આજથી, આ ક્ષણથી હું મારા દરેક ખરાબ વિચાર, મારી આસપાસની દરેક ખરાબ વ્યક્તિથી મુક્ત થાઉં છું

આપણા પોતાના માટે જ દુખની કલ્પના કર્યા કરવી. જરાક બીમારી આવે તો વિચારીએ કે કોઈ મોટી બીમારી તો નહીં હોયને. માથું દુખે તો વિચારીએ કે ટ્યુમર નહીં હોયને? પેટમાં દુખે તો વિચારીએ કે પથરી નહીં હોયને? છાતીમાં દુખે તો વિચારીએ કે હાર્ટ-અટૅક તો નહીં આવેને? સ્વાસ્થ્યની ચિંતા કરવી સારી વાત છે, પણ સ્વાસ્થ્ય જરાક બગડે અને મોટી બીમારીના ભય હેઠળ જીવ્યા કરવું એ ખોટું છે. આપણે એટલાબધા ભય હેઠળ જીવ્યા કરીએ કે નાનીઅમથી તકલીફને એન્લાર્જ કર્યા કરીએ છીએ

alia

સોશ્યલ સાયન્સ - સેજલ પોન્દા

જીવનમાં બધું જ અચોક્કસ. છે. ક્યારે શું થશે એની ખબર નથી, પણ એક વાત છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે એ ઈશ્વરની મરજીથી થઈ રહ્યું છે અને જે કંઈ પણ થશે એ એની મરજી પ્રમાણે થશે. ઈશ્વર જ્યારે આપણી સાથે હોય છે ત્યારે ડરવાની જરાય જરૂર નથી. દુનિયાની એવી કોઈ તાકાત નથી જે આપણું ખરાબ કરી શકે. મોટા ભાગે બીજા કરતાં આપણે પોતાની જાત માટે ખોટા અને ખરાબ વિચારો કરી આપણું જ ખરાબ ઇચ્છતા હોઈએ છીએ. આમ થશે તો તેમ થશે, તો જે બનવાનું જ નથી એની કલ્પના કરી આપણે સતત ભયમાં જીવીએ છીએ. એનો અર્થ એ છે કે આપણને ઈશ્વર પર વિશ્વાસ નથી. એના પરનો ભરોસો ઓછો થઈ ગયો છે. આપણે આપણા સુખદ જીવનની કલ્પના કેમ નથી કરતા? એવું કેમ નથી વિચારતા કે મારી સાથે કંઈ ખોટું થઈ જ ન શકે. અને આજથી, આ ક્ષણથી હું મારા દરેક ખરાબ વિચાર, મારી આસપાસની દરેક ખરાબ વ્યક્તિથી મુક્ત થાઉં છું.

ઈશ્વર કોઈ વસ્તુ કે પરિસ્થિતિથી તમને દૂર કરતો હોય તો એની પાછળ બહુ મોટું કારણ હોય છે. અને જ્યારે તમે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઓ છો ત્યારે ઈશ્વર તમને સંકેત જરૂર આપે છે. એ સંકેતને ફૉલો કરવાની જરૂર હોય છે. જો ફૉલો થઈ જાય તો તમે મુશ્કેલીમાંથી બહાર નીકળી શકો, કારણ કે તમારી અંદર રહેલો ઈશ્વર પણ તમારી ભલાઈ ઇચ્છે છે અને એટલે જ તમને સંકેત આપે છે. આપણી સૌથી મોટી નબળાઈ એટલે આપણું પોતાનું જ ખરાબ ઇચ્છવું. આપણા પોતાના માટે જ દુખની કલ્પના કર્યા કરવી. જરાક બીમારી આવે તો વિચારીએ કે કોઈ મોટી બીમારી તો નહીં હોયને. માથું દુખે તો વિચારીએ કે ટ્યુમર નહીં હોયને? પેટમાં દુખે તો વિચારીએ કે પથરી નહીં હોયને? છાતીમાં દુખે તો વિચારીએ કે હાર્ટ-અટૅક તો નહીં આવેને? સ્વાસ્થ્યની ચિંતા કરવી સારી વાત છે, પણ સ્વાસ્થ્ય જરાક બગડે અને મોટી બીમારીના ભય હેઠળ જીવ્યા કરવું એ ખોટું છે. આપણે એટલાબધા ભય હેઠળ જીવ્યા કરીએ કે નાનીઅમથી તકલીફને એન્લાર્જ કર્યા કરીએ છીએ.

પોતાના જ ખરાબ વિચારોમાંથી મુક્ત થવું ખૂબ કઠિન હોય છે. એક રાજા હતો. તેની પાસે મહેલ, સત્તા, રાણી બધું જ હતું. તેના નગરની  પ્રજા પણ રાજાનું ખૂબ સન્માન કરતી. રાજા પાસે સત્તા હતી છતાં તે કલ્પના કર્યા કરતો કે કોઈ આવીને મારા રાજ્ય પર ચડાઈ કરી બેસશે તો? રાજા પાસે રાણી હતી છતાં એમ વિચારતો કે રાણી કોઈ પણ સમયે મને છોડીને જતી રહેશે તો? રાજા પાસે સારી પ્રજા હતી છતાં તેને ડર હતો કે પ્રજામાંથી કોઈ તેની વિરુદ્ધ જઈ તેને ફસાવી દેશે તો? રાજા પાસે સારું સ્વાસ્થ્ય હતું છતાં તે વિચારતો કે હું કોઈ મોટી બીમારીથી મરી જઈશ તો? રાજા એટલાબધા ભયમાં જીવતો કે તેની  રાતની ઊંઘ હરામ થઈ ગઈ હતી. દિવસે પણ તેને ચેન નહોતું. ખાવા-પીવામાં મન નહોતું લાગતું, જેને લીધે તેનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું હતું. સ્વાસ્થ્ય બગડતાં તે પોતાના રાજ્ય પર ધ્યાન આપી શકતો નહીં. રાણી તેની સેવા કરતી છતાં તે એમ જ કહ્યા કરતો કે હવે તો તું મને છોડીને જતી રહીશ. રાજાના સતત આવા શબ્દોથી કંટાળી રાણી એક દિવસ સાચે જ રાજાને છોડીને જતી રહી. હવે રાજા વધુ એકલો પડી ગયો. તેની આસપાસના ચાલાક લોકોએ આ તકનો લાભ ઉઠાવી રાજગાદી પર એવી વ્યક્તિને બેસાડી દીધી કે જે તેને લાયક જ  નહોતી. પ્રજામાં ઓહાપો વધતો ગયો. પ્રજાજનોએ બળવો પોકારી દીધો. એક દિવસ રાજાનું હૃદય અચાનક બંધ પડી ગયું અને તે સાચે જ ગુજરી ગયો. રાજાએ જે-જે ખરાબ કલ્પના કરી બધું એમ જ બનતું ગયું અને પોતાની જ કલ્પનાના ભય હેઠળ રાજાનો ભોગ લેવાયો. રાજાએ પોતાના સુખદ વર્તમાન અને ભવિષ્યની કલ્પના કરી હોત તો રાજા શાંતિથી જીવી શક્યો હોત. ભલે મૃત્યુ ઈશ્વરના હાથમાં હોય, પણ જીવતેજીવ ખોટી કલ્પના કરવી એ પણ એક પ્રકારનું મૃત્યુ જ છે.

જ્યારે ખુદ અને ખુદા પરથી ભરોસો ઊઠી જાય છે ત્યારે વ્યક્તિનો વિનાશ જ થાય છે. ઘટનાઓ પહેલાં આપણા જ વિચારોથી આપણી જ અંદર ઘડાતી હોય છે અને એ પછી એ જ ઘટનાના આપણે શિકાર બનીએ છીએ. જ્યાં સુધી આપણે આપણા મગજને નથી સમજી શકતા ત્યાં સુધી આપણે નુકસાનીમાં જ છીએ. જ્યારે પણ મગજમાં ખરાબ કે ભયંકર વિચારો ચાલતા હોય એને તરત લખી લેવા અને પછી એ જ વિચારોને સકારાત્મક રીતે રિપ્લેસ કરી લેવા. જેમ-જેમ તમારામાં સકારાત્મક વિચારો ઘર કરતા જશે તેમ-તેમ તમે ભયથી આપોઆપ મુક્ત થતાં જશો. જીવતેજીવ ખરાબ વિચારોથી મુક્તિ મળે એ જોવાનું કામ આપણું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK