જીવ કેમ બાળે છે સ્ત્રી?

વર્કિંગ વુમન હોય કે હાઉસવાઇફ, સ્ત્રી નજીવી બાબતમાં જીવ બાળે છે અને પોતાને દુખી કરે છે. રિસર્ચ કહે છે કે ગિલ્ટ શબ્દ સ્ત્રીના જીવ સાથે વણાઈ ગયો છે. આ ગિલ્ટવાળી ફીલિંગ કેટલી સાચી છે એ તેમને જ પૂછીએ

hina

લેડીઝ સ્પેશિયલ - વર્ષા ચિતલિયા

ગિલ્ટ મહિલાઓના જીવનમાં ફેવિક્વિકની જેમ ચોંટી ગયેલો શબ્દ છે. તેઓ ગમે એટલું કામ કરે, ઘર માટે મરી પડે; પણ મનમાં ક્યાંક કંઈક છૂટી ગયાની લાગણી, પોતે કંઈ નહીં કર્યાની ગિલ્ટ તેમનો પીછો કર્યા જ કરે છે. વર્કિંગ મહિલાને પોતાના સંતાનને સમય ન આપી શકવાની ગિલ્ટ છે તો ઘર-પરિવારમાં ખોવાયેલી મહિલાને પોતે બીજું કંઈ ન કરી શક્યાની પીડા. એકાદ વાર બીમારીને કારણે ઊઠવામાં મોડું થયા પછી ડબ્બો લીધા વિના ગયેલા પતિને કારણે મનમાં જાગતો પાત્તાપ પણ તેને અકળાવી મૂકે છે. ઘણી વાર સાવ નજીવી બાબતમાં પણ તે જીવ બાળે છે. ગિલ્ટવાળી વાત ખરેખર સાચી છે? જો હા હોય તો આવું શું કામ થાય છે એ વિશે એક્સપર્ટ અને મહિલાઓ બન્ને સાથે વાત કરીએ.

નામ, લોકપ્રિયતા, પૈસા બધું જ હોવા છતાં ઘાટકોપરનાં સિંગર ઇનકા ગોસર વ્યાસને અમુક બાબતોનો વસવસો રહી ગયો છે. આ સંદર્ભે વાત કરતાં તેઓ કહે છે, ‘મને નાનપણથી જ ભણવાનો બહુ શોખ હતો અને ખૂબ ભણવાની ઇચ્છા હતી, પરંતુ સંજોગવશાત્ કૉમર્સ ગ્રૅજ્યુએશન જ પૂરું થયું. આ વાતનો અફસોસ મને હજી થાય છે. જોકે કદાચ હું એન્જિનિયર કે ડૉક્ટર બની હોત તો મ્યુઝિકના ફીલ્ડમાં આવી સફળતા ન મળી હોત એ પણ એટલું જ સાચું છે. કહેવાય છે કે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે. અત્યારે આવી જાહોજહાલી હોવા છતાં ઘણું ગુમાવું છું. ગર્ભાવસ્થા સિવાય ક્યારેય બ્રેક નથી લીધો. નવરાત્રિથી લઈને લગ્નગાળો પૂરો થાય ત્યાં સુધી શ્વાસ લેવાનો પણ સમય ન હોય અને બીજી બાજુ મારી પુત્રીને નવરાત્રિમાં સરસ મજાની તૈયાર થઈને રમવા જવું હોય. મમ્મી તરીકે મને ઘણી ઇચ્છા થાય કે દીકરીને સજાવું; પણ એ શક્ય નથી હોતું, કારણ કે નવરાત્રિમાં તો હું દર વર્ષે અમેરિકા ઊપડી જાઉં. મારી દીકરીને હંમેશાં કુકના હાથનું જમવું પડે છે એ વાત પણ ગિલ્ટ ફીલ કરાવે છે. તેની સ્ટડી પર ધ્યાન નથી આપી શકતી કે પરીક્ષાના દિવસોમાં જ્યારે તેને મારી સખત જરૂર હોય ત્યારે હું ટૂર પર હોઉં. આ બધી નાની-નાની બાબતમાં ફરજ ચૂકી જવાનો પસ્તાવો ક્યારેક થાય.’

બહાર જઈને કામ કરતી સ્ત્રીને જ કંઈક છૂટી ગયાની પીડા છે એવું નથી. ગૃહિણીઓને પણ ઘણી બાબતોમાં પસ્તાવો થાય છે. પોતાના મનનો બળાપો કાઢતાં બોરીવલીનાં ગૃહિણી પારુલ વાજા કહે છે, ‘હું એક સામાન્ય ગૃહિણી છું અને મારી લાઇફ માત્ર ને માત્ર પરિવારની આસપાસ જ ફરે છે. દિવસ ક્યારે શરૂ થયો ને ક્યારે પૂરો થયો એ પણ ખબર નથી પડતી. ઘરના સભ્યોની જરૂરિયાતો અને સમય સાચવવાની દરેક ગૃહિણીની ફરજ છે એટલે મને આ વાતનો અફસોસ કે પસ્તાવો નથી, પરંતુ બહાર જઈને નોકરી કરતી હોત તો પોતાના માટે કંઈક કરી શકી હોત એવો વિચાર આવે ખરો. બહાર જઈએ એટલે દુનિયાથી પરિચિત થઈએ. ઘરમાં પડ્યા રહેવાથી કોઈ પ્રગતિ નથી થતી. આ બાબત મને પજવે છે. નોકરિયાત મહિલાઓને જોઉં તો થાય કે વાહ, કેવું સારું આ લોકોને, બધે ફરવાનું અને પૈસા પણ વાપરવાના; કેવી રોકટોક વગરની લાઇફ છે. કોઈ મને પૂછે કે તમે શું કરો છો? કોઈ પ્રવૃત્તિ નથી કરતાં? ત્યારે થાય કે મારા જીવનમાં ઘરનાં કામ સિવાય કંઈ જ નથી. કહેવાનું મન થઈ આવે કે ઘરનાં કામ એ કંઈ કામ ન કહેવાય? જોકે એમ કોઈની આગળ બળાપો થોડો કઢાય છે. ગૃહિણીઓ બની-ઠનીને નીકળે તો વાંધો પડે અને રેઢિયાળપણું દેખાય તો લોકો ફૂવડ સમજે. એક સ્ત્રી તરીકે પોતાની મરજી મુજબ જીવવાનો અધિકાર ગૃહિણીઓને નથી હોતો એવો અનુભવ ઘરમાં બેસી રહેવાની ગિલ્ટ ફીલ કરાવે.’

આમ જોવા જઈએ તો બધી જ સ્ત્રીને લાઇફમાં કંઈક ગુમાવ્યાની, કંઈક છૂટી ગયાની પીડા સતાવતી જ હોય છે એવો અભિપ્રાય આપતાં બોરીવલીનાં અન્ય એક ગૃહિણી શીતલ પાઠક કહે છે, ‘આપણા સમાજમાં વર્કિંગ વુમન અને હાઉસવાઇફને જોવાનો નજરિયો અલગ છે. મારું માનવું છે કે ગૃહિણી હોવાનું લેબલ જ સૌથી વધુ ગિલ્ટ ફીલ કરાવનારું છે. મેં પણ ભણી-ગણીને ખૂબ આગળ વધવાનાં સપનાં જોયાં હતાં. પોતાના પગ પર ઊભા રહેવાની ઇચ્છા હંમેશાં રહી હતી, પરંતુ હાઉસવાઇફ બનીને રહી ગઈ. આર્થિક રીતે સ્વતંત્ર ન હોવાની પીડા મને થાય છે. આજના સમયની મોંઘવારી જોતાં એમ થાય છે કે કાશ, હું નોકરી કરતી હોત તો કેવું સારું થાત. વર્કિંગ વુમન તેના પતિને જે રીતે ટેકો આપે છે એ જોઈને ગિલ્ટ ફીલ થાય. બીજું, આપણી પાસે પોતાના પૈસા હોય તો બાળકોની ઘણીબધી ડિમાન્ડ પૂરી કરી શકાય. બાંધી આવકમાં તે લોકો માટે મમ્મી તરીકે હું શું કરી શકું? પૈસાની ગણતરીને કારણે નાની-નાની ઇચ્છાઓને મનમાં જ ધરબી રાખવી પડે. આ તો થઈ પસ્તાવાની વાત. બીજી પણ અનેક બાબતોમાં ગૃહિણીઓને ગિલ્ટ થાય છે. જેમ કે કોઈક વાર આપણે બીમાર હોઈએ અને રસોડામાં પૂરતો સમય ન આપી શકીએ તો દુખ થાય. ગૃહિણીઓનો સ્વભાવ એવો હોય છે કે ઘરમાં રહેવાની ફરિયાદ હોય છે તો ઘરના સભ્યોનો સમય ચૂકી જવાની ગિલ્ટ પણ હોય છે.’


વસઈમાં રહેતાં મીનાક્ષી દેસાઈ ઇન્ટરનૅશનલ બૅન્કમાં કાર્યરત છે. તેમને ઘણીબધી બાબતોમાં ગિલ્ટ ફીલ થાય છે. તેઓ કહે છે, ‘હું વાર-તહેવારે પણ પરિવારને સમય નથી આપી શકતી એ બાબતનું ઘણી વાર દુ:ખ થાય છે. એનું કારણ છે મારી જૉબ. ઇન્ટરનૅશનલ બૅન્કમાં કામ કરતી હોવાને કારણે મને ભારતીય તહેવારોમાં રજા ન હોય. મારે મન દિવાળી હોય કે હોળી, બધા દિવસ સરખા. અરે, સ્વાતંhયદિનની રજા પણ ન મળે. સાંજે મોડેથી ઘરે આવ્યા પછી તહેવાર જેવું લાગે. બીજું એ કે મારી જૉબનો સમય પણ બધા કરતાં ઊંધો. વિદેશમાં નવ વાગ્યા હોય ત્યારે આપણે ત્યાં સવારના સાત. હું સવારે સાડાપાંચમાં ઘરેથી નીકળી જાઉં. જેમતેમ મારું ટિફિન બનાવું એમાં હસબન્ડ કે બાળકને સમય ક્યાંથી આપું? મારો દીકરો તો હજી દોઢ વર્ષનો જ છે અને હું જાઉં ત્યારે તે સૂતો હોય. દીકરાને સમય ન આપી શકવાની ગિલ્ટ પણ સતાવે. હસબન્ડ સાથે તો વીક-એન્ડ સિવાય મેળાપ જ નથી થતો. ઘણી વાર એવો વિચાર પણ આવે કે હું નોકરી કરું છું એને કારણે મારાં સાસુ પર કામનો ભાર વધી ગયો છે. બીજી બાજુ એમ થાય કે આ જ તો સમય છે કરીઅર બનાવવાનો. મારા હસબન્ડ અને પરિવારનો બહુ સર્પોટ છે તો પણ કંઈક ચૂકી ગયાની ફીલિંગ આવે. હું માનું છું કે સમય સમયનું કામ કરે અને જે થાય એ સારા માટે જ થાય.’


         સ્ત્રીના મગજમાં રહેલું જિનેટિક વાયરિંગ તેને ગિલ્ટ ફીલ કરાવે છે - રિલેશનશિપ કાઉન્સેલર ઍન્ડ સાઇકોલૉજિસ્ટ નીતા શેટ્ટી, વડાલા

સ્ત્રી પોતાનો જીવ બાળ્યા કરે છે અને જાણે કોઈ મોટો ગુનો થઈ ગયો હોય એ રીતે અપરાધભાવ અનુભવે છે એની પાછળનું કારણ છે આપણું કલ્ચર અને ફીમેલ બ્રેઇનની અંદર આવેલું જિનેટિક વાયરિંગ એવો અભિપ્રાય આપતાં વડાલાનાં રિલેશનશિપ કાઉન્સેલર અને સાઇકોલૉજિસ્ટ નીતા શેટ્ટી કહે છે, ‘સ્ત્રી અને પુરુષની વિચારસરણી અલગ છે એની પાછળ સાયન્સ છે. સ્ત્રીના મગજમાં આવેલા તંતુઓ તેને દેખભાળ કરવા તરફ પ્રેરે છે. તમે જોજો, ગમે એટલો ઝઘડો થયો હશે તો પણ તે ઘર અને રસોડાની જવાબદારીમાંથી છટકશે નહીં. ઊલટાનું નહીં કરે તો જીવ બાYયા કરશે કે અરેરેરે, આજે મેં સવારનો નાસ્તો ન બનાવ્યો. વર્કિંગ વુમન હોય કે ગૃહિણી, છે તો સ્ત્રી જને એટલે વધારે-ઓછો પણ આ બાબતમાં તેનો જીવ બળશે. મારી પાસે એવા કેસ આવે છે જેમાં આર્થિક રીતે સ્વતંત્ર સ્ત્રી પોતાના પર ખર્ચ કર્યા બાદ જીવ બાળતી હોય છે. હવે બહાર જઈને કામ કરવાનું હોય એટલે પોતાની જાતને સજાવીને રાખવી જરૂરી છે. વીક-એન્ડમાં જઈને પહેલાં તો બ્યુટી-પાર્લરમાં ખર્ચ કરી નાખે અને પછી જીવ બાળે કે એના કરતાં બાળકો માટે પૈસા વાપર્યા હોત તો. આવી સામાન્ય બાબતો જ નહીં, એવી પણ ઘણી વાત છે જેમાં સ્ત્રી પોતાને અપરાધી માને છે. એક કેસમાં મહિલા તેના પેરન્ટ્સનું એકમાત્ર સંતાન હતી. તેને હંમેશાં એ બાબતની ગિલ્ટ રહેતી કે તે સારું કમાતી હોવા છતાં પેરન્ટ્સને હેલ્પ કરી શકતી નથી. આપણા સમાજમાં આજે પણ સ્ત્રી પર અનેક પ્રકારના પ્રતિબંધ છે જે તેને ગિલ્ટ ફીલ કરાવવા માટે પૂરતા છે. એક સમય એવો આવે છે જ્યારે જીવનભર આમ જીવ બાળવાને કારણે તે ઍન્ગ્ઝાયટીની સમસ્યાથી પીડાવા લાગે છે અને ડિપ્રેશનનો ભોગ બને છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK