યંગસ્ટર્સનો મનગમતો ફેસ્ટિવલ એટલે ફ્રેન્ડશિપ ડે

ફ્રેન્ડશિપ ડે નજીક છે, બજારમાં ગ્રીટિંગ્સ કાર્ડ અને ફ્રેન્ડશિપ બૅન્ડનો ખડકલો થઈ ગયો છે ત્યારે બૅન્ડની ઢગલાબંધ ખરીદી કરતા કૉલેજિયનોને પૂછીએ કે તેમના જીવનમાં ફ્રેન્ડ્સ કેટલા ઇમ્પોર્ટન્ટ છે અને આ વર્ષે ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેશનના તેમના શું પ્લાન છે?

friendship

યંગ વર્લ્ડ - વર્ષા ચિતલિયા

ફ્રેન્ડશિપ ડે એવો ફેસ્ટિવલ છે જેને સેલિબ્રેટ કરવા યુવાનો આખું વર્ષ રાહ જોતા હોય છે. વેસ્ટર્ન કલ્ચરથી પ્રભાવિત યંગસ્ટર્સમાં ફ્રેન્ડશિપ ડેનો ક્રેઝ વધતાં નવો જ કારોબાર ફૂલ્યોફાલ્યો છે. ફ્રેન્ડશિપ બૅન્ડમાં એટલીબધી વરાઇટી જોવા મળે છે કે કેટલાક સ્ટુડન્ટ્સની તો એક મહિનાની પૉકેટ-મની ખર્ચાઈ જાય છે. સેલિબ્રેશનનું નવા-નવા કૂલ આઇડિયાઝ સાથે પ્લાનિંગ થાય છે. બૅન્ડ બાંધી હાથમાં કાબરચીતરા અક્ષરે મેસેજ લખી સેલિબ્રેટ કરવામાં આવતા આ દિવસને આજની જનરેશન કેટલી અહમિયત આપે છે તેમ જ આ દિવસ માટે તેમણે કેવા પ્લાન બનાવ્યા છે ચાલો પૂછીએ.

પહેલેથી કોઈ પ્લાન ન હોય, જે ગ્રુપનો પ્લાન બેસ્ટ લાગે એમાં જોડાઈ જવાનું - દ્વિજ કોઠારી, કાંદિવલી

સામાન્ય રીતે કૉલેજ સ્ટુડન્ટ્સ છેલ્લી ઘડીએ પ્લાનિંગ કરતા હોય છે એમ જણાવતાં કાંદિવલીમાં રહેતો એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ દ્વિજ કોઠારી કહે છે, ‘કૉલેજ સ્ટુડન્ટ્સ આમ તો રોજ એકબીજાને મળતા હોય છે. મૂવી અને લંચ ચાલતાં જ રહે છે એટલે કોઈ એક દિવસની રાહ જોવાની જરૂર નથી, પણ આ દિવસની મજા અલગ છે. ઘરમાંથી સ્પેશ્યલ પરમિશન મળે એટલે ક્લબમાં ડાન્સ કરવા જઈ શકીએ. કૉલેજના ફ્રેન્ડ્સ, બિલ્ડિંગના ફ્રેન્ડ્સ, સ્કૂલ ફ્રેન્ડ્સ એમ બધા બે-ત્રણ ગ્રુપમાં હોઈએ એટલે જ્યાં પસંદ પડે ત્યાં જોડાઈ જવાનું. ફ્રેન્ડશિપમાં ગર્લ્સ કે બૉય્ઝ જેવું કશું હોતું નથી. અમારી સાથે ગર્લ્સ પણ ક્લબમાં આવે છે. મારું માનવું છે કે ફ્રેન્ડશિપ ડે વધુ એક એન્જૉયમેન્ટનો દિવસ છે. આ દિવસે ક્લોઝ ફ્રેન્ડ્સને જ મળવું છે એવું કંઈ હોય નહીં. બીજું, ગિફ્ટ આપવાની કોઈ સિસ્ટમ હોતી નથી, માત્ર બૅન્ડ બાંધવામાં આવે છે. હું તો બૅન્ડ પણ નથી બાંધતો. હા, માર્કરથી ફ્રેન્ડના હાથમાં મેસેજ અથવા પોતાનું નામ લખીએ. ફ્રેન્ડને કોઈ ખાસ નામથી ચીડવતા હોઈએ તો મેસેજમાં પણ લખીએ.’

નાના હતા ત્યારે મજા આવતી, હવે ટાઇમપાસ લાગે છે - ઐશ્વર્યા વખારિયા, કાંદિવલી

કાંદિવલીમાં રહેતી MBAની સ્ટુડન્ટ ઐશ્વર્યા વખારિયા કહે છે, ‘ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કરવામાં કંઈ ખોટું નથી; પણ આ બધી ધમાચકડી અને મજા નાના હતા ત્યારે આવતી હતી, હવે નથી આવતી. આજે અમે એ લેવલ પર પહોંચી ગયા છીએ જ્યાં ફ્રેન્ડશિપ વિશેની અમારી ધારણા બદલાઈ ગઈ છે. માત્ર ટાઇમપાસ માટે મળવું કે પ્લાન બનાવવા અથવા રોમિંગમાં રસ નથી રહ્યો. અમે કોઈ ગ્રેટ સેલિબ્રેશન કરતા નથી એનું કારણ હવે અમારું ફોકસ ચેન્જ થઈ ગયું છે. કદાચ કોઈ પ્લાન બને તો મૉલ્સમાં જઈને બોલિંગ કરીએ અથવા લંચ માટે જઈએ. આ બહાને બધા ભેગા થાય એવા હેતુ સાથે મળવાનું હોય. જે આપણા સાચા મિત્રો છે એ કાયમ રહેવાના જ. તેમને મળવા માટે ચોક્કસ દિવસની જરૂર નથી. ફ્રેન્ડશિપ ડે પર કંઈક આપવા કરતાં અમે બર્થ-ડે પર આપવાનું વધુ પસંદ કરીએ છીએ. આ ઉપરાંત કોઈ ફ્રેન્ડનો ઍકૅડેમિક પર્ફોર્મન્સ સરસ હોય તો પણ ગિફ્ટ આપીને મોટિવેટ કરીએ.’

ફ્રેન્ડશિપ ડેના સેલિબ્રેશનમાં પણ ફ્રેન્ડ્સની કૅટેગરી નક્કી કરવી પડે એ કેવું? - ચાર્મી શાહ, મુલુંડ

ફ્રેન્ડશિપ ડે માત્ર ગતકડું છે. સાચી મિત્રતા આવા ફેસ્ટિવલની મોહતાજ નથી એવો અભિપ્રાય આપતાં BMSના બીજા વર્ષમાં ભણતી મુલુંડની ચાર્મી શાહ કહે છે, ‘પ્રૅક્ટિકલી આ દિવસ સેલિબ્રેટ કરવાથી કંઈ લાભ થતો નથી. બધા એકબીજાને ફ્રેન્ડશિપ બૅન્ડ બાંધે એટલે આપણે પણ બાંધવા પડે. બૅન્ડમાં પણ પાછી કૅટેગરી હોય. જે વધારે ક્લોઝ હોય તેને મોંઘા બૅન્ડ બાંધવાના અને જે માત્ર હાય-હેલો બોલવા જેટલા અથવા પ્રેઝન્ટેશનમાં ફરજિયાતપણે વાત કરવી પડતી હોય એવા ફ્રેન્ડ્સ હોય તેમને સામાન્ય બૅન્ડ બાંધવાના. જેમ લવ-અર્ફેસ ધરાવતી વ્યક્તિ માટે વૅલેન્ટાઇન્સ ડે મહત્વનો છે એમ કૉલેજિયનોમાં ફ્રેન્ડશિપ ડે પૉપ્યુલર છે. હું આ દિવસે મારા કૉલેજ ફ્રેન્ડ્સ નહીં, પણ સ્કૂલ ફ્રેન્ડ્સને મળવાનું વધુ પસંદ કરું છું. નર્સરીથી બારમા ધોરણ સુધી સાથે ભણીને મોટા થયા હોય એવા ફ્રેન્ડ્સ દિલની વધુ નજીક હોય. એ આપણા સાચા મિત્રો હોય છે. એ દિવસે અમે વાઇટ કલરનું ટી-શર્ટ પહેરીએ. માર્કર પેનથી ટી-શર્ટ પર ફ્રેન્ડશિપ રિલેટેડ મેસેજ લખી સેલિબ્રેટ કરીએ અને ટી-શર્ટને હંમેશ માટે સાચવીને રાખીએ.’

મને સાચો માર્ગ બતાવે અને ટોકે એવા મિત્રો ગમે - હર્ષ વાઘેલા, કુર્લા

ફ્રેન્ડશિપ ડે એટલે યંગસ્ટર્સ માટે ખાણીપીણીનો જલસો એમ જણાવતાં કુર્લામાં રહેતો FYJCનો સ્ટુડન્ટ હર્ષ વાઘેલા કહે છે, ‘આખું વર્ષ આપણને પનિશમેન્ટથી બચાવનારા અને હેલ્પ કરનારા ફ્રેન્ડ્સ સાથે આખો દિવસ બહાર ફરવાની મજા જ અલગ છે. અમે લોકો સામાન્ય રીતે બીચ પર સેલિબ્રેટ કરવાનું પસંદ કરીએ છીએ. લંચ-ડિનર બધું જ બહાર. મારી દૃષ્ટિમાં ફ્રેન્ડ્સ એવા હોવા જોઈએ જે તમને સાચો માર્ગ બતાવે. આજકાલ કૉલેજમાં અભ્યાસ કરતા યુવાનોમાં વ્યસનની લત જલદી લાગે છે. વ્યસનથી દૂર રાખનારા મિત્રો સાચા કહેવાય. મને સૌથી વધારે ભરોસો મારા નાનપણના ફ્રેન્ડ્સ પર છે. મારું હિત શેમાં છે અને ક્યાં મને બચાવી લેવાનો છે અને ક્યાં સપોર્ટ નથી કરવાનો એ તેમને ખબર છે. મારા વિસ્તારમાં રહેતા અને સ્કૂલમાં સાથે સ્ટડી કરી છે એવા કેટલાક રિયલ ફ્રેન્ડ્સ સાથે એક આખો દિવસ એન્જૉય કરીએ તો બહુ ગમે. આટલાં વર્ષોથી અમે સાથે હતા, પણ આ વર્ષે કૉલેજમાં પગ મૂકતાં છૂટા પડી ગયા છીએ. આ દિવસે તેમને મિસ ન કરીએ એવું તો બને જ નહીં.’

કૉલેજમાં ફ્રેન્ડશિપ ડે કઈ રીતે સેલિબ્રેટ થાય છે એ જોવું છે - શ્રુતિ ઠાકર, દહિસર


ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેશનની આતુરતાથી રાહ જોઈ રહેલી અને હાલમાં જ FYJCમાં ઍડ્મિશન લેનારી દહિસરની ટીનેજર શ્રુતિ ઠાકર કહે છે, ‘સ્કૂલ અને કૉલેજમાં ફ્રેન્ડશિપ ડેના સેલિબ્રેશનમાં ઘણો ફરક હોય છે એવું મેં સાંભળ્યું છે. સ્કૂલમાં તો બૅન્ડ લઈ જવાની પરવાનગી જ ન હોય એટલે અમે સ્કૂલમાંથી છૂટ્યા બાદ બહાર ઊભા રહીને બૅન્ડ બાંધતા અને નાસ્તો કરીને ઘરભેગા થઈ જતા. કૉલેજમાં કોઈ પ્રતિબંધ નથી એટલે કંઈક નવો જ માહોલ જોવા મળશે. જોકે કૉલેજમાં પગ મૂક્યાને હજી એક જ મહિનો થયો છે એટલે વધારે ફ્રેન્ડ્સ બન્યા નથી, પણ એક્સાઇટમેન્ટ તો ખરું. મને લાગે છે કે કૉલેજથી જુહુ બીચ નજીક છે તો બધા ત્યાં આંટા મારવા જતા હશે. ફ્રેન્ડશિપ ડે રવિવારે હોય છે એટલે એવું પણ શક્ય છે કે કૉલેજિયનો શનિવારે મળીને સેલિબ્રેટ કરતા હોય. એ સિવાય કોઈ પ્લાનિંગ થતાં હશે તો ખબર પડી જશે. નવા ફ્રેન્ડ્સની સાથે જૂના મિત્રોને પણ મળીશ. અમે સ્કૂલ ફ્રેન્ડ્સે હજી સુધી કોઈ પ્લાન નથી બનાવ્યો, પણ હવે અમે મોટા થઈ ગયા છીએ અને કેટલીક છૂટછાટો મળી છે તો ચોક્કસ કંઈક નવું કરવાનો વિચાર છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK