મિચ્છામિ દુક્કડં પાછળના વિજ્ઞાનને મામૂલી નહીં સમજતા

તમને ખબર નથી કે દિલથી આટલું બોલવાથી અને સ્વીકારવાથી શરીર અને જીવનમાં કેવા ચમત્કાર થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ ‘સાયન્સ ઑફ અપૉલૉજી’ એટલે કે માફીવિજ્ઞાન પર પાર વગરનું રિસર્ચ કરી લીધું છે. તેમના રિસર્ચની વાતો જાણીએ અને સાચેસાચું મિચ્છામિ દુક્કડં એટલે કે સૉરી કહીને એક વાર હિસાબ ક્લિયર કરીને મોકળા થવામાં કેટલો મોટો લાભ છે એ જાણી લો

michchami dukkadamરુચિતા શાહ

ઝોર સે બોલો જય માતાજીની જેમ કેટલીક પેટન્ટ વિશિસનો મારો સોશ્યલ મીડિયા પર વધતો જ રહ્યો છે. જાતપાતના તમામ ભેદ વૉટ્સઍપે ભૂંસી નાખ્યા છે. આપણે ઈદ મુબારક પણ કહીએ છીએ, હૅપી ન્યુ યર પણ કહી નાખીએ છીએ ને બીજા જે-જે તહેવાર આવતા હોય એ બધા તહેવારોની વિશની આપલે કરી લઈએ છીએ. મેસેજ ફ્રી છે એટલે આવો સર્વધર્મ સમભાવ જાગે તો વાંધો નથી. સમય તમારો, વૉટ્સઍપ તમારું; અમને શું વાંધો? ખેર, મુદ્દા પર આવીએ. આજે શ્વેતામ્બર દેરાવાસી જૈનોના પયુર્ષણનો અંતિમ અને ફાઇનલ દિવસ છે. દર સંવત્સરીએ જૈનોમાં એકબીજાને મિચ્છામિ દુક્કડં કહેવાની પરંપરા છે. આખા વર્ષમાં કોઈને પણ મનથી, વચનથી કે કાયાથી હર્ટ કર્યા હોય તો મિચ્છા મિ દુક્કડં કહીને વાત પર પૂર્ણવિરામ મૂકીને ભવિષ્યમાં એ પરંપરાને આગળ નહીં વધારવાની આ પ્રથા ખરેખર અનુકરણીય છે. અફકોર્સ, મિચ્છા મિ દુક્કડં મનથી થવું જોઈએ, માત્ર શબ્દોથી નહીં. મનથી, વચનથી કે કાયાથી એટલે કે કોઈકના દાંત તોડવાનું મન થયું હોય, દાંત તોડી નાખીશ એવું ખરેખર બોલી ગયા હો કે પછી ખરેખર કોઈકના દાંત તોડી જ નાખ્યા હોય તો મિચ્છા મિ દુક્કડં કહીને થયેલી ભૂલથી પાછા વળી જાઓ અને ભવિષ્યમાં આવા દાંત તોડવાના ધંધા નહીં કરવાનું પણ નક્કી કરો. વેલ, આ માત્ર હળવું ઉદાહરણ જ હતું એટલું તો ભણેલા-ગણેલા વાચકો સમજી જ ગયા હશે. જોકે આપણા રોજબરોજના જીવનમાં એવી અઢળક ઘટનાઓ ઘટતી રહે છે જેમાં આપણે ક્યારેક ઇરાદાપૂર્વક, આવેશમાં આવીને તો ક્યારેક અજાણતામાં જ કોઈકના હૃદયને ઠેસ પહોંચાડી દેતા હોઈએ છીએ. આપણી ભૂલની ખબર પડ્યા પછી પણ આપણો અહંકાર આપણને માફીના સ્તર સુધી પહોંચવા જ નથી દેતો. બીજી બાજુ, પોતાનું અપમાન કરનારા અને પોતાના અહમ્ને ઠેસ પહોંચાડનારી વ્યક્તિને માફી આપવાની દરિયાદિલી દેખાડવાની વૃત્તિ કેળવવી પણ અઘરી છે. જોકે જો થોડુંક જતું કરીને આ કરવામાં આવે તો ખરેખર ચમત્કાર સર્જાઈ શકે છે. કદાચ જૈન ધર્મ એકમાત્ર એવો ધર્મ છે જ્યાં આ પ્રકારની સંપૂર્ણ માનસશાjાના વિજ્ઞાન સાથે સંકળાયેલી માફી માગવાની અને માફી આપવાની પરંપરા નિભાવાતી હોય. આજે ઘણા દેશોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ‘સૉરી ડે’ અને ‘અપૉલૉજી ડે’ ઊજવાય છે, જ્યારે જૈન ધર્મ એક એવો ધર્મ છે જ્યાં ક્ષમાપના પર્વ ઊજવાય છે. આખું પયુર્ષણ એ બીજું કંઈ નહીં પણ ક્ષમા માટે મનને તૈયાર કરવા માટે ભૂમિકા બાંધવાનું કામ કરનારું પર્વ છે. મનમાં ગ્રજિસ, પૂર્વગ્રહો કે વેરભાવ સંઘરી રાખવામાં, વેરભાવ સાથે જીવવામાં કોઈ મજા નથી. કોઈના હૃદયને ઠેસ પહોંચાડ્યા પછી તે પણ આપણા માટે નકારાત્મક વાઇબ્સ પાસઑન કર્યા કરે અને આપણા મનનાં ઍન્ટેના પણ એ ખરાબ વાઇબ્સને ગ્રહણ કરીને માહોલને વધુ કલુષિત કર્યા કરે એ યોગ્ય નથી. આટલો સાયન્ટિફિક અપ્રોચ ધર્મ પાસે હોય એ ખરેખર આનંદની વાત છે અને આ જ અપ્રોચ ધર્મ પાસેથી અપેક્ષિત પણ હોય. આજે માફી પર્વનો છેલ્લો દિવસ છે. માફી માગો અને મોકળા થાઓ, માફી આપો અને મોકળા થાઓ. હૃદયને પૂર્વગ્રહો અને વેરભાવની કલુષિત ગલીઓમાંથી બહાર કાઢીને સારા કામમાં લગાડો આવું ધર્મએ તો ખૂબ કહ્યું. હવે વિજ્ઞાનને આ દિશામાં શું કહેવું છે એના પર થોડીક વાતો કરીએ. વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ સૉરી કહેવાના શું લાભ છે એ વિશે થોડીક ચર્ચા કરીએ અને સાïૅરી કહેવાની સાચી રીત માટે તેમણે કેવાં-કેવાં સંશોધનો કરી લીધાં છે એ તરફ પણ દૃષ્ટિ કરીએ.

ફાયદા શું?

મિચ્છા મિ દુક્કડં અથવા સૉરી શક્તિશાળી મેડિસિનનું કામ કરી શકે છે એવું વૈજ્ઞાનિકોનું માનવું છે. આમ કહેનારી વ્યક્તિના હૃદયનો ભાર ઊતરે છે અને સ્વીકારનારી વ્યક્તિમાં પણ હળવાશ આવે છે એટલે ઇમોશનલ હીલિંગ શરૂ થાય છે. વ્યક્તિ ભૂતકાળના ગુસ્સાને ભૂલીને વર્તમાનમાં આગળ વધી શકે છે. આપણા અને બીજાના સેલ્ફ-એસ્ટીમમાં વધારો થાય છે. સ્ટ્રેસબસ્ટરનું કામ કરે છે. એટલે સ્ટ્રેસને કારણે, ઍન્ગરને કારણે, ગુસ્સાને દબાવવાને કારણે શરીરમાં જે પણ રોગો થઈ શકવાની સંભાવના હતી એ થતા અટકી જાય છે. એટલે કે ઍન્ગ્ઝાયટી ડિસઑર્ડર જેવા માનસિક રોગોથી લઈને ડાયાબિટીઝ,

બ્લડ-પ્રેશર, થાઇરૉઇડ જેવા શારીરિક રોગો પણ દૂરથી સલામ કરીને નીકળી જાય છે. સાઇકોસમૅટિક ડિસઑર્ડર એટલે કે મનના ડિસ્ટર્બન્સને કારણે ઉદ્ભવતા આભાસી રોગો નથી થતા. સોશ્યલ રિલેશનશિપમાં સુધારો થાય. ટૂંકમાં મન ચંગા તો કથરોટ મેં ગંગા.

કેટલાક શું કામ સૉરી નથી કહી શકતા?

સાંભળવામાં જેટલું સરળ લાગે છે એટલું જ કરવામાં અઘરું છે. મિચ્છા મિ દુક્કડં કે સૉરી કહેવું બધાના બસની વાત નથી. જ્યારે પણ કોઈને સૉરી કહેવાનું આવે ત્યારે પોતાનામાં ખામી છે એ સ્વીકારવાની તૈયારી રાખવી પડે. પોતે ક્યાંક ઓછા છે, પોતાનામાં કંઈક ખૂટે છે એ સ્વીકારવાનું કૌવત દરેકમાં નથી હોતું. ઘણી વાર પોતે કરેલી ભૂલ વિશે સામેવાળાને ભાસ પણ ન હોય ત્યારે સામેથી સૉરી કહીને એનો ખુલાસો કરીને જાણી જોઈને શું કામ સળી કરવી એવું પણ કોઈના મનમાં ચાલતું હોય. કોઈક એમ વિચારતા હોય કે ભૂલ તો મારી છે જ નહીં પણ છતાં સામેવાળાને ખરાબ લાગ્યું હોય તો એમાં હું શું કરું. ઊલટાનું એમાં સામેથી સૉરી કહીને પેલો સાચો ને હું ખોટો એવું સાબિત થઈ જશે. તાળી એક હાથથી ન વાગે. મારી ભૂલ હતી તો સામેવાળાની પણ હતી. હું સૉરી કહીશ તો આખો દોષનો ટોપલો તો મારા જ માથે આવી જશેને, આવું પણ કોઈ વિચારી શકે. છેલ્લે કોઈક શૂરવીર એવું પણ વિચારી શકે મારી સામે ચાલીને મગાઈ રહેલી માફીને સામેવાળો મારી નબળાઈ ગણશે અને વધુ અવળચંડાઈ કરશે. તેને લાગશે આ ડરી ગયો. આવા અનેક તર્ક માફી માગતાં પહેલાં વ્યક્તિના મનમાં જાગતા હોય છે. જોકે વૈજ્ઞાનિકોના મતે આ તકોર્ને વશ થયા વિના સિન્સિયરલી, પ્રામાણિકતા સાથે માગવામાં આવતી સૉરીનું પૉઝિટિવ રિઝલ્ટ જ આવે છે. આ સૉરીથી તમારું અને સામેવાળાનું ભલું જ થતું હોય છે.

શ્રેષ્ઠ રીત કઈ?

અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના મતે સૉરીની ઇફેક્ટ ત્યારે વધે છે જ્યારે એમાં છ મુખ્ય મુદ્દાનો સમાવેશ થતો હોય. પર્ફેક્ટ અપૉલૉજીમાં નીચેની છ બાબતો હોવી જોઈએ. એટલે કે તમારા મિચ્છા મિ દુક્કડંમાં પણ છ બાબતોનો સમાવેશ થવો જોઈએ.

૧. તમારી ભૂલનો સ્વીકાર

 ૨. ભૂલ શું કામ થઈ એનો ખુલાસો

૩. જે થયું એની જવાબદારી

૪. પસ્તાવાનો એકરાર,

૫. જે બગડી ગયું એને સુધારવાની ઑફર.

૬. માફ કરવા માટેની વિનંતી.

સૉરીનું કે મિચ્છામિ દુક્કડંનું પૉઝિટિવ રિઝલ્ટ ત્યારે જ મળશે જ્યારે આ છ બાબતોનું ધ્યાન તમે રાખ્યું હશે એવું અમેરિકાના વૈજ્ઞાનિકોએ હજારો લોકો પર કરેલા સંશોધન પછી કહ્યું છે.

Comments (1)Add Comment
...
written by chandrakant sangoi, September 13, 2018
honest truthful article

NEW YORK USA
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK