મેરા વો મતલબ નહીં થા!

એક જ શબ્દના જુદા-જુદા અર્થ જોડણીકોશમાં મળી આવે છે. જીવનમાં જિવાતા સંબંધ જોડણીકોશ જેવા નથી હોતા. ન કહેવાયેલા કે કહેવાયેલા શબ્દોનો સાચો અર્થ દરેક વખતે સમજી શકાય એ સંભવ નથી હોતું. સંબંધોમાં મોટા ભાગની ગેરસમજણો ઊભી થવાનું કારણ સામેવાળી વ્યક્તિ જે બોલી નથી એ સમજી લેવાથી, એને ધારી લેવાથી થાય છે. કહેવાયેલી વાતોનું અર્થઘટન કરવામાં આપણે બહુ ઉતાવળ કરી નાખીએ છીએ

couple

સોશ્યલ સાયન્સ - સેજલ પોન્દા

‘હંમ’ એક એવો ભેદી શબ્દ છે જેને સમજવો મુશ્કેલ છે. આ ‘હંમ’ના લોકો જુદા-જુદા અર્થ કાઢે છે. આમ જોવા જઈએ તો સામેની વ્યક્તિની વાતમાં હોંકારો કરવા આપણે ‘હંમ’ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. 

પણ આ ‘હંમ’ શબ્દ હંમેશાં ભેદી લાગે છે. આપણે કોઈની વાતે સહમત હોઈએ તો પણ એનો ઉપયોગ કરીએ. કોઈકની વાતે અસહમત હોઈએ ત્યારે આપણી અસહમતી સામેની વ્યક્તિ કળી ન જાય એ માટે પણ આપણે ‘હંમ’નો ઉચ્ચાર કરીએ છીએ.

કોઈક ‘હંમ’નો અર્થ કાઢે છે નૉટ ઇન્ટરેસ્ટેડ. કોઈક વળી એમ કહે છે કે આળસુ લોકો આવા શબ્દો બોલે છે. કોઈક અળવીતરા તો વળી હંમ માટે કહે છે કે ‘હા મારી મા’. કોઈક વળી કહે કે વાતનો અંત લાવવો હોય તો આ ઉદ્ગાર વપરાય છે. કોઈક આને સાઇલન્ટ આન્સર કહે છે. કોઈક સ્વીકાર અને અસ્વીકાર વચ્ચેનો ઉદ્ગાર કહે છે. હા, ના અથવા કદાચ એવો પૉલિટિકલ અર્થ થાય એવું કહેનારા પણ છે. દરેક પોતાની રીતે આ શબ્દના અર્થ કાઢે છે.

વાસ્તવમાં આપણે બધા જ આપણી રીતે લોકો દ્વારા બોલાયેલાં શબ્દો-વાક્યોનો અર્થ કાઢીએ છીએ, જેને કારણે ઘણી વાર ગેરસમજણો સરજાય છે. સામેની વ્યક્તિ કંઈક બોલે કે આપણને ખોટું લાગી જાય અથવા તો આપણે એનો ખોટો જ અર્થ કાઢી લીધો હોય એવું બને. ખાસ કરીને મેસેજિસમાં આવી ગેરસમજણ વધુ બનતી હોય છે, કારણ કે મેસેજિસમાં વહેતી થયેલી વાતનો ટોન સમજી શકાતો નથી. તમે જેની સાથે વાતચીત કરો છો તેને સૌથી પહેલાં તો સાંભળવાની તૈયારી રાખો. આપણને આપણી વાત કહેવામાં વધુ રસ હોય છે. સાંભળવામાં આપણે બહુ કાચા સાબિત થઈએ છીએ. સાંભળવું એક બહુ મોટી કલા છે. એને રોજબરોજના જીવનની અનિવાર્યતા બનાવી લેવી જોઈએ. મોટા ભાગે કહેવાયેલા શબ્દો કરતાં ન કહેવાયેલા શબ્દોને કારણે સંબંધો કોહવાતા જાય છે. આપણે એ જ સાંભળીએ છીએ જે આપણને સાંભળવું હોય છે. આપણે કહેવાયેલા શબ્દોનો એ જ અર્થ કાઢીએ છીએ જે આપણને કાઢવો હોય છે.

એક બહુ જાણીતી ઉક્તિ છે કે ‘આ સમય પણ વીતી જશે.’ એનો સીધોસાદો અર્થ છે કે જીવનમાં જે કંઈ છે એ એકસરખું રહેશે નહીં. સુખ હશે તો સમય જતાં એ પણ વીતી જશે અને દુ:ખ હશે તો એ પણ વીતી જશે. હવે જો કોઈક વ્યક્તિ એનો એવો અર્થ કાઢે કે મારા જીવનમાં કશું સારું નહીં થાય, જે છે એ બધું વહી જશે. મારા હાથમાંથી સમય સરકી જશે અને હું કંઈ નહીં કરી શકું. હવે આવું નેગેટિવ થિન્કિંગ કરનાર વ્યક્તિને ઉપરથી ભગવાન આવીને પણ આ ઉક્તિનો અર્થ સમજાવે તોય તે માનવા તૈયાર થશે નહીં કે આ ઉક્તિ તમારામાં આશાનો સંચાર કરવા માટે છે. તમે ફરી સપનાં જોઈ શકો એ માટે છે. પડ્યા પછી કે હાર્યા પછી તમે ફરી ઊભા થઈ શકો એ માટે છે.

સંબંધોમાં મોટા ભાગની ગેરસમજણો ઊભી થવાનું કારણ જે સામેવાળી વ્યક્તિ બોલી નથી એ સમજી લેવાથી, એને ધારી લેવાથી થાય છે. માણસોને આડાઈ કરવામાં કોણ જાણે શું મજા આવતી હોય છે. માણસ આડાઈ કોઈને હેરાન કરવામાં કરતો હોય છે. આવી આડાઈ માણસ જાત માટે પણ કરતો જોવા મળે છે. સ્વભાવની આડાઈ બીજાને હેરાન કરવામાં વાપરતો માણસ મગજની આડાઈ કરી જાતનું નુકસાન કરતો રહે છે. મગજની આડાઈ એટલે દરેક વાતનો ઊંધો અર્થ કાઢવો.

‘તું નહીં કહે તો પણ હું સમજી જાઉં છું’ આવું ક્યારેક પ્રેમી પ્રેમિકાને, પત્ની પતિને કહેતી હોય છે. ન કહેવાયેલા શબ્દો સમજી જવા જેવું બૉન્ડિંગ હોય તો ક્યા બાત હૈ એવું કહેવું જ પડે. પણ આવું બૉન્ડિંગ કાયમ ટકી શકે એ શક્ય નથી. તમારે જે કહેવું છે એ દરેક વખતે સામેની વ્યક્તિ સમજી જાય એવો આગ્રહ ન જ રખાય. વ્યવહારિક જીવનમાં સ્પક્ટતા બહુ જરૂરી હોય છે. શબ્દોની મોભમતા શંકા નિર્માણ કરે છે.

એક જ શબ્દોના જુદા-જુદા અર્થ માટે જોડણીકોશનો સહારો મળી રહે છે. જીવનમાં જિવાતા સંબંધ જોડણીકોશ જેવા નથી હોતા. દરેક વખતે સામેની વ્યક્તિના મનને ઉકેલવું અઘરું હોય છે. ન કહેવાયેલા કે કહેવાયેલા શબ્દોનો સાચો અર્થ દરેક વખતે સમજી શકાય એ સંભવ નથી હોતું. એટલે કહેનારે સ્પક્ટતા સાથે કહેવું અને સાંભળનારે એ સ્પક્ટતા પાછળનો અર્થ, ભાવના સમજવાનો પ્રયત્ન કરવો. કહેવાયેલી વાતોનું અર્થઘટન કરવામાં આપણે બહુ ઉતાવળ કરી નાખીએ છીએ. બે કાન દ્વારા જે કંઈ સંભળાય છે એ અણગમતું હોય તો ક્યારેક સાંભળી અને સંભાળી લેવું પડે છે. અપમાનજનક શબ્દો સાંભળી આપણું લોહી ઊકળી જાય એ સ્વાભાવિક છે. આવા શબ્દો ખૂબ શાંતિપૂર્વક સાંભળવા એવું જ્ઞાનીઓ કહેતા હોય તોયે દરેક વખતે એ શક્ય નથી હોતું. હા, પણ આવી સિચુએશન વખતે ઉગ્ર ન બનવાના, ક્રોધ ન કરવાના પ્રયત્ન જરૂર કરી શકાય.

બીજા પ્રયત્નરૂપે સાંભળતી વખતે હંમ જેવા શબ્દોનો ઉપયોગ કરી ઘર્ષણ ટાળી શકાય છે. શ્રોતા તરીકે ધ્યાનપૂર્વક, ઉતાવળે અર્થઘટન કર્યા વગર શબ્દોને ઝીલવાની જહેમત થઈ જાય તો ભયોભયો. અહીં મારો કહેવાનો મતલબ એ જ છે કે સંભાળીને સાંભળવું અને સાંભળીને સંભાળી લેવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK