શું તમને લૉગ આઉટ થતાં આવડે છે?

કોઈ પણ પ્રસંગ-ઘટના, બાબત કે વિચારોમાં આપણને લૉગ ઇન થતાં આવડી જતું હોય છે, પરંતુ લૉગ આઉટ થતાં આવડતું નથી ત્યારે આપણે કેટલાય બોજને મગજ પર લાદી દઈને ભારેખમ થઈ જઈએ છીએ. આપણું સ્ટ્રેસ પણ આ જ કારણસર વધ્યા કરે છે. આના ઉપાય તરીકે લૉગ આઉટ થવાનું શીખવાની જરૂર છે

SWARAસોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

આપણામાંથી મોટા ભાગના લોકો હવે લૅપટૉપ કે કમ્પ્યુટર વાપરતા હોય છે. એમાં વિવિધ સાઇટ પર જોડાવું, નવી-નવી ઍપ ડાઉનલોડ કરવી, એમાં સભ્ય બનવું મુખ્ય હોય છે. હવે તો આ કામ મોબાઇલ ફોનમાં પણ થાય છે. ઑનલાઇન પેમેન્ટ કરવું, ફેસબુકમાં જવું કે આપણું પોતાનું પર્સનલ ઈ-મેઇલ અકાઉન્ટને ખોલી સતત એના પર કામ કરવું જેવી બાબતો આપણા માટે રોજિંદી બની ગઈ છે. આમ કરતી વખતે આપણે એમાં પ્રવેશવા માટે કે એને ખોલવા માટે લૉગ ઇન થવાનું હોય છે. આ લૉગ ઇન થવા માટે આપણા યુઝર આડી અને પાસવર્ડનો ઉપયોગ જરૂરી બને છે. એના વિના એ ખૂલે નહીં. ફાઇન. ત્યાર બાદ છેવટે જ્યારે આપણે એ બંધ કરીએ ત્યારે લૉગ આઉટ થવું પડે છે. જો આ લૉગ આઉટ ન થઈએ તો આપણી એ મેઇલ કે ઍપ ખુલ્લી રહી જાય છે અને બીજી કોઈ વ્યક્તિ આ વાતથી જાણકાર હોય તો એનો દુરુપયોગ કરી શકે છે. વેઇટ, આપણે અહીં કમ્પ્યુટર, લૅપટૉપ કે મોબાઇલ ઍપનું શાસ્ત્ર સમજવા બેઠા નથી; પરંતુ આ શબ્દોના જે અર્થ છે અને આ શબ્દ જે બાબત માટે વપરાય છે એ કીમતી સંદેશ આપે છે. ઇન શૉર્ટ, ખરી વાતને માંડીએ એ પહેલાં લૉગ આઉટનું મહત્વ સમજી લેવું જરૂરી હતું એટલે આ શરૂઆત કરી. શું તમને-આપણને જીવનની જુદી-જુદી ઘટનાઓમાંથી, સ્થળોમાંથી, વિચારોમાંથી, વ્યક્તિઓમાંથી લૉગ આઉટ થતાં આવડે છે? આ જીવન સંબંધી લૉગ આઉટને સમજીએ.

નાની-નાની વાતોની ખલેલ

જીવનમાં ઘણી નાની-નાની બાબતો આપણને ડિસ્ટર્બ કર્યા કરતી હોય છે. કોઈએ આપણા વિશે કંઈ નેગેટિવ કહી દીધું કે આપણે ડિસ્ટર્બ. ક્યાંક કોઈ સફળતા ન મળી અથવા ધાર્યું ન થયું કે આપણે ડિસ્ટર્બ. સુખ ઓછું થયું અને દુ:ખ વધી ગયું કે આપણે ડિસ્ટર્બ. જ્યાં માન-સન્માનની અપેક્ષા હતી ત્યાં ઉપેક્ષા થઈ કે આપણે ડિસ્ટર્બ. ઘર-પરિવાર, સંતાનો, તેમનું શિક્ષણ, મહેમાનો-સગાંસંબંધી, મિત્રો, ઑફિસસ્ટાફ સાથે કંઈ અણધાર્યું બન્યું કે આશાથી વિપરીત કંઈ થયું ને આપણે ડિસ્ટર્બ થવા માટે તૈયાર; કારણ કે આપણા ડિસ્ટર્બન્સના સર્જનમાં હોય છે આપણો સૌથી વહાલો ઈગો અને જો ક્યાંક ઈગો ન પણ હોય તો લૉગ આઉટ થતાં ન આવડવાની આપણી કમી કે અસમર્થતા. આપણે પાણીના અડધા કે પૂરા ભરેલા ગ્લાસને છોડતા જ નથી, પછી એનું વજન હાથને ભારે લાગવાનું જ છે. એમ આ એક યા બીજા કારણસર સતત ડિસ્ટર્બ થયા કરતા આપણા મન કે હૃદયને ભાર લાગવાનો જ છે.

શાંતિ માટે અશાંતિ લઈને જઈએ


આપણે બહારગામ જઈએ છીએ ચેન્જ માટે, રોજબરોજની રૂટીન લાઇફમાંથી હળવા થવા, આરામ કરવા, શાંતિ મેળવવા; પરંતુ જ્યાં જઈએ છીએ ત્યાં લૉગ આઉટ થઈને જતા નથી. આપણા કામના બોજને, આપણા અશાંતિના વિચારોને લઈને જઈએ છીએ. સત્તર લોકોના વિચારોને સાથે લઈ જઈએ છીએ. કેટલીયે ચિંતા અને ટેન્શન સાથે રાખીને ફરીએ છીએ. આમ કરવાથી કંઈ જ ઉપાય થવાનો નથી. એમ છતાં આ બધાને આપણે સાથે રાખીએ છીએ અને આખરે જે શાંતિ કે ચેન્જ માટે ગયા હતા એ ચેન્જ કે શાંતિ ભાગ્યે જ મળે છે, કારણ કે આપણે લૉગ આઉટ થઈને ગયા હોતા નથી. આપણી ઑફિસ અને ઘર સતત આપણી સાથે લઈને જઈએ કે ફરીએ તો બીજું થવાનું પણ શું?

આપણે બહુ ફાઇલો ખોલી દઈએ છીએ

વાસ્તવમાં આપણને બધે લૉગ ઇન થતાં આવડી જાય છે. પ્રસંગોપાત્ત, વ્યવહારોમાં કે નોકરી યા ધંધામાં આપણે લૉગ ઇન થઈ જઈએ છીએ. એ પછી લૉગ આઉટ થતાં આપણને આવડતું નથી. કોઈની પણ સાથે વાત કે વિવાદમાં વળગ્યા પછી એમાંથી ક્યારે એ બંધ કરીને નીકળી જવું એ આવડવું પણ જરૂરી છે. ખરેખર તો આપણને માત્ર લૉગ આઉટ જ નહીં, ડિલીટ કરતાં પણ નથી આવડતું યા બહુ ઓછું આવડે છે જેને કારણે પણ આપણા જીવનમાં વિચારોનો-વ્યક્તિઓનો બોજ સતત ભરાયેલો રહે છે. આપણે ડેસ્કટૉપ પર કે પછી ડૉક્યુમેન્ટમાંથી એકસાથે એટલી બધી ફાઇલો ખોલી નાખીએ છીએ કે આખરે કમ્પ્યુટર હૅન્ગ થઈ જાય છે.

બહાર બધું મૂકીને અંદર પ્રવેશો

એક સૂફી સંત પાસે જ્ઞાન લેવા એક યુવાન આવે છે.

સંત તેને કહે છે, ‘તારી સાથે જે-જે લાવ્યો છે એ બહાર મૂકીને આવ.’

યુવાન કહે છે, ‘હું ખાલી હાથે આવ્યો છું. મારી સાથે કંઈ જ નથી.’

સંત કહે છે, ‘તારી આંખો બંધ કર અને પછી જો અને કહે.’

યુવાને આંખ બંધ કરી કે તેને ઘણાંબધાં દૃશ્યો એકસાથે દેખાવા લાગ્યાં. પરિવાર, મિત્રો, પાડોશીઓ, દુશ્મનો, સગાંસંબંધીઓ, પોતાનાં પડતાં મૂકેલાં કામો, પોતાની મનગમતી વસ્તુઓ વગેરે. આમ તેની સાથે ઢગલો હતો.

થોડી વાર પછી યુવાને આંખ ખોલી

એટલે સંતે પૂછ્યું, ‘જોયું? એ બધું બહાર મૂકીને આવ.’

ઇન શૉર્ટ, આપણે આપણા માથા પર કે મનમાં સતત કંઈક ને કંઈક બોજ લઈને ફરતા હોઈએ છીએ.

ટ્રેનમાં માથે બોજ રખાય?

એક માણસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. એ સમયે તેના માથા પર તેણે સામાનનો બોજ ઊંચકીને રાખ્યો હતો. બીજા મુસાફરે તેને કહ્યું, ‘ટ્રેન ચાલી રહી છે. તું વારંવાર સમતુલા ગુમાવે છે. એના કરતાં આ તારો સામાન માથા પરથી ઉતારીને પાટિયા પર મૂકી દેને. શા માટે નાહકનો ભાર ઉપાડે છે?’

તે માણસે સામાન મૂકી દીધો અને હળવો થઈ ગયો. આપણે પણ જાણતાં-અજાણતાં આવો કોઈ ને કોઈ વિચારોનો ભાર આપણા માથે લઈને ફરતા યા ઊભા હોઈએ છીએ અને સમતુલા ગુમાવતા રહીએ છીએ.


પાણીનો ગ્લાસ અડધો કે પૂરો, પરંતુ વજનનું શું?

તાજેતરમાં પાણીના ગ્લાસનો એક કિસ્સો વાંચ્યો. પાણીનો ગ્લાસ અડધો છે કે પૂરો ભરેલો છે એ દ્રષ્ટિ કે અભિગમની વાત હવે જૂની થઈ. હવે એને નવીનક્કોર દ્રષ્ટિ થી જોવાનો સમય આવી ગયો છે અથવા કહો કે એને એક જુદી દ્રષ્ટિ એ પણ જોઈને સરસ મેસેજ મેળવી શકાય. એક શિક્ષક પાણીનો અડધો ગ્લાસ ભરીને ઊંચકે છે અને તેમના વિદ્યાર્થીઓને પૂછે છે, ‘આ ગ્લાસ હું પાંચ મિનિટ, પંદર મિનિટ, પચાસ મિનિટ કે દોઢસો મિનિટ એમ જ પકડી રાખું તો શું થાય? મને ક્યારે અને કેવો ભાર લાગે?’

આ સવાલ મહત્વનો છે?

યસ, આ ગ્લાસ અડધો હોય કે પૂરો ભરેલો હોય, એને સતત ઊંચકી રાખવાથી હાથ જામ થઈ જઈ શકે અથવા થાકી જઈ શકે. એ જ રીતે જીવનમાં કોઈ ચિંતા કે મુસીબત આવે ત્યારે એને પકડી રાખવાથી અર્થાત્ માથે ટીંગાડી રાખવાથી કે એના સતત વિચાર કર્યા કરવાથી શું થશે? એ મુસીબત ઉકેલાઈ જશે? નહીં! એ વિચારવાની જરૂર છે. એને બદલે એ સમસ્યાના ઉપાય પર ધ્યાન કેન્દ્રિત કરવાથી એમાંથી મુક્તિ મળી શકે એ સમજણ અને વિવેક કેળવવાં જોઈએ. આને લૉગ આઉટ થવાની પ્રક્રિયા પણ કહી શકાય. તમે થોડો વખત એમાંથી લૉગ આઉટ થઈ જાઓ અને એમાંથી બહાર નીકળીને ઉપાય શોધો એ બહેતર છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK