વિચારસરણી આધુનિક કે જુનવાણી?

પરંપરાગત માન્યતાઓને વળગી રહેનારી સ્ત્રીઓ અને નવા જમાનાની યુવતીઓની માનસિકતામાં તફાવત પાછળના તર્કને જાણીએ

bhumiવર્ષા ચિતલિયા

પરિવર્તન સંસારનો નિયમ છે. સમયની સાથે વ્યક્તિએ તેમના સ્વભાવ અને વિચારોમાં પણ પરિવર્તન લાવવાં જોઈએ એવું આપણે કહીએ છીએ, પરંતુ વર્ષોથી મનમાં ઘર કરી ગયેલી વિચારધારાને બદલવી સરળ છે? કહે છે કે બધું બદલાય છે પણ માણસનો સ્વભાવ નથી બદલાતો. આ બાબત ખાસ કરીને સ્ત્રીઓને બરાબર લાગુ પડે છે. જૂની અને નવી પેઢીની સ્ત્રીઓ વચ્ચે ઘર્ષણ ઘર-ઘરની કહાણી છે. જમાનાની થાપ ખાધેલી સ્ત્રીઓના મોઢે આપણે ઘણી વાર સાંભળ્યુ છે કે આ વાળ કંઈ તડકામાં ધોળા નથી થયા કે અમે તમારા કરતાં વધારે દિવાળી જોઈ છે. બીજી બાજુ નવી પેઢી પણ કંઈ સાંખી લે એવી ઢીલીપોચી નથી. આધુનિકતાની દોટમાં જોતરાયેલી અને વૈજ્ઞાનિક સમીકરણોમાં માનનારી આજની યુવતીઓને સદીઓથી ચાલી આવતી આપણી પરંપરાગત માન્યતાઓ અને રીતરિવાજો વાહિયાત લાગે છે. નવી અને જૂની પેઢી વચ્ચે કઈ બાબતોમાં મતભેદ પડે છે તેમ જ શા માટે? આ સંદર્ભે આજે આપણે કેટલીક સ્ત્રીઓ સાથે વાત કરી તેમની વિચારધારા પાછળના તર્કને મમળાવીએ.

આપણા સંસ્કારોને જાળવી રાખવાને જુનવાણી ન કહેવાય - અશિતા શાહ, ખેતવાડી


પહેલાંની વિચારધારા સારી જ છે એમાં કોઈ બેમત નથી એમ જણાવતાં ખેતવાડીમાં રહેતાં ગૃહિણી અશિતા શાહ કહે છે, ‘હું બહુ જ ધાર્મિક સ્વભાવની છું એથી કદાચ કોઈને જુનવાણી લાગું, પણ મને એના પર જ ભરોસો છે. આપણી જે જૂની પરંપરાઓ છે એની પાછળ કોઈ તર્ક અને આસ્થા છુપાયેલી છે. વડીલોએ કંઈ હવામાં વાતો નથી કરી. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ધરતી આપણી માતા છે, આપણે એનો આભાર માનવો જોઈએ તો આજનાં બાળકોને અચરજ થાય છે, પણ ટ્રી-પ્લાન્ટેશનમાં તેમને મજા આવે છે. માત્ર છોડ રોપવાથી કંઈ ન વળે, વૃક્ષમાં પણ જીવન છે એથી પ્રભુસ્મરણ અને શ્લોક બોલીને ઉગાડો તો એમાં ફળ-ફૂલ આવે. આપણા સંસ્કારો અને ધાર્મિક પરંપરાઓને જાળવી રાખવાને જુનવાણી ન કહેવાય. મારું માનવું છે કે જો યુવાનોને તમે સંતોષકારક જવાબ આપો તો તેઓ આપણો ïવારસો જાળવી રાખશે, થોપી બેસાડશો તો નહીં માને. આજની જનરેશનના વિચારો અલગ છે. અમુક બાબતો એના ગળે નથી ઊતરતી. રાતે મોડે સુધી રખડવાની ટેવ મને ઓછી ગમે છે. એમાંય સ્ત્રીઓ મોડે સુધી બહાર રહે એ સલામતીની દૃષ્ટિએ પણ સારું ન કહેવાય, પણ તેઓ નથી માનતાં. જુવાન દીકરી રાતે ઘરની બહાર હોય તો આપણો જીવ ઉચક રહે અને ઘરે ન આવે ત્યાં સુધી ચિંતા કર્યા કરીએ. બીજી બાજુ એ લોકોને એવી કંઈ પડી ન હોય. તેઓ બિન્દાસ બહાર મજા કરતાં હોય છે. ઘરે આવ્યા બાદ ઠપકો આપીએ તો કહે એમાં શું ચિંતા કરવાની, તમારે સૂઈ જવાનું. બોલો, આપણને ઊંઘ આવે? આવી બધી છૂટછાટોની હું તરફેણ નથી કરી શકતી. લોકો ગમે એટલું કહે સ્ત્રી અને પુરુષમાં ફરક તો છે જ. અમારી જનરેશનની આ માનસિકતા નહીં બદલાય.’

અમારી જનરેશનને પંચાત નથી ગમતી - જિજ્ઞા શેઠ, ચર્ની રોડ


ધાર્મિક બાબતોને અમે સાવ જ નથી અનુસરતાં એવો કકળાટ ખોટો છે એમ જણાવતાં ઠાકુરદ્વાર, ચર્ની રોડનાં ગૃહિણી જિજ્ઞા શેઠ કહે છે, ‘અમે પહેલાંના સમયની તર્કવિહીન માન્યતાઓને નથી માનતાં, પણ જ્યાં એમ લાગે કે અનુસરવાનું છે તો ના નથી પાડતાં. પહેરવેશની વાત છે તો સમયની સાથે બદલાવું પણ પડે. પહેલાં સ્ત્રીઓ ઘરમાં રહેતી હતી એટલે સાડી ચાલતી, આજે ટ્રેનમાં ને બસમાં ટ્રાવેલ કરવાનું હોય એમાં સાડી ન ચાલે. અમે અમારી રીતે સ્વતંત્ર અને પોતાની મસ્તીમાં જીવવાનું પસંદ કરીએ છીએ એમાં ખોટું શું છે? અમારું પણ સોશ્યલ સર્કલ છે. કેટલા વાગ્યે ક્યાં જવાય, કોની સાથે જવું જોઈએ અને શું પહેરાય એવા પ્રતિબંધો ઠોકી બેસાડો એ ન ચાલે. આજની યુવતીઓ પોતાની સુરક્ષા કરી જાણે છે. તેઓ એજ્યુકેટેડ છે અને પોતાના શિક્ષણ અને સમયનો સદુપયોગ કરવા માગે છે, સોસાયટીના બાંકડે બેસીને ચોવટ નથી કરવી. પહેલાંની સ્ત્રીઓ ઘરનાં કામ પતે એટલે ઓટલે ભેગી થાય અને આખા ગામની પંચાત કરે. તેમની પાસે બીજાં કામ નહોતાં, જ્યારે અમારી પાસે ગૉસિપ કરવાનો સમય જ નથી. તેમને લોકોને વણમાગી સલાહ આપવાનો પણ બહુ શોખ છે. મારું માનવું છે કે કોઈના અંગત જીવનમાં ચંચુપાત ન કરવી એ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ કાર્ય છે. અમારી જનરેશન કોઈની લાઇફમાં ડોકિયું કરવા કરતાં પોતાના ભવિષ્યનું વિચારે છે એ જ એની ખૂબી છે.’

એક જ વિચારધારાને પકડીને ન રાખી શકાય : કલ્પના મહેતા, નાલાસોપારા


મેટ્રોસિટીમાં રહેતી મધ્યમ ઉંમરની મોટા ભાગની સ્ત્રીઓ રૂઢિચુસ્ત વિચારસરણીને સંપૂર્ણપણે છોડી નથી શકતી અને આધુનિક વિચારો સાથે પૂરી રીતે સહમત પણ નથી થઈ શકતી, પરિણામે બે વિચારધારા વચ્ચે પિસાય છે એવો અભિપ્રાય આપતાં નાલાસોપારાનાં ગૃહિણી કલ્પના મહેતા કહે છે, ‘હું કોઈ એક વિચારધારાને અનુસરવામાં નથી માનતી. પહેલાંના સમયમાં સ્ત્રીઓ વધુ ભણેલી નહોતી. તેમનું જીવન પતિ, બાળકો અને પરિવારને સમર્પિત રહેતું એટલે બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે એની ખબર નહોતી પડતી. માત્ર મોટી ઉંમરની સ્ત્રીઓ જ નહીં આજે પણ ઘરની ચાર દીવાલમાં ભરાઈને રહેતી ઘણી સ્ત્રીઓની દશા આવી જ છે. નાની-નાની બાબતોમાં સદીઓ જૂના પરંપરાગત રિતરિવાજોને તેઓ પકડી રાખે છે એના કારણે બે પેઢી વચ્ચે ઘર્ષણ ઊભું થાય છે. અત્યારે ડિજિટલનો જમાનો છે એટલે પાછળ રહી જઈએ એ ન ચાલે અને સ્વતંત્રતાનો ગેરલાભ પણ ન લેવો જોઈએ. આજની યુવતીઓ એકલી આખી દુનિયા ફરી શકે એટલી હોશિયાર છે અને જમાના સાથે કદમથી કદમ મિલાવી ચાલવા માગે છે એ વાત સારી છે, પણ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેની ગેરસમજણને દૂર કરવાની જરૂર છે. આપણું જીવન યંત્રવત્ થઈ ગયું છે એથી કેટલીક બાબતોમાં બાંધછોડ કર્યા વગર ચાલે એમ નથી. હું આપણી પરંપરાગત માન્યતાઓને રિસ્પેક્ટ આપું છું. તહેવારોની ઉજવણીમાં મને જૂના રિવાજો જ ગમે છે. આ ઉપરાંત શુભ પ્રસંગોમાં પણ વડીલોએ શરૂ કરેલી પરંપરાને જીવંત રાખવામાં માનું છું. આજની યુવતીઓ જે રીતે રિવાજોમાં શૉર્ટકટ અપનાવે છે એ મને પસંદ નથી. કેટલીક વાતો તેઓ નથી માનતી તો જવા દઈએ છીએ. બન્ને વિચારધારા વચ્ચે બૅલૅન્સ કર્યા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી.’

  આપણી ધાર્મિક માન્યતાઓ વિજ્ઞાન સાથે જોડાયેલી છે - મનીષા ઠાઠાગર, વસઈ


ધર્મ અને વિજ્ઞાન એકબીજાના સૂચક છે એવો મત વ્યક્ત કરતાં વસઈનાં ગૃહિણી મનીષા ઠાઠાગર કહે છે, ‘આજની યુવતીઓને અમે જુનવાણી લાગીએ છીએ. સદીઓથી ચાલી આવતી પરંપરાને અનુસરવું એ જુનવાણી હોવાની નિશાની છે તો ભલે રહ્યાં અમે જૂના જમાનાનાં. વાસ્તવમાં આપણાં વડીલોએ જે ચીલો પાડ્યો છે એની પાછળ વૈજ્ઞાનિક તર્ક છે જે આજની મૉડર્ન વહુઓના ગળે નથી ઊતરતું. જેમ કે આપણાં વડીલો શ્રાવણ મહિનામાં મહાદેવજીને દૂધ શા માટે ચડાવે છે એ કેટલાને ખબર છે? બધા એમ જ માને છે કે દૂધ ગટરમાં જાય છે, પણ એની પાછળ વિજ્ઞાન છે. પૃથ્વીના પેટાળમાં લાવા ધગધગે છે. દૂધની ધારાથી એ લાવાને શાંત કરવાની ભાવના છે. પહેલાંના સમયમાં લોકોને વિજ્ઞાન જેવા વિષયની જાણકારી નહોતી એટલે એને ધર્મ સાથે સાંકળી લેવામાં આવ્યું છે. હકીકતમાં તો તેઓ વધારે જ્ઞાની હતા. નવરાત્રિમાં માતાજીની આરાધના કરવાની સાથે ગરબા રમવા એ એક પ્રકારની કસરત છે. ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવી એ આપણી ફરજ છે, પણ કોઈ માને તોને. આધુનિક બનવાની લાયમાં આજની વહુઓએ અમુક બાબતોમાં તો દાટ વાYયો છે. તેમની રહેણીકરણી અને પહેરવેશ મને જરાય નથી ગમતાં. મારું તેમને એટલું જ કહેવું છે કે તમે જે કરવું હોય એ કરો પણ મર્યાદામાં રહીને. લગ્ન જેવા શુભ પ્રસંગમાં પણ ડ્રેસ પહેરો એ ન શોભે. કોઈક વાર સાડી પહેરીને જોશો તો ખબર પડશે કે તમે કેટલાં સુંદર દેખાઓ છો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK