સકારાત્મક ઊર્જાની દીવાદાંડી

સંકટ સમયે દરેકને સધિયારો આપનાર અને આગળનો માર્ગ ચીંધનાર વ્યક્તિની જરૂર પડતી હોય છે. વિજયા મુકેશ ગડા એવાં જ એક માર્ગદર્શક અને ગાઇડ છે જે સમસ્યાથી પીડિત વ્યક્તિઓને વિવિધ રસ્તાઓ સૂચવે છે

vijaya

લેડીઝ સ્પેશ્યલ - રૂપાલી શાહ

જિંદગીના અમુક મુકામ એવા હોય છે જ્યાં માણસની ગાડી અટકી જાય છે. આવા સમયે ગાડીને પાછી દોડાવવા કે પાછી પાટા પર ચડાવવા એક ધક્કાની જરૂર પડતી હોય છે. આવા સમયે કોઈની સકારાત્મક ઊર્જા‍ ભળે તો જિંદગીના ભટકેલા વહાણને તારી શકાય છે. વિજયા મુકેશ ગડા આવી જ એક દીવાદાંડી છે. ન્યુમરોલૉજિસ્ટ, ઍસ્ટ્રોલૉજર, ગ્રાફોલૉજિસ્ટ, મહાવાસ્તુ એક્સપર્ટ, રેકી ગ્રૅન્ડમાસ્ટર, પ્રાણિક હીલર, પાસ્ટ-લાઇફ રિગ્રેશન થેરપિસ્ટ, ક્રિસ્ટલ માસ્ટર અને જેમોલૉજિસ્ટ વિજયા મુકેશ ગડાએ અનેક લોકોની જિંદગીનાં ભટકેલાં વહાણોને તાયાર઼્ છે. તાજેતરમાં જ ‘મિડ-ડે’ તરફથી અભિનેત્રી અપરા મહેતાના હાથે તેમને ‘વાહ વુમન’ અવૉર્ડ પણ મળ્યો હતો.

અકલ્ટ સાયન્સના અનેક વિષયોમાં માસ્ટરી કેળવનાર વિજયા ગડાએ દેશ-વિદેશના પ્રોફેશનલ લોકો પાસેથી ટ્રેઇનિંગ લીધી છે. પોતાની ઊર્જા‍શક્તિની ઈશ્વરીય કૃપા પાછળ વવાયેલા બીજ વિશે વિજયાબહેન કહે છે, ‘સેવાભાવનાનો વારસો મને ગર્ભમાંથી જ મળ્યો છે. મમ્મી ગંગાબહેન અને પિતા જીવરાજ છેડા અત્યંત દયાળુ હતાં અને ભજનો ખૂબ સરસ ગાતાં. પિતાને લોકો ભગત કે મહેતા કહીને જ સંબોધતા. અમારા લાકડિયા ગામમાં કોઈ પણ વ્યક્તિ અમારા ઘરેથી ભૂખી પાછી ગઈ હોય એવું યાદ નથી. મારા દાદા કાનજી વાલજી છેડામાં પણ ગજબનો હીલિંગ પાવર હતો. તેઓ આંખનો ઝોકો ઉતારતા અને મરડાયેલો પગ ઠીક કરતા. દાદાની હું ખૂબ સેવા કરતી.’

દાદાના હીલિંગ પાવરના વારસાને સંભાળનારાં વિજયાબહેને દાદાની કાંસાની થાળીમાં ચા પીવાની ટેવને આજની તારીખમાં પણ અકબંધ રાખી છે. તેમના સાસરામાં, મમ્મી તેમ જ બહેનોને ત્યાં ખાસ તેમના માટે કાંસાની થાળી વસાવી રાખી છે. 

વિજયાબહેનમાં ધાર્મિક જ્ઞાન પણ ઊંડું. સાત વર્ષની ઉંમરે તેમણે ગુરુ પ્રકાશચંદ્રજી સ્વામી પાસે ગુરુધારણા કરી. તેઓ દિવસની ભક્તાંબરની ચાર ગાથા કરતા. ગુરુદેવ વિજયાબહેનની બુદ્ધિને અભયકુમાર સાથે સરખાવતા. ખૂબ ઓછા સમયમાં સામાયિક, પ્રતિક્રમણ, ભક્તાંબર, કલ્યાણમંદિર, થોકડા શીખેલાં વિજયાબહેનને કોઈના મૃત્યુ સમયે ખાસ તેમની છેલ્લી પળોમાં ઈશ્વરીય સ્મરણ કરવા બોલાવવામાં આવતાં. વિજયાબહેનના ખોળામાં નવ જણે દેહ ત્યાગ્યો છે. અનેક શિબિરોમાં જૈન ધર્મની અંતાક્ષરીમાં અવ્વલ વિજયાબહેનને શ્રેણીનાં અનેક ઇનામો પણ મળ્યાં છે.

પરાક્રમી બચપણ હોવા છતાં સાવ સાધારણ પરિવારનાં વિજયાબહેને સવારે પાણી ભરવાથી લઈને રાતની પથારી પાથરવાથી માંડીને દરેક કામ જાત-મહેનત સાથે કર્યું છે અને એટલે જ કદાચ નાનપણથી સંઘર્ષ કરવામાં તેઓ ઘડાઈ ચૂક્યાં હતાં.

બીજા માટે ઘસાઈને ઊજળાં થતાં માતા-પિતાનો પરોપકાર, ધાર્મિક જ્ઞાન, ભારોભાર કોઠાસૂઝ અને દાદાની ઉત્કૃક્ટ સેવાના પરિણામનો બદલો પરમાત્માએ વિજયાબહેનને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વાળી આપ્યો. 

૧૬ વર્ષની ઉંમરે તેઓ મુંબઈ આવ્યાં. મોટા ભાઈ મુકેશના વૉર્મ વેલકમ સાથે તેમણે મુંબઈમાં પગરણ તો માંડ્યું; પણ શરૂઆતમાં નવા લોકો, નાની જગ્યામાં રહેવું, મુંબઈનું પાણી ફાવે નહીં અને કશું ગમે નહીં. જોકે સતત કામ, પરિશ્રમ અને પોતાના વિલપાવરથી વિજયાબહેન સતત આગળ ધપતાં રહ્યાં.

vijaya1

ત્યાર બાદ લગ્ન થયાં અને બે દીકરીઓ માનસી અને જૈનીના જન્મ બાદ તેમની તમામ ઍક્ટિવિટીમાં બ્રેક આવ્યો. જોકે એ સમયે પણ માનસીને
ભણાવતાં-ભણાવતાં પોતે અંગ્રેજી શીખતાં રહ્યાં. ખાસ્સા સમય પછી એક આત્મસ્ફુરણા સાથે તેઓ રેકી અને સુજોક શીખ્યાં. મોટી બહેન હંસા સંજય ગડાની પ્રેરણા અને સૂચનથી (તારું હીલિંગ એકદમ પાવરફુલ છે, તારે આ ફીલ્ડમાં જવું જોઈએ) વિજયાબહેનની બ્રેક લાગેલી જર્ની ફરી શરૂ થઈ. જન્મથી એક પૉઝિટિવ ઊર્જા‍ તો તેમનામાં હતી જ. બસ એને રીઍક્ટિવ કરવાની જરૂર હતી અને સાસરાના પરિવારના તમામ લોકોના સાથ-સહકાર સાથે વિજયાબહેન એક પછી એક મુકામ હાંસલ કરતાં રહ્યાં. પતિ મુકેશભાઈનો તેમના દરેક કાર્યમાં મૂક પણ મેજર સપોર્ટ રહ્યો. દીકરીઓને સંભાળવાની સાથે તેમણે વિજયાબહેનને દરેક ર્કોસ શીખવા હંમેશાં પ્રોત્સાહન આપ્યું છે.

અકલ્ટ સાયન્સના અનેક વિષયોમાં પારંગત વિજયાબહેને ૧૩ જણને આત્મહત્યા કરતા બચાવ્યા છે. હજારો વ્યક્તિઓનાં નામમાં સ્પેલિંગ-કરેક્શન સાથે તેમના જીવનમાં પ્રગતિ લાવી છે. કુંડળી-રીડિંગ કરી સેંકડો જોડાંઓને પર્ફેક્ટ લાઇફ-પાર્ટનરની ભેટ આપી છે. મહાવાસ્તુશાસ્ત્રના સપોર્ટથી વ્યવસાયમાં ગળાડૂબ પછડાટ ખાનારને વ્યવસાયમાં દોડતા કર્યા છે. ઘરમાં સુખશાંતિ આણી છે. રેકીપાવરથી અસાધ્ય રોગ પર કાબૂ મેળવ્યો છે. હતાશ લોકોને જીવનનું મૂલ્ય સમજાવીને તેમને રીચાર્જ કરીને ફરી પાછા જીવન તરફ વાળ્યા છે. વ્યસનની લત, ખોટી સંગત, નિરાશા, હતાશા, આત્મવિશ્વાસનો અભાવ એમ દરેક સમસ્યાને તેમણે જોઈતી થેરપી વડે દૂર કરી છે. ૬ વર્ષના બાળકથી માંડી ૬૦ વર્ષના વડીલ દરેક માટે તેઓ એક પૉઝિટિવ ઊર્જા‍નો સ્રોત બન્યાં છે. જ્ઞાન, શક્તિ અને સંવેદનશીલતાથી તેઓ અનેક લોકોનાં જીવન બદલવામાં નિમિત્ત બન્યાં છે. તેઓ કહે છે, ‘સુખી થવાના હજાર રસ્તા છે તો દુખી શા માટે થવું? પૉઝિટિવનેસ, ઉત્તમ કર્મ અને મહેનતના રંગ સાથે તમારાં સપનાં ચોક્કસ સાકાર થઈ શકે છે.’

જ્યોતિષવિદ્યા અને અકલ્ટ સાયન્સ એક એવું ફીલ્ડ છે જે સીક્રેટિવ ગણાય છે. સમાજના નામી પ્રતિષ્ઠિત લોકો, ફિલ્મસ્ટાર, ખેલાડીઓ, સેલિબ્રિટીઝ અને સામાન્ય માણસો સાથે વિજયાબહેનના સારા સંબંધો છે. વિજયાબહેન દૃઢપણે કહે છે, ‘રૂપિયા તો ચારે દિશાથી આવી શકે, પણ લોકોના હૃદયમાં મને જે સ્થાન મળ્યું છે એને હું અંત:કરણથી નમન કરું છું.’

આપ્તજનો સાથેનાં સંસ્મરણો

મેં મારાં સાસુ-સસરાને વહેલી સવારના જુહુ બીચ પર લઈ જઈને ગુલાબના ફૂલની ગિફ્ટ અને ગરમાગરમ જલેબી-ગાંઠિયાની જ્યાફત સાથે મારી પહેલી કમાણી સેલિબ્રેટ કરી હતી.

૧૦-૧૦-૨૦૧૦ના રોજનો મારી દીકરી જૈનીનો જન્મદિવસ અમે તેની પાર્ટીની ઉજવણી કૅન્સલ કરીને વસઈમાં આવેલી વાગડની ગૌશાળામાં સેલિબ્રેટ કર્યો હતો.

મારી એક કાર હોય એવું મારું ડ્રીમ હતું જે મેં મારાં સાસુ રામુબહેન પૂંજાલાલ ગડા તેમ જ નણંદ ભાવના જયેશ ગાલા અને મનોહર ગાલાની સાથે જઈને સાકાર કર્યું અને પંચતિથિ કર્યા પછી જ કાર ચલાવવાની શરૂઆત કરી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK