ક્યા સે ક્યા હો ગયા ઝિંદગી તેરે પ્યાર મેં

ગમતું હતું એ કરી ન શકાયું એનો એહસાસ વ્યક્તિને ઉંમર ઢળવા લાગે ત્યારે જ થાય છે. ત્યાં સુધી તો જિંદગીની રેસમાં બીજું કશું દેખાતું નથી અને તેથી જ સિનિયર સિટિઝનોની જે કોઈ ઍક્શન હોય છે એ એના રીઍક્શનરૂપે હોય છે. કેટલાક વડીલોને અને એક્સપર્ટને મળી આ વાતનો તાગ કાઢીએ

tv serial

વડીલ વિશ્વ - પલ્લવી આચાર્ય

‘મારે મહાત્મા ગાંધીએ સ્થાપેલા આશ્રમમાં રહીને કામ કરવું હતું અને વિનોબા ભાવેના ભૂદાન યજ્ઞ સાથે જોડાવું હતું’ એમ કહી વાતની શરૂઆત કરતા ૮૫ વર્ષના મધુ ભીમાણી ભૂતકાળનાં પાનાં હળવા અફસોસ સાથે ખોલી રહ્યાં છે. મુલુંડ (વેસ્ટ)માં રહેતા મધુભાઈએ યુવાન વયમાં આ પ્રવૃત્તિમાં જોડાવા માટે પ્રયત્ન પણ ઘણો કર્યો, પરંતુ તેમના પિતાએ કહ્યું કે તારાં લગ્ન થઈ ગયાં છે અને હવે તારી પત્નીને કોણ સાચવશે? આમ મધુભાઈની આ ઇચ્છા ત્યાં જ પથ્થર બની ગઈ ને ત્યાં જ રહી ગઈ અને તેઓ જોતરાઈ ગયા જીવનની સફરમાં.

પોતે જે નથી કરી શક્યા એનો હળવો અફસોસ મધુભાઈને છે અને આ માટે તેઓ પોતાને જ જવાબદાર માનતાં કહે છે કે હું ન કરી શક્યો, કારણ કે એમાં મારી ભાવના બળવત્તર નહીં હોય. આજે તેમને વૃદ્ધોનું દુ:ખ બહુ વિચલિત કરે છે અને તેથી વૃદ્ધાશ્રમોમાં જઈને અને અન્ય વૃદ્ધોને પણ પોતાનાથી બનતી મદદ કરે છે. તેમનું કહેવું છે કે વૃદ્ધ લોકોનું દુ:ખ અત્યારે ઘણું વધારે હોય છે, તેઓ પોતાની વાત કોઈને કહી શકતા નથી.

મધુભાઈએ સેલ્સમૅનશિપ ગમતી હોવાથી એ જૉબ સ્વીકારી અને સારી રીતે નિભાવીને હવે રિટાયરમેન્ટ લીધું છે, પણ લખવાનો શોખ પહેલેથી હોવાથી આજે પણ લખવાનું ચાલુ રાખ્યું છે. મુલુંડમાંથી પબ્લિશ થતાં ત્રણ વીકલીમાં મધુભાઈ લખે છે. તેમને કમાવાની ચિંતા નથી. તેમનો દીકરો તેમની સાથે રહે છે અને દીકરી પણ મુલુંડમાં જ રહે છે. ઉપરાંત પોતાની જ્ઞાતિ સોરઠ વીસા શ્રીમાળી જૈનમાં પણ વીસ વર્ષ સુધી સક્રિય હતા અને ત્યારે પણ વૃદ્ધો માટે કામ કર્યું હતું.

સિનિયર સિટિઝનો ક્યારેક વધતી વયના એહસાસને સ્વીકારી નથી શકતા અને કેટલીક વાર આ ઉંમરે ન કરવાનું કામ કરવા લાગી જાય છે એનું કારણ એ છે કે રિટાયરમેન્ટ આવી પહોંચે ત્યારે અચાનક ખ્યાલ આવવા લાગે છે કે જિંદગીમાં જે કરવું હતું એમાંનું કંઈ થઈ જ ન શક્યું, ઘર અને પરિવારની જવાબદારીમાં જિંદગીનાં વરસો ક્યાં નીકળી ગયાં એની ખબર જ ન પડી. અને જ્યારે આ ખ્યાલ આવે છે ત્યારે બોનસ મળેલી જિંદગીમાં  માણસ બમણા જોરથી પોતાનાં એ ડ્રીમ્સને પૂરાં કરવા મચી પડે છે.

બોરીવલી (વેસ્ટ)માં રહેતાં ૬૬ વર્ષનાં કલા કાણકિયા આમ તો SSC સુધી જ ભણ્યાં છે, પણ તેમને ઍટ લીસ્ટ ગ્રૅજ્યુએટ થવું હતું. જિંદગીની રફતારમાં છૂટી ગયેલા આ લમ્હાની વાત કરતાં તે કહે છે, ‘SSC એટલે કે અત્યારનું અગિયારમું ધોરણ પાસ કર્યા પછી  મારે કૉલેજમાં જઈને ભણવું હતું; પણ પેરન્ટ્સનું કહેવું હતું કે છોકરાઓ સાથે હોય એવી કૉલેજમાં નહીં ભણવાનું, ભણવું હોય તો છોકરીઓની કૉલેજમાં જ જવાનું. મારે છોકરાઓ પણ હોય એવી કૉલેજમાં ભણવું હતું. મને લાગતું હતું કે આવું રિસ્ટ્રિક્શન શું કામ! અને એ જીદમાં મેં SSC પછી ભણવાનું છોડી દીધું.’

કલાબહેન પોતાની જિંદગી બહુ ખુશહાલ જીવ્યાં છે. તેમને જિંદગીમાં કોઈ અફસોસ નથી. સાત વર્ષ પહેલાં તેમના પતિનું અવસાન થઈ ગયું છે, પણ તેમણે કલાબહેનના હરવાફરવાના બધા જ શોખ પૂરા કર્યા છે. તેમને વાંચવાનો બહુ શોખ હતો એમાં પતિ અને ઘરના લોકોએ ખૂબ સહકાર આપ્યો એમ જણાવતાં કલાબહેન કહે છે, ‘મને લખવાનો પણ શોખ હતો એટલે હું વાર્તાઓ લખું છું અને દાદા-દાદી પાર્કમાં સિનિયરો માટેનું જે મૅગેઝિન પ્રકાશિત થાય છે એમાં મારી વાર્તા છપાય છે. પતિની સાથેની મારી જિંદગી બહુ સરસ પસાર થઈ, પણ પતિના ગયા પછી બે વર્ષ હું ખૂબ આઘાતમાં ગરકાવ હતી. પણ મારાં દીકરીઓ અને જમાઈએ એમાંથી બહાર કાઢી. એ પછી મને સારા મિત્રો મYયા; જેમાં કોઈ ફરવાનું શોખીન છે, કોઈ સંગીતનું શોખીન છે તો કોઈક લખવાનું. ફ્રેન્ડ્સ સાથે રોજ વાતોચીતો કરીએ, હળીએ-મળીએ અને ટ્રિપ પર જઈએ છીએ. દર ૩ મહિને બહારગામ પણ જઈએ છીએ. આમ મિત્રોની કંપનીમાં જિંદગી સરસ ચાલી જાય છે. મને નવી-નવી સાડીઓ પહેરવાનો બહુ શોખ છે, જેને હું આજે પણ પૂરો કરું છું. લોકોને હળવું-મળવું, મિત્રો બનાવવા અને વાતો કરવાનું મને બહુ ગમે છે. આ ઉપરાંત મારાથી થઈ શકે એટલી બીજાઓની સેવા કરું અથવા તેમને જોઈતી મદદ કરું છું. આમ હું મારી પાછલી જિંદગીને સરસ રીતે ઢાળતી જાઉં છું.’

કલાબહેન એકલાં છે, પણ પોતાની જિંદગીને એકલતાથી દૂર રાખે છે. તેમનું માનવું છે કે જો માણસ એકલો થઈ જાય તો અંદરથી તૂટતો જાય, તેના શોખ-મોજ મરવા લાગે. તેઓ આ રીતે પોતાના શોખને મારવા નથી માગતાં, કારણ કે તેમના પતિની પણ અંતિમ ઇચ્છા હતી કે તેઓ ન હોય ત્યારે પણ કલાબહેને શોખથી જીવવું.

કલાબહેન મોજની જિંદગી જીવી રહ્યાં છે. દીકરીઓ પરણીને સાસરે છે, પણ જરૂર હોય ત્યારે હાજર થઈ જાય છે. કલાબહેનનું માનવું છે કે તેમની દીકરીઓ માટે તેમની મા બધું જ છે.

વય ઢળવા લાગે ત્યારે જ વ્યક્તિને રિયલાઇઝ થાય છે કે તેને જિંદગીમાં શું કરવું હતું એમ જણાવતાં સાયકિયાટ્રિસ્ટ ડૉ. દયાલ મીરચંદાણી બહુ સરસ વાત કરે છે. સિનિયર વયમાં લોકો કેટલીક વાર જે મોટાં રિસ્ક લે છે એને તેમનો કાઉન્ટર-ફોબિયા જણાવતાં તેઓ કહે છે, ‘આ ઓલ્ડ એજ હોવાનો ફોબિયા છે. વરિષ્ઠો ઘણી વાર પોતાની વધતી વયને ઍક્સેપ્ટ જ નથી કરી શકતા ને તેથી તેઓ વિચારે છે કે હમ તો કુછ ભી કર સકતે હૈં. આવા લોકો આ ઉંમરે તેમણે જે ન કરવું જોઈએ એ કરે છે. કેટલીક વાર ડ્રગ્સ પણ ટ્રાય કરે છે જે આ ઉંમરે તેમણે ન કરવું જોઈએ. એમાંય જ્યારે તેઓ ગ્રુપમાં હોય ત્યારે તેમનું બિહેવિયર વધુ ચેન્જ થઈ જાય છે. તેમને લાગે છે કે તેઓ ઇન્ડિપેન્ડન્ટ છે, તેઓ કાઉન્ટર-ફોબિક બની જાય છે અને ત્યારે તેમનું બિહેવિયર ચેન્જ થઈ જાય છે. તેમને લાગે છે કે અમે પહેલાં જે કરવું હતું એ નથી કરી શક્યા તો આ તો કરીએ એમ માનીને રિસ્ક લે છે.’

આ જ કારણસર કેટલાક ૮૦ વર્ષે પણ PhD કરવા લાગે છે. ૭૦ વર્ષે SSCની પરીક્ષા કોઈ આપે છે તો કોઈ કાયદાનો અભ્યાસ પણ કરે છે. એટલે તેઓ આ વયમાં પણ જે ઑપોચ્યુર્નિટી મળે એ લેવા તૈયાર થઈ જાય છે. મોટા ભાગના લોકોને પૈસાની કમી નથી હોતી તેથી ફરવા જાય કે ગમતાં કામ કરવા લાગે છે.

આમાં દરેકનું અલગ વિઝન હોય છે એમ જણાવતાં ડૉ. મીરચંદાણી કહે છે, ‘આ વયે તેમના પર થોડાં સામાજિક રિસ્ટ્રિક્શન પણ હોય છે. સમાજે તેમને કેટલાક નિયમોમાં જકડી રાખ્યા હોય છે જેમ કે હવે ઘરડા થયા તો રંગબેરંગી કપડાં ન પહેરાય, યુવાનોની જેમ ફૅશન ન કરાય વગેરે... પણ એને લઈને તેઓ રિબેલ થઈ જાય છે. તેમને લાગે છે કે હવે સંતાનો સેટલ થઈ ગયાં છે એટલે પોતે હવે જે કરવું હશે એ કરી શકશે. તેથી જ કેટલાક લોકો ૬૦ વરસ પછી ડિવૉર્સ પણ લે છે. આપણને લાગે કે ૬૦ વર્ષે આ લોકો શા કારણથી ડિવૉર્સ લેતા હશે, પણ લે છે.’

કેટલાક લોકો આ વયે પણ ફ્રી નથી હોતા. તેમના પર ગ્રૅન્ડચિલ્ડ્રનની જવાબદારી હોય છે. આમાં એવું નથી હોતું કે તેમના પર આ જવાબદારી નાખી દેવાઈ હોય છે, તેમણે પોતે જ સ્વીકારી લીધી હોય છે.

ડૉ. દયાલ મીરચંદાણી કહે છે, ‘એ લોકો વય ઢળવા લાગી છે એ વાતને ઍક્સેપ્ટ જ નથી કરી શકતા, પણ એને ઍક્સેપ્ટ કરતાં શીખવાની જરૂર છે. કોઈ સંજોગો, કોઈ ડર કે કોઈ પણ કારણસર તમે આજ સુધી જે નથી કરી શક્યા એનો જરા પણ અફસોસ ન કરો.’

સાંતાક્રુઝ (વેસ્ટ)માં રહેતા ૭૨ વર્ષના હર્ષદ ઠાકરને જિંદગીમાં પોતાનો એક બિઝનેસ કરવો હતો. હર્ષદભાઈએ કરીઅરની શરૂઆત કરી ત્યારે બિઝનેસ કરવાનો બહુ પ્રયત્ન કર્યો હતો. શરૂઆતમાં તેમણે પ્લાસ્ટિકનું કામ શરૂ પણ કર્યું હતું એની વાત કરતાં તેઓ કહે છે, ‘અમે પૉલિથિન બૅગ્સ બનાવતા હતા, પરંતુ આ બિઝનેસમાં જામ્યું નહીં. બિઝનેસ આગળ વર્ક ન કરી શક્યો તેથી છેવટે એને બંધ કરી દેવો પડ્યો.’  

એ પછી હર્ષદભાઈએ ગુજરાતમાં કોઈ બિઝનેસ કરવા વિચાર્યું અને એ સિલસિલામાં વલસાડમાં એક લૉજ ખોલવાનો તેમનો વિચાર હતો, કારણ કે એક લૉજવાળા તેમના મિત્ર હતા. પણ બિઝનેસનો તેમનો આ વિચાર તો વિચાર જ રહી ગયો, આગળ જરા પણ વર્ક ન કરી શક્યો; કારણ કે આ વાઇટ-કૉલર જૉબ નહોતી અને વળી વર્કરોનો પણ ભારે ત્રાસ હતો. આમ આ આઇડિયા પણ પડતો મૂકીને તેમણે જૉબ શરૂ કરી. તેઓ એક એન્જિનિયરિંગ કંપનીમાં જૉબ કરતા હતા. એક અને બીજાં કારણોસર તેમણે ૧૪ જૉબ બદલી એની વાત કરતાં હર્ષદભાઈ કહે છે, ‘ખોટું નહીં ચલાવી લેવાનો મારો સ્વભાવ આ બધી જૉબ છોડવામાં કારણભૂત હતો.’

હવે વીસ વર્ષથી તેઓ જૉબ નથી કરતા, પણ રિટાયર નથી. અગાઉ તેઓ પૉલિટિક્સમાં જનસંઘ સાથે સક્રિય હતા અને હાલ પણ ય્લ્લ્ સાથે સક્રિય છે. ઇમર્જન્સી વખતે તેમની બે વાર ધરપકડ પણ થઈ છે. હાલ તેમનો દીકરો અને પુત્રવધૂ અમેરિકામાં સેટલ્ડ છે. તેમની દીકરી અને જમાઈ બન્ને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. પોતાનું એક સર્કલ બનાવ્યું છે એની સાથે તેઓ ઇતર પ્રવૃત્તિઓ કરતા રહે છે. રોજ સવારે વૉક લે છે, એક્સરસાઇઝ કરે છે. જિંદગીને તેઓ ફુલી એન્જૉય કરી રહ્યા  છે.

હર્ષદભાઈનું કહેવું છે કે જે નથી થઈ શક્યું એના વિચારે હવે દુ:ખી થવાનો કોઈ મતલબ નથી, જીવનમાં બધું તમને ગમતું કરવા ન મળે એનું નામ જ તો જિંદગી છે, જો ગમતું કરવા મળે તો જિંદગીમાં કોઈ દુ:ખી જ ન હોય.

એમ તો મુલુંડ (વેસ્ટ)માં રહેતાં ૬૦ વર્ષનાં સ્નેહા સચદેની ઇચ્છા પણ ડૉક્ટર બનવાની હતી એની વાત કરતાં તે કહે છે, ‘મારે તો ડૉક્ટર બનવું હતું, પણ હું બારમામાં જ ફેલ થઈ ગઈ એટલે મારા નિય પર પાણી ફરી વળ્યું. ટેન્થ સુધી હું ગુજરાતી મીડિયમમાં ભણી, પછી ઇંગ્લિશ મીડિયમમાં ઍડ્મિશન લીધું હતું. ફરી પરીક્ષા આપીને હું પાસ તો થઈ, પણ પછી આગળ ભણવાનું જ માંડી વાળ્યું. આગળ ભણી જ ન શકી. અને એનું કારણ હતું અમારી સાધારણ આર્થિક સ્થિતિ. અમે ઘરેથી પાપડ વગેરે બનાવીને વેચતા હતા.’

સ્નેહાનાં સંતાનોમાંથી પણ કોઈ ડૉક્ટર નથી. હા, ગ્રૅજ્યુએશન જરૂર કર્યું છે. આજે પણ ભણવા માટે મદદની જરૂર હોય તેને સ્નેહા પોતાનાથી બનતી મદદ કરે છે. દીકરો અને વહુ બન્ને જૉબ કરે છે એટલે સ્નેહા પોતાની પૌત્રીને સાચવવાનું કામ કરે છે. તે કહે છે કે આમ મારો સમય ચાલ્યો જાય છે. તે પોતાની જ્ઞાતિના મહિલા મંડળમાં પણ સક્રિય છે. સ્નેહાનો પરિવાર બહુ સરસ છે એટલે જ તો સ્નેહા કહે છે, ‘પરિવાર સાથે જીવવાની મને બહુ મજા આવી અને એટલે જ મારી જિંદગી બહુ મજાથી જઈ રહી છે.’

મારે મહાત્મા ગાંધીએ સ્થાપેલા આશ્રમમાં રહીને કામ કરવું હતું અને વિનોબા ભાવેના ભૂદાન યજ્ઞ સાથે જોડાવું હતું

- મધુ ભીમાણી 

મારે તો ડૉક્ટર બનવું હતું, પણ હું ટ્વેલ્થમાં જ ફેલ થઈ ગઈ એટલે મારા નિય પર પાણી ફરી વળ્યું

- સ્નેહા સચદે

મારે પોતાનો એક બિઝનેસ કરવો હતો. અમે પૉલિથિન બૅગ્સ બનાવતા હતા. પરંતુ આ બિઝનેસમાં જામ્યું નહીં. બિઝનેસ આગળ વર્ક ન કરી શક્યો તેથી છેવટે એને બંધ કરી દેવો પડ્યો

- હર્ષદ ઠાકર 

SSC એટલે કે અત્યારનું અગિયારમું ધોરણ પાસ કર્યા પછી મારે કૉલેજમાં જઈને ભણવું હતું, પણ પેરન્ટ્સનું કહેવું હતું કે છોકરાઓ સાથે હોય એવી કૉલેજમાં નહીં ભણવાનું, ભણવું હોય તો છોકરીઓની કૉલેજમાં જ જવાનું

- કલા કાણકિયા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK