૩૫ કિલો વજન ઘટાડતાં પાંચ વર્ષ લાગ્યાં, પણ લાઇફ-સ્ટાઇલ બદલવાથી માત્ર અઢી મહિનામાં ૧૦ કિલો વજન ઘટ્યું આ બહેનનું

વૉકિંગ અને નિયમિતતાને પોતાની જીવનશૈલી બનાવીને હૉર્મોનલ ઇમ્બૅલૅન્સની સમસ્યાથી પીડાતાં થાણેનાં ડિમ્પલ વસંત ૧૩૫ કિલોમાંથી ૯૦ કિલોનાં થઈ ગયાં

dimpleલેડીઝ સ્પેશ્યલ - વર્ષા ચિતલિયા

હૉર્મોનનું અસંતુલન, થાઇરૉઇડ અને ઓબેસિટી જેવી ગંભીર બીમારીથી પીડાતાં થાણેનાં ૪૫ વર્ષનાં ગૃહિણી ડિમ્પલ અલ્પેશ વસંતે જીવનશૈલીમાં પરિવર્તન લાવી માત્ર અઢી મહિનામાં ૧૦ કિલો વજન ઘટાડી બતાવ્યું છે. આજથી પાંચ વર્ષ પહેલાં ૧૩૫ કિલો જેટલું ભારે શરીર ધરાવતાં ડિમ્પલબહેન હાલમાં ૯૦ કિલો વજન ધરાવે છે. પ્રથમ ૩૫ કિલો વજન ઘટાડતાં તેમને પાંચ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. ગંભીર રોગથી પીડાતી વ્યક્તિ માટે વજન ઘટાડવું બહુ જ મુશ્કેલ હોય છે, એવામાં પાંચ વર્ષમાં કુલ ૪૫ કિલો જેટલું વજન ઘટાડવું એ પણ ચમત્કાર જ કહેવાય.

વજન ઘટાડવાની પ્રક્રિયા શરૂઆતમાં ધીમી હતી તો પછી અચાનક ઝડપ કેવી રીતે આવી એવા પ્રfનનો જવાબ આપતાં ડિમ્પલબહેન કહે છે, ‘ઝડપથી વજન ઘટવાનું શરૂ થયું એનું સંપૂર્ણ શ્રેય મારી નવી લાઇફ-સ્ટાઇલને જ જાય છે. અનેક પ્રયાસો બાદ પણ વજન ઘટાડવામાં નિષ્ફળતા મળતાં છેવટે લાઇફ-સ્ટાઇલમાં કેટલાંક પરિવર્તન કર્યા ત્યાર બાદ ફટાફટ વજન ઊતરવા લાગ્યું છે. હૉર્મોનલ અસુંતલનની સમસ્યામાંથી બહાર નીકળવાનો શ્રેષ્ઠ ઉપાય છે વૉકિંગ, સંતુલિત આહાર અને નિયમિતતા. હું રોજ સવાર-સાંજ ચાલવાનું રાખું છું. ગરમી હોય કે વરસાદ, •તુ એનું કામ કરે પણ આપણે નિયમ નહીં તોડવાનો. પાર્ટીમાં જવાનું હોય કે પારિવારિક પ્રસંગ હોય, જમવાનું તો ઘરે જ અને એ પણ નિશ્ચિત કરેલા સમયમાં જ. કોઈ પણ પ્રકારની બીમારી સામે લડવાની તાકાત તમારામાં ત્યારે જ આવે જ્યારે તમે નિયમિત બનો. આજે જે ઝડપથી મારું વજન ઘટી રહ્યું છે અને ધીમે-ધીમે રોગમુક્ત થઈ રહી છું એ જોતાં મને સમજાય છે કે જીવનમાં નિયમિતતા કેટલી જરૂરી છે.’


નાની ઉંમરમાં આટલું બધું વજન વધી જવાનાં કારણો વિશે વિસ્તારથી વાત કરતાં ડિમ્પલબહેન કહે છે, ‘મને ૧૭ અને ૧૧ વર્ષની એમ બે દીકરી છે. સમસ્યાની શરૂઆત બીજા સંતાનના જન્મ બાદ થઈ હતી. વાસ્તવમાં સુવાવડના થોડા સમય બાદ મારું વજન ઘટવા લાગ્યું હતું. સામાન્ય રીતે સ્ત્રીઓને સુવાવડ બાદ વજન વધી જવાની ચિંતા થતી હોય, પરંતુ મારી સાથે ઊંધું થયું હતું. શરૂઆતમાં તો હું રાજી-રાજી થઈ ગઈ કે વાહ! મારું વજન તો આપમેળે જ ઘટી રહ્યું છે. થોડા વખત પછી અચાનક રિવર્સ પ્રક્રિયા શરૂ થઈ. જેટલી ઝડપથી વજન ઘટ્યું હતું એનાથી બમણી ઝડપથી વજન વધવા લાગ્યું અને વધતાં-વધતાં ૧૩૫ કિલો થઈ ગયું. ઘરમાં પણ બધાને ચિંતા થવા લાગી. કોઈકે થાઇરૉઇડનું પરીક્ષણ કરાવવાની સલાહ આપી. રર્પિોટ બાદ થાઇરૉઇડ તો આવ્યો જ અને સાથે ડૉક્ટરે કહ્યું કે તમારા શરીરમાં હૉર્મોનનું સંતુલન ખોરવાઈ ગયું છે. પાંચ વર્ષ સુધી સતત દવાઓ ચાલી. ઍલોપથી, હોમિયોપથી અને આયુર્વેદિક એમ બધા જ પ્રકારની દવાઓ લઈ જોઈ; પણ શરીરમાં હૉર્મોનની ઊથલપાથલ સતત ચાલતી જ રહી, એમાં જરાસરખો ફરક ન પડ્યો. વજનમાં પણ કોઈ ખાસ ફરક દેખાયો નહીં. આ દરમ્યાન લોકોની શિખામણ પણ મળતી રહી. મને આ રોગમાંથી બહાર આવવું હતું એટલે જે કોઈ મને શિખામણ આપે એને ગંભીરતાથી અનુસરતી. કોઈ કહે યોગ કરો તો યોગ કર્યા, કોઈ કહે વ્યાયામ કરો તો એ કરું, કોઈ કહે સ્વિમિંગથી ફાયદો થશે તો એ શરૂ કર્યું. અહીં સુધી કે પાણીમાં વૉક પણ કર્યું, પરંતુ વજન ઘટવાનું નામ નહોતું લેતું એથી હતાશ થઈ ગઈ હતી.’
એક તરફ થાઇરૉઇડ અને હૉર્મોનલ અસંતુલનની સમસ્યા તો હતી જ એમાં ભારે વજનને કારણે ડિમ્પલબહેનને પગ અને કમરનો દુખાવો પણ શરૂ થઈ ગયો. અડધો સમય તો તેઓ પથારીમાં જ પડ્યાં રહેતાં. આ સંદર્ભે વાત કરતાં તેઓ કહે છે. ‘મારાથી ઘરનાં કામ થતાં નહોતાં. કેટલીયે વાર હસબન્ડ અને દીકરીઓએ બ્રેડ-બટરથી ચલાવી લીધું છે. મારો જીવ બળતો, પણ શરીર જ સાથ ન આપે ત્યાં શું કરી શકાય. મારા આ સંઘર્ષમાં મને પરિવારનો ખૂબ સાથ મળ્યો. એ લોકો પણ જોતા હતા કે હું તમામ પ્રયાસો કરી રહી છું. એક સમય એવો પણ આવ્યો કે મેં મીઠું-સાકર અને અનાજ છોડી દીધું. માત્ર ફ્રૂટ્સ પર રહેવાને કારણે નબળાઈ આવી ગઈ અને હૉસ્પિટલમાં ઍડ્મિટ થવું પડ્યું. મને થયું કે હું આટલા બધા પ્રયાસો કરું છું તો સફળતા કેમ નથી મળતી? આ દિશામાં રિસર્ચ શરૂ કર્યું તો જાણવા મYયું કે આજના સમયમાં દર પાંચ સ્ત્રીએ એક સ્ત્રી હૉર્મોનલ અસંતુલનની સમસ્યાથી પીડાય છે. બેઠાડુ જીવન, ઝડપથી વજન વધવું અથવા ઘટવું, ડાયાબિટીઝ, પાચનતંત્ર બગડવું, થાઇરૉઇડ વગેરે એનાં સામાન્ય લક્ષણો છે. આ બધી સમસ્યાઓમાંથી બહાર આવવું સરળ નથી. ઘણી વાર દવાઓ પણ જોઈએ એવી અસર નથી કરતી. વાસ્તવમાં હું ટuુશન-ક્લાસ લેતી હતી. આખો દિવસ બેઠાં-બેઠાં વિદ્યાર્થીઓને ભણાવવામાં મારી તબિયતનું ધ્યાન ન રાખ્યું. સમયસર જમવાનું નહીં અને ઊંઘનાં પણ ઠેકાણાં નહોતાં. સંશોધન બાદ જાણવા મળ્યું કે વૉકિંગથી હૉર્મોનલ સંતુલન જળવાઈ રહે છે. વૉકિંગ શરૂ કર્યા બાદ ધીમે-ધીમે કરતાં પાંચ વર્ષમાં લગભગ ૩૫ કિલો જેટલું વજન ઘટ્યું.’

 જોકે એક્સરસાઇઝ અને ડાયટમાં નિયમિત બનવું આપણે ધારીએ છીએ એટલું સરળ નથી એમ જણાવતાં ડિમ્પલબહેન કહે છે, ‘ચાલવાથી વજન ઘટે છે એ પાકું થઈ ગયું એટલે વધારે રિસર્ચ કર્યું તો ખબર પડી કે લાઇફ-સ્ટાઇલમાં ધરમૂળથી પરિવર્તન લાવવાથી વધારે ફાયદો થશે. જાતે વધારે પ્રયોગો કરવા કરતાં કોઈનું માર્ગદર્શન મળી જાય તો પરિણામ અસરકારક આવશે. આખરે ત્રણેક મહિના પહેલાં જીવનશૈલી બદલવાનો સંકલ્પ કર્યો. રોજ સમયસર ખુલ્લી હવામાં ચાલવા જવાનું, સંતુલિત આહાર જ ખાવાનો અને એ પણ સમયસર જ. એવું નહીં કે આજે આઠ વાગ્યે ખાધું અને કાલે ૧૦ વાગ્યે. અડધા કલાકથી વધારે સમયનો ફરક પડવો ન જોઈએ. ઉપરાંત સૂવાનો સમય પણ ફિક્સ જ. આની સાથે ડાયટિશ્યનની સલાહનો સમાવેશ કર્યો. રોજ કોઈ પણ ભોગે સાત લીટર પાણી પીવાનું. ફુદીનો, અજમો અને હળદર એમ ત્રણ પ્રકારનાં પાણી પીઉં છું તેમ જ જમવામાં સાદું ભોજન જ લઉં છું. જીવનમાં નિયમિતતા આવતાં હૉર્મોનને લગતી સમસ્યા જલદીથી ઓછી થઈ ગઈ. આજે હું મારી જાતને અરીસામાં જોઉં છું તો ખૂબ આનંદ થાય છે. કેટલીક વાર જૂના ડ્રેસ પહેરીને અરીસામાં જોઉં તો થાય હું પહેલાં કેવી ફની લાગતી હતી. એક સમયે જાડી અને બેડોળ દેખાતી હતી એના કારણે લોકો મારાથી ડિસ્ટન્સ બનાવી રાખતા હતા. આજે એ લોકો મને પૂછે છે કે કઈ રીતે આ શક્ય બન્યું. મને લાગે છે કે થોડા જ સમયમાં તમામ સમસ્યાઓનો અંત આવી જશે અને હું મારા ૭૦ કિલોના લક્ષ્યાંકને સહેલાઈથી અચીવ કરી શકીશ.’

મિડ-ડે પણ બન્યું નિમિત્ત

અનેક પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવવાનું કારણ અને એનો ઉપાય આપણા જીવન સાથે સંકળાયેલો છે. મિડ-ડેના ફૅમિલી-રૂમમાં આવતા હેલ્થ-સંબંધિત આર્ટિકલ્સમાં અવારનવાર આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવે છે અને વારંવાર લાઇફ-સ્ટાઇલ બદલવાની સલાહ પણ આપવામાં આવે છે. હૉર્મોનલ ઇમ્બૅલૅન્સની સમસ્યામાં હેલ્થના આર્ટિકલ્સ વાંચીને ડિમ્પલબહેનને પ્રેરણા મળી અને એ દિશામાં વધારે રિસર્ચ કર્યું ત્યારે તેમને ખયાલ આવ્યો કે હૉર્મોનનું સંતુલન ખોરવાઈ જવાનું મુખ્ય કારણ તેમની ખરાબ લાઇફ-સ્ટાઇલ જ હતી. તેઓ કહે છે, ‘સ્ત્રીના જીવનકાળમાં અગિયારથી પંચાવન વર્ષની વય સુધી હૉર્મોનની ઊથલપાથલ થતી રહે છે એવું વિજ્ઞાન કહે છે એમ છતાં આપણે ક્યારેય આપણી મમ્મી કે દાદીના મોઢે સાંભYયું નથી કે તેમને હૉર્મોનલ ઇમ્બૅલૅન્સની સમસ્યા સતાવતી હતી. પહેલાંના સમયમાં આવી સમસ્યા નહોતી જ એવો દાવો તો ન કરી શકાય, પણ નજીવી હતી એમ કહી શકાય. એનું કારણ તેમની લાઇફ-સ્ટાઇલ જ હતી. તેઓ બધાં જ કામ જાતે કરતાં અને જીવનમાં નિયમિતતા પણ હતી. ખૂબ જ ટૂંક સમયમાં વજન વધવું કે ઘટવું બન્ને ઘાતક બની શકે છે. શારીરિક શ્રમનો અભાવ જ તમામ સમસ્યાનું મૂળ છે. આરોગ્યસંપન્ન રહેવા મોંઘીદાટ દવાઓ કરતાં લાઇફ-સ્ટાઇલ બદલવાથી વધારે ફાયદો થાય છે એ મારો અનુભવ છે. આજે હું અનેક સમસ્યાઓથી આઝાદ થઈ ગઈ છું અને શારીરિક તેમ જ માનસિક સ્વસ્થતા અનુભવી રહી છું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK