તંદુરસ્ત સંતાન માટે પપ્પાએ આટલું કરવું જોઈએ

રિસર્ચ કહે છે કે નિયમિતપણે વ્યાયામ કરનારા પુરુષના સ્પર્મ વધુ પ્રભાવશાળી હોય છે અને એ આવનારા બાળકના જીન્સમાં પણ ટ્રાન્સફર થાય છે. આ સંદર્ભે નિષ્ણાતોનું શું કહેવું છે જોઈએ

angadમૅન્સ વર્લ્ડ - વર્ષા ચિતલિયા

હેલ્ધી ચાઇલ્ડ માટે પપ્પાએ એક્સરસાઇઝ કરવી જોઈએ એવું વિજ્ઞાને શોધી કાઢ્યું છે. રિસર્ચ કહે છે જે પુરુષ નિયમિતપણે વ્યાયામ કરે છે તેનું આવનારું સંતાન તંદુરસ્ત જન્મે છે. વ્યાયામથી પુરુષની કાર્યશીલતામાં વધારો થાય છે તેમ જ તેના સ્પર્મ વધુ પ્રભાવશાળી બને છે. જેમ અમુક પ્રકારના રોગ વારસાગત હોય છે એ જ રીતે પુરુષની ફળદ્રુપતામાં પણ અનુવંશિકતા મોટો ભાગ ભજવે છે એવું તારણ નીકYયું છે. આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તેમ જ સ્વસ્થ અને નીરોગી સંતાનપ્રાપ્તિ માટે પપ્પાએ શું કરવું જોઈએ એ જાણીએ.

સંતાન પર માતા-પિતા બન્નેના DNAનો સરખો પ્રભાવ પડે છે. તેથી પપ્પાએ પણ પોતાની ફિટનેસનું ધ્યાન રાખવું જોઈએ એમ જણાવતાં મલાડના આરુષ ત્સ્જ્ સેન્ટરના ઇન્ફર્ટિલિટી એક્સપર્ટ ડૉ. મુકેશ અગ્રવાલ કહે છે, ‘તંદુરસ્ત સંતાન માટે વ્યાયામનો રોલ મહત્વનો છે. સ્વસ્થ અને નીરોગી પુરુષનું બાળક સ્વસ્થ હોય એ જિનેટિક છે, પરંતુ માત્ર એક્સરસાઇઝ કરવાથી શુક્રાણુની ગુણવત્તા સુધરે એવું જરૂરી નથી. કોઈ વ્યક્તિ બૉડીબિલ્ડિંગ માટે સ્ટેરૉઇડ લેતી હોય તો વિપરીત અસર પણ થાય. સ્મોકિંગ અને આલ્કોહૉલની ટેવ હોય તો વ્યાયામથી કંઈ લાભ થતો નથી. શુક્રાણુની ગુણવત્તા વધારવી હોય તો વ્યાયામના કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. સૌથી પહેલાં તો વ્યસનમુક્ત રહેવું અનિવાર્ય છે. જો જિમમાં જઈને કસરત કરતા હોય તો ટાઇટ વસ્ત્રો ન પહેરવાં અને વારંવાર સૉનાબાથ લેવાથી દૂર રહેવું. હીટના કારણે શુક્રાણુની ગુણવત્તા પર માઠી અસર પડે છે. ડાયટમાં પણ એક્સેસ પ્રોટીન પુરુષની ફળદ્રુપતાને અસર કરે છે. સંતાનપ્રાપ્તિની ઇચ્છા રાખતા પુરુષો માટે ઇન્ડોર એક્સરસાઇઝ કરતાં આઉટડોર ઍક્ટિવિટીથી વધારે ફાયદો થશે. સ્વિમિંગ શ્રેષ્ઠ ઑપ્શન છે.’

થોડા સમય પહેલાં રજૂ થયેલી બૉલીવુડ મૂવી ‘વિકી ડોનર’માં સ્પર્મ-ડોનેશનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો એને ફિટનેસ સાથે જ સંબંધ છે એવો મત વ્યક્ત કરતાં ડૉ. અગ્રવાલ કહે છે, ‘આજે પુરુષોની લાઇફ-સ્ટાઇલ એટલીબધી ખરાબ થઈ ગઈ છે કે દર પાંચમાંથી ત્રણ પુરુષે શુક્રાણુની ગુણવત્તા સુધારવાની આવશ્યકતા છે. શારીરિક રીતે તંદુરસ્ત પુરુષના શુક્રાણુને ફ્રીઝ કરીને રાખવામાં આવે છે. સ્પર્મ બૅન્કમાં સીમેન ડોનેટ કરનારા પુરુષોની સંખ્યા ઘણી છે. સંતાનપ્રાપ્તિની ઇચ્છા ધરાવતાં દંપતીને ઓળખાણ છુપાવીને ડોનેટ કરવામાં આવે છે. અહીં એક વાતની ચોખવટ કરી દઉં કે ઘણાં દંપતી એવું ઇચ્છતાં હોય છે કે અત્યારે હેલ્થ સારી છે તો શુક્રાણુને ફ્રીઝ કરાવી દઈએ જેથી ભવિષ્યમાં કામ લાગે. આમ કરવાથી સંતાન સ્વસ્થ જન્મે એ જરૂરી નથી. આસપાસના વાતાવરણ અને હવામાનની પણ કેટલીક અસર જોવા મળે છે. આ ઉપરાંત તમારી આગળની લાઇફ-સ્ટાઇલની પણ સંતાન પર અસર થશે. હાલમાં એપિજિનેટિક્સ પર ઘણાંબધાં રિસર્ચ થઈ રહ્યાં છે જે આવનારી પેઢીના ડીએનએ પર અસર કરશે. જિનેટિક સમસ્યાઓ પર વર્ષોથી રિસર્ચ થાય છે અને આગળ પણ થશે, પરંતુ હવે એપિજિનેટિક્સ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. એપિજિનેટિક્સ રિસર્ચમાં અનુવંશિક સમસ્યાઓનાં લક્ષણો અને એમાં પેઢી-દર પેઢી જોવા મળતા ફેરફારોનો બારીકાઈથી અભ્યાસ કરવામાં આવે છે. સ્ત્રી અને પુરુષની પ્રજનનશક્તિનો અને પરિણામોનો પણ આ અભ્યાસમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વારસાગત સમસ્યાઓ આવનારા સંતાનમાં ટ્રાન્સફર ન થાય એ માટે આ રિસર્ચ સહાયરૂપ થશે. સંતાનના જન્મ પહેલાં જ કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી તેને આવનારી બીમારીઓથી બચાવી શકાય છે. જોકે પેરન્ટ્સ પહેલાં પોતાની ફિટનેસને પ્રાધાન્ય આપે એ જ સારું કહેવાય.’

neha


સ્વસ્થ પુરુષનાં બાળકો પણ તંદુરસ્ત જન્મે એ વાત સાથે સહમત થતાં મહારાષ્ટ્રરત્નથી સન્માનિત અને કાંદિવલીમાં ૨૧ વર્ષથી ફ્રીમાં યોગ શીખવાડતા સિનિયર પ્રેક્ષા ટ્રેઇનર પારસમલ દુગડ કહે છે, ‘પુરુષની ફળદ્રુપતા તેની જીવનશૈલી સાથે જોડાયેલી છે. પ્રકૃતિનો નિયમ છે કે રાતે નવ વાગ્યે પથારીમાં જવું જોઈએ, પરંતુ આજે પુરુષોની જે જીવનશૈલી છે એ પ્રકૃતિના નિયમોની સદંતર વિરુદ્ધ છે. જમવાના સમયે સૂતા હોય અને સૂવાના સમયે જમવા બેસે તેથી પાચનતંત્ર બગડે અને કાર્યશીલતા ઘટે. આ ઉપરાંત જે ખાય છે એમાં પણ કંઈ ભલીવાર હોતી નથી. બ્રેડ, પીત્ઝા અને મેંદામાંથી બનાવેલી ખાદ્યસામગ્રી શરીર માટે હાનિકારક છે. આવા પદાર્થ પેટમાં જાય એની શુક્રાણુની ગુણવત્તા પર માઠી અસર થાય. ભારે ખોરાક ખાધા પછી પથારીમાં જાઓ તો ક્રિયા મંદ પડે. માનવશરીર કુદરતી તkવોને સહેલાઈથી પચાવી શકે છે. આપણે સાંભYયું છે કે સાધુજીવન જીવતા પુરુષો ૮૦ વર્ષની વયે પણ બાળક પેદા કરવાની ક્ષમતા ધરાવતા હતા. તેઓ યોગસાધનામાં ઓતપ્રોત રહેવાની સાથે પ્રકૃતિના નિયમોને અનુસરતા અને કુદરતી પોષકતkવોનો આહારમાં સમાવેશ કરતા હતા તેથી જ અડીખમ હતા. આપણા બાપદાદાના જમાનામાં પુરુષો યોગ ઓછા કરતા હતા તો પણ તેઓ ચાર-પાંચ બાળકના પિતા બન્યા છે એનું કારણ એ લોકો પણ આપણી આહાર પદ્ધતિને અનુસરતા હતા. આજે તો એક અથવા બે બાળકમાં હાંફી જવાય છે. હું એમ નથી કહેતો કે વધુ બાળકો પેદા કરો, આજના સમયમાં એક જ બસ છે. પરંતુ બાળક સ્વસ્થ જન્મે એ જરૂરી છે. દરેક બાબતમાં અનુવંશિકતાનો પ્રભાવ પડે છે. જેમ હૃદય સંબંધિત બીમારી, ડાયાબિટીઝ,

બ્લડ-પ્રેશર, બ્રેસ્ટ-કૅન્સર વગેરે વારસાગત બીમારી છે એ જ રીતે પુરુષની કાર્યશીલતાનો પ્રભાવ આવનારા બાળક પર પડે છે.’  યોગ અને વીર્યને એકબીજા સાથે સંબંધ છે એમ જણાવતાં પારસમલ દુગડ કહે છે, ‘શાસ્ત્રોમાં લખ્યું છે કે શરીર સ્વસ્થ અને તંદુરસ્ત હશે તો જાતીય જીવન સુખરૂપ રહેશે. યોગ કરવાથી શરીરમાં ઊર્જા અને શક્તિનો સંચાર થાય છે. ક્રિયા કર્યા બાદ જે ર્વીય બહાર ફેંકાય છે એમાં શુક્રાણુની સંખ્યા અનેકગણી વધારે હોય છે તેમ જ એની ગુણવત્તા પણ સારી હોય છે. ગ્રંથોમાં લખ્યું છે કે આપણા શરીરમાં જેટલી ઈન્દ્રિય છે એટલાં આસન છે. ગ્રંથોમાં જણાવ્યા અનુસાર રોજનાં ત્રીસથી બત્રીસ આસન કરવાં જોઈએ, પણ સમય અને શારીરિક શક્તિના અભાવે એ શક્ય નથી તેથી લોકો ચારથી છ આસન કરે છે. કાર્યશીલતા અને શુક્રાણુની ગુણવત્તા વધારવા કેટલાંક આસન અને મુદ્રા અસરકારક છે, જે કરી શકાય. પદ્માસન અને વજ્રાસન જેવાં સરળ આસન તો બધા જ કરી શકે છે. પ્રાણ અને પૃથ્વી મુદ્રા શ્રેષ્ઠ છે. સ્ત્રીઓએ પણ ફળદ્રુપતા વધારવા યોગ કરવા જોઈએ. ગર્ભધારણ કર્યા બાદ એટલે કે સગર્ભાવસ્થા દરમ્યાન પણ નિષ્ણાતની દેખરેખ હેઠળ હળવાં આસનો કરવાથી આવનારા બાળક પર એનો પ્રભાવ પડે છે તેમ જ બાળકનો જન્મ કુદરતી રીતે થાય છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK