ક્યાં કૉમેન્ટેટર અને ક્યાં પ્રાઇમ મિનિસ્ટર?

જો ભૂતકાળને ભૂલીને આગળ નહીં વધો તો યાદ રાખજો તમારી હાલત સુનીલ ગાવસકર અને કપિલ દેવ જેવી થશે અને જો એને પાછળ મૂકીને આગળ નીકળી ગયા તો તમને એકવીસ તોપની સલામી મેળવતાં કોઈ પણ રોકી નહીં શકે

imran

સોશ્યલ સાયન્સ - રશ્મિન શાહ

ભૂલવું પડે. ભૂતકાળ, જૂની વાતો, જાજરમાન ઇતિહાસ અને ગૌરવવંતો રેકૉર્ડ બધું ભૂલવું પડે અને જો એ ભૂલી ન શકો તો તમારી હાલત પણ એ જ થઈ જાય જે ભૂતકાળની પૂંછડીને પકડીને અત્યારે પણ ટીવી સામે કૉમેન્ટરી કરે છે, મૅચોની અને પ્લેયર્સના પર્ફોર્મન્સની નુક્તેચીની કરે છે અને એ કરીને સંતોષ માણે છે. યસ, આપણે વાત કરીએ છીએ સુનીલ ગાવસકર, કપિલ દેવ, શ્રીકાંત અને મોહિન્દર અમરનાથ જેવા એ બધા પ્લેયરોની જે હજી પણ પોતાના ભૂતકાળની શાખ અને ભૂતકાળની જાહોજલાલીને આધારે ટકી રહ્યા છે, ટકી રહેવા માટે મથી રહ્યા છે. એક તરફ તમારી સામે આ મહાનુભાવો છે તો બીજી તરફ તમારી જ સામે ઇમરાન ખાન પણ છે જેણે ક્રિકેટને છોડ્યા પછી ક્રિકેટની દિશામાં એક નજર પણ નથી માંડી અને ક્યારેય ૧૯૭૮ની લૉર્ડ્સની ટેસ્ટ મૅચની કે ૧૯૮૭ના વર્લ્ડ કપની લાહોરની મૅચની વાત નથી કરી. ભૂતકાળ છે સાહેબ એ, જે કરવાનું હતું એ કરી લીધું; હવે કેટલો વખત એ વાતને પકડીને, એને હાથમાં લઈને કે પછી એની આંગળી પકડીને આગળ ચાલીશું? ઇમરાન ખાને પૉલિટિકલ કરીઅર શરૂ કરી અને આજે એ દિવસ છે કે જ્યારે તે પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટરના પદે બેસવાની તૈયારીમાં છે અને કદાચ આ આર્ટિકલ તમારા હાથમાં આવશે ત્યાં સુધીમાં તેણે પ્રાઇમ મિનિસ્ટરપદના શપથ પણ લઈ લીધા હશે.

ઇમરાન ખાનની પાર્ટીએ બહુમતી મેળવવાની દિશામાં આગેકુચ કરી ત્યારે જ વૉટસઍપ અને સોશ્યલ મીડિયાના અન્ય મેસેન્જર પર ભારત-ભક્તોના મેસેજ આવવા શરૂ થઈ ગયા હતા અને ઇમરાન ખાનની ઠેકડી ઉડાડવાનું તેમણે શરૂ કરી દીધું હતું. સુનીલ ગાવસકર સિક્સર મારતો ત્યારે પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર બાઉન્ડરી પર બૉલ લેવા જતા. કપિલ દેવ ગ્રાઉન્ડ પર બૅટ લઈને આવતો ત્યારે પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટરને પરસેવો છૂટી જતો. મંદિરની બહાર એક ચીજ લટકતી હોય છે; જેને વગાડીને ઘંટનાદ કરવામાં આવે છે એવો જ ઘંટનાદ અત્યારે કરીને આ મેસેન્જરના બાંગબહાદુરોને જગાડવાનું મન થઈ આવે છે, કહેવાની ઇચ્છા થઈ આવે છે કે એક વખત આંખ ખોલો અને જુઓ કે આજે પણ તમારો ગાવસકર, કપિલ, રોજર અને મનિન્દર આ જ કામ કરે છે અને ઇમરાન એ બધું પાછળ મૂકીને ક્યાંય આગળ નીકળી ગયો છે. સાહેબ, કોઈને ઉતારી પાડવા માટે અને કોઈની મોટાઈ ગાવા માટે સમયગાળો તો આજનો પકડો. મહાનતાનો કોઈ ગાળો ન હોય, મહાનતાનો કોઈ તબક્કો ન હોય. ઓગણીસમી સદીની વીસીમાં પણ મહાત્મા ગાંધીનું આચરણ ચમત્કારી હતું અને ચાળીસીમાં પણ ગાંધીજીનું મહાત્માપણું ઝળકતું હતું. મહાનતાના તબક્કા ન હોય, એનું આયખું હોય અને એની માટે ભૂતકાળને ભૂલીને આગળ નીકળી જવું પડે.

ઇતિહાસનું સર્જન ત્યારે જ થાય જ્યારે વર્તમાનમાં પ્રસ્વેદ બિંદુ બેઠક સ્થાનને ભીંજવી દેવાનું કામ કરતાં હોય. એક વખતની સફળતાથી ઓળખ બને; પણ જો કાયમી સફળતા જોઈતી હોય તો હારવાની, નિષ્ફળ જવાની અને તૂટીને વિખેરાઈ જવાની તૈયારી રાખવી પડે. ઇમરાન ખાને એ તૈયારી રાખી હતી. હાસ્યાસ્પદ સ્તર પર મુકાઈ જવાની પણ તેનામાં હિંમત હતી અને નિષ્ફળ થઈને વિખેરાઈ જવાની પણ માનસિકતા અકબંધ હતી અને એટલે જ તે પોતાના ભાતીગળ ભૂતકાળને પાછળ મૂકીને આગળ વધવા માટે કટિબદ્ધ હતો. આ કટિબદ્ધતા કંઈ રાતોરાત નથી આવી, લાંબા સમયની મહેનત હતી અને લાંબા સમયની મથામણ હતી. ઇમરાન ખાનની પાર્ટી આ વખતે લાર્જેસ્ટ પાર્ટી બની અને પાકિસ્તાન પર રાજ કરવા માટે સક્ષમ પુરવાર થઈ એ બધાને ખબર છે, પણ અગાઉ એ જ પાર્ટી હાર સહન કરતી હતી અને ટીવી-ચૅનલથી માંડીને તેના જ યારદોસ્તોની શિખામણો પણ સાંભળતી હતી. શિખામણોમાં ટોણા હતા અને મહેણાં પણ હતાં, પણ એ પછી પણ ભૂતકાળના ખોળામાં માથું રાખીને પ્રેમની આડશમાં જીવવું નહોતું અને જેને એ રીતે જીવવું નથી હોતું તે જ નવી દિશામાં આગળ વધી શકે અને નવો રાહ પણ માંડી શકે. ઇમરાન ખાન જ નહીં, બીજા અનેક એવા છે જેણે આ જ કામ કર્યું છે અને એ જ કરવાનું હોય. ભૂતકાળ ભવ્ય હોય તો પણ એને કહેવાય તો ભૂતકાળ જ. સૌથી વધારે શતક ફટકારવાનો રેકૉર્ડ સુનીલ ગાવસકર પાસે ભલે હોય, પણ એ રેકૉર્ડ પછી એકવીસ તોપની સલામી તો ઇમરાન ખાન જ લઈ શકવાનો છે અને એ સલામી તેને મળશે તો એની પાછળનું કારણ પણ એ જ હશે કે તેણે સલામત અને સિક્યૉર્ડ લાઇફ પકડી રાખવાને બદલે નવું સર્જન કરવાની, નવી દિશા કંડારવાની હામ દેખાડી. જો ભૂંડને ભગાડવું હોય તો કાદવમાં તો ઊતરવું જ પડે. માન્યું કે પૉલિટિક્સ ખરાબ છે અને પાકિસ્તાનનું પૉલિટિક્સ તો નરકથી પણ બદતર છે અને એ ખબર હોવા છતાં પણ આ બદતર રાજનીતિમાં જવાની ત્રેવડ અને એની માટેની ક્ષમતા દેખાડવાનું કામ હિંમતથી જરા પણ ઓછું નથી. શું કયુંર્ ભૂતકાળની આંગળીએ ચરી ખાનારાઓએ? કપિલ શર્માના શોમાં આવીને હાસ્યના ભડાકા કર્યા અને બાકી મૅચ ચાલતી હોય ત્યારે નુક્તેચીની કરીને કોણે કેવી રીતે રમવું જોઈએ એના વિશે ભાષણબાજી કરીને ન્યુઝ-ચૅનલોને ફુટેજ આપ્યું. એ ખબર હોવા છતાં કે આ પ્રકારના શોના કોઈ વ્ય્ભ્ હોતા નથી તો પણ, તો પણ માત્ર અને માત્ર બૅન્ક-બૅલૅન્સ તગડું બનાવવા માટે આ કામ ચાલુ રાખ્યું અને સિક્યૉર્ડ લાઇફની ચડ્ડી પકડીને આગળ વધવાનું કામ કર્યું. યાદ રાખજો સાહેબ, સલામતીની અપેક્ષા રાખીને જીવનારાઓમાં અને બૅન્કમાં પડેલી ફિક્સ ડિપોઝિટમાં કોઈ ફરક નથી હોતો. એકનું આયુષ્ય ભગવાન નક્કી કરે ને બીજાનું સરકાર નક્કી કરે. ઇમરાન ખાનને એક વખત ચ્લ્ભ્ફ્ નામની સ્ર્પોટ્સ ચૅનલે એક્સપર્ટ કૉમેન્ટેટર પદ માટે મોટી ઑફર આપી ત્યારે એ ઑફર માટે ના પાડતાં ઇમરાને કહ્યું હતું : મુંહ દિખાઈ લડકી કી હોતી હૈ, મદોર઼્ કી નહીં. યે હમારા કામ નહીં, આપ કિસી આૈર કો લેલો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK