માથાના વાળ સફેદ એમ જ નથી થયા, એની વૅલ્યુ કરો

સૂર્ય એક તરફ આથમે ત્યારે બીજી તરફ એનો ઉદય થાય  છે. બસ, બરાબર આ જ વાત વડીલોને લાગુ પડે છે. વય ભલે આથમવા લાગી હોય પણ તેમની પાસે અનુભવોનો, નિરાંતવા સમયનો અને જ્ઞાનનો જે ખજાનો છે એવો દુનિયામાં કોઈની પાસે નથી. બસ જરૂર છે દૃષ્ટિકોણ બદલવાની. રિટાયર થયા પછી માયૂસ શું કામ થવાનું? ઊજવો તમારી આ વયને, તમને મળેલા સમયને અને તમારા અનુભવોના ખજાનાને. આ કેવી રીતે કરશો એની સરસ માર્ગદર્શિકા આજે મેળવીએ

amitabhવડીલ વિશ્વ - પલ્લવી આચાર્ય

રિટાયર થયા એટલે પોતે હવે કામથી ગયા એવું ઑટોમૅટિકલી વડીલો વિચારવા લાગી જાય છે અને એને લઈને તેમને પરિવારના સભ્યોના વર્તનથી લઈને દરેક બાબતમાં નેગેટિવિટી લાગે છે. તમારે તમારી આ માનસિકતાને બદલવી પડશે. તમને જો એમ લાગી રહ્યું હોય કે હવે તો જીવનમાં બધું ખતમ થઈ ગયું તો એ સમયે નવી રીતે વિચારવાનું શરૂ કરો કે જીવનમાં બધું ખતમ નથી થયું, હવે જ જિંદગી શરૂ થઈ છે! બીજું કોઈ પણ જો તમને એમ કહેતું હોય કે તમે હવે જીવનની સંધ્યા પર છો કે આ સમય તમારા જીવનના સનસેટનો છે તો એવું કહેતી કે વિચારતી વ્યક્તિઓને પણ કરેક્ટ કરો. બસ, પહેલાં શરૂઆત આ બાબતથી કરવાની ચાલુ કરી દો.

દાદાજી કે દાદીજી તમે આ બધું હવામાં નથી વિચારી રહ્યાં કે કહી રહ્યાં એમ કહેવા માટેનાં નક્કસ કારણો છે. તમને માથે ધોળા એમ નેમ નથી આવ્યા, ઘણો જમાનો જોઈ ચૂક્યાં છો. ઉંમરની સાથે તમે ઘણોબધો એક્સ્પીરિયન્સ મેળવ્યો છે. આ દુનિયામાં સિનિયર સિટિઝનો સિવાય કોઈ પણ એજના માણસો પાસે તમારા જેટલો અનુભવ છે? વડીલો એક વાત સમજો કે તમને મળેલો આ બિગેસ્ટ ઍડ્વાન્ટેજ છે. જમાનાના ઘણા ઉતાર-ચડાવ તમે જોઈ ચૂક્યા છો એથી તમારી પાસે ઘણુંબધું નૉલેજ છે. તમે આર્થિક સમૃદ્ધિ વધુ મેળવી ન શક્યા હો તો પણ અનુભવ અને જ્ઞાનની ભરપૂર સંપત્તિ તમારી પાસે છે.

રિટાયર થયા પછી તમને એમ લાગે કે હવે તમારી પાસે કામ નથી રહ્યું તો એ બરાબર છે. તમારી પાસે કામ ભલે નથી, પણ હવે તમારી પાસે સમય ભરપૂર છે, જે અગાઉ ક્યારેય નહોતો ! એટલું જ નહીં, બાકી કોઈ લોકો પાસે તમારા જેટલો સમય છે? જવાબ ચોક્કસ ના જ છે તો તમે તમારી પાસે જે છે એને જ ઊજવોને! ફાજલ સમય મેળવવા માટે અત્યારે લોકો કેટલા ત્રસ્ત હોય છે! તમારી પાસે સમય છે, અનુભવ છે અને જ્ઞાન છે તો જીવનમાં આનાથી વધુ પ્લસ પૉઇન્ટ કયા હોઈ શકે? આ બધી જ સંપત્તિ તમને સમયની સાથે મળી છે એ વિશે તમે કદી વિચાર્યું છે?

સામાન્ય રીતે રિટાયર થયા પછી લોકો વિચારવા લાગે છે કે હવે ઘરડા થઈ ગયા, હારી ગયા, થાકી ગયા વગેરે. વડીલોની આ માનસિકતા વિશે જણાવતાં કન્સલ્ટન્ટ સાઇકિયાટ્રિસ્ટ ડૉ. મિલિંદ જોશી કહે છે, ‘પોસ્ટ રિટાયરમેન્ટ એટલે કે રિટાયર થયા પછી વડીલો વિચારે છે કે હવે તેમની પાસે કામ નથી રહ્યું એટલે જીવનમાં કઈ નથી રહ્યું, જિંદગી હવે કોઈ કામની નથી રહી. આ બધાને કારણે તેઓ

જાણે-અજાણે ડિપ્રેશનમાં સરી પડે છે અને જીવનમાં નકારાત્મક વિચારોથી ઘેરાઈ જાય છે. આ ડિપ્રેશન તેમની હેલ્થ પર ભયાનક અસર કરે છે. માથું દુખવું,

હાથ-પગ-કમર-ગરદન કે શરીર દુખવાં, ઊંઘ ન આવવી, રાત્રે વારંવાર જાગી જવું, ભૂખ ન લાગવી, વજન ઓછું થઈ જવું, વાતે-વાતે રડવું આવવું, મરી જઈએ તો સારું એવા વિચાર આવવા, કંટાળો આવવો, ચીડિયા થવું, એકલતા લાગવી, કોઈ સાથે વાત કરવી ન ગમે, મોટો અવાજ ટીવી વગેરેનો હોય તો પણ સહન ન થાય વગેરે બધી જ બાબત ડિપ્રેશનને કારણે બને છે.’

વડીલોની આ પોઝિશનની એક વધુ ભયાનક બાબત વિશે વાત કરતાં ડૉ. મિલિંદ જોશી કહે છે, ‘આમાં વધુ કરુણતા એ છે કે સિનિયર સિટિઝનો જ્યારે પણ આ બધી બાબતોની ફરિયાદ કરતા હોય છે ત્યારે ઘરના લોકોને કે તેમને સંબંધિત લોકોને આ ડોળ લાગે છે અને કંઈ નથી થયું, ખોટાં નાટક કરે છે એમ કહી તેમની મજાક ઉડાવે છે ત્યારે તેમનું ડિપ્રેશન વધી જાય છે. તેમના આ ડિપ્રેશનને કાબૂમાં લેવા તેમની સાથે આત્મીયતાથી વાતો કરવી અને સાઇકિયાટ્રિસ્ટની સલાહ લેવી બહુ જરૂરી છે.’

વડીલો, તમારી આવી પોઝિશન થઈ જાય એ તમને ગમશે? તો પછી શરૂ કરો તમારા દૃષ્ટિકોણને બદલવાનું. તમારી પાસે જે છે એની વૅલ્યુ કરવા લાગો. તમારી પાસે જે છે એનો ફાયદો ઉઠાવવા લાગો. આ માટે તમારે શું કરવાનું છે એ જુઓ.

સૌથી પહેલાં તો શરીરે સુખી તો સુખી સવર્‍ વાતે એ ઉક્તિ મુજબ શરીરને સ્વસ્થ રાખવાના પ્રયત્નો કરવાના છે. જો શરીરે સ્વસ્થ નહીં હો તો કંઈ કરવું નહીં ગમે. શરીરને ભગવાનનો વાસ જેમાં છે એને મંદિર સમજો. આ મંદિરમાં તમે બીમારીની સ્થાપના કરશો કે તંદુરસ્તીની? શરીરને સ્વસ્થ રાખવા માટે સૌપ્રથમ તમારા મનમાંથી નેગેટિવિટીને ખેંચીને બહાર ફેંકી દો. અને બીજું, તમારી સામે જે સત્ય છે એને સ્વીકારતાં શીખો. દીકરો તમારી સાથે નથી રહેતો, તમારું ધ્યાન નથી રાખતો, તમે એકલા છો વગેરેને સ્વીકારી લો. તમારી સાથે કોઈ નથી તો શું થઈ ગયું? તમે એમ જ વિચારો કે તમે એકલા છો એ જ પૂરતું છે. જો તમે સત્યને નહીં સ્વીકારો અને સાઇકોલૉજિકલી ડિસ્ટર્બ થતા રહેશો તો તમારી હેલ્થની વાટ લાગી જશે એ નક્કી. સાઇકોલૉજિકલી ડિસ્ટર્બ થવાથી હેલ્થે ભારે સહન કરવું પડે છે. બીમારીઓ ૯૦ ટકા સાઇકોલૉજિકલ હોય છે, ૧૦ ટકા જ બીમારી હકીકતમાં હોય છે. આજે માણસની વયમર્યાદા વધી હોવાથી તમે જેટલા તંદુરસ્ત હશો એટલા જિંદગી સારી રીતે જીવી શકશો. તમે કોઈ પણ વયે બીજાને સર્પોટ કરવા માટે કેપેબલ છો, પણ તમારામાં રહેલી નેગેટિવિટીને કારણે તમને લાગે છે કે કોઈને હેલ્પફુલ થવાની તમારી કૅપેસિટી નથી. તમે જો પૉઝિટિવ બનશો તો તમારી કૅપેસિટી અને કેપેબિલિટી પણ વધી જશે.

તમને એમ લાગશે કે આ જમાનામાં અમારા નૉલેજનો લાભ લેવામાં, અમારા અનુભવોનો લાભ લેવામાં કે અમારી વાત માનવામાં કોને રસ છે? કોને અમારા જ્ઞાનની જરૂર છે? જો તમે આવું વિચારતા હશો તો તમે ખોટા છો. સમાજમાં એવા ઘણા લોકો છે જેમને તમારી હેલ્પની, તમારા સર્પોટની જરૂર છે. તમે ક્યાં, કોને અને કેવી રીતે મદદ કરી શકો એની એક સરસ માર્ગદર્શિકા સિનિયર સિટિઝનો માટે કામ કરતી સંસ્થા હેલ્પેજ ઇન્ડિયાના ડિરેક્ટર પ્રકાશ બોરેગાવકરે આપી છે.

તમે જ્યાં રહો છો ત્યાંની કે આજુબાજુના એરિયાની નાનીથી લઈને મોટી જે પણ વ્યક્તિને સર્પોટની જરૂર છે એને સર્પોટ કરો. તમે બોરીવલીમાં રહો છો તો દહિસર, બોરીવલી કે વધુ તો કાંદિવલીમાં જેને સર્પોટની જરૂર હોય એને કરો. આ માટે તમારે વાશી કે ચર્ચગેટ સુધી લાંબા થવાની જરૂર નથી. સમાજમાં એવા ઘણા લોકો છે જેમને તમારા સર્પોટની જરૂર હોય છે જ, કારણ કે તમે જે સર્પોટ કરશો એમાં ક્વૉલિફિકેશનની નહીં, એક્સ્પીરિયન્સની જરૂર હોય છે. અને એ તમારી પાસે બહુ છે. તમે જિંદગીમાં બહુબધું જોઈ ચૂક્યા છો એટલે કોઈ પણ સમસ્યાનો ઉકેલ તમારી પાસે વધુ સારો હોવાથી તમે સારી રીતે સર્પોટ કરી શકશો.

આ કામ કરવામાં તમારે પૈસો પણ ખર્ચવાનો નથી, આપવાનો છે તો તમારો થોડો સમય આપવાનો છે અને એ તો તમારી પાસે ખૂબ છે. આ બધું તમે કદી વિચાર્યું છે?

તમે કેવી કેવી મદદ કરી શકો? એક તો તમે ગાઇડન્સ આપી શકો. સિનિયર સિટિઝનો માટે અને બધા લોકો માટે ફાઇનૅન્શિયલ અને હેલ્થને લગતી એવી ઘણીબધી સરકારી યોજનાઓ છે જેની બધા લોકોને ખબર નથી હોતી. તમે આ બધી યોજનાઓ વિશે લોકોને માહિતી આપી શકો. આ અને આવી બીજી અનેક જનજાગૃતિ ફેલાવવામાં મદદ કરી શકો. વેલ્ફેર ઍન્ડ મેઇન્ટેનન્સ ઑફ પેરન્ટ ઍન્ડ સિનિયર સિટિઝન ઍક્ટ-૨૦૦૭ વિશે ઘણાબધા સિનિયર સિટિઝનોને પણ ખબર નથી હોતી. તમે તેમને આ વિશે માહિતી આપી શકો.

કેટલાય સિનિયર સિટિઝન એકલા જ રહે છે. તેમને તમે કંપની આપી શકો, તેમને બૅન્કમાં જવું છે કે પોસ્ટ-ઑફિસ જવું છે કે બીજું કોઈ પણ કામ હોય એમાં મદદ કરી શકો. કાંઈ નહીં તો તેમને મૂવી જોવા જવું છે કે શૉપિંગમાં જવું છે તો એમાં કંપની આપી શકો.

સ્કૂલ કે કૉલેજના સ્ટુડન્ટને કોઈ ગાઇડન્સની જરૂર છે તો આપી શકો.

આજકાલ મોટા ભાગનાં બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે તો તેમને તેમની માતૃભાષા શીખવામાં મદદ કરી શકો. નાનાં બાળકોને વાર્તાઓ કહીને તેમને જીવનનું જ્ઞાન આપી શકો, તેમને આપણા પૌરાણિક ગ્રંથોનું જ્ઞાન પણ આપી શકો.

આજે શહેરની પોલીસ પર કામનું બર્ડન બહુબધું છે. તમે તમારા એરિયાની પોલીસને મદદ કરી શકો. એ રીતે કે તમારા એરિયાના સિનિયર સિટિઝનોનું લિસ્ટ બનાવી પોલીસને આપો, વડીલો માટેની તેમની જે સર્વિસ છે એમાં મદદરૂપ થઈ શકો. વડીલોએ પોતાની સેફ્ટી કઈ રીતે રાખવી એની સમજણ બધાને નથી હોતી તો એ સમજાવી શકો. જો તમે સ્વસ્થ છો તો કોઈ વાર પીક અવરમાં ટ્રાફિક કન્ટ્રોલ કરવામાં મદદ કરી શકો.

જો તમે તમારાં સંતાનો સાથે રહેતા હો તો ઘરમાં નાની-મોટી મદદ કરતા રહેવું. યુવા પેઢી પોતાના કામમાં બહુ વ્યસ્ત હોવાથી સમય ફાળવવો પડે એમ હોય એવાં તેમનાં કામ તમે કરી લો તો તેમને ગમશે અને તમારો સમય જશે. બાળકોને સ્કૂલમાં, ક્લાસિસમાં લેવા-મૂકવા જવું, બહારથી કોઈ ચીજવસ્તુઓ લાવવી હોય, શાકભાજી કે ફ્રૂટ લાવવામાં મદદ કરી શકો.

જો તમે આમ કામ કરતા રહેશો, કોઈને મદદરૂપ થતા રહેશો તો તમને જિંદગી નકામી નહીં લાગે, ફિટ ઍન્ડ ફાઇન રહેશો, બીજા માટે કાંઈ કરી છૂટવાનો સંતોષ રહેશે અને જીવનમાં જે નથી કરી શક્યા એ કરવાનો વધુ ઉત્સાહ રહેશે અને તમે પૉઝિટિવ ફીલ કરશો. પછી જુઓ જિંદગી પ્રત્યેનો તમારો નજરિયો સાવ બદલાઈ જશે ને જિંદગી જીવવા જેવી લાગશે.

Comments (1)Add Comment
...
written by chandrakant sangoi, August 29, 2018
EXCELLENT HELPFUL ARTICLE

new york usa
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK