ગુરુવંદનાનો દિવસ ખરેખર તો જાતને સતત શીખતા રહેવાનું રિમાઇન્ડર આપવાનો અવસર છે

આપણા જીવનઘડતરમાં અનન્ય ભૂમિકા ભજવી હોય એ શિક્ષક જ ગણાય. એ કોઈ વ્યક્તિ કે પ્રાણી, કોઈ ઘટના, કોઈ વિચાર, કોઈ પુસ્તક કે વાંચેલો-સાંભળેલો શબ્દ પણ હોઈ શકે

pathshalaસોશ્યલ સાયન્સ - તરુ કજારિયા

આવતી કાલે શિક્ષકદિન છે. સૌકોઈ પોતાના શિક્ષકોને યાદ કરશે. ખાસ કરીને એ શિક્ષકોને તો જરૂર યાદ કરશે જેમનો આપણા ઘડતરમાં મહkવનો ફાળો હોય. જરૂરી નથી કે એ શિક્ષક આપણી સ્કૂલ, કૉલેજ કે યુનિવર્સિટીના અધ્યાપકો જ હોય. અરે, તે વ્યવસાયે શિક્ષક કે પ્રોફેસર જ હોય એ પણ જરૂરી નથી. અરે, હું તો એટલે સુધી કહીશ કે એ કોઈ વ્યક્તિ જ હોય એ પણ અનિવાર્ય નથી! એ કોઈ વ્યક્તિ કે પ્રાણી પણ હોઈ શકે, કોઈ પણ ઘટના, કોઈ પણ  વિચાર કે કોઈ પણ પુસ્તક કે વાંચેલો-સાંભળેલો શબ્દ પણ હોઈ શકે. એમાંથી કોઈએ પણ આપણા જીવનઘડતરમાં અનન્ય ભૂમિકા ભજવી હોય તો એને શિક્ષક જ ગણી શકાયને! ખરેખર મને તો જીવનમાં ડગલે ને પગલે જ્યાં-ત્યાંથી અઢળક શીખવા મYયું છે. એ બધી શીખે જિંદગીમાં આજે હું જ્યાં છું ત્યાં મને પહોંચાડવામાં મહkવનો ભાગ ભજ્વ્યો છે. એટલે શિક્ષકદિને મારા દિમાગમાં તો એ સૌનો મેળો ઊમટે છે.

સૌથી પહેલાં તો મારાં બા-બાપુજી રમણીક મેઘાણી અને બંધુબહેન યાદ આવે છે. ટોળામાં હોવા છતાં પોતાની આગવી સ્વતંત્ર પ્રતિભા વિકસાવવાનું શીખવા મળેલું એ અકિંચન છતાં આદર્શથી જીવતા ઉદાર પેરન્ટ્સ પાસેથી. ભલભલી ભૌતિક સંપત્તિ કે સત્તા સામે પણ ઓઝપાયા વગર સાચી વાત ખુમારીથી કહેવાની તાકાત બાળપણથી તેમની પાસેથી જ મળી છે. બીજા મિત્રો માટે ફિલ્મો જ એકમાત્ર ઇતર પ્રવૃત્તિ હતી ત્યારે અમારી દુનિયા વાંચન, સંગીત, કલા, સાંસ્કૃતિક, પ્રાકૃતિક અને ઈવન આધ્યાત્મિક કાર્યક્રમોથી છલકાતી હતી. અમે બકોર પટેલની વાર્તાઓ કે ‘કુમાર’માં આવતી શેક્સપિયરનાં નાટકોની અનુવાદિત શ્રેણીમાં કે ચીની-રશિયન વાર્તાઓ વાંચતાં. રાત્રે સાહિત્યમંડળના કાર્યક્રમોમાં કરસનદાસ માણેક કે ઘાયલ સાહેબને સાંભળવા જતાં કે વહેલી સવારે સંત બાલજીનાં વ્યાખ્યાનોમાં હાજરી આપવા દોડી જતાં. રાતના ચંદ્ર-તારાઓથી ઝળહળતા કે સવારે સૂર્યકિરણોથી પ્રકાશતા આકાશની અને વૃક્ષો-પર્ણો સાથેની દોસ્તી પણ તેમને જ આભારી છે. આ બધા એક્સપોઝર્સે અમારી સમક્ષ કેટકેટલી નવી દુનિયાનાં દ્વાર ઉઘાડી આપ્યાં હતાં! સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિશે પણ અમે ઘણુંબધું જાણતાં. આવી અનેક બાબતો શીખવનારના જીવનમાંથી કેટલીક ન કરવા જેવી બાબતો પણ મને શીખવા મળી છે. જેમ કે સત્ય અને સિદ્ધાંતનિષ્ઠાના જ માર્ગે ચાલેલા એ સંવેદનશીલ મનુષ્યોને અનુભવવી પડેલી આપદાઓ જોઈને મને દુનિયાદારીની વ્યવહારુ રસમો શીખવાનો પાઠ પણ મYયો છે.

એ જમાનામાં માતા-પિતાની ધાક સંતાનોના જીવનમાં સતત વર્તાતી, પરંતુ બા-બાપુજી સાથે મોકળા મને અમે ચર્ચાઓ કરતાં. તેમના કરતાં અલગ હોય તો પણ અમારાં મંતવ્યો છૂટથી વ્યક્ત કરી શકતાં. આજે પણ તેમના મિત્રો અને પરિચિતોનાં સંતાનો તેમના અનોખા વ્યક્તિત્વને અહોભાવથી યાદ કરે છે. તેમને પણ ‘દોસ્ત’ કહીને સંબોધતા એ વડીલ સાથે તેમને કદી ઉંમર કે પેઢીનો ભેદ વર્તાયો નહોતો.

શિક્ષકોની વાત કરું તો બાળમંદિરનાં એક શિક્ષિકા કૃષ્ણાબહેનની સાદગીભરી કાબેલિયત કે ત્યાર બાદની અમારી ગુજરાતી-અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવતાં બહુભાષી શિક્ષકોની વ્યક્તિગત લાક્ષણિકતાઓ પણ અમને ઘડતી રહેલી. પરંતુ ખરું ઘડતર તો જિંદગીમાં આવેલી અનપેક્ષિત ઘટનાઓથી થયું. ત્યારે મા-બાપ પાસેથી શીખવા મળેલી તમામ બાબતો કામે લાગી હતી. આગળ જતાં વ્યાવસાયિક જિંદગીમાં પદ્માકર મસુરેકર અને હરીન્દ્ર દવે જેવી પ્રતિભાઓની સાથે નજીકથી કામ કરવાની અને તેમના હાથ નીચે ઘડાવાની અપ્રતીમ તક મળી. પદ્માકરભાઈ વ્યવસાયે ઇજનેર અને કંપનીના ટેãક્નકલ ડિરેક્ટર તો હરીન્દ્રભાઈ કવિ, સર્જક અને વ્યવસાયે પત્રકાર-તંત્રી. તદ્દન જુદા ક્ષેત્રની છતાં પોતપોતાના વ્યવસાયમાં ઉત્તમ એવી આ બન્ને વ્યક્તિઓ માણસપણાની સ્પર્ધામાં પણ ઉત્કૃક્ટ હતી. તેમની પાસેથી મળેલી ઉમદા તાલીમ માત્ર વ્યવસાયની જ નહીં, જિંદગીની પાઠશાળામાં પણ અત્યંત ઉપયોગી થતી રહી છે. આ સૌ ગુરુઓનું સ્મરણ કરતાં મન અનેરા ઐશ્વર્યનો એહસાસ કરે છે. આ સૌનું મારી જિંદગીમાં આવવું એ નિયતિનો કેટલો મોટો ઉપહાર છે!

ગુરુના ઋણસ્વીકાર અને ગુરુવંદનાનો દિવસ ખરેખર તો સતત શીખતા રહેવાનું જાતને રિમાઇન્ડર આપવાનો અવસર છે. તો ચાલો આજે એક સરસ મજાની શીખ આપતો કિસ્સો શૅર કરું. મારા ડેસ્ક પર તાજેતરમાં પ્રગટ થયેલું પુસ્તક ‘ધ કૉલ ઑફ ધ પીકૉક’ પડ્યું છે.  સુવિખ્યાત ઉદ્યોગપતિ નાનજી કાલિદાસના પુત્ર મહેન્દ્ર મહેતાની આ આત્મકથા છે. રસાળ અને પ્રવાહી ભાષામાં લખાયેલી આ આત્મકથામાં એ ઉદ્યોગસાહસિકની રસપ્રદ જિંદગીની ઝલક સાથે જ તત્કાલીન સમાજ અને સમયની છબી પણ નીરખવા મળે છે. એમાં ગુજરાતી ભાષા માટે ભગવદ્ગોમંડળના વૉલ્યુમ્સ ઑનલાઇન ઉપલબ્ધ કરાવવાનું અદ્ભુત કામ કરનાર રતિભાઈ ચંદેરિયાના પરિવારની એક મજાની વાત જાણવા મળી. મહેન્દ્રભાઈ અને મનુભાઈ ચંદેરિયાની દોસ્તી વરસોની છે. મહેન્દ્રભાઈ  લખે છે કે ચંદેરિયા કદાચ એકમાત્ર પારિવારિક વ્યાપાર છે જેમની પાસે લિખિત બંધારણ છે. પરિવારમાં એકતા વધે, પરિવારના સભ્યો વચ્ચે અરસપરસ સુમેળભર્યા સંબંધો રહે અને તેમની વચ્ચે સંપત્તિની ન્યાયી વહેંચણી થાય એ માટે બંધારણમાં એક આચારસંહિતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક સભ્ય એ નિયમોનું પાલન કરવાનું લિખિત વચન આપે છે. એ પરિવારમાં લગ્ન કરીને આવતી દરેક વ્યક્તિ પણ આ વચન આપે છે અને તેમનાં બાળકો સુધ્ધાં આ પારિવારિક બંધારણનાં સિદ્ધાંતોનું પાલન કરતાં શીખે છે. બંધારણનું મુખ્ય લક્ષ્ય એ છે કે સૌએ ભેગા મળીને પરિવારના હિત માટે કામ કરવું. પોતાના અંગત હિતમાં હોય પણ પરિવારના સામૂહિક હિતમાં ન હોય તો એ કામ ન કરવું. કદાચ આ જ કારણ છે કે આ વિશાળ પારિવારિક બિઝનેસમાં આજ સુધી ક્યારેય અંદરોઅંદર ઝઘડા નથી થયા અને વેપારનું વિભાજન કરવાની ક્ષણ નથી આવી. હકીકતમાં પારિવારિક બિઝનેસ કેવી રીતે કરાય એનું ચંદેરિયાપરિવાર એક આદર્શ ઉદાહરણ છે.

એક આડવાત. આ કિસ્સો વાંચતાં વિચાર આવ્યો કે પરિવારની જેમ જ કો-ઑપરેટિવ સોસાયટીના સભ્યો માટે પણ આવું કોઈ બંધારણ બને તો! શક્ય છે કે પોતાનાં સ્વાર્થી અને ટૂંકા ગાળાનાં હિતો માટે લડતા-ઝઘડતા સભ્યો કદાચ સોસાયટીના હિતમાં જ પોતાનું પણ હિત છે એ હકીકત સમજી શકે અને પોતાના અંગત સ્વાર્થનો ભોગ આપી દેવાની ઉદારતા દાખવી શકે. શું કહો છો?              


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK