સ્ટુડન્ટ્સ સ્માર્ટ છે તો આજના શિક્ષકો સવાસ્માર્ટ

આજે ટીચર્સ ડેના દિવસે વિદ્યાર્થીઓને ભણાવવા માટે આજના ટીચરોએ અપનાવેલી આઉટ ઑફ ધ બૉક્સ પદ્ધતિઓ વિશે વાત કરીએ

teacherપ્રતિમા પંડ્યા

તાજેતરમાં જમ્મુની એક સ્કૂલનો વિડિયો વાઇરલ થયો હતો જેમાં શિક્ષક ગાઈને પોતાના વિદ્યાર્થીઓને મૅથ્સ શીખવે છે. એવો જ બીજો એક વિડિયો વૉટ્સઍપના માધ્યમ દ્વારા મહારાષ્ટ્રના ગામમાંથી આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ સર્કલ બનાવી નૃત્ય કરે છે અને સાથે ગણિતના આંક ગાય છે. બે વિદ્યાર્થીઓ સેન્ટરમાં આવી પોતાનો અલગ ડાન્સ રજૂ કરે છે અને સર્કલમાં ભળી જાય છે. એ સાથે જ બીજી બે વિદ્યાર્થિનીઓ સર્કલમાંથી આવીને ડાન્સ કરે છે. કોઈ પણ અઘરા વિષયને આ રીતે વિદ્યાર્થીઓના ઇન્વૉલ્વમેન્ટ સાથે, સંગીત સાથે, નૃત્ય સાથે રજૂ કરવાથી વિદ્યાર્થીને એ વર્ષ પૂરતું જ યાદ રહેવાને બદલે આજીવન એ વિદ્યાર્થીની મેમરીમાં સેવ થઈ જાય છે. આજના દરેક વિદ્યાર્થીને •ષિઓના ગુરુકુળ જેવું કે ગુરુવર્ય રવીન્દ્રનાથના શાંતિનિકેતન જેવું વાતાવરણ આપવું કદાચ શક્ય ન બને; પણ શિક્ષકની અંદર નવું કરવાની આગ હોય, ઉત્સાહ હોય તો તે આઉટ ઑફ ધ બૉક્સ વિચારી શકે છે અને એને અમલમાં પણ મૂકી શકે છે.

બદલાતા સમયની સાથે ‘સોટી વાગે ચમ ચમ ને વિદ્યા આવે ઝમ ઝમ’ આ ઉક્તિની પરિભાષા બદલાઈ ગઈ છે. એકવીસમી સદીનાં સુપરસ્માર્ટ બાળકોને ભણાવવા કેવી વિશેષ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય અને એ કેટલે અંશે સફળ થઈ શકે એ વિશે આજના ટીચર્સ ડે નિમિત્તે શિક્ષકો સાથે જ વાત કરીએ.

ભૂગોળ વિષય ગૂગલ મૅપ્સનો ઉપયોગ કરીને શીખવે છે આ શિક્ષક ધરમપુર પાસેના પાધરા ગામના યુવાન શિક્ષક મિહિર પાઠકે શિક્ષણની બાબતમાં અનેક નવા અખતરા કર્યા છે. તેઓ કહે છે, ‘બ્લૅક બોર્ડ અને ચોકનો ઉપયોગ તો ૧૦ ટકા જ થવો જોઈએ, જ્યારે ઘણા શિક્ષકો ૯૦ ટકા બ્લૅક બોર્ડ અને ચોકનો ઉપયોગ કરતા હોય છે. વિદ્યાર્થીઓને મુખ્ય સિલેબસ સુધી વાર્તા કે ગીતોના માધ્યમ દ્વારા લાવવા જોઈએ.  સંતૃપ્ત દ્રાવણ એટલે શું એ શીખવવા હું ઘરની વાત માંડું કે એક ગ્લાસ પાણીમાં એક ચમચી સાકર ભેળવી તો ઓગળી ગઈ. તો પ્રશ્ન થયો કે સાકર ક્યાં ગઈ? વધુ ને વધુ સાકર ઉમેરતાં એક તબક્કો એવો આવ્યો કે સાકર ઓગળતી બંધ થઈ ગઈ. તો આ સંતૃપ્ત દ્રાવણ! એટલે વિદ્યાર્થીઓને પ્રશ્નો થવા જોઈએ.

પ્રોજેક્ટ-બેઝ્ડ લર્નિંગ પણ અગત્યનું છે. છોડવા ઉગાડવાનો પ્રોજેક્ટ પહેલા ધોરણનાં બાળકોને આપ્યો હોય તો બીજથી વાતની શરૂઆત થાય. પછી જમીનની વાત આવે, ફૂલની વાત આવે. ગણિત પણ આ પ્રોજેક્ટની મદદથી શીખવાડાય. ત્યાર બાદ રમત દ્વારા જ્ઞાન અપાય. બાળકને અડધી વાર્તા કહેવાની  અને બાકીની વાર્તા બાળકો પૂરી કરે. આ રમત તેમની કલ્પનાશક્તિ ખીલવે. કેટલીક વાર અમે બાળકોને ચિત્ર જ આપીએ અને કહીએ ઉપરની ખાલી જગ્યામાં ચિત્રને લગતો ડાયલૉગ લખો. આમાં પણ ભાષાની કે બોલચાલની ભાષાની વાત થઈ શકે. ક્યારેક બે ટીમ બનાવી અમે વિદ્યાર્થીઓ પાસે સમાનાર્થી કે વિરોધાર્થી શબ્દ બોલાવીએ. અમે બાળકોને પાઠuપુસ્તકમાંથી કેટલાક પાઠની નાટuભજવણી પણ કરાવીએ, એના કારણે બાળક પાઠ વ્યવસ્થિત વાંચતો થાય. કવિતાને વિવિધ રાગમાં ગવડાવીએ એમાં પણ બાળકોને મજા પડે અને કાવ્યમાં રસ પડે. સાપસીડીના જે પાસા હોય એવા ત્રણ પાસાના ઉપયોગથી નાનાં બાળકોને અમે ગણિત શીખવીએ, જેમાં બે પાસા પર આંકડા લખ્યા હોય અને એક પાસા પર વત્તા, ઓછા, ગુણાકાર, ભાગાકારનાં ચિહ્નો હોય.  માપન જેવા પાઠ શીખવવા અમે વિદ્યાર્થીઓ પાસે ક્લાસનું કે બેન્ચનું માપ કઢાવીએ એ જ રીતે વૉલ્યુમ માપવા વરસાદનું પાણી માપવાનું સાધન બનાવડાવીએ. એ સાધન વરસાદમાં મૂકી એમાં પાણી ભરાય એટલે બાળકોને દેખાડીએ કે આજે આટલો વરસાદ પડ્યો. ઇતિહાસ શીખવતાં અમે ઈસવી સન યાદ રાખવા પર ભાર નથી મૂકતા, પણ ઇતિહાસની ભૂલોમાંથી આપણે શું શીખવાનું છે એ બાળકોને શીખવીએ છીએ. બાળકને ઘણી વાર  પ્રશ્ન થાય કે આ શીખવાનો મને શું ફાયદો? ત્યારે અમે એની સાથે સંકળાયેલી વાતથી શરૂ કરી પાઠuવસ્તુ તરફ જઈએ તો બાળકને એ પાઠ સાવ અજાણ્યો ન લાગે. અમે નવી ટેક્નૉલૉજીનો ઉપયોગ પણ વિદ્યાર્થીઓ સામે કરીએ. દા.ત. ભૂગોળનો પાઠ હોય તો સેલફોનમાં ગૂગલ મૅપ્સનો કઈ રીતે ઉપયોગ થઈ શકે એ પણ દર્શાવીએ. સમાજે શિક્ષકને માન આપવું જોઈએ તો શિક્ષકને પોતાને સ્વમાનની ભાવના જાગશે. શિક્ષક પોતે રસ લેશે તો બાળકને યોગ્ય રીતે શીખવી શકશે. બદલાવ લાવવો હશે તો શિક્ષકે મહેનત કરવી પડશે, કંઈક નવી ઢબથી ભણાવવું પડશે.’

બાળકોને ગાર્ડનમાં લઈ જઈ માટીમાં ક અને ડ લખતાં શીખવે છે આ શિક્ષિકા યોગિની ત્રિવેદી શિક્ષિકા તરીકે વિલે પાર્લેની જમનાબાઈ સ્કૂલ સાથે વર્ષો સુધી સંકળાયેલાં રહ્યાં. તેમના કહેવા મુજબ સ્કૂલના ક્લાસના બંધિયાર વાતાવરણને બદલે ખુલ્લામાં બાળકોને ભણાવી શકાય એ ઉત્તમ પરિસ્થિતિ છે. તેઓ કહે છે, ‘પેન, ચોક કે બ્લૅક બોર્ડના ઉપયોગ વગર ભણાવી શકાય છે. બાળકને જો વૃક્ષ, છોડ કે વેલનો પરિચય આપવો હોય તો સ્કૂલના પરિસરમાં જ આવેલાં વૃક્ષો કે છોડ-વેલા પાસે બાળકોને લઈ જવાય. આ પરિચયની સાથે જો એને લગતાં ગીત બાળકો પાસે ગવડાવાય તો બાળકો ખૂબ રાજી થાય છે અને આ માહિતી તેના ચિત્તમાં વર્ષો સુધી સચવાય છે. નાનાં બાળકોને તો વસ્તુઓ દેખાડો અને એ શબ્દ સમજાવો તો વધુ ઝડપથી યાદ રહે છે. તેમને મેદાનમાં ઊભાં રાખી આસપાસની વસ્તુઓનાં નામ સાથે બારાખડીના અક્ષર શીખવી શકાય છે. જેમ કે આંબા પર લટકતી કેરી દેખાડી ‘ક કેરીનો ક’ , ‘ઝ ઝાડનો ઝ’, ‘પ પાંદડાનો પ’, ‘ફ ફૂલનો ફ’ વગેરે અક્ષર સમજાવાય છે. વળી મેદાનમાં પડેલા કાંકરાથી જ ‘ક’ કે ‘ડ’ જેવા મૂળાક્ષર બાળકો પાસે બનાવડાવી શકાય. ક્લાસમાં શીખવવા કરતાં આ રીતે શીખવવું થોડો સમય વધારે માગી લે છે, પણ બાળકોના ફાયદા માટે  શિક્ષકોએ એ કરવું જોઈએ.’

નવમા-દસમાના વિદ્યાર્થીઓને આર્મીના સેન્ટરની વિઝિટ કરાવાય છે અહીં કાંદિવલી એજ્યુકેશન સોસાયટીની સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલનાં પ્રિન્સિપાલ સંગીતા શ્રીવાસ્તવ કહે છે, ‘ક્લાસરૂમ તથા ક્લાસરૂમની બહાર પણ એવી ઍક્ટિવિટીઝમાં અમે વિદ્યાર્થીઓને જોડીએ છીએ કે નવું જાણવાની તેમની ઉત્કંઠા જળવાઈ રહે. નવમા- દસમાના વિદ્યાર્થીઓને અમે આર્મીના સેન્ટરમાં એક દિવસ માટે લઈ જઈએ છીએ જેથી સ્ટુડન્ટ્સને જાણ થાય કે આર્મી કઈ રીતે પોતાની ફરજ નિભાવે છે અને કરીઅર તરીકે પણ દેશસેવામાં વિદ્યાર્થીઓને જવું હોય તો કઈ રીતે જઈ શકાય. કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય જેનું ધ્યાન ભણવામાં જરાય ન હોય. કેટલીક વાર એનાં પારિવારિક કારણો પણ હોય. એવા વિદ્યાર્થીઓને અલગ તારવી અમે તેમને ડાન્સ, ડ્રામા, મ્યુઝિક અને સ્પોટ્ર્સ તરફ વાળીએ છીએ. એના માટે સ્કૂલના સમય બાદ એ સ્ટુડન્ટ્સ અડધો કલાક વધારે ફાળવે છે. થોડા સમય પછી પોતાનું મહત્વ સમજાતાં એ બાળકો આપોઆપ ભણવામાં પણ ધ્યાન આપવા માંડે છે. ‘જલ હૈ તો થલ હૈ’ જેવી નાની-નાની ઍક્ટિવિટીઝ દ્વારા પણ વિદ્યાર્થીઓનું અભ્યાસ સાથે જોડાણ કરાવીએ છીએ. કેટલાક સમય પહેલાં અમારાં એક શિક્ષિકાએ પચાસ નાનાં બાળકો પાસે પચાસ ગુજરાતી બાળગીતો કંઠસ્થ કરાવી અમારા સાતસો જેટલા વિદ્યાર્થીઓ સમક્ષ મંચ પરથી રજૂઆત કરાવી. અમારી લાઇબ્રેરી પણ ઓપન લાઇબ્રેરી છે, જેમાં વિદ્યાર્થી ગમે તે સમયે પુસ્તક કે મૅગેઝિન વાંચી શકે છે.’
વિદ્યાર્થીઓને પ્રિય એવી ટેક્નૉલૉજી જ શિક્ષણનું માધ્યમ બને એવા પ્રયત્નો કરે છે આ શિક્ષિકા મીઠીબાઈ કૉલેજનાં પ્રોફેસર ખેવના દેસાઈ સ્ટુડન્ટ્સને શીખવવા વિવિધ નવી તરાહોનો પ્રયોગ કરે છે. તેઓ કહે છે, ‘આજના વિદ્યાર્થીઓ વધુ સમય અટેન્શન આપી શકતા નથી.  તેમનું ધ્યાન ટ્રેડિશનલ રીતે ભણાવીએ તો તરત બીજે ફંટાઈ જાય છે એટલે તેમને ઑડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન આપીએ તો તેમને રસ પડે છે. વળી ઇકૉનૉમિક્સ જેવા વિષય  શીખવવા બૅન્કમાં લઈ જઈ પૈસા એકાઉન્ટમાં કેમ જમા થઈ શકે અને કઈ રીતે વિથડ્રો થઈ શકે એ સમજાવી શકાય. ત્યાં સ્લિપ કેમ ભરવી કે ચેકબુક કઈ રીતે વાપરવી એ બધું શીખવામાં બાળકને રસ પડે છે. નોટબુક અને પેન હવે નિરર્થક લાગે છે, કારણ કે વિદ્યાર્થીઓ ટાઇપિંગ તરફ વળી ગયા છે. એક્સ્પીરિઅન્શલ લર્નિંગમાં વિદ્યાર્થીઓના નાના ગ્રુપને હું ફીલ્ડમાં લઈ જઈ શીખવું છું. ઑર્ગેનિક ફાર્મિંગ કે રેઇનવૉટર હાર્વેસ્ટિંગ ક્લાસમાં શીખવવાને બદલે એવી જગ્યાઓ પર લઈ જઈ વિદ્યાર્થીઓને હું શીખવું છું. બહુ મોટો ક્લાસ હોય તો એક્સ્પીરિઅન્શલ લર્નિંગનું આયોજન અઘરું થાય છે. એ વખતે ઑડિયો- વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને હું શીખવું છું. હું ઘણી વાર વિદ્યાર્થીઓને જુહુ બીચ લઈ જઈને પણ  શીખવું છું જેથી ખુલ્લી હવામાં કૉલેજના ખ્ઘ્ ક્લાસરૂમની બહાર તેઓ અભ્યાસક્રમનું અને એની બહારનું પણ શીખી શકે.’

આજની એજ્યુકેશન સિસ્ટમ સાથે જોડાયેલી આ ચારેય પ્રતિભાઓ સાથેની વાતનો સાર એ છે કે ચોક અને બ્લૅક બોર્ડના માધ્યમ વગર પણ ઉત્તમ રીતે શિક્ષણ આપવું શક્ય છે. જો આજનો શિક્ષક ખુલ્લા વાતાવરણનો, વાર્તાનો, ગાનનો, નૃત્યનો અને આધુનિક તથા બિનપરંપરાગત વિચારોનો ઉપયોગ કરી આજના બાળકને આપશે તો તેઓ વધુ ઝડપથી આત્મસાત કરી શકશે. હવેનો સમય નવી ગતિ, નવા રંગોનો છે અને સ્ટુડન્ટ્સને દૃશ્ય-શ્રાવ્ય કે બીજા માધ્યમ દ્વારા જ્ઞાન અપાશે તો તેઓ ભણતરને વધુ લગનથી જીવનમાં ઉતારશે, કારણ કે એ ભાર વગરનું ભણતર હશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK