મૅરેજ બાદ કેમ વધી જાય છે મહિલાઓની વેસ્ટલાઇન?

લગ્નની શરૂઆતના તબક્કામાં દંપતી આનંદઝોનમાં રહે છે. આ સમયે મહિલાનાં હૅપી હૉર્મોન્સ અને ચરબી વધારતા એસ્ટ્રોજનના સ્તરમાં વધારો થાય છે, પરિણામે વજન વધી જાય છે

healthવર્ષા ચિતલિયા

પર્ફેક્ટ ફિગર માટે મહિલાઓ ડાયટિંગથી જિમ સુધીના તમામ અખતરાઓ કરે છે, પરંતુ ફિગરને મેઇન્ટેઇન કરવું એ ખાવાના ખેલ નથી. એમાંય પરણ્યા પછી ઝીરો સાઇઝ કમર તો ભાગ્યે જ શક્ય બને. લગ્ન પહેલાં પાતળી પરમાર દેખાતી યુવતીઓ લગ્નનાં પાંચથી સાત વર્ષમાં જ લગભગ ડબલ થઈ જાય છે એવું નોંધવામાં આવ્યું છે. ખાસ કરીને તેમની કમર અને હિપ્સની સાઇઝમાં બહુ મોટું પરિવર્તન જોવા મળે છે એવું તારણ નીકળ્યું છે.

શા માટે મહિલાઓનાં અમુક ખાસ અંગોમાં જ વધારે બદલાવ જોવા મળે છે એ બાબતે નૉર્થ અમેરિકાની એક યુનિવર્સિટીએ કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે મહિલાઓનું જાતીય જીવન સંતોષજનક હોય છે એવી મહિલાઓની કમર અને હિપ્સની સાઇઝ અન્ય મહિલાઓની સરખામણીએ વધારે હોય છે. આ અભ્યાસમાં ૨૫થી ૪૫ વર્ષની ઉંમરની આશરે એક હજાર મહિલાઓનાં કમર અને હિપ્સનું માપ લેવામાં આવ્યું હતું તેમ જ તેમના પહેલાંના ફિગરનું પણ વિfલેષણ કરવામાં આવ્યું હતું. રિસર્ચ બાદ બીજી પણ અનેક બાબતો બહાર આવી હતી. જે મહિલાઓની વેસ્ટલાઇન વધુ હોય છે તેમને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી નડે છે તેમ જ તેમનામાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાનું જાણવા મળ્યું છે. આ રિસર્ચમાં કેટલી સચ્ચાઈ છે? લગ્ન બાદ મહિલાઓની વેસ્ટલાઇન વધી જવાનાં કયાં કારણો હોઈ શકે એ વિશે વાત કરવાની સાથે એવી મહિલાઓને મળીએ જેમના શારીરિક ઘેરાવામાં લગ્ન બાદ બહુ મોટું પરિવર્તન આવ્યું હોય.

લગ્ન બાદ મહિલાઓની વેસ્ટલાઇન કેમ વધી જાય છે એ સંદર્ભે વાત કરતાં કાંદિવલીના સેક્સોલૉજિસ્ટ ઍન્ડ સ્ટ્રેસ મૅનેજમેન્ટ એક્સપર્ટ હિતેશ શાહ કહે છે, ‘લગ્ન બાદ માત્ર મહિલાઓનું જ નહીં, પુરુષોનું વજન પણ વધી જાય છે. આ વાત સાચી છે કે જાતીય જીવનની શરૂઆત અને સંતોષજનક સંબંધો વેસ્ટલાઇન વધારી દે છે. લગ્નજીવનની શરૂઆતના તબક્કાને સુવર્ણકાળ કહી શકાય. સામાજિક વ્યવહારોમાં સજોડે હાજરી, વારંવાર બહાર ફરવા જવું, દંપતી વચ્ચે વધતી નિકટતા, હૅપી નાઇટલાઇફ આ બધા આનંદમાં સ્વાસ્થ્ય પ્રત્યે થોડી બેદરકારી જોવા મળે છે. લગ્ન બાદ મહિલાનાં હૅપી હૉર્મોન્સ અને ચરબી વધારતા એસ્ટ્રોજનના સ્તરમાં વધારો થાય છે, પરિણામે શરૂઆતનાં વર્ષોમાં જ વજન વધી જાય છે.’

કેટલાક કેસમાં નકારાત્મક પરિણામો પણ સામે આવ્યાં છે એમ જણાવતાં ડૉ. હિતેશ શાહ કહે છે, ‘સંયુક્ત કુટુંબમાં રહેતી મહિલાઓમાં તનાવ અને ડિપ્રેશનનું પ્રમાણ વધુ જોવા મળે છે. ડિપ્રેશનમાં આપણું શરીર જલદીથી પ્રતિક્રિયા આપે છે, જેમાં વજન વધી પણ શકે અને ઘટી પણ શકે. કેટલીક મહિલાઓને કોઈ જ કામકાજ કરવું પડતું નથી અને બેઠાડુ જીવન હોય છે, જે વેસ્ટલાઇન વધારવાનું કામ કરે છે. વજન વધી ગયા બાદ મહિલાનો આત્મવિશ્વાસ ડગી જાય છે. તેને લાગે છે કે હવે તે પહેલાં જેવી આકર્ષક નથી લાગતી. ઝડપથી વજન વધવાના કારણે હાંસીને પાત્ર બને છે. કેટલીક વાર હસબન્ડ જ કહે છે કે તું જાડી થઈ ગઈ છે. આ વાત તેને અપમાનજનક લાગે છે. જાતીય જીવનમાં સંતોષ અને અસંતોષ બન્ને બાબતો વજન વધવાનું કારણ બની શકે છે. લગ્ન બાદ વજન વધવાનું કારણ જો ખુશહાલ જીવન હોય તો ચિંતા કરવાની આવશ્યકતા નથી, પરંતુ જીવનમાં ખુશી ન હોય અને વજન વધતું હોય તો એ ચિંતાનો વિષય છે.’

પાતળી પરમાર કે ઝીરો સાઇઝ ફિગર સામાન્ય મહિલાઓ માટે નહીં, અભિનેત્રીઓ અને મૉડલિંગના ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓ માટે વપરાતો શબ્દ છે એમ જણાવતાં ડૉ. હિતેશ શાહ કહે છે, ‘લગ્ન બાદ સંપૂર્ણ સ્ત્રી અને માતા તરીકેની ભૂમિકા નિભાવવાની હોય છે. નવા રોલમાં અમુક હદ સુધી તમારા શરીર પર ચરબીના થર જરૂરી છે. એવો કયો પુરુષ છે જેને ઝીરો સાઇઝ ફિગર ધરાવતી મહિલા પથારીમાં આકર્ષક લાગે? સ્તન, હિપ્સ અથવા વેસ્ટલાઇન પર ચરબી જામે ત્યાં સુધી બહુ વાંધો નથી આવતો, પરંતુ જો પેટની આસપાસ ચરબીના થર વધે તો એ ખરાબ સ્વાસ્થ્યની નિશાની છે. લગ્ન બાદ જો મહિલાનું શરીર ખૂબ વધી જાય તો ગર્ભાવસ્થા દરમ્યાન ગૂંચવણ ઊભી થઈ શકે છે. આવી સ્ત્રીઓને માતા બન્યા બાદ થાઇરૉઇડ, ડાયાબિટીઝ અથવા બ્લડ-પ્રેશર જેવી બીમારી થવાની શક્યતા વધી જાય છે. લગ્ન બાદ શરીરને ફિટ રાખવા નિયિમતપણે વ્યાયામ અથવા યોગ કરવા જોઈએ, ઇમોશનલ સ્ટ્રેસને કન્ટ્રોલમાં રાખવું જોઈએ, આખો દિવસ બેઠાં ન રહેતાં એકાદ મનગમતી પ્રવૃત્તિ કરવી જોઈએ તેમ જ પૂરતી ઊંઘ લેવી જોઈએ. માસિક ચક્રમાં પરિવર્તન આવે તો સમયસર તબીબી પરીક્ષણ કરાવી લેવું. લગ્ન બાદ વજન વધવા કે ઘટવા પર ધ્યાન આપવા કરતાં ફિટ રહેવા પર ધ્યાન કેãન્દ્રત કરવું જોઈએ.’

બળતણિયો જીવ હોય તેનું શરીર ન વધે, હસમુખા હોય તે જાડા હોય - ફાલ્ગુની શાહ, અંધેરી

લગ્ન પછી ભાગ્યે જ એવી કોઈ મહિલા હશે જેના વજનમાં વધારો ન થયો હોય એ વાત સાથે સહમત થતાં અંધેરીનાં ગૃહિણી ફાલ્ગુની શાહ કહે છે, ‘૨૩ વર્ષમાં મારું વજન તો ડબલથી પણ વધારે થઈ ગયું છે. કૉલેજકાળમાં એક વેંત જેટલી કમર હતી જે આજે કમરો બની ગઈ છે. મારા ફિગરમાં તો જબરદસ્ત પરિવર્તન આવ્યું છે. લગ્ન પછી સ્ત્રીનું વજન વધી જાય છે એનું મુખ્ય કારણ જાતીય જીવનની શરૂઆત જ છે. ફિઝિકલ રિલેશન સ્ટાર્ટ થાય એટલે શરીરનાં ચોક્કસ અંગોમાં પરિવર્તન આવે એ એક કુદરતી પ્રક્રિયા છે. માતા બન્યા બાદ હજી વધારે ફેરફારો જોવા મળે. મારું અંગતપણે માનવું છે કે વ્યક્તિના સ્વભાવની પણ તેના શરીર પર અસર પડે છે. બળતણિયો જીવ ધરાવતી વ્યક્તિનું શરીર ન વળે, જ્યારે હસમુખ અને નિખાલસ વ્યક્તિનું શરીર વધી જાય. લગ્ન પહેલાં યુવતીઓને એક પ્રકારનું સ્ટ્રેસ હોય કે લગ્નજીવન કેવું હશે. એક વાર લાઇફમાં સેટલ થઈ જાઓ પછી તમે બેફિકર બની જાઓ એટલે શરીર વધી જાય. બીજું એ કે ભારે શરીર હોય એવી મહિલાઓમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એવું તો ન કહી શકાય. હા, બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝ જેવા કેટલાક રોગ થવાની શક્યતા વધી જાય એટલે કેટલીક તકેદારી રાખવી જોઈએ. મારું શરીર વધારે છે, પણ ખૂબ જ ફ્લેક્સિબલ છે. હું ક્યારેય થાકી જાઉં કે કામ કરીને હાંફી જાઉં એવું બનતું નથી.

દીદી કહીને બોલાવતાં બાળકો હવે આન્ટી કહેવા લાગ્યાં છે - સેજલ મહેતા, નાલાસોપારા

લગ્ન સ્ત્રીઓની વેસ્ટલાઇન વધારી દે છે એ વાત સાથે સહમત થતાં નાલાસોપારાનાં ૩૨ વર્ષનાં ગૃહિણી સેજલ મહેતા કહે છે, ‘વૈજ્ઞાનિક દૃષ્ટિએ જાતીય જીવન શરૂ થયા બાદ હૉર્મોનલ ચેન્જિસના કારણે સ્ત્રીના શારીરિક બાંધામાં પરિવર્તન આવે છે એ વાત સાચી, પરંતુ આપણામાં કહેવાય છે કે લગ્ન પછી રૂપ ખીલે. આ વાત મારા કેસમાં સો ટકા સાચી પડી છે. મારાં લગ્નને તો અઢી વર્ષ જ થયાં છે ત્યાં તો ઘણું વજન વધી ગયું છે. લગ્નના પ્રથમ વર્ષે જ પાંચથી સાત કિલો વજન વધી ગયું હતું. આટલી જલદી સાઇઝ બદલાઈ જવાના લીધે કેટલાય ડ્રેસ ટૂંકા પડી ગયા હતા અને નવેસરથી શૉપિંગ પણ કરવું પડ્યું હતું. વેસ્ટલાઇનમાં તો ઘણો તફાવત આવી ગયો છે. મારું માનવું છે કે લગ્ન બાદ જવાબદારીઓ વધી જવા છતાં સ્ત્રીઓના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળે છે. પેરન્ટ્સના ઘરે બધી વસ્તુ હાથમાં મળતી હોય, પણ હું આ ઘરની રાણી છું જેવી ફીલિંગ લગ્ન પછી જ આવે છે. આ હૅપીનેસ પણ વજન વધવાનું કારણ હોઈ શકે છે. જોકે વજન વધી જવાના લીધે આજુબાજુમાં રહેતાં બાળકો જે મને પહેલાં દીદી કહીને બોલાવતાં હતાં તે હવે મને આન્ટી કહીને બોલાવે છે. હું ક્યારેક ભડકી જાઉં ને કહું કે આન્ટી મત કહો તો મને સામો જવાબ આપતાં કહે કે અબ આપ મમ્મી જૈસે દિખતે હો. અત્યારે તો હું મધરહુડને એન્જૉય કરી રહી છું અને મારા ફિગર સાથે ખુશ છું, પણ હજી વધારે વધી ન જાય એ માટે બાળક થોડું મોટું થાય પછી ધ્યાન આપીશ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK