવાઈ પણ લાગી હતી કે આટલી નાની ઉંમરે પણ હું તેમને સાંભળતી હતી. એ ડિનરમાં જ મને ઍક્ટિવ પૉલિટિક્સમાં આવવા માટે કહેવામાં આવ્યું અને મેં ત્યાં જ બધાની હાજરીમાં કહ્યું હતું કે મારાથી એ શક્ય નહીં બને, મારી પ્રાયોરિટી જુદી છે. પણ હા, પાર્ટીને જ્યારે પણ મારી જરૂર હશે ત્યારે હું મારા પ્રોડ્યુસર તકલીફમાં ન મુકાય એનું ધ્યાન રાખીને પાર્ટીના કામ માટે જ્યાં કહેશો ત્યાં પહોંચી જઈશ.

એ વાતને આજ સુધી મેં જાળવી રાખી છે અને જ્યારે પણ મને કહેવામાં આવે ત્યારે હું એ જગ્યાએ પાર્ટીના કામ માટે પહોંચી જાઉં છું. આમાં કોઈના પર ઉપકાર અને અહોભાવની વાત નથી. એક નાગરિક તરીકે આ મારી જવાબદારી છે અને દરેકે નાગરિક તરીકેની પોતાની જવાબદારી નિભાવવાની હોય. અહીં તો માત્ર નાગરિકભાવ જ નથી, મારા માટે તો મારા આ પહેલા પ્રેમને આપેલું કમિટમેન્ટ છે એ મારાથી કેવી રીતે ભુલાય? અટલજી, આપ અત્યારે હયાત નથી, પણ આપને આપેલું વચન આજે પણ હું એ જ રીતે નિભાવીશ એ મારું પ્રૉમિસ છે.      


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK