ઇન્ડિયાના મોસ્ટ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સના લિસ્ટમાં સ્થાન ધરાવે છે આ ગુજરાતી ટીનેજર

ઓમ મહેતાએ માત્ર ૧૩ વર્ષની ઉંમરે ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન અને કમ્પ્યુટર વિષયની નૅશનલ તેમ જ ઇન્ટરનૅશનલ લેવલની વિવિધ પરીક્ષાઓમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતીઓનો કૉલર ટાઇટ કર્યો છે

om

યંગ વર્લ્ડ - વર્ષા ચિતલિયા

ઘાટકોપરના ઓમ મહેતાએ સ્ટેટ, નૅશનલ અને ઇન્ટરનૅશનલ લેવલની ઑલિમ્પિયાડની તેમ જ સાયન્સ ફીલ્ડની અન્ય પરીક્ષાઓમાં જબરદસ્ત પર્ફોર્મન્સ સાથે અત્યાર સુધીમાં ગોલ્ડ અને સિલ્વર મળીને ૫૫ મેડલ, ૧૭ ટ્રોફી અને અંદાજે ૨.૫૦ લાખ રૂપિયાનું કૅશ પ્રાઇઝ મેળવી દેશના ટૉપ થ્રી ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ સૌથી પ્રતિષ્ઠિત ગણાતી પરીક્ષા ઇન્ટરનૅશનલ જુનિયર સાયન્સ ઑલિમ્પિયાડમાં થર્ડ લેવલ સુધી પહોંચનારો દેશનો યંગેસ્ટ સ્ટુડન્ટ બનતાં તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ અને હોમી ભાભા સેન્ટર ફૉર સાયન્સ એજ્યુકેશને પણ તેની બુદ્ધિમત્તાની નોંધ લેવી પડી હતી.

આ પરીક્ષા વિશે વાત કરતાં ઓમનાં મમ્મી ગોપી મહેતા કહે છે, ‘આખા ભારતમાંથી ૪૫ હજાર વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. સામાન્ય રીતે આ પરીક્ષામાં દસમા ધોરણના વિદ્યાર્થીઓ ભાગ લે છે, જ્યારે ઓમ આઠમા ધોરણનો વિદ્યાર્થી હતો. દરેક સેટમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય. પહેલાં ૪૦૦ વિદ્યાર્થીને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. છેલ્લે ૪૦ વિદ્યાર્થીઓ સાથે કમ્પીટ કરી ઓમ ટૉપ થ્રીમાં આવ્યો હતો. આ પરીક્ષામાં મેરિટમાં આવનારા વિદ્યાર્થીઓ સમસ્ત વિશ્વમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે છે. આ પહેલાં માઇક્રોસૉફ્ટ ઑફિસ સ્પેશ્યલિસ્ટની પરીક્ષામાં બાવીસ વર્ષની ઉંમર સુધીના વિદ્યાર્થીઓ સાથે કમ્પીટ કરી ફાઇનલ સુધી પહોંચી તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ઇન્ડિયાઝ બેસ્ટ સ્ટુડન્ટ કૉન્ટેસ્ટમાં તેને બેસ્ટ સ્ટુડન્ટનો અવૉર્ડ પણ મળ્યો છે.’

આટલી નાની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓ આપવા માટે કેવી તૈયારી કરે છે એવા પ્રfનનો જવાબ આપતાં ઘાટકોપરની યુનિવર્સલ સ્કૂલના નવમા ધોરણમાં અભ્યાસ કરતો ઓમ કહે છે, ‘મેં ક્યારેય એક્ઝામનું પ્રેશર ફીલ નથી કર્યું, કારણ કે પરીક્ષા આપવા માટે મને કોઈ ફોર્સ નથી કરતું. મને ચૅલેન્જિસ ફેસ કરવાની મજા આવે છે. નાનપણથી જ મૅથ્સ અને સાયન્સ મારા પસંદગીના વિષય રહ્યા છે એટલે હંમેશાં પ્રિપૅડ જ હોઉં. પહેલી પરીક્ષા આપી હતી ત્યારે થોડો ડર લાગ્યો હતો, પરંતુ હવે નવું શું જાણવા અને શીખવા મળશે એનું એક્સાઇટમેન્ટ હોય છે.’

om1

ઓમને સાયન્સ પ્રત્યે આકર્ષણ હોય એ સ્વાભાવિક છે. તેના પપ્પા રાકેશભાઈ ડેન્ટલ સર્જ્યન છે, જ્યારે મમ્મી માઇક્રોબાયોલૉજિસ્ટ રહી ચૂક્યાં છે. તેની ઇન્ટેલિજન્સ પાછળ રસપ્રદ કહાણી છુપાયેલી છે જે દરેક પેરન્ટે જાણવા અને અપનાવવા જેવી છે. તેના પેરન્ટ્સનું માનવું છે કે દરેક બાળક બુદ્ધિશાળી જ હોય છે અને તેની ક્ષમતા પર શંકા કરવાની જરૂર નથી. ઓમ જ્યારે આઠ મહિનાનો હતો ત્યારે તેના પેરન્ટ્સ રોજ સવારે અને સાંજે તેની સામે કેટલાંક વાક્યો બોલતા હતા. તેઓ કહેતા, ઓમ, તું સ્વામી વિવેકાનંદ જેવી વિચારસરણી ધરાવે છે, તું સચિન તેન્ડુલકર જેવો વન્ડર બૉય છે, તું ધીરુબાઈ અંબાણી જેવો બિઝનેસમૅન છે, હનુમાનજી જેવો સ્ટ્રૉન્ગ છે અને શ્રીકૃષ્ણ જેવી દિવ્ય શક્તિ ધરાવે છે. આ બધા મહાનુભાવોના ફોટો વચ્ચે ઓમનો ફોટો મૂકી તેમણે ઘરમાં રાખ્યો છે. નાનપણથી જ તેના મનમાં ઠસાવવામાં આવ્યું હતું કે તું હોશિયાર જ છે. પેરન્ટ્સનું માનવું છે કે આમ કરવાથી તમારા બાળકમાં પૉઝિટિવ વાઇબ્સનો પ્રભાવ પડે છે.

ઓમના માનસ પર પડેલા સકારાત્મક પ્રભાવનો પરચો માત્ર છ વર્ષની ઉંમરમાં જ મળી ગયો હતો. હૈદરાબાદમાં આયોજિત સાયન્સ અને મૅથ્સની પરીક્ષામાં તેણે લૅપટૉપ જીત્યું હતું. ત્યારથી દરેક એક્ઝામમાં તેણે ટ્રોફી અથવા મેડલની સાથે કૅશ પ્રાઇઝ જીત્યાં છે. માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ તેની બુદ્ધિમત્તાની નોંધ લેવાઈ છે. અમેરિકા અને બ્રિટનની અનેક યુનિવર્સિટીએ તેને આમંત્રણ આપ્યું છે. ઓમ કહે છે, ‘હું મારી લાઇફની એક પણ ક્ષણને ગુમાવવા નથી માગતો. આમ તો આખું વર્ષ કોઈ ને કોઈ પરીક્ષા ચાલતી જ હોય છે અને વેકેશન જેવું કશું હોતું નથી તેમ છતાં રમવા માટે અને નાની બહેન સાથે મસ્તી કરવાનો સમય કાઢી લઉં છું. મેન્ટલ સ્ટ્રેસ ક્યારેય ફીલ થયું નથી, પણ ભાર હળવો કરવા મેડિટેશન અને યોગ પણ કરું છું.’

વિજ્ઞાન અને ગણિત વિષયમાં માસ્ટરી ધરાવતા ઓમને કરાટે, ચેસ અને ડ્રૉઇંગમાં પણ ખૂબ રસ છે. કરાટેમાં તેણે બ્લૅક બેલ્ટ હાંસલ કર્યો છે. સ્ટેટ લેવલની માર્શલ આટ્ર્સ ચૅમ્પિયનશિપમાં તેણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઇન્ટરસ્કૂલ ચેસ કૉમ્પિટિશનમાં ભાગ લીધો છે અને એલિમેન્ટરી તેમ જ ઇન્ટરમીડિયેટ એક્ઝામ પણ પાસ કરી છે. ઓમના આર્ટવર્કનું ઑનલાઇન એક્ઝિબિશન પણ યોજાયું છે. સ્કૂલની એક્સ્ટ્રા કરિક્યુલર ઍક્ટિવિટીમાં હંમેશાં મેરિટ સર્ટિફિકેટ પ્રાપ્ત કરવાની સાથે ઍકૅડેમિક પર્ફોર્મન્સમાં પણ મોખરે હોય છે. સાયન્સ ફીલ્ડમાં દિલચસ્પી હોવાના કારણે મોટા થઈને ઓમને સૉફ્ટવેર એન્જિનિયર બનવું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK