ઉર્દુ ઝબાન પર કામ કરવું પડશે, નહીં તો કરીઅર નહીં બની શકે

મનહરભાઈને કલ્યાણજી-આણંદજીએ આ સલાહ આપી અને એ સલાહનું અનુકરણ અનાયાસ મેં પણ કરી લીધું

manhar udhas


દિલ સે દિલ તક – પંકજ ઉધાસ

એક ગુજરાતી તરીકે ગઝલગાયક હોવું એ ઘણાને અચરજ આપવાનું કામ કરે છે. કેટલાક તો એવું પણ માને છે કે ઉર્દુ અને ગુજરાતી નૉર્થ-પોલ અને સાઉથ-પોલની જેમ એકબીજાથી બિલકુલ ભિન્ન છે અને એ સાચું પણ છે. આટલું ઓછું હોય એમ આ ઉપરાંત ગઝલગાયકી. હું એમ તો નહીં જ કહું કે ગઝલગાયકી અઘરી છે, પણ હા, એ ચોક્કસ કહીશ કે ગઝલગાયકી થોડી કૉમ્પ્લેક્સ છે, અટપટી છે અને એના આ ઊંચાનીચા વળાંકો જાણવા, એ શીખવા બહુ જરૂરી છે. નૉર્મલ ગીત હોય એના કરતાં ગઝલનું સિન્ગિંગ અઘરું છે, થોડું કૉમ્પ્લેક્સ છે અને એમાં ડેપ્થની આવશ્યકતા રહે છે એટલે ગઝલ-સિન્ગિંગના ક્ષેત્રમાં હું કેવી રીતે આવી ગયો અને એમાં આટલી લાંબી મજલ મેં કેવી રીતે કાપી નાખી એ વિશે વાત કરવાનું આવે તો હું પોતે પણ થોડો ખચકાટ અનુભવું કે પછી મને પણ એમાં થોડી મૂંઝવણ થવા માંડે. કાં તો હું એમ કહું કે હું આ જ ક્ષેત્રમાં આવ્યો હોઈશ અને મને ડેસ્ટિની એ દિશામાં આગળ લઈ જવાનું કામ કરી ગઈ અને કાં કહો કે ગઝલમાં થનારા નાના-મોટા ચેન્જિસ મારા હસ્તે લખાયેલા હશે એટલે મારે આવવાનું બન્યું હશે. જે માનો એ પણ આ એક હકીકત છે કે ગઝલ અને ગુજરાતીઓને સીધું કોઈ કનેક્શન નથી હોતું અને એ પછી પણ હું આ ક્ષેત્રમાં આવી ગયો અને આજે આવડી કરીઅર પણ પૂરી કરી લીધી.

ગઝલ કે પછી સિન્ગિંગના ક્ષેત્રમાં આવતાં પહેલાં હું સાયન્સનો સ્ટુડન્ટ હતો. ભણવામાં અને માર્ક લાવવામાં હોશિયાર પણ ખરો એટલે એક સમયે મને સાયન્સના ક્ષેત્રમાં જ આગળ વધવાની અને પછી સાયન્ટિસ્ટ બનવાની ઇચ્છા થતી હતી. એ દિવસોમાં હોમી ભાભા અને વિક્રમ સારાભાઈનાં નામો મોટાં હતાં એટલે તેમના જેવા બનવાનું મન થતું અને દેશનું નામ, પરિવારનું નામ રોશન કરવાની ખ્વાહિશ મનમાં રહેતી. એ ઉંમર જ એવી હોય છે જેમાં તમને કરીઅર વિશે આ પ્રકારનાં સપનાં આવ્યાં કરે અને તમે એ સપનાંઓને પણ સાકાર કરવાની મહેનત કરો. સાયન્ટિસ્ટ બનવા ઉપરાંત મને થતું કે હું ક્રિકેટર બનું અને મને લાગે પણ છે કે જો હું સિંગર બન્યો ન હોત તો હું કદાચ ક્રિકેટર બન્યો હોત.

kalyanji anandji


હું બહુ સારું ક્રિકેટ રમતો અને એ રમતમાં મારે હથરોટી હતી. હું એ દિવસોમાં ઑફ-સ્પિન બોલિંગ કરતો અને મારી બોલિંગ પ્રમાણમાં ઘણી સારી હતી. સ્કૂલ અને કૉલેજની અનેક ટુર્નામેન્ટમાં પણ મેં ભાગ લીધો છે અને બીજા સ્ટુડન્ટ્સ તથા સાથી ક્રિકેટ પ્લેયરના મોઢે સાંભYયું પણ છે કે મારું ક્રિકેટ કોઈ પ્રોફેશનલ પ્લેયર્સના સ્તરનું હતું. મને લાગે છે કે જો સિન્ગિંગની કરીઅરમાં હું ન આવ્યો હોત તો હું ડેફિનેટલી ક્રિકેટર બન્યો હોત અને મેં ઇન્ટરનૅશનલ મૅચો પણ રમી હોત. એ સમયે તો મને બહુ સ્ટ્રૉન્ગ લેવલ પર યાદ નહોતું પણ આજે યાદ આવે છે કે અમારા સમયમાં કરસન ઘાવરી નામના પ્લેયર હતા, જે ખૂબ જ સારા ક્રિકેટર હતા અને તેમણે પણ ગુજરાતી અને ખાસ તો રાજકોટનું નામ રોશન કર્યું હતું. કરસન ઘાવરી રાજકોટના જ હતા અને તેમણે પણ પોતાની કરીઅર રાજકોટથી શરૂ કરીને છેક ઇન્ટરનૅશનલ લેવલ સુધી પહોંચાડી હતી. જો ગઝલ ન હોત તો હું ઘાવરી જેવો સારો ક્રિકેટર બન્યો હોત, પણ જો અને તો વચ્ચેની આ દુનિયામાં એ વાત હકીકત છે કે હું ગઝલના ક્ષેત્રમાં આવ્યો અને આ ક્ષેત્રમાં સૌકોઈને નવાઈ એ જ વાતની લાગતી રહી કે આ કેવી રીતે બન્યું, એક ગુજરાતી કેવી રીતે એક સફળ ગઝલ-સિંગર બન્યો?

ખરું કહું તો હું સિંગર બન્યો એ પહેલાં એક ખૂબ જ સારો લિસનર હતો. હું ખૂબબધું સાંભળતો. અમારા સમયમાં ફિલ્મોનું સંગીત પણ અદ્ભુત હતું અને એ સમયે ગીતો સાંભળવા માટે માત્ર એક જ સાધન હતું - રેડિયો. આજે મ્યુઝિક સાંભળવા માટે ઘણા ઑપ્શન છે અને એ બધામાં મોબાઇલ સૌથી પૉપ્યુલર ઑપ્શન છે, પણ મારો જન્મ જે સમયગાળામાં થયો એમાં તો એવી કોઈ સુવિધા હતી નહીં. જો તમારે ગીતો સાંભળવાં હોય તો કાં તમે ફિલ્મો જોવા માટે જાઓ અને કાં તો તમે રેડિયો સાંભળો અને રેડિયોમાં પણ એવું કે તમને સાંભળવું છે એ ગીત ક્યારે આવશે એની કોઈને ખબર ન હોય. બસ, રેડિયો પાસે બેસી રહો અને એ સાંભYયા કરો. ગઝલ માટેનો પ્રેમ પણ એ જ સમય દરમ્યાન શરૂ થયો હશે એવું મારું માનવું છે. ગઝલ કે પછી ગઝલ જેવાં ગીતો હતાં એ ત્યારે સાંભળવા પણ તરત જ જતા હતા. એ સમયમાં તો આ પ્રકારના સંગીતનું ચલણ પણ હતું. મોહમદ રફીનાં તમે ગીતો સાંભળો તો તમને ખબર પડે કે પાંચમાંથી બે ગીત આ પ્રકારનાં મળી આવે. તલત મેહમૂદ અને ખય્યામસાહેબના મ્યુઝિકમાં પણ આની છાંટ હતી અને નૌશાદસાહેબમાં પણ તમને એ અસર દેખાતી. આજુબાજુનું વાતાવરણ એવું હતું એટલે નાનપણથી જ આ પ્રકારના સંગીતમાં દિલચસ્પી આવી ગઈ હતી.

એ પછી તો મુંબઈ આવવાનું થયું. મુંબઈ આવવાનું કારણ ક્યાંય મ્યુઝિક નહોતું પણ એજ્યુકેશન હતું અને એજ્યુકેશન જ પ્રાધાન્ય પર હતું, પણ એ સમયે મારા મોટા ભાઈ મનહરભાઈએ ફિલ્મોમાં ગાવાનું શરૂ કરી દીધું હતું એટલે વાતાવરણ બંધાવા લાગ્યું હતું. અહીં એક વાત એવી આવે છે જે સમજવા જેવી અને નવી પેઢીના સિંગરોએ જીવનમાં ઉતારવા જેવી છે.

એ સમયના જે ગીતકારો હતા, જે રાઇટર હતા એ ક્વૉલિટીના ખૂબ જ ચાહક હતા. મજરૂહ સુલતાનપુરી, સાહિર લુધિયાનવી જેવા જે ગીતકારો હતા તેમનો આગ્રહ રહેતો કે જે સિંગર હોય એનાં ઉચ્ચારણો ચોખ્ખાં હોવાં જોઈએ, તેમના શબ્દો સ્પષ્ટ સંભળાવા જોઈએ અને તેમના અવાજમાં પણ સ્પષ્ટતા હોવી જોઈએ. જરૂરી પોઝ પણ એમાં દેખાવો જોઈએ અને એકેક અક્ષર સાફ રીતે ઊભરીને બહાર આવવો જોઈએ. મનહરભાઈ ગુજરાતી અને હિન્દીમાં ખૂબ જ સારા પણ ઉદૂર્નો એટલો મહાવરો નહીં એટલે આપણા ગુજરાતી સંગીતકાર કલ્યાણજી-આણંદજીએ તેમને સલાહ આપી કે જો ઉર્દુ ઝબાન સુધારશે નહીં તો અહીં કામ નહીં બને અને કામ નહીં બને તો કરીઅર નહીં બને એટલે તારે ઉર્દુ પર મહેનત તો કરવી પડશે.

કલ્યાણજી-આણંદજીની આ સલાહ પછી મનહરભાઈએ લિટરલી ઉર્દુ શીખવાનું નક્કી કર્યું. એ સમયે મુંબઈમાં સઈદ મિર્ઝા નામના એક ખૂબ જ જાણીતા ઉર્દુના શિક્ષક હતા. તેમની ખૂબ જ સરસ પર્સનાલિટી હતી. સાયરાબાનુ પણ તેમની પાસે ઉર્દુ શીખ્યાં હતાં અને બીજા પણ અનેક સ્ટારને તેમણે આ ઝબાન શીખવી હતી. મનહરભાઈએ તેમની પાસે શીખવાનું શરૂ કર્યું. મને યાદ છે કે સઈદસાહેબ તેમને શીખવતી વખતે ગાલિબ, મીર તકી મીર જેવા અનેક ખ્યાતનામ ઉર્દુ શાયરના દાખલ ટાંકતા, તેમના શેર કહે અને એ બધું તેમના મોઢે સાંભળીને હું પણ એ શાયરોને વાંચતો થયો. જેમ-જેમ વાંચતો ગયો એમ-એમ મને ઉર્દુ સાથે લગભગ ઇશ્ક થઈ ગયો. મારા શબ્દોમાં જરાપણ અતિશયોક્તિ નથી. એ સમયમાં તો ગઝલ ગાઈને જીવનનિર્વાહ ચલાવવો એ વાત પણ લોકોને હાસ્યાસ્પદ લાગતી હતી, પણ ઉર્દુ ઝબાન પર આવેલી હથરોટીને કારણે જ હું આ નિર્ણય લઈ શક્યો અને આજે આ કરીઅરની આટલી લાંબી મજલ કાપી શક્યો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK