તમે હસતું મોઢું રાખો, બાકી બધું હું સંભાળી લઈશ

હાસ્યની જરૂર હળવા થવા માટે હોય તો પહેલાં એ આપણી અંદર જન્મવું જોઈએ. આપણામાંથી કેટલાય લોકોને મોઢું હસતું રાખવામાં જાણે પૈસા પડતા હોય એવું લાગે. ચહેરા પરનું સ્માઇલ આપણા વ્યક્તિત્વને છતું કરે છે. સતત સોગિયાં મોઢાં લઈને ફરતા લોકોથી બધા દૂર રહેવાનું વધારે પસંદ કરે છે. સ્માઇલિંગ ચહેરો હોય તો મોઢા પર અને હૃદયમાં કરચલીઓ ઓછી પડે

social scienceસોશ્યલ સાયન્સ - સેજલ પોન્દા

‘તમે હસતું મોઢું રાખો, બાકી બધું હું સંભાળી લઈશ’ આ ટૅગલાઇન મુંબઈના કાલબાદેવી વિસ્તારના વૅનગાર્ડ સ્ટુડિયોની છે. એક સમયે આ સ્ટુડિયોમાં ફોટો પડાવવો બહુ મોટું સ્ટેટસ ગણાતું. આ ટૅગલાઇન જેમણે પણ બનાવી છે તેને સલામ છે. મોઢું હસતું હોય તો ફોટો સારા આવે એવું ડાયરેક્ટ કહેવાની જગ્યાએ તેમણે વનલાઇનનું સ્માર્ટ સૂત્ર આપી દીધું. આ લાઇન વાંચીને પણ ચહેરા પર સ્માઇલ આવી જાય. આ સ્માર્ટ લાઇન આપણે આપણી જિંદગીમાં ખરેખર ફ્રેમ કરી લેવા જેવી છે.

ફોટો પાડતી વખતે ફોટોગ્રાફર  સ્માઇલ પ્લીઝ એવું કહે છે. આપણે સ્મિત કરીએ, પણ એ સ્મિત ઠાલું છે કે સાચું એની માત્ર આપણને ખબર હોય છે. જોકે ફોટોમાં કેદ થયેલા સ્મિત પરથી સ્મિતની મીઠાશનો અંદાજ લગાડી શકાય. આપણા ધાર્યા મુજબની જીવનગાડી ચાલતી ન હોય ત્યારે આપણે ઠાલું હસી લઈએ છીએ. ક્યારેક તો એ ઠાલું હાસ્ય પણ ચહેરા પરથી ગાયબ થઈ જાય છે. આપણને આજના સમયે જે કંઈ બને છે એની સાથે જીવવામાં રસ નથી. આપણને ભૂતકાળના બોજમાં પડ્યા રહેવાનો અને ભવિષ્યની ચિંતા કર્યા કરવામાં રસ છે. શું થઈ ગયું અને શું થશે? એ પ્રશ્નમાં આપણે આળોટતા હોઈએ છીએ. એથી જ આજની ક્ષણને ભરપૂર જીવવાનું વીસરાઈ ગયું છે. ખીંટી કે હૅન્ગર પર કપડાં લટકાવીએ એમ ભૂતકાળની પીડાને લટકાવી દેવી જોઈએ. ભવિષ્યની તિજોરી ખોલવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. જે આજની ક્ષણમાં જીવી શકે છે એ સૌથી સુખી છે.

આપણને બધું ઇન્સ્ટન્ટ જોઈએ છે. નસીબ ભાવતા ફાસ્ટ ફૂડની જેમ ઇન્સ્ટન્ટ્લી પીરસાઈ જાય એવી આપણી ઇચ્છા હોય છે. આ ઇચ્છા આપણા પર એવી તો હાવી થઈ જાય છે કે હસવાથી, સ્મિત લઈ ફરવાથી જાત તથા જગતને કેટલું હળવું લાગે છે એ આપણે ભૂલી ગયા છીએ. હસવા માટે આપણે લાફ્ટર ક્લબમાં જઈએ, કૉમેડી-શો જોઈએ, કૉમેડીના નામે ચીપ હાસ્ય પીરસતાં નાટકો, ફિલ્મો જોઈએ. હળવા થઈ ગયા એવા ભ્રમ સાથે ઘરે પરત ફરીએ અને બીજા દિવસે એનો એ જ ચિંતાનો ટોપલો માથે ચડાવી દઈએ.
હાસ્યની જરૂર હળવા થવા માટે હોય તો પહેલાં એ આપણી અંદર જન્મવું જોઈએ. ઉધાર લીધેલું હાસ્ય કેટલો સમય હળવાશ આપી શકે? જોકે આજની લાઇફમાં પૈસા ખર્ચીને મળતું હાસ્ય જરૂરી બની ગયું છે. હાસ્ય જ્યાંથી મળે ત્યાંથી લઈ લેવું જોઈએ. બસ, એનું સ્તર નીચલું ન હોય એટલે ભયો-ભયો. 
આપણામાંથી કેટલાય લોકોને મોઢું હસતું રાખવામાં જાણે પૈસા પડતા હોય એવું લાગે. ચહેરા પરનું સ્માઇલ આપણા વ્યક્તિત્વને છતું કરે છે. સતત સોગિયાં મોઢાં લઈને ફરતા લોકોથી બધા દૂર રહેવાનું વધારે પસંદ કરે છે. સ્માઇલિંગ ચહેરો હોય તો મોઢા પર અને હૃદયમાં કરચલીઓ ઓછી પડે. લિપ-બામની જેમ હાસ્ય-બામ મળતો હોત તો એનું સૌથી વધારે વેચાણ હોત!

હાસ્ય એટલે દર વખતે ખડખડાટ હસવું એવું નહીં, ચહેરા પર હળવું સ્મિત હોય તોય ચહેરો ખૂબસૂરત લાગે. બે વ્યક્તિ વચ્ચેનું ઓછામાં ઓછું અંતર એટલે સ્મિત. નવું જન્મેલું બાળક હસતું દેખાય તો આપણને કેટલો આનંદ થાય છે, કારણ વગરનું તેનું સ્માઇલ આપણને ખુશી આપે છે. પછી એ બાળક આપણને ઓળખતું ન હોય તોય પોતીકું લાગે છે. તો વિચાર કરો સમજણા થયા પછી આપણું સ્માઇલ, આપણો હસતો ચહેરો બીજાને કેવો પોતીકો લાગી શકે છે!. મોટા થયા પછી ચહેરો મરક-મરક થાય એની વધારે જરૂર પડે છે. સતત દુખને માથે લઈ ફરનારાઓને જોઈ અકળામણ આવે. દુખ કોના જીવનમાં નથી? પણ જગત આખાનું દુખ મને જ મYયું છે એવા વિચાર સાથે ચહેરા પરના હાસ્યને ગાયબ કરી દેવાથી દુખ મિસ્ટર ઇન્ડિયા થઈ જવાનું નથી.

જીવનમાં તમે સાચો-સરળ રસ્તો અપનાવ્યો હોય તો તકલીફ પડવાની જ છે. અમુક તકલીફ નિયતિ દ્વારા નક્કી થયેલી હોય છે. મારી સાથે આમ થઈ ગયું, ફલાણું થઈ ગયું, હવે તો જીવન જીવવા જેવું નથી રહ્યું, અમે તો સાવ એકલા પડી ગયા છીએ વગેરે વિચારો આપણી નકામી ઊપજ છે. અને આ વિચારો જ આપણને બધાથી દૂર કરે છે. હસતે મોઢે તકલીફનો સામનો કરીએ તો તકલીફને પણ ભાગવું પડે છે.

હાસ્યની વર્કશૉપ ન હોય, એ શોધી લેવું પડે. શાહબુદ્દીન રાઠોડ કહે છે, ’અમારા ગામની શાકમાર્કેટમાં હું પણ ક્યારેક જતો. એક વાર હું ખરીદી કરતો હતો ત્યાં શાકવાળા ચીચીમાસીએ મને શ્રૃતિબહેનને બતાવી કહ્યું, ’ભાણાભાઈ, આ બહેન ભણેલાં હશે.’ મેં કહ્યું, ’માસી, તમને ક્યાંથી ખબર પડી?’ ચીચીમાસી બોલ્યા, ’ઈ બહેને પહેલાં ટમેટાં ખરીદ્યાં, પછી રીંગણાં લીધાં, ત્યાર પછી બટેટા થેલીમાં નાખ્યા અને માથે તરબૂચ મૂક્યું એટલે કહું છું.’
જિંદગીમાં અમુક પરિસ્થિતિ અને લોકો હસી કાઢવા જેવાં હોય છે. હાસ્યને પોતીકું કરવાનો નુસખો જરાય નુકસાન નહીં કરે.

ભગવાન પણ એવું કહેતો હશે કે તમે હસતું મોઢું રાખો, બાકી બધું હું સંભાળી લઈશ. અત્યારની ક્ષણે જે કંઈ છે એનો હસતે મોઢે સ્વીકાર કરી બાકી બધું ભગવાનને સોંપી દઈએ તો એના જેવું ઉત્તમ કંઈ નહીં. અને જાત સાથે અંચઈ નહીં કરવાની પાછી. ભગવાન બધું સંભાળી લેશે એ વિશ્વાસ સાથે જીવવાનું. થોડોક સમય લાગે એ વિશ્વાસને સાકાર થતાં, પણ થાય છે ચોક્કસ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK