કચ્છી માઉન્ટનમૅન

૨૯ ઑગસ્ટે મુંબઈથી વિશ્વના છઠ્ઠા હાઇએસ્ટ માઉન્ટ ચોયુને સર કરવા નીકળનારા કેવલ કક્કાએ ચાર વર્ષમાં બાર ડુંગરા સર કર્યા છે અને નેક્સ્ટ મે મહિનામાં એવરેસ્ટ ક્લાઇમ્બ કરવાની તૈયારી કરી રહ્યો છે. જોકે પૂરતું ફન્ડ ભેગું ન થવાને કારણે જાન્યુઆરી-૨૦૧૯થી મે-૨૦૧૯ દરમ્યાન સાત ખંડનાં સાત ઊંચાં શિખરો સર કરવાનો પ્લાન તેણે મોકૂફ રાખવો પડ્યો છે

kevalમૅન્સ વર્લ્ડ - અલ્પા નર્મિલ


મુલુંડ (વેસ્ટ)માં રહેતા હિરેન કક્કાને કોઈ પૂછે કે કેવલ ક્યાં છે? તો પૂછનારને જવાબ મળે કે કેવલ આ ડુંગરો ચડવા ગયો છે ને પેલો માઉન્ટન કલાઇમ્બ કરવા ગયો છે, ટ્રેકિંગ માટે ગયો છે. ખરેખર, ૨૬ વર્ષનો કેવલ પૂરા બે મહિના મુંબઈમાં કન્ટિન્યુ રહેતો નથી. કાં તો પર્વતારોહણની ટ્રેઇનિંગમાં હોય, કાં ટ્રેકિંગ-ગ્રુપના લીડર તરીકે પહાડોમાં હોય. ઉપરાંત સમિટ ક્લાઇમ્બિંગ એક્સપિડિશન પણ ખરાં જ. ઑટોમોબાઇલ એન્જિનિયર થયેલા કેવલે છેલ્લાં ચાર વર્ષના ગાળામાં માઉન્ટન ફ્રેન્ડશિપ (બે વખત), હનુમાનટિબ્બા (બે વખત), દેવટિબ્બા, માઉન્ટ લોબ્ચે-ઈસ્ટ, સ્ટોક કાંગરી, (બે વખત - સમર અને વિન્ટર), મણિરંગ, કાનામો, મનાલ્સુ અને ૬૪૦૦ મીટર ઊંચો અજાણ્યો પર્વત ચડ્યા છે. આ ઉપરાંત હિમાલયમાં હમતા પાસ, રૂપકુંડ, દેઓટિબ્બા બેઝ, મલાના યંકાર પાસ, ઝંસ્કર (ચાદર ટ્રેક-લેહ)

ગૌમુખ-તપોવન, કાલા પત્થર, બિયાસકુંડ, એવરેસ્ટ બેઝ-કૅમ્પ તેમ જ સહ્યાદ્રિના અનેક ટ્રેક્સ પણ કર્યા છે. હવે તે તિબેટમાં આવેલો ૨૬,૮૬૪ ફુટ ઊંચો ચોયુ માઉન્ટન ચડવાનો છે.

કેવલ ૧૧ વર્ષનો હતો ત્યારે મુલુંડના કચ્છી ટ્રેકર્સ ગ્રુપ સાથે ટ્રેકિંગમાં ગયો. સિમ્પલ ટ્રેકિંગમાં તેના જેટલા બીજા છોકરાઓ થાકી જતા ત્યારે કેવલ હસતો-રમતો ટ્રેક કરતો. જોકે એ સમયે માઉન્ટન-ક્લાઇમ્બિંગમાં આગïળ વધવું એવો કોઈ પ્લાન નહોતો એમ જણાવીને કેવલ ‘મિડ-ડે’ને કહે છે, ‘બસ, વેકેશનમાં ટ્રેકિંગ માટે જવું એટલું જ ધ્યેય. હા, પહાડો ગમે બહુ, મજા આવે, એનર્જી પણ રહે એટલે મનાલીસ્થિત અટલ બિહારી વાજપેયી ઇãન્સ્ટટuૂટ ઑફ માઉન્ટેનિયરિંગમાંથી ૨૦૧૩માં બેઝિક અને ૨૦૧૪માં ઍડ્વાન્સ માઉન્ટેનિયરિંગ ર્કોસ ‘a’ ગ્રેડ સાથે પાસ કર્યો. સાથે-સાથે ઑટોમોબાઇલ એન્જિનિયરિંગની સ્ટડી પણ ચાલુ હતી.’

ભણવા સાથે કેવલનું માઉન્ટન-ક્લાઇમ્બિંગ પણ ચાલુ જ હતું. તેને ઑટોમોબાઇલ એન્જિનિયરિંગ ભણતાં-ભણતાં જ થયું કે ‘માઉન્ટન્સ આર કૉલિંગ મી’ અને એમાં જ આગળ વધવું છે. ૨૦૧૬ પછી તેણે પૂરું ફોકસ પર્વતારોહણમાં લગાવી દીધું. આ દરમ્યાન કેવલે સ્કીઇંગનાં બે લેવલની ટ્રેઇનિંગ લીધી અને ૨૦૧૬માં એક વર્ષમાં જ ૫૨૮૯ મીટરથી લઈને ૬૦૪૯ મીટર સુધીની ઊંચાઈની પાંચ પીક સર કરી.

હવે માઉન્ટ ચોયુ કેમ? એના જવાબમાં કેવલ કહે છે, ‘આ પહાડ એવરેસ્ટથી પશ્ચિમ દિશાએ ૨૦ કિલોમીટરના અંતરે છે. ચીન-નેપાળ બૉર્ડર પર સ્થિત આ પïર્વત હિમાલયના સબ-ઍક્શન ખુમ્બુનું શિખર છે. બારે મહિના ટનબંધ બરફથી આચ્છાદિત રહેતો આ ગિરિ સુંદર તો છે જ, સાથે ચૅલેન્જિંગ પણ છે. આથી જ દરેક પર્વતારોહકનું સપનું હોય છે અહીં ચડવાનું. અહીં બેઝ-કૅમ્પ ૧૫,૭૫૦ ફુટ પર છે. પહેલો કૅમ્પ ૧૭,૩૮૮ ફુટ પર અને બીજો કૅમ્પ ૧૮,૭૦૦ ફુટ પર રહેશે. ત્યાં કૅમ્પ સેટઅપથી લઈને શિખર સર કરવા સુધી ૨૬ દિવસ રહેવાનું રહેશે. એમાંય લાસ્ટ સમિટ ક્લાઇમ્બ કરવા એક સ્ટ્રેચમાં ૮૨૦૦ ફુટ ચડવાનું રહેશે અને એટલું જ ઊતરવાનું.’
keavl 1


વિષમ હવામાન, પર્વતારોહણનાં ભારેખમ સાધનો, ઑક્સિજનની ટૅન્ક સાથે ઊંઘ્યા કે આરામ કર્યા વિના સતત ૨૦થી ૨૪ કલાકનું ચડાણ અને ઉતરાણ શારીરિક અને માનસિક કસોટીની પરાકાષ્ઠા જેવું છે ત્યારે કેવલ કહે છે કે શિખર પર જઈને જ્યારે ભારતનો ઝંડો લહેરાવીએ ત્યારે થાક અને તનાવ ભૂલીને રોમાંચિત થઈ જવાય છે. કેવલે આ એક્સપિડિશન સિયાચીનમાં રહેતા આર્મીના જવાનોને ડેડિકેટ કર્યું છે.

આ વર્ષે એશિયન ગેમ્સમાં માઉન્ટન-ક્લાઇમ્બિંગને પહેલી વખત સ્પર્ધામાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. જોકે આ અતિશય મોંઘી સ્પોર્ટ છે.

તન-મનની ચુસ્તી-સ્ફૂર્તિ ઉપરાંત આ ઍક્ટિવિટી માટે સ્પેશ્યલ સાધનો જોઈએ જે ખૂબ મોંઘાં આવે છે. કેવલ માઉન્ટ ચોયુ એક્સપિડિશન પણ અનેક સ્પૉન્સર્સ અને દાતાઓના સહયોગથી કરવાનો છે અને આગામી વર્ષે એવરેસ્ટ એક્સપિડિશન માટે પણ તેને મોટી હેલ્પની જરૂર પડવાની છે. કેવલ કહે છે, ‘મારી ટ્રેઇનિંગ ઉપરાંત એકાદ માઉન્ટન-ક્લાઇમ્બિંગ છોડીને બીજાં બધાં સમિટ-કલાઇમ્બિંગનો પપ્પાએ જ ખર્ચો ઉપાડ્યો છે, પણ માઉન્ટ ચોયુનો એક્સપેન્સ વધુ હોવાથી મારે હેલ્પ લેવી પડી છે. અમારા સમાજના અનેક બિઝનેસમેનોએ અને સંસ્થાઓએ મને મદદ કરી છે. જોકે આવતા જાન્યુઆરીથી મે મહિના સુધી સાત ખંડ સાત શિખરનો બિયૉન્ડ સેવન સમિટ્સ ૨૦૧૯નો પ્રોજેક્ટ ફન્ડના અભાવે મોકૂફ રાખવો પડ્યો છે. મારે સાત ખંડનાં સાત શિખરો ઓછા દિવસમાં સર કરવાનો રેકૉર્ડ બનાવવો હતો. એ અંતર્ગત આખું પ્લાનિંગ પણ કરી લીધું હતું. હું જાન્યુઆરીમાં ઍન્ટાર્કટિકાનો ૧૬,૦૫૦ ફુટ ઊંચો માઉન્ટ વિન્સ મૅસિફ, ફેબ્રુઆરીમાં સાઉથ અમેરિકાનો ૨૨,૮૪૧ ફુટનો માઉન્ટ એકોન્ગુઆ, એ જ મહિનામાં ૧૯,૩૩૪ ફુટ ઊંચો આફ્રિકાનો કિલિમાંજારો, માર્ચમાં ઑસ્ટ્રેલિયાનો ૭૩૧૦ ફુટનો ર્કોસકઉઝકો, સાથે જ ઓસ્માનિયાસ્થિત કારસ્ટેન્ઝ પિરામિડ ક્લાઇમ્બ કરવાનો હતો. ત્યાર બાદ માર્ચમાં રશિયાસ્થિત માઉન્ટ એલ્બþુઝ (૧૮,૫૧૦ ફુટ), એપ્રિલમાં નૉર્થ અમેરિકાનો ૨૦,૩૩૫ ફુટનો માઉન્ટ દેનાલી (મૅક કિનલે) અને અંતમાં મે મહિનામાં એશિયાનો એવરેસ્ટ ૨૯,૦૨૯ ફુટ ચડવાનો હતો. સ્ટીવ પ્લેઇન્સ નામના પર્વતારોહકે આ રેકૉર્ડ બનાવ્યો છે, પણ મેં ઓછા દિવસમાં

આ એક્સપિડિશન થાય એવું પ્લાનિંગ કર્યું હતું. આ સાહસ માટે ટ્રાવેલિંગ ઉપરાંત પરમિટ, હાઈ-ટેક ઉપકરણો, લૉજિસ્ટિક, વીઝા વગેરેનો બહુ મોટો એક્સપેન્સ હતો.’

વેલ, હવે કેવલ ફક્ત માઉન્ટ એવરેસ્ટ જશે. સ્પૉન્સરશિપ માટે ત્રણ મહિનાથી સતત સંઘર્ષ કરી રહેલો કેવલ માઉન્ટ ચોયુ ચડવા માટે સખત મહેનત પણ કરી રહ્યો છે. સવારે સાડાચાર વાગ્યે ઊઠીને તે યોગ કરે છે. પછી રનિંગ, સાઇક્લિંગ તેમ જ ઑલ્ટરનેટ દિવસે મુલુંડ ટેકરી પર ટ્રેકિંગ કરે છે. ત્યાર બાદ જિમમાં કાર્ડિયો વર્કઆઉટ અને ક્રૉસફિટ કસરત કર્યા પછી સવારે ૧૧થી ૬ ટ્રેકિંગ ઑર્ગેનાઇઝ કરતી સંસ્થામાં જૉબ કરે છે અને સાંજે દોઢ કલાકના બ્રિસ્ક વૉક પછી ૨૦ કિલો વજન ઉપાડીને ૧૦ વખત તેના બિલ્ડિંગના ત્રણ માળ ઊતર-ચડ કરે છે. સાથે જ શનિ-રવિ સહ્યાદ્રિની વિïવિધ પીક્સ પર ટ્રેકિંગ કરે છે. કેવલના પપ્પા હિરેનભાઈનું આર્ટિફિશ્યલ જ્વેલરી મૅન્યુફૅક્ચરિંગનું કામકાજ છે અને મમ્મી નીલમબહેન પ્રી-પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષિકા છે. નાની બહેન અમેરિકામાં માસ્ટર્સનું ભણી રહી છે.

હમ નહીં હારેંગે

પર્વતારોહણ ઈઝી તો છે જ નહીં. કપરું ચડાણ, ક્રેઝી ક્લાઇમેટ અને પ્રાથમિક ઉપચારની સવલત સુધ્ધાં ન હોય ત્યારે ફક્ત હિંમત જ સાથ આપે છે. આ માર્ચમાં સ્ટોક કાંગરીના વિન્ટર એક્સપિડિશનમાં કેવલે તેની ટીમ સાથે ફાઇનલ સમિટ સર કરવા રાતે સાડાત્રણ વાગ્યે કલાઇમ્બિંગ શરૂ કર્યું. માઇનસ ૪૦ ડિગ્રી તાપમાન, સ્નોફૉલ અને અમાપ બરફ. એમાં ટીમની એક છોકરીનો પગ મચકોડાઈ ગયો એટલે કેવલ તેની સાથે રહ્યો અને જે ટ્રેકિંગ ૧૬ કલાકમાં થઈ જવું જોઈતું હતું એ ગતિ ધીમી પડવાને લીધે બાવીસ કલાકે થયું. આ દરમ્યાન કેવલના હાથમાં બ્લડ-ફ્લો બંધ થઈ ગયો. કૅમ્પમાં આવ્યા પછી નાના ઉપચારો કર્યા, પણ રાઇટ હૅન્ડના થમ્બમાં ફ્રૉસ્ટ-બાઇટ એવું સિવિયર હતું કે કેવલના અડધા નખ સુધીના અંગૂઠાની ટિપ કપાવવી પડી. જોકે આવું થયા પછી હારે એ બીજા. તે તરત એપ્રિલ અને મે મહિનામાં ટ્રેકિંગ-ગ્રુપને લઈને હિમાલયમાં ટ્રેક કરવા ઊપડી ગયો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK