નિકલો ન બેનકાબ, ઝમાના ખરાબ હૈ

જો મુંબઈ શહેરને મારે કોઈ ગઝલ અર્પણ કરવાની હોય તો આ ગઝલ અર્પણ કરું

Pankaj udhasદિલ સે દિલ તક - પંકજ ઉધાસ


ઑલમોસ્ટ આખી દુનિયા ફર્યો છું એવું કહી શકાય, પણ એમ છતાં જગતનાં બે શહેર મને સૌથી વધારે વહાલાં છે. એક તો રાજકોટ અને બીજું મુંબઈ. રાજકોટ મારું જન્મસ્થળ છે એટલે સ્વાભાવિક રીતે એ મને વહાલું હોવાનું અને મુંબઈ મારી કર્મભૂમિ છે એટલે એ રીતે પણ એના માટે મારી લાગણી હોવાની, પણ મુંબઈ માટે મારી લાગણીઓનાં બીજાં પણ અનેક કારણો છે. આ જ શહેરે નામ આપ્યું, આ શહેરે મને મારો પ્રેમ આપ્યો, આ શહેરે જ મને વહાલસોયી દીકરી આપી અને આ શહેર બધાને આવી જ રીતે વધાવતું રહ્યું છે. આ એ શહેર છે જેના માટે ગર્વ પણ થાય અને આ શહેરને ખુલ્લા દિલે સલામ પણ કરવાનું મન થાય છે. તમામ અવરોધો વચ્ચે પણ આ શહેરે ઘણું-ઘણું આપ્યું અને એના બદલામાં આ શહેરે ક્યારેય કશું માગ્યું નથી.

મુંબઈમાં મેં અનેક કૉન્સર્ટ કરી છે, પણ કૉન્સર્ટ દરમ્યાન એનું જ આલબમ લૉન્ચ કરવાનો વિચાર મને ક્યારેય નહોતો આવ્યો, પણ કદાચ એની શરૂઆત વષોર્ પહેલાં થઈ ગઈ હતી. કૉન્સર્ટ કરવાનો આઇડિયા મને ૧૯૭૦માં પહેલી વાર આવ્યો હતો. અમેરિકાના ન્યુ યૉર્કના સેન્ટ્રલ પાર્કમાં થયેલી એક કૉન્સર્ટ જે અમેરિકન મ્યુઝિકલ બેલડી સિમોન અને ગાર્ફનકેલે કરી હતી અને એના પરથી જ મને આ વિચાર આવ્યો હતો. મનમાં થયું કે આ એક એવો સમય છે જ્યારે નાના સ્કેલ પર હોવા છતાં મેં કંઈક નક્કર કામ કર્યું છે તો મારે આવું કામ કરવું જોઈએ. આ વિચાર મેં ત્યારે કર્યો જ્યારે મારી દીકરી નાયાબે કહ્યું કે આપણે આ લાઇવ કૉન્સર્ટનું વિડિયો-રેકૉર્ડિંગ પણ કરીએ, જેથી બધા આ લહાવો માણી શકે.

‘મોમેન્ટ્સ વિથ પંકજ ઉધાસ.’

મુંબઈગરાઓને અર્પણ કરાયેલું આ આલબમ કોઈ પણ જાતના પ્રૉફિટના હેતુથી કરવામાં નહોતું આવ્યું. એ આલબમનો હેતુ એક જ હતો કે મારાં તમામ હિટ સૉન્ગ્સ જેને લોકો વધાવી ચૂક્યાં છે એ બધાં એકસાથે મારા ચાહકો, મારા ફૅન્સને આપવામાં આવે અને તેમને ગમે એવી એક કૃતિ તૈયાર કરીએ.

આવું કરીને હું આ સિટી સાથેની મારી યાદોને પણ નવેસરથી તાજી કરું એવી પણ ભાવના મનમાં હતી.

કૉલેજના દિવસોની ઘણી યાદો આ ગેટવે ઑફ ઇન્ડિયા સાથે જોડાયેલી છે. હું મારા ફ્રેન્ડ્સ સાથે સ્ટોનવૉલ પર બેસવા આવતો અને એમાં અમે બધા ખૂબ નિયમિત હતા. અહીં આવવાનું અને કલાકો સુધી દરિયાને નીરખવાનો, એને જોવાનો અને એની સાથે મૂક સંવાદ કરવાનો. ગરમીના દિવસો હોય ત્યારે ઘણા યુવાનો અહીંના દરિયામાં નહાવા પડતા. આ જ વિસ્તારમાં વૉર્ડન રોડ પર એક કૉફીશૉપ હતી. ત્યાં પણ અમે બધા ખૂબ ગયા છીએ. એ કૉફીશૉપમાં બેસીને અમે કલાકો સુધી વાતો કરતા. આ જ વિસ્તારમાં હું મારાં બા-બાપુજી અને ભાઈઓ સાથે રહેતો હતો. એક સમય હતો કે આ વિસ્તાર મુંબઈનો સૌથી પૉશ વિસ્તાર ગણાતો.

આજે પણ મને એ યાદ આવે છે ત્યારે હસવું આવે છે પણ એક સમય હતો જ્યારે આ વિસ્તારને બધા સ્કૅન્ડલ પૉઇન્ટ કહેતા, કારણ કે અહીં લવર્સ કે પછી ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ એકબીજાને મળવા માટે આવતાં અને સંતાઈ શકાય એવી જગ્યાએ બેસીને કલાકો સુધી વાતો કરતાં. આજે તો મુંબઈ પાસે અનેક ડિસ્કોથેક છે પણ ત્યારના સમયમાં મુંબઈનું એકમાત્ર ડિસ્કોથેક ખાલી આ વિસ્તારમાં હતું અને એ પણ તાજમાં. મને આ ડિસ્કોથેકમાં જઈને ડાન્સ કરવો ખૂબ ગમતો.

મુંબઈ વિશે જ્યારે કોઈ ખરાબ બોલે કે પછી મુંબઈ માટે જ્યારે ખરાબ વાતો થાય ત્યારે મને પર્સનલી હર્ટ થાય છે. મુંબઈની સડકોની ખરાબ હાલત જોઈને કે પછી ચારે તરફ ફેલાયેલી ગંદકીને જોઈને પણ મને ખૂબ દુખ થાય છે. હા, એ વાત સાચી કે આજે વિશ્વનું દરેક મેટ્રોપૉલિટન સિટી ઓવર-પૉપ્યુલેટેડ છે અને એટલે ઓવર-ક્રાઉડેડ પણ છે. મારી દૃષ્ટિએ મુંબઈને જો ખરેખર જરૂર હોય તો એવી થોડી ખુલ્લી જગ્યાની જરૂર છે જ્યાં પરિવારો ભેગા થઈ શકે અને સાથે રિલૅક્સ થઈ શકે. દુબઈ, ન્યુ યૉર્ક જેવાં શહેરોમાં આવી અનેક જગ્યા છે પણ મુંબઈમાં આવી કોઈ જગ્યા નથી એટલે લોકો ગિરગામ ચોપાટી કે પછી ગેટવે ઑફ ઇન્ડિયા આવીને અહીં બેસીને હળવા થાય છે. મુંબઈમાં સીફેસિંગ ઘણી પ્રૉપર્ટી છે, પણ આ શહેરનો મહત્તમ વર્ગ મિડલ ક્લાસ છે એ ભૂલવું ન જોઈએ. આ વર્ગને ફરવા માટે આપણે અમુક જગ્યા દરિયાની સામે ડેવલપ કરવી જોઈએ.

મુંબઈને આપણું શહેર કહેતી વખતે ગર્વનો અનુભવ પણ થાય છે અને લાગણી પણ એવી જ થાય જેમાં તમને આ શહેર માટે માન જન્મે. મુંબઈ માટે હું કહીશ કે આ શહેર છપ્પનની છાતીનું છે. માર પડે છે, તકલીફ આવે છે અને એ પછી પણ આ શહેર તરત જ ઊભું થઈ જાય છે. ઊભા થવાની જે હામ એનામાં છે એ અદ્ભુત છે. જ્યારે-જ્યારે આતંકવાદીઓએ આ શહેર પર હુમલાઓ કર્યા છે ત્યારે-ત્યારે આ શહેરે પોતાની તાકાત પણ દેખાડી છે અને એ બાઉન્સબૅક થઈને ઊભું થયું છે.

હમણાં જૂના ફોટોગ્રાફ્સ જોતો હતો એમાં આ આલબમ હાથમાં આવ્યું અને આ આલબમ હાથમાં આવ્યું એટલે આ આખી વાત યાદ આવી ગઈ. ૨૬/૧૧ના આતંકી હુમલાના થોડા સમય પછી ગેટવે ઑફ ઇન્ડિયા પર જ કૉન્સર્ટ કરવાનો વિચાર આવ્યો અને અમે સાયનના ષણ્મુખાનંદ ઑડિટોરિયમમાં કૉન્સર્ટ કરી. ષણ્મુખાનંદ ઑડિટોરિયમ ઇન્ડિયાનું સૌથી મોટું ઑડિટોરિયમ છે અને જગતના બેસ્ટ ઑડિટોરિયમ પૈકીનું એક ઑડિટોરિયમ છે. એ કૉન્સર્ટની Dસ્D બનાવવામાં આવી એને ખૂબ જ સરસ રિસ્પૉન્સ મYયો અને એ જ જોઈતું હતું. મુંબઈ માટે કામ કરવું, મુંબઈ સાથે ઊભા રહીને કામ કરવું એ ગર્વની અનુભૂતિ કરાવે છે. સૌથી વધારે મજા તો એ વાતની આવી કે ષણ્મુખાનંદ ઑડિટોરિયમનું ડાયમન્ડ જ્યુબિલી વર્ષ હતું ત્યારે જ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. અનાયાસ જ હતો કે આ ઑડિટોરિયમ અને ગેટવે ઑફ ઇન્ડિયા એમ બન્ïને વાત એક જ આલબમ ‘મોમેન્ટ્સ વિથ પંકજ ઉધાસ’માં સમાવિષ્ટ થતાં હતાં. આજે આ આલબમની વાત કરતી વખતે મને સાથોસાથ એક બીજી પણ વાત કરવી છે. અત્યાર સુધીમાં મારાં જેટલાં પણ આલબમ આવ્યાં એ આલબમ કરતાં પણ બમણાં એટલે કે સોથી પણ વધારે આલબમ પાઇરસી કરનારા લોકો દ્વારા બનાવવામાં આવ્યા છે અને એ પણ એટલાં જ પૉપ્યુલર થયાં છે.

ગુજરાત અને દિલ્હીમાં પાઇરસીનું બહુ મોટું માર્કેટ હતું. આજે હવે સીડી-ડીવીડીનું માર્કેટ ઑલમોસ્ટ ખતમ થઈ ગયું છે અને પ્ભ્૩નો વપરાશ પણ હવે ઓછો થાય છે, પણ એક સમય હતો જ્યારે કૅસેટ અને સીડી પુષ્કળ વેચાતાં હતાં એ સમયે આ પાઇરસી ઑપરેટરો દ્વારા જુદી-જુદી ગઝલો ભેગી કરીને પોતાની રીતે આલબમ બનાવીને, એનું નામકરણ કરીને એ માર્કેટમાં મૂકવામાં આવતાં. આ નકલી આલબમોમાં ‘નશા’ નામનું એક આલબમ પૉપ્યુલર થયું. હતું ઘણા લોકો એવું માનવા માંડ્યા હતા કે આ આલબમ ઓરિજિનલ છે અને એ મેં જ બનાવ્યું છે. એ આલબમમાં એના ટાઇટલ મુજબની શરાબના નશાને લગતી ગઝલો હતી. કેટલાક લોકોએ તો આવી ગઝલોનું આલબમ ન બનાવવું જોઈએ એવી સલાહ પણ આપી હતી તો કેટલાકે મારી ટીકા પણ કરી હતી, પણ હકીકત એ હતી કે મેં મારી આખી કરીઅરમાં વધીને દસથી બાર જ ગઝલ શરાબ, મયખાના અને મદિરા પર ગાઈ છે, પણ બધી ગઝલો એક જ આલબમમાં આવી જતાં એવો ભાસ ઊભો થયો કે ખાસ શરાબના શોખીનો માટે મેં આ આલબમ બનાવ્યું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK