કિચનના પ્લૅટફૉર્મ પર ઠેકડો મારીને ચડી જાય છે ૯૦ વર્ષનાં આ માજી


usha antani

ઑલ ઇન્ડિયા રેડિયોનાં સિંગર ઉષા અંતાણી આજેય સંગીતના જાહેર પ્રોગ્રામ્સ આપવા જાય છે. રાત્રે બે વાગ્યે દીકરો ઘરે આવે ત્યારે ગરમ ભાખરી-શાક બનાવીને જમાડે એટલું જ નહીં, રોજ તેની સાથે જ જમે. તેમને મોતિયો નથી આવ્યો, ચશ્માં વિના વાંચી શકે છે. મહાત્મા ગાંધીજી પાસે રમેલાં સ્વાતંત્ર્ય સેનાનીનાં આ દીકરીનાં લગ્નનો મંડપ પણ ખાદીનો હતો.  સાદગીને તેમણે સાચા અર્થમાં જીવનમાં ઉતારી છે તેથી જીવન સામે તેમને કોઈ જ ફરિયાદ નથી



વડીલ વિશ્વ - પલ્લવી આચાર્ય

ઓછા સંબંધ અને ઓછો સંગ્રહ આ છે ઘાટકોપરનાં ૯૦ વર્ષનાં ઉષા અંતાણીની તંદુરસ્તીનું રહસ્ય. તેઓ કહે છે, ‘નકામા સંબંધો ન રાખો, સંબંધો ઓછા હશે તો તમે શાંતિથી જીવી શકશો. ઓછો સંગ્રહ કરો અને ઓછા સંબંધો રાખો. જિંદગીમાં મેં કદી મારા માટે કોઈ ખરીદી નથી કરી કે હું મારી પસંદનાં કપડાં લઉં એવું નથી બન્યું.’

નેવુંમા વરસે પણ દીકરાઓ ન જમે ત્યાં સુધી ઉષાબહેન જમતાં નથી. જમવામાં તેમને ગળપણ રોજ જોઈએ, કંઈ ન હોય તો ગોળ અને ઘી લે. કેરીની સીઝનમાં રોજ કેરીનો રસ  જોઈએ. રાત્રે બે વાગ્યે જમે તો પણ પચી જાય છે. રસોઈનો તેમને જરાય કંટાળો નથી, રસોઈ બનાવીને જમાડવું તેમને ગમે છે. ચીભડા-ગાંઠિયાનું શાક જેવી નવી રેસિપી બનાવતાં રહે છે. કિચનના પ્લૅટફૉર્મ પર ઠેકડો મારીને ચડી જાય ને પછી ત્યાં બેસીને ભાખરી બનાવે છે.   થોડા સમય પહેલાં તેઓ ૯૪ વર્ષના તેમના ભાઈને બર્થ-ડે વિશ કરવા માટે રાજકોટ ગયાં હતાં. શહેરમાં ક્યાંય જવું હોય તો તેઓ દીકરાની પાછળ બાઇક પર જઈ શકે છે. તેમનું કહેવું છે કે ભગવાનની દયા છે કે શરીરને કોઈ તકલીફ નથી.  

ઉષાબહેનને ભગવાનમાં શ્રદ્ધા ખરી, પણ રોજ દેવદર્શન કે પૂજાપાઠ જેવા કોઈ જ ધાર્મિક નિયમો નથી. જીવન જેવું છે એવું એને માણવું અને જીવનમાં બીજાને ઉપયોગી થવું એવું તેઓ માને છે. તેમનું કહેવું છે કે વર્તનમાં જ ધર્મ હોવો જોઈએ, બાકી મેં કામ જ એવાં ક્યાં કયાર઼્ છે કે ભગવાનની માફી માગવી પડે!

ઉષાબહેને તેમની ચોથી પેઢી જોઈ છે. તેમનાં મોટાં દીકરી ૬૮ વર્ષનાં છે. તેમને ૩ દીકરાઓ છે અજય, અમિત અને અક્ષય. તેમનો આખો પરિવાર સંગીતપ્રેમી છે.

usha antani 1


 ઉષાબહેને જીવનમાં સંતોષ અને સાદગીને આત્મસાત કરી છે. આ સંસ્કાર તેમને બચપણથી મળ્યા છે. તેમના પિતા જેઠાલાલ જોશી સ્વાતંhયસેનાની હતા જેમણે ૩ વર્ષ જેલવાસ પણ ભોગવ્યો છે એટલું જ નહીં, તેઓ રાજ્યસભામાં અને ૩ વાર લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. અત્યારે નેતાઓ પૈસાના જોરે ચૂંટણી લડે છે ત્યારે ઉષાબહેનને બહુ દુ:ખ થાય છે. તેઓ કહે છે, ‘મારા પિતા મિલમજૂરોની સેવા કરતા હતા અને તેથી જ કોઈ પણ જાતના પ્રચાર વિના ત્રણ વાર મેમ્બર ઑફ પાર્લમેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ પ્રચાર કદી નહોતા કરતા. અત્યારે ચૂંટણીપ્રચારમાં કરોડો રૂપિયા ખર્ચાય છે. અમે દિલ્હી જઈએ ત્યારે ચાલીને પાર્લમેન્ટ જતાં. મારા પિતા બૅરિસ્ટર હતા, પણ ગાંધીજીની આજ્ઞાથી તેમણે વકીલાત છોડી હતી. સ્વાતંત્ર્ય સેનાનીને મળતું પેન્શન મારા પિતાએ નહોતું લીધું. આજ સુધી અમારા પરિવાર પાસે ગાડી કે પોતાનું ઘર નથી. આજની કૉન્ગ્રેસ તરફ મને ઘણી નફરત છે, કારણ કે ભોગ આપ્યો એ સમયના લોકોએ અને આજે મજા આ લોકો કરે છે.’ 

એ સમયના નેતાઓની સાદગીની વાત કરતાં ઉષાબહેન કહે છે, ‘લાલબહાદુર શાસ્ત્રી વડા પ્રધાન હતા ત્યારે રાજકોટ આવ્યા તો અમારા ઘરે ઉતાર્યા હતા અને તેઓ પોતાનાં કપડાં જાતે ધોતા હતા. ગાંધીજીએ રાજકોટની રાષ્ટ્રીય શાળામાં ૨૧ ઉપવાસ કર્યા હતા ત્યારે હું નાની હતી અને તેમની આસપાસ રમતી હતી. માત્ર પાંચ રૂપિયામાં મારાં લગ્ન થયાં  હતાં. લગ્નમાં દિલ્હીનું આખું પ્રધાનમંડળ આવ્યું હતું. મારાં લગ્નનો મંડપ ખાદીનો હતો. અત્યાર સુધી હું ખાદી જ પહેરતી હતી, પણ હવે ઉંમરના હિસાબે એï વજનદાર સાડી પહેરવામાં તકલીફ પડે છે એટલે ખાદી પહેરવાનું છોડી દીધું.’ 

હવે ખાદીવાળાઓ પરથી પણ ઉષાબહેનને વિશ્વાસ ઊઠી ગયો છે.

ઉષાબહેનનો જીવનમંત્ર છે પ્રામાણિકતા. તેઓ કહે છે, ‘તમે પ્રામાણિક રહો. પૈસા કમાઓ, પણ પ્રામાણિક રહીને.’

બીજું, યુવાનોને તેમને ખાસ કહેવું છે કે ફૅશન અને વ્યસન બન્ને છોડો તો જિંદગી સારી રહેશે. કોઈ વાતની હાયવોય નહીં કરો તો જીવનમાં શાંતિ રહેશે. મગજ શાંત રહેશે તો તમે સ્વસ્થ રહેશો. ઉષાબહેને ૧૯૬૫માં ઑલ ઇન્ડિયા રેડિયો રાજકોટ સ્ટેશન પરથી ગાવાનું શરૂ કર્યું હતું એ લગ્ન પછી મુંબઈ આવીને પણ ચાલુ રાખ્યું જેમાં તેમના પતિ મહેન્દ્ર અંતાણી એ બહુ સાથથ આપ્યો, મહેન્દ્રભાઈ અગાઉ બર્માની ર્કોટમાં ઇંગ્લિશના ઇન્ટરપ્રિટર હતા અને પછીથી નેવીમાં સિવિલિયન ઑફિસર હતા. તેમનાં છોકરાં નાનાં હતાં ત્યારે તેમણે ઉષાબહેનને એમ કહીને સાથ આપ્યો હતો કે ‘હું બાળકોને સાચવીશ, તું પ્રોગ્રામ આપવા જવું હોય તો જા.’

ઉષાબહેનને બધાં જ લોકગીતો અને આઝાદીનાં ગીતો મોઢે છે. સંગીત તેમનો શ્વાસ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK